call center - 46 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૪૬)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૪૬)

થોડીજવારમાં પાયલ અને વિશાલ બંને એ જગ્યા એ ભેગા થઇ ગયા.જ્યાં બંને એ પ્રેમની શરૂવાત કરી હતી.જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો હતો.આ એ જ જગ્યા હતી જ્યાં બેસીને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.

****************************

બોલ મને શા માટે અહીં બોલાવી છે?

જો પાયલ માહીને તારા પાસે રાખવાનો મારો કોઈ પ્લાન હતો નહિ.મને ખબર પણ ન હતી કે આપણા ઘરે વકીલ આવ્યો છે,અને માહીને તારી સાથે રાખવા ફોર્સ કરી રહયો છે.આપણે બંને તો હજુ છુટાછેડાની વાત કરી રહ્યા હતા.

તો મારી પાસે વકીલને મેકલ્યો કોણે?

માનસી એ..!!

તો આ બધો એનો પ્લાન હતો.મારી પાસે વકીલને મોકલી માહીને મારી સાથે જ રાખવાનો.વાહ,વિશાલ
તે જ માનસીને વાત કરી હોઈ તે પછી તેણે આ પગલું લીધું હોઈ.

હા,પાયલ મેં જ કીધું હતું માનસીને...!!!પાયલ માહીને તેની પાસે રાખવા નથી માંગતી.એ પછી જ તેણે આ બધું કર્યું કેમકે માનસી જલ્દી મારી નજીક આવા માંગતી હતી.તે મારી જલ્દી મારી સાથે લગ્ન કરવા માંગતી હતી.

જોય લીધુંને પરિણામ જલ્દી લગ્નનું તે..!!એ નપાવટ છે.એ ઈર્ષાની ઉપરથી નીચે સુધી ભરેલી છે.વિશાલ તું તેને હજુ ઓળખતો નથી.તે તને પામવા નથી માંગતી
એ તારા પૈસાને પામવા માંગે છે.તેને તારા વૈભવી બંગલામાં રહીને મોજથી રહેવું છે.તું તેના પ્રેમમાં પાગલ છો,તને નહિ સમજાય વિશાલ.
માનસી તારા જીવનમાં આવશે તો તારી બધી જ મિલકત રાખ થતા જરા પણ વાર નહિ લાગે.હું જાણું છું કે તે તારી મહેનતથી આ બધું ઉભું કર્યું છે એટલે જ હું તને ચેતવી રહી છું કે હજુ સમય છે તું માનસીને
છોડી દે.

નહીં પાયલ હવે બોવ મોડું થઇ ગયું છે.આપણી બંને વચ્ચે સમજૂતી કરી લેવી જોઈએ.હું તારી સાથે છુટાછેડા લેવા માંગુ છું.તારે જે મારી મિલકત માંથી જે જોઈએ એ હું તને આપવા તૈયાર છું,માહીના જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી હું તેનો તમામ ખર્સ આપીશ.

જ્યાં આપણા બંનેનો પ્રેમ થયો હતો તે જ જગ્યા પર મને આજે તે છૂટાછેડા લેવા માટે બોલાવી છે.જે જગ્યા પર તું મને દોડી દોડીને મળવા આવતો અને કહેતો કે પાયલ હું તને ખૂબ પ્રેમ કરું છે તે જગ્યા પર આજ મારી અને તારી વચ્ચે મિલકતની વહેચણી કરવા આવ્યો છે તું?

તને એમ હશે કે હું તને મારા નામની જે પ્રોપર્ટી છે તેની સાઈન કરી દવ,અને તું મારાથી છૂટો થઇ જા.નહિ હું તને મારી પાસે જે છે તેમાંથી એક પણ વસ્તું હું તને આપવા માંગતી નથી,અને આપીશ પણ નહી.

પાયલ મારે તારી પાસે મિલકત છે તે જોતી પણ નથી.તું તારી પાસે જ રાખ.એટલી મિલકત તો હું પાંચ વર્ષમાં ફરી કમાઈ લશ.હું તો તારી સાથે સમજૂતી કરી છૂટાછેડા લેવા આવ્યો છું.જેથી કરી તું અને હું કોઈ બીજા સાથે લગ્ન કરી શકીએ.

તને થશે કે વિશાલ મારાથી દૂર શા માટે થાય છે,પણ તેના ઘણા કારણ છે.એ તું સમજી ગઇ હશ તે દિવસે મેં તને હોટલમાં જ તે કારણો સમજાવી દીધા હતા.હું હવે મારુ જીવન કચકચ ભરી જિંદગીથી જીવા નથી માંગતો.મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી પાયલ !

જિંદગીની જેમ પ્રેમ પણ ક્યારેય એકધારો નથી રહેતો.તેમાં પણ અપ-ડાઉન આવે છે,વધ-ઘટ થાય છે.મૂડ અને મસ્તી દરેક સમયે સરખાં નથી રહેતાં. મજામાં હોય ત્યારે માણસને પ્રેમની વધુ જરૂર હોય છે કે મજામાં ન હોય ત્યારે?

ઘણા સંબંધો સંવાદ વગરના પણ હોય છે જે મૌનથી જીવાતા હોય છે.બે વ્યક્તિ વચ્ચે મૌન હોય એ એક વાત છે અને બે વ્યક્તિ વચ્ચે સન્નાટો હોય એ બીજી વાત છે.સન્નાટો દરેક વખતે શાંત નથી હોતો પાયલ.સન્નાટાના પણ વિસ્ફોટ હોય છે.સન્નાટો ગરજતો રહે છે અને તેની ધાક દિલને હચમચાવી નાખતી હોય છે.સન્નાટો જાગે ત્યારે આપણી ઊંઘ હરામ થઈ જતી હોય છે.

જિંદગીમાં ઇચ્છાઓ હોય એ સ્વાભાવિક છે.સંબંધ હોય ત્યાં અપેક્ષાઓ રહેવાની જ છે.હા,શરતો ન હોવી જોઈએ. શરતમાં હાર-જીત હોય છે. શરતમાં સહજતા નથી હોતી.હું આમ કરીશ અને તારે આમ કરવાનું એવી શરતો પર રચાતા સંબંધોની બુનિયાદ તકલાદી હોય છે. શરતમાં સમજણ નથી હોતી. શરતમાં સ્વાર્થ હોય છે.મને ગમે એવું હું કરીશ અને તને ગમે એવું તું કરજે એના કરતાં તને ગમે એવું હું કરીશ અને મને ગમે એવું તું કરજે હોય તો સંબંધમાં મોકળાશ રહે છે.

શરતમાં ઘણી વાર સમાધાન કરવું પડતું હોય છે અને સમયની સાથે સમાધાન કરવું પણ જોઈએ.આવું સમાધાન પણ સ્વેચ્છાએ થવું જોઈએ.જોકે,બધામાં આટલી સમજણ હોય એ જરૂરી નથી.શરત સાથે જ્યારે જીદ ભળે ત્યારે સ્થિતિ સ્ફોટક બને છે. ક્યારેક એવું થઈ આવે છે કે ઇનફ ઇઝ ઇનફ. દીવામાં તેલ ખૂટે ત્યારે તેણે બુઝાવાનું હોય છે.જિંદગીમાં પ્રેમ ખૂટે ત્યારે સંબંધમાં મૂરઝાવાનું હોય છે.દરેક હાથ કાયમ માટે હાથમાં જ રહે એવું બનતું નથી.સાથ છૂટતાં હોય છે અને દિલ પણ તૂટતાં હોય છે.

હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું,પણ આપણે બંને જુદાં પડ્યાં પછી એ વાતને તું મનમાંથી કાઢી નાખજે. આપણા બંને વચ્ચેના સંબંધ સાથે છેડછાડ નહિ કરીયે.તને દેખાડી દેવાનું કે જોઈ લેવાનું મન થાય છે.મને ખબર છે હું એની જ સમજૂતી કરવા આવ્યો છું પાયલ,મિલકતની નહિ,તૂટેલા કાચને રમાડવા જતાં તેની ધાર આપણને જ વાગતી હોય છે.

જિંદગીમાં ઘણી વખત એવી વ્યક્તિ આવી જતી હોય છે.બધા પ્રયત્નો છતાં પણ એવું લાગે કે હવે વધુ શક્ય બને તેમ નથી,તેની સાથે શરતો મુજબ કનેક્ટેડ રહેવા કરતાં તેનાથી દૂર થવાનું મને યોગ્ય લાગે છે. હું આપણા જુદા પડવાની ઘટનાને દુશ્મનીમાં બદલી નાખવા નથી માંગતો.હું તને વધુ ને વધુ પીડા આપવા નથી માંગતો પાયલ.તું પણ આ બધું ભૂલી તારી નવી જિંદગીની શરૂવાત કર.


ક્યાં છે ફાઇલ..?અને ક્યાં મારે સાઈન કરવાની છે.

વિશાલે તેની ગાડી માંથી ડિવોર્સના પેપર લઇને આવ્યો.પાયલે વિશાલ સામે એક નજર પણ કર્યા વગર પેપરમાં સાઈન કરી દીધી.વિશાલ હું તારી જિંદગીમાં આવી તે મોટી ભૂલ હતી,અને તે ભૂલને આજે મેં પૂર્ણ કરી છે,મારા અને તારા ઝઘડા હવેથી હમેશા માટે બંધ થઈ જશે,અને તું મને મળી પણ નહીં શકે હું પણ તને કયારેય મળવાની કોશિશ નહિ કરું.

બંને આજ રડી રહ્યા હતા.પાયલ મારી એક છેલ્લી ઇચ્છા છે?

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)