લવગેમ.. (પાર્ટ 7)
તમે ગતાંક મા જોયું કે..
રોકી ના મિત્ર શિશિર ને રચના મોહજાળ બિછાવીને સકંજામાં લે છે.. એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રી ના વેશમાં શિશિરને લાલચાવી ને રૂમમાં બોલાવે.છે.. જમવાનું ટેબલ છોડીને શિશિર ત્યાં રુમમાં ભાગે છે..
જ્યાં બન્ને વચ્ચે રોમાન્સ થાય છે. અચાનક એને ગળામાં બાઈટ કરવાથી દર્દ થતું હોય છે એટલે એને શિશિર દૂર કરવા જાયછે.. ત્યાંજ રચના પોતાનું અસલ રૂપ ધારણ કરીને અટહાસ્ય કરેછે.. શિશિરને મોતિયા મરી જાયછે..
રોકીનો એ સમયે જમવાનું લેટ થવાથી ફોન આવે છે..જે રચના રિસીવ કરેછે.. અને જોરથી હસીને.. એને પણ જમવા આમંત્રણ આપે છે...
રોકી ને સમજાઈ જાયછે...કે શિશિર ફસાઈ ગયો છે.. એટલે એ ભાગીને ત્યાં જાયછે... ત્યાં જુએ છે..કે..
રચનાએ શિશિરને પણ મારી નાખ્યો છે.. અને એની આંખોમાં હજુય લાલચોળ અગ્નિ પ્રજ્વલિત થતી હોયછે.. જે જોઈને રોકીને ફફડાટ થાયછે..
એટલામાં ત્યાં ડોકટર ને ટિમ પણ આવી જાયછે...ત્યાંનું દ્રશ્ય જોઈને પોલીસને ફોન કરેછે ..એથી બન્ને ફસાઈ જવાની બીકે હવે બન્ને ત્યાંથી પલાયન થયી જાયછે...
ડોકર્ટ્સ પ્યુનને તેમની પાછળ મોકલે છે.. તેઓ કોઈ બાઈકવાળાની બાઇક ઝુંટવીને ભાગે છે.. રસ્તામાં રોકી તંત્રીકને ફોન કરેછે..
હવે જોઈએ આગળ..
હેલો.....
તાંત્રિક.. હેલો.. ..બોલો રોકી ભાઈ..શુ કામ પડ્યું..
રોકી ..અરે યાર તમનવ ખબર તો.છે પેલું પ્રેત..અમારી પાછળ પડ્યું છે.. આજે એને અમારા દોસ્તને પણ મારી નાખ્યો.. અમે જેમતેમ કરીને જીવ બચાવીને આવ્યા છીએ..
હવે એક તમે જ સહારો છો.. એ પ્રેત દિવસે દિવાએ શક્તિશાળી થતું જાયછે..
મારે મરવું નથી.. મને બચાવી લો.. હું અત્યાંરે તમારે ત્યાં જ આવું છું..
તાંત્રિક.. અરે મારા ઘેર ના આવો. હું તમને મહાકાળી માઁ ના મંદિરે મળું .. રસ્તામાં જ છે
.
ચાલો આવજો.. મળીયે ત્યાં
આવજો..રોકી ફોન મૂકે છે..
થોડીવારમાં બન્ને તંત્રીકને મંદિરે મળે છે...સઘળી હકીકત કહે છે.. અને રોકી ફાટી આંખોમાં ડર દેખાય છે..
તાંત્રિક એમને બચાવવાનું વચન આપે છૅ.. એ માટે વિધિ કરવાની સામગ્રી લાવવા કહે છે...
આવતી પૂનમે આ વિધિ કરવાની છે.. એ સમયે પ્રેત શક્તિ કમજોર હોયછે.. અને શુદ્ધ આત્માઓ નું રાજ હોયછે..આપડે એ સમયે આ કામ પતાવી દેવું પડશે..
એ દુઃખી આત્માને તર્પણ તૃપ્તિ પણ થયી જશે.. જે પણ તકલીફ હશે એ બહાર આવશે..
હાલ પૂરતું તમે આ તાવીજ પહેરીલો.. મેં અભિમંત્રિત કરેલું છે.. તમારી રક્ષા કરશે..
મને ખબર છે એ આત્મા તમારો પીછો અહીં પણ કરી રહી છે.. હાલ એ આ મન્દિર માં પ્રવેશી નહીં શકે.. પણ બહાર તમને નુક્શાન પહોંચાડો શકે એટલે યાદ રાખજો આ તાવીજ નીકળે નહીં..
અને ત્યાંથી મહાકાળી માઁ ને વિનંતી કરીને છુટા પડે છે..
રોકીને તાવીજ પહેરતું જોઈને રચના થોડી દુ:ખી થાય છે
એને રોકી સાથે બદલો લેવાનો જ હતો.. પણ હવે હાલ તાવીજ ને કેમ દૂર કરવું એ વિમાસણમાં હતી..
આગળ રોકી બાઇકમાં જ ઘેર જાયછે.. હવે હોસ્પિટલમાં જવાનો કોઈ અર્થ નથી..ત્યાં પોલીસ કડક પુછપરછ કરશે.. એ ડર હતો..પકડાઇ જવાનો..એટલે..
જંગલના રસ્તેથી એ ઘેર જાય છે.. એ સમયે રચના એની શક્તિઓનો ઉપયોગી કરીને એની બાઇક ને પાછળ ધક્કો મારીને પછાડે છે..
રોકી જમીન પર ફસડાઈ પડે છે.. અને બાઇક સાથે ધસડાઈને ખાસ્સો દૂર જાયછે.. એનો હાથ છોલાઈ જાયછે.. પણ હજુ એ તાવીજ ત્યાંજ છે.. ત્યાં મહાકાળી માઁ ની તસ્વીર હોયછે..એમાંથી રચના પર દિવ્ય જ્યોતિ પડે છે.. અને રચનાને આખા શરીરે બળતરા થાયછે.
અને ત્યાંથી ધુમાડો બનીને અદ્રશ્ય થયી જાયછે..પણ જતા જતા રોકીને વેધક નજરે જોઈને જાયછે...
જાણે એની આંખો કહી રહી હોય..તું કાઈ પણ કરિલે પણ તને મારા કોપથી કોઈ નહીં બચાવી શકે..
હું પાછી આવીશ.. બદલો જરૂર લઈશ..
હું થશે. મિત્રો.. રચના એ તાવીજ તોડવામાં સફળ થશે કે પછી એનો અંત આવશે..
તંત્રીકની વિધિ સફળ થશે..?
જોઈએ આવતા અંકમાં