The secret diary - 3 in Gujarati Adventure Stories by HARVISHA SIRJA books and stories PDF | રહસ્યમય ડાયરી... - 3

Featured Books
Categories
Share

રહસ્યમય ડાયરી... - 3

(આપણે આગળ જોયું કે રીમા અને ઋતુ ને એક ડાયરી મળે છે અને અજય ને અજાણ્યા નંબર પર મેસેજ આવ્યો હતો કે" હું લોકેશન મોકલું ત્યાં જ તું મને મળવા આવ".હવે ક્રમશઃ આગળ.......)

અજય ફટાફટ દિગ્વિજયસિંહ નાં મોકલેલા લોકેશન પર પહોચી જાય છે.ત્યાં પ્હોચતાં ની સાથે જ તે ભારે નવાઈ પામે છે !!!!! એકતો લોકેશન પણ શહેરથી ખુબ દૂર હતું અને ત્યાં એક મોટુ બિલ્ડીંગ હતું.આજ સુધી એ ક્યારેય આ જગ્યા એ આવ્યો ન હતો .એ શું કદાચ કોઈ એ આ જગ્યા નહીં જોઇ હોય!!!તે બિલ્ડીંગ ની ચારે બાજુ ફરીને તેનું નિરીક્ષણ કરવા લાગ્યો.બિલ્ડીંગ ખાસ જૂનું ન હતું અને બહાર થી જોતા એવું લાગતું હતું કે અંદર આધુનિક ઢબ ની પ્રયોગશાળા હોવી જોઈએ,પણ સાચું તો અંદર ગયા પછી જ ખ્યાલ આવે એમ વિચારતો વિચારતો તે અંદર પ્રવેશ કરવાનું વિચારે છે પણ ત્યાં જ પાછળ થી એક ડરાવણો અવાજ સાંભળાય છે.અજય ખરેખર ડરી જાય છે ,તે અવાજ ની દિશા માં પોતાનું માથું ફેરવે છે.જેટલો ડરાવણો તેનો અવાજ હતો તેના કરતા ક્યાંય વધારે ડરાવણો તે હતો!!.હવે તેને પોતાની જાત માટે દયા આવે છે અને એવું લાગે છે કે આજે જીવતો ઘરે નહિ પહોંચે.પેલો ડરાવણો માણસો ઉર્ફે દિગ્વિજયસિંહ તેને કહે છે કે તારે પ્રોફેસર નાં ઘરે જવાનું છે અને એક ડાયરી લાવવાની છે પછી તું મુક્ત અને તારી બહેન ને હું છોડી દઈશ!!!અજય કહે છે કે પણ પ્રોફેસર તેના ઘરે નથી હું ડાયરી કઈ રીતે મેળવું!!!!,પ્રત્યુત્તર માં દિગ્વિજયસિંહ નો અવાજ વધારે ભયાનક બને છે અને કહે કે"તારી બહેન ને કઈ રીતે સલામત મેળવવાની એ તો તને ખબર હશે ને મુરખ!!"અજય વધારે કઈ બોલવામાં સાર નથી એમ સમજી જાય છે અને હા એટલું કહીને વિદાય લે છે.દિગ્વિજયસિંહ તેને મોટા અવાજ માં હુકમ આપતા કહે છે કે"મને સંપર્ક કરવો નહિ ,હું તને મારી રીતે મેસેજ કરીશ અને હા" ના "મને પસંદ નથી એટલે હું ગમે ત્યારે "હા"ની અપેક્ષા જ રાખું છું.

અજય જતો રહે છે દિગ્વિજયસિંહ પણ પેલી બિલ્ડિંગ તરફ જતા રહ્યા. અજય ખુબ રડે છે તે વગર કારણે આવી મગજમારી માં ફસાઈ ગયો હતો અને હવે એ વહેલી તકે આમાંથી નીકળવા માંગતો હતો. પણ તેને ખબર હતી કે જો તે અત્યારે પ્રોફેસર નાં ઘરે જશે તો મુસીબત માં વધારો જ થવાનો હતો કારણ કે પ્રોફેસર ઘરે નથી અને રીમા ને અજય પર શંકા જઈ શકે તેમ હતી.અંતે તે એક ઉપાય શોધી કાઢે છે અને પોતાના અસાઈનમેન્ટ લેવાનું બહાનું કાઢી ખુબ હિમ્મત ભેગી કરી પ્રોફેસર નાં ઘરે પહોંચી ગયો!!.


તે પ્રોફેસર ના ઘર ની બહાર ઉભો હતો તેને હજુ પણ એમ થતું હતું કે પાછો જતો રહે પણ તેને પોતાની બહેન ને પણ છોડાવવાની હતી અંતે તે ડોર બેલ વગાડે છે!! અત્યારે તેનાં હ્રદય નાં ધબકારા વધી ગયા હતા....આ તરફ રીમા ડોરબેલ વાગતા ચમકે છે તેને એક આશા જાગે છે કે કદાચ પપ્પા હોવા જોઈએ અથવા તો ઋતુ તે દરવાજો ખોલ્યા વગર જ બારી થોડી ખોલીને જુએ છે......પણ આ શું???? આ તો પેલો યુવાન નીકળ્યો!!!!તેની બધી આશા આથમી ગઇ.પણ તે એમ હાર માનવા વાળા માંથી ન હતી.. તે અજય ને પપ્પા વિશે પૂછવાનું નક્કી કરે છે અને ફટાફટ ઋતુ ને મેસેજ કરે છે કે "જલ્દી આવી જા પેલો અજય આવ્યો છે" .પછી સ્વસ્થ થઇ દરવાજો ખોલે છે.અજય ને પોતાની શંકા સાચી પડતી હોય એવો અહેસાસ થતો હતો અને તે ફટાફટ પેલી ડાયરી લઈને જતો રહેવા માંગતો હતો.તે બીજી કોઈ વાત ન કરતા સીધો મુખ્ય વાત પર આવે છે અને કહે છે કે"મારા અસાઈનમેન્ટ પ્રોફેસર પાસે છે અને મારે કાલે કાલેજ માં જમા કરાવવાનાં છે,તો હું એ લેવા આવ્યો છું." રીમા તેને જાણાવે છે કે પ્રોફેસર હજુ ઘરે આવ્યા નથી અને ઉમેરે છે કે તેને કઈ ખબર હોય તો જણાવે. આ સાંભળી ને અજય ના હોશ ઉડી જાય છે તે મુશ્કેલી થી કંટ્રોલ કરે છે અને ના માં માથું ધુણાવતાં કહે છે કે મને કોઈ ખ્યાલ નથી હું મારુ અસાઈનમેન્ટ લેવા આવ્યો છું અને મારે ઉતાવળ છે અને એ શોધી આપવાની વિનંતી કરે છે. રીમા તેને પ્રોફેસર ના રૂમ માં લઇ જાય છે અને કહે છે કે મને ખબર નથી તેમની બધી બુક અહીંયા છે તમે શોધી લો.અજય ખુબ શોધે છે પણ તેને દિગ્વિજયસિંહ એ વર્ણવેલ એવી કોઈ ડાયરી મળતી નથી. તે નિરાશ થઈ જાય છે અને રીમા ને જાણાવે છે કે તેને જોઈએ છે તે અસાઈનમેન્ટ અહીંયા નથી બીજી કોઈ જગ્યા એ પ્રોફેસર બુક મુકતાં હોય તો જણાવો. રીમા ના પાડે છે એટલે પછી અજય વધારે ન રોકાતા
ફટાફટ નીકળી જાય છે .જતા જતા તેનું ધ્યાન ડ્રોઈંગ રૂમ માં રાખેલ ટેબલ પર જાય છે આ શું!!!!!! તેનું ધ્યાન પેલી ડાયરી પર જાય છે જે રીમા અને ઋતુ ને પ્રોફેસર ના રૂમ માંથી મળી હતી......................ક્રમશઃ