ભવાન : હા તો બોલ સનમ કે કાર્તિક પાસે પચીસ હજાર કરોડ પુરેપુરા જ છે ને??
સનમને ખબર હતી કે આની લાલચ પૈસામાં જ છે એટલે બહુ ખતરા રૂપ છે જ નહીં...એટલે એને થોડી રાહત થઈ...
સનમ : પુરેપુરા તો ના જ હોય ને ...
ભવાન : એ તો હું સમજુ છુ...પુરેપુરા ના જ હોય...આ તો થયું કે એક વખત ખાતરી કરી લઈએ...અને કાર્તિક હાલ સોનગઢમાં નથી...એ તો ખબર છે પણ કાઈ ખબર કે ક્યારે આવશે??
સનમ : મને ફક્ત એક સવાલનો જવાબ આપો...પછી હું તમને બધી માહિતી આપી દઈશ..
ભવાન : ચલો એક સોદો કરીએ...હું તને તારા સવાલનો જવાબ આપું...બદલામાં મને જેટલું જેટલું જોઈએ એ તારો ધણી મને આપી દે..બોલ મંજુર...
સનમને ખબર હતી કે આ ને હા પાડો કે ના આ બધી મિલકત હવે પચાવી જ પાડવાનો...
હર્ષ અને નૈતિકને ખબર પડી ગઈ કે ચાલો હવે પાછા ગરીબ બનવાના દિવસ આવી જવાના છે...એ લોકો સનમને ધીરે ધીરે કહી રહ્યા હતા કે રહેવા દે...નથી લેવા આપણે જવાબ...બધું જશે..
સનમ : બધી શરતો મંજુર...હવે એમ કહી દો તમે...કે અમારી પાછળ જે પોલીસ પડી છે,ભ્રષ્ટાચારના આરોપ છે...શહેર મૂકીને સંતાઈને ભાગવું પડ્યું એ બધા પાછળ તમારો જ હાથ હતો ને...
હર્ષ અને નૈતિક હવે પોતાના કાન સરવા કરીને સાંભળવા લાગ્યા..
ભવાન ઘડીક થોભ્યો...અને બોલ્યો,"ઈચ્છા તો જરાય નહોતી...પણ સાલું આ પૈસા....એ પણ આટલા બધા...હું પોતાને રોકી ના શક્યો...પણ તું કે એના સોગંધ...એક વાર બધું મારા હાથમાં આવી જવા દે..હું બધું પહેલા જેવું કરી દઈશ..."
સનમની આંખોમાં આંસુ હતા પણ એને બહાર ન આવવા દીધા...ફાયદો જ નહોતો....એની સુખી જિંદગીમાં આગ જ આ સામે બેસેલા માણસે લગાડેલી હતી...એને ગુસ્સો આવતો હતો...એને ભવાનના ગાલ પર જોરથી તમાચો મારીને કહેવું હતું કે પૈસા માટે થઈને શુ કામ મારી જીંદગી બરબાદ કરી...પણ એ રોકાઈ ગઈ...
ભવાન : મને ખબર છે તને અત્યારે કેવું લાગતું હશે અંદરથી...પણ માણસની ફિતરત છે કે પૈસા જોઈને એનું મન ડગી જાય...તારા કાર્તિક નું પણ મન ફોસલાઈ ગયું એટલે જ તો એને પેલા જગન્નાથનો ધોકો આપ્યો...દીકરી આ ચીઝ જ એવી છે...અને કાર્તિક હજુ છે નાનો...એનાથી આટલા રૂપિયા ના સચવાય....એટલે હું આવી ગયો છું હવે ચિંતા ના કર...
સનમ : મારે હવે તારી સાથે કોઈ વાત નથી કરવી...હવે તને બધાના જવાબ કાર્તિક જ આપશે...
એમ બોલીને સનમ ઉભી થાય છે...
ભવાન : જેવી તારી મરજી...મને મારા અમુક જવાબ તો મળી જ ગયા છે...પણ હજુ એક સવાલ છે કે બધી તને કેમ ખબર પડી કે હું જ છુ આ બધું કરવા વાળો...
સનમ : તે સામેથી ઘા કર્યો હોત તો કાર્તિકને તું આવી રીતે તબાહ ના કરી શકત....તે છેતરપિંડી કરી...મને શક તો પહેલેથી જ હતો કે કોઈક તો છે એ બધું કરવા પાછળ..પણ ચેહરો નહોતી ખબર...તું આવ્યો તો એ પણ ખબર પડી ગઈ...
ભવાને હર્ષ અને નૈતિકની પકડ ખોલાવી....અને એ લોકોને જમી લેવા કહ્યું..એ લોકોને એ રૂમમાં એકલા મૂકીને એ જતો રહ્યો..પણ અમુક નોકરો ત્યાં ઉભા જ હતા..નજર રાખવા...સનમ બારી બહાર જોતી હતી..
હર્ષ : સનમ જમી તો લે...બહુ સરસ છે જમવાનું...
સનમ : કાર્તિક ક્યાં છે એના ઠેકાણા નથી...અને એક આ પાગલ પૈસા પાછળ પડ્યો છે...
નૈતિક : તને ખબર છે પૈસા ક્યાં છે...તો આપણે આને દઈને નીકળી જઈએ...આ કાઈ હત્યારો નથી લાગતો...એને તો ફક્ત પૈસા જ જોઈએ છે...
સનમ : આનો ઉદ્દેશ ફક્ત પૈસા ક્યારેય ના હોય...
હર્ષ : તો શું જોઈએ છે...આને
સનમ : એને અમારું સુખ જોઈએ છે...એ એમ ઈચ્છે છે કે અમે દુઃખી થઈએ...આ પાગલ છે...
નૈતિક : અરે સનમ એવું કઇ ના હોય...તું જોજે...એ પૈસા લઈ લેશે...ભલે લેતો...કાર્તિકે અમને પણ કરોડો રૂપિયા આપ્યા છે આપણે એમાંથી વહેંચી લેશું..એ બધા રૂપિયા લઈ લેશે તમારા...તો પણ અમારા પાસે બહુ પડ્યા છે એ પણ કાર્તિકના જ છે....ચિંતા ના કર...
સનમ : આ કંઈ પણ કોરું નહિ મૂકે...
હર્ષ : અરે કાર્તિક આને પણ કંઈક ને કંઈક ચૂરણ આપી દેશે.. આપણે આટલા લોકોને હરાવ્યા આ એક વધારે....
સનમને ખબર પડી ગઈ કે આ લોકોને કહેવાનો કંઈ ફાયદો જ નથી...આ લોકો નથી સમજવાના..એટલે એ ચૂપચાપ ત્યાં જમીન પર જ સુઈ ગઈ...અને પેલા લોકો એકબીજા સાથે ભવિષ્યના પ્લાન બનાવીને મજા માણી રહ્યા હતા આવા સમયમાં પણ...ત્યાં જ ભવાને હર્ષને બહારના રૂમમાં બોલાવ્યો....સનમ તો સૂતી હતી...પણ નૈતિકને ખબર હતી..એટલે એ પણ સાથે ગયો..
ભવાન : તને હું અત્યારે સોનગઢ મોકલું છુ...સવાર સુધીમાં તો આરામથી પહોંચી જઈશ ..ત્યાં જઈને...જ્યાં સુધી કાર્તિક નથી આવી જતો... ત્યાં સુધી તું ત્યાં રહીશ...
હર્ષ : અને એ આવી ગયો તો??
ભવાન : ચોખ્ખી વાત...સનમ જોઈતી હોય તો મને પચીસ હજાર કરોડ પુરા જોઈએ...એને ક્યાં વાપર્યા...શુ કર્યું??મારે કાઈ નથી જોવું....મને એ પણ ખબર છે તમને પણ આપ્યા છે મારે એ પણ જોઈએ...બધાના ડોક્યુમેન્ટ લઈને તરત જ અહીંયા આવે...ના..અહીંયા નથી બોલાવવો...એને કહેજે કે કેશવ વર્માની ઓફિસની બાજુમાં જે બંગલો છે....ત્યાં આવે...તે આપણા બાપનો જ છે...એટલે શું મારી પણ સેફટી રે...ખાલી ખોટું પેલો બંદુકો લઈને આવી જાય . એની સેના લઈને...
હર્ષ : ત્યાં તો એને પકડી લેશે પોલીસ..
ભવાન : બધા આરોપ હટી જશે...મને બધું મળી જશે ને તો....હવે તું વધારે પડતી ચું ચા કર્યા વગર...બહાર જા...ત્યાં મારા માણસો ઉભા જ છે તૈયારી કરીને તને મૂકી આવશે દરવાજા સુધી..અને તું દોસ્ત..તું સનમ સાથે રહીશ એ સાક્ષીમાં કે એને કોઈ તકલીફ નથી દેતું...
નૈતિક બસ સાંભળતો રહ્યો...અને હર્ષ ઉતાવળમાં ત્યાંથી નીકળી ગયો..ભવાનના માણસો ભેગો...એ પાછો કહેતો હતો કે કાર્તિક ઘરે આવી ગયો હોય તો સારું છે હવે...
*
હું હવેલીમાં દાખલ થયો અને બૂમ મારી,"સનમ....હું આવી ગયો.."
મારા અવાજ સાથે તો ધ્રુવ એક જ ઝાટકે બહાર આવ્યો...અને મને બાથ ભરીને બોલ્યો,"ઓ ભાઈ.....યાર કેટલી વાર લગાડી તે..અમે તો ચિંતામાં જ મરી જવાના હતા.."
મેં જરાક એને દૂર કર્યો...એની ભાવના હું સમજતો હતો કે બહુ ખાસ મિત્ર હતો...ડરી ગયો હતો...પણ હું હાલ સનમને જકડવા માંગતો હતો એ ધ્રુવની જગ્યાએ...
me : સનમ ક્યાં છે...જલ્દી કે...હું જ જાવ છુ..જો હમણે ખિજાશે મારા પર..
એ કઈ બોલ્યો નહિ...પછી મને સરખી રીતે જોઈને એ બોલ્યો,"કાર્તિક આ દુપટ્ટો કેમ વીંટ્યો છે...લાવ તો...એમ કહીને એને એ લેવા ગયો...અને મેં જાતે જ એને લઈને..સોફા પર ઘા કર્યો...એને મારી પીઠ જોઈ....એની તો બૂમ જ નીકળી ગઈ...
ધ્રુવ : કાર્તિક આ બધું શુ છે??
me : હવે મગજ ખરાબ ના કર....સનમ ક્યાં છે એ બોલ...
ધ્રુવને ખબર પડી ગઈ કે એને જ બધુ મને કહેવું પડશે...નહિતર એને એવું વિચાર્યું હતું કે થોડીક વાર રોકી લવ તો કાનો આવી જશે..પણ છેલ્લે નાછૂટકે એને મને બધું જ કહી દીધું....અને એટલા માં કાનો પણ આવ્યો...કારણ કે એ ધ્રુવને લઈને પ્રિયંકાના ઘરે જવા માંગતો હતો..એને મને જોઈને એ ખુશ થઈ ગયો કે ચાલો આ આવી તો ગયો..
me : હવે શું કરવું જોઈએ???સનમ ક્યાં છે કેમ ખબર પડશે.??
કાનો : થોડીક રાહ જોઈ લઈએ....કિડનેપર જ સામે થી કહેશે....
me : અરે અહીંયા એક તો ફોન કામ કરતો નથી...તો ફોનમાં શુ ધમકી આપશે??સામે ચાલીને શુ આવશે કારણ કે કોઈ એને પકડીને મારી નાખે...
ધ્રુવ : તો આપણે શું કરવાનું??આ તો તકલીફ ઊભી થઈ..
me : આટલી બંદૂક પડી હતી ઘરમાં.....અરે કાના મેં તને કેટલું કિધેલું કે સનમને કાઈ થવું ના જોઈએ...એક કામ ઓન તે સરખું ના કર્યું..
પછી હું માથે હાથ દઈને તે સોફા ઉપર બેસી જાવ છુ...ત્યાં જ બહાર કારનો અવાજ આવે છે...કાનો વિચારે છે કે અહીંયા કોણ આવ્યું કાર લઈને...એટલા માં જ અંદર હર્ષ આવે છે...મને જોઈને એ રાહતનો શ્વાસ લઈ છે...
હર્ષ : સારું થયું તું આવી તો ગયો...મને તો એમ કે હજુ તારું કામ નહીં થયું હોય...
me : તુ એકલો કેમ આવ્યો??સનમ ક્યાં??
હર્ષ ભુવાનની વાત મને કહે છે....કાનો પણ સાંભળતો હતો..
કાનો : તું મને કલાક નો સમય આપ...હમણે કેટલાય લોકોને બોલાવી લાવું...એમે જાયદાદ જોઈએ છે ને....મોત આપીશ હું એને...
me : તે સરખું ના સાંભળ્યું...એ મને શહેરમાં બોલાવવા માંગે છે કે હું જરાક પણ હોશિયારી કરીશ તો સીધો જ જેલમાં નાખી દેશે...એને દિમાગ બહુ ઘસ્યુ છે...
હર્ષ : એને અમારી મિલકત પણ માંગી લીધી છે...પણ મેં તારા આપેલા પૈસા અલગ જ રાખ્યા હતા...હું તને એકાઉન્ટ નંબર જ આપી દઈશ...કેમ પણ કરીને આપણે છુટા પડીએ આ ઝંઝટમાંથી..
ધ્રુવ : હા કાર્તિક....રૂપિયા મહત્વના નથી...જીવનમાં શાંતિ તો મળશે...જો આવા લોકો આપણેને હેરાન નહિ કરે તો....એને બસ રૂપિયા જ તો જોઈએ છે..આપી દઈએ...
એ લોકો તૈયાર હતા..પણ હું હજુ વિચારતો હતો..
હર્ષ : કાર્તિક એ સનમને કશું જ નહીં કરે...તું વિશ્વાસ કર. સાબિતી માટે નૈતિક ત્યાં જ છે...જો આપણે એને જે જોઈએ છીએ એ આપી દઈએ તો આપણે બધા બચી જશું...
me : સાલાએ બહુ દિમાગ ઘસીને મારી બેન્ડ વગાડી...પોલીસને પણ નથી કહી શકતો હું...કે મદદ કરે...આજે જો હું જ સત્તામાં હોત તો એનું એવું મર્ડર કરાવત કે કોઈને ગોત્યો ના મળત...
ધ્રુવ : એ આપણેને નિર્દોષ કરી દેશે..સાબિત બધા સામે...પછી તને પછી તારી સીટ મળી જશે. તું પાછો M.L.A. બની જઈશ...પછી જો આપણે કેવો બદલો લઈએ છીએ...
મને હિંમત મળી...એને સનમને કિડનેપ કરેલી...એને છોડવાનો તો સવાલ જ નહોતો...
me : કાના મારી કારમાં પાછળની સીટમાં બેગ છે..તને ખબર જ છે..એ લઈ આવ...હું આજે જ નીકળીશ...
કાનાને ખબર હતી એટલે તે લેપટોપ લઈને આવી ગયો...
એને બહુ દિમાગથી ગેમ રમવી છે ને...બહુ ફસાવ્યો મને...હવે મારી વારી છે...પૈસા જોઈએ છે એને....હું દઈશ એને સપનામાં..એમ વિચારી હું હસ્યો...સનમ ત્યાં સેફ છે એમ હર્ષે કીધું હતું...નૈતિક ત્યાં હતો...અને પૈસા લેવાના છે એને મારા પાસેથી....એટલે એ સનમને હેરાન તો ક્યારેય ના કરી શકે..
લેપટોપ લીધું સાથે...મારી અમુક પ્રોપર્ટી જે સરકારે જપ્ત કરી લીધી હતી...મારા ભાગ્યા પછી...હર્ષ ,નૈતિક અને ધ્રુવને મેં જે પૈસા આપેલા પચીસ હજાર કરોડમાંથી એ પણ પાછા મારા મેઈન એકાઉન્ટમાં લઈ લીધા...દસ કરોડ પેલી મીનળબેનને આપેલા હવે એની જગ્યાએ મારે શુ દેવું એ નહોતી ખબર....મેં કીધું કે એટલું તો ચાલે....આટલા અબજો રૂપિયામાં તો માણસ મરી જાય..
બપોર થઈ હતી અને હું નીકળી ગયો મારા શહેર જવા...ઘણા સમય પછી...ભવાને કઈક તો પ્લાન કર્યો હશે..નહિતર એ એના ગામડે જ બોલાવત...પણ એને મને વર્માની ઓફીસની પાસે જ બોલાવ્યો...જે હોય તે સનમ માટે હું બધું કરવા તૈયાર હતો....મારા પાસે પ્લાન હતો જ ભવાનને મોતને ઘાટ ઉતારી દેવાનો...એને મારા ઘરના બે લોકોનો જીવ લીધો હતો....હું થોડી હવે જવા દેત....અને ઉપરથી જે તકલીફ પડી છે...બદનામી થઈ છે એ બધું તો બોનસ હતું...
મારા ગયા પછી હવેલીમાં વાતો ચાલતી હતી...
કાનો : કાર્તિક પકડાય જશે મને એવું લાગે છે...ભવાન રૂપિયા લઈને પોલીસ બોલાવીને પકડાવી દેશે...એટલે જ વર્માની બાજુમાં બોલાવ્યો છે...
ધ્રુવ : એ તો ગયો હવે એ કરશે જે એને કરવું હશે એ...તમારે પિયુને મળવા નથી જવું.
કાનો : કાર્તિક તો આવી ગયો....હવે એને મળીને શુ કરું??એમ પણ ત્યાં મહેમાનો ખૂટતા નથી અત્યારે...તે બહુ હેરાન થઈને આવી છે...પણ ગામવાળા હવે કાર્તિકનું પૂછશે કે મુખી ક્યાં ગયા...એનું શું કરું
હર્ષ : આપણે છુટ્ટા હવે...એ આવી ગઈ...ગામવાળા હવે આંગળી નહીં ચીંધે...કાર્તિક પર...મુખી મુખી બોલીને કાર્તિકને મરવા મોકલી દીધેલો...કહી દેજો ગમે એ...
ધ્રુવ : આપણે હવે રાહ જોઈએ એ આવશે..કે પછી આપણે પણ જવું છે શહેર એને બચાવવા...
હર્ષ : ભવાન સારો માણસ છે...એને આપી દો એટલે એ કંઈ ના કરે...
ધ્રુવ : પણ તને લાગે છે આપણો કાર્તિક એને સીધી રીતે બધુ આપી દેશે...તો તું બહુ ભોળો છો...
એમ કરીને એ હસ્યો...કાનાએ પણ વાત સાચી છે એમ કરીને હા માં હા ભણી...
*
જોઈએ હવે કાર્તિક સીધી રીતે આપી દે છે કે પછી વિપરીત પરિણામ આવે છે એના સાહસના...
*
સ્ટોરી હવે બસ પતવાની તૈયારી માં જ છે...આ અઠવાડિયામાં એનો અંત આવી જશે...તો તૈયાર રહેજો...આ લાંબી ચાલેલી લડતના અંત માટે...
*
💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜
On insta : @cauz.iamkartik