Corona - 7 - last part in Gujarati Health by VIJAY THAKKAR books and stories PDF | કોરોના – હકારત્મક પ્રસંગો - 7 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

કોરોના – હકારત્મક પ્રસંગો - 7 - છેલ્લો ભાગ

કોરોના – હકારત્મક પ્રસંગો-

સંપાદન-વિજય ઠક્કર

(7)

કોરોના (૧૧) પુત્ર વિયોગ ચારુબહેન વ્યાસ

સવિતાબેન તેમના પતિ ના અવસાન બાદ દીકરા સાથે અમદાવાદ રહેવા આવ્યા હતાં , આણંદ માં રહેતાં ત્યારે આજુબાજુનાં લોકો સાથે ખૂબ જ મનમેળ હતો।બધાં સાથે બેસીને રોજ બાપરે વાતો કરે, શાકભાજી કાપે ,, પાપડ ,પાપડી બનાવે .આમ તેમના દિવસો આનંદ માં જતાં .બાળકો આગળ ભણવા અમદાવાદ ગયાં .ભણી રહ્યાં પછી નોકરી પણ ત્યાંજ મળી ગઈ.

સવિતાબેન ના પતિ મોહનભાઇ તો તેના ધંધા માં પડ્યા હતા કમાવા સીવાય કશેમાંય રસ નહોતો। પણ સવિતાબેન બધામાં રસ લેતા ,પાડોશ માં કોઈને કઈ પણ મદદ જોઈતી હોય કે

કોઈ બીમાર હોય તો દોડી જતાં .દરેક ના સુખદુઃખમાં ભાગીદાર બનતાં .સ્વભાવે સરળ કોઈ નું ખરાબ ન લગાડતા હમેશા હસતા ચહેરે બધાનું સ્વાગત કરે તહેવારો માં આખું કુટુંબ ભેગું થાય અને આનંદ કરે. એક દિવસ મોટો દીકરો કિરીટ એક છોકરી ને લઈ ને ઘરે આવ્યો .માતા પિતાને તેની ઓળખાણ કરાવતા કહ્યું ‘આ સ્મિતા છે તે મારા સાહેબ ની દીકરી છે ,અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ ‘ માતા પિતા તો ડઘાઈ ગયાં ! સવિતાબેન તો છોકરીઓ જોવા મંડ્યા હતાં .સ્મિતા એમને થોડી મોડર્ન લાગી .છતાં તેણે બેઉં માટે ચા પાણી બનાવ્યા ,નાસ્તો કરાવ્યો મોહનભાઇ ‘પછી વાત કરશું ‘કહીને બહાર ચાલ્યા ગયાં , થોડી વાર પછી કિરીટ અને સ્મિતા પણ ચાલ્યાં ગયા .સવિતાબેન વિચારોમાં પડી ગયાં નાનો મિહિર હાજી હમણાં જ નોકરીએ લાગ્યો હતો। એને તો પ્રરદેશ જવું હતું એટલે એ તો હમણાં લગ્ન કરવા તૈયાર નહોતો

રાતે મોહનભાઇ આવ્યા ત્યારે લગ્ન ની વાત કાઢી ,તેમણે કહ્યું કે ‘ આ લગ્ન માટે મારી હા નથી છોકરી તેના સાહેબ ની છે ,પૈસાદાર અને ફેશનેબલ છે આપણા ઘર માં ન ચાલે ,તું કિરીટને કહી દેજે “સવિતાબેને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માન્યા .એમણે કિરીટને ફોન કરીને કહી દીધું। કિરીટ ખુબ ગુસ્સે થયો .બીજે અઠવાડીએ ઘરે આવીને ખૂબ ધમપછાડા કર્યા .ઝગડીને ને ચાલ્યો ગયો

.ત્યાં તો થોડા દિવસમાં એક કંકોતરી આવી તેઓએ ખોલી, જોયું તો કિરીટ અને સ્મિતાના રીશેપ્શન નું આમંત્રણ! મોહનભાઇ ખૂબ ગુસ્સે થયા . સવિતાબેને કહ્યું આપણે જવું જોઈએ મહાનભાઈ એક ના બે ના થયા અને સવિતાબેન ને પણ ન જવા દીધાં .તેઓ ખૂબ રડ્યાં

થોડા દિવસ પછી મિહિર મળવા આવ્યો ‘શું મમ્મી પાપા તમે લગ્નમાં પણ ન આવ્યાં ? બહુ મજા આવી સ્મિતાના ઘર ના બહુ પૈસાદાર છે તેઓએ બહુ ધામધૂમ થી લગ્ન કરાવ્યાં

એમણે તમારા માટે મોંઘી ભેટ પણ મોકલી છે મેં ભાઈ ભાઈ ને સાથે આવવા કહયું પણ તેગુસ્સે થઇ ગયો આવવાની ના પાડી મમ્મી તમે આ ખોટું કર્યું .’મમ્મી હું આવતા મહિને દુબઇ જાઉં છું મને ત્યાં એક સારી નોકરી મળી છે ,જવા પહેલા સમય મળશે તો આવીશ અત્યારે જ તમને લોકો ને આવજો કહી દઉં છું ,બાય “

એકાદ વર્ષ પુત્ર વિયોગ માં બેઉ લથડતા ગયા બંને ની તબિયત બગડતી ગઈ। એક દિવસ મોહનભાઇ ને હાર્ટ એટેક આવ્યો ને તેઓ ગુજરી ગયાં સવિતાબેન એકલા પડી ગયાં .પાડોશીઓ રોજ આવતાં ધીરજ આપતાં .થોડા દિવસ પછી બધા આવતા ઓછા થઇ ગયાં ,સવિતાબેનની તબિયત ખરાબ થઇ ગઈ। પાડોશીઓ એ કિરીટ ને જાણ કરી ,તેણે જવાબ ન આપ્યો .સ્મિતા એ કહ્યું કે ઘર અને દુકાન નો કબ્જો કરી લો .તમારો ભાઈ આવશેતો ભાગ દેવો પડશે .કિરીટ ને ગળે આ વાત ઉતરી અને માં ને લેવા નીમિતે આણંદ પહોંચી ગયો માં તો રાજી થઇ ગઈ। દીકરાને ત્યાં રહીશ તો જલ્દી સાજી થઇ જઈશ એ વિચારે જલ્દી થી તૈયાર થઇ ગઈ કિરીટ 2 દિવસ રોકાયો દુકાન અને ઘર વેંચી નાખ્યા ઘરાક પહેલે થી શોધી રાખ્યો હતૉ .માં ને કઈ ખબર નહોતી ઘર નો સમાન વેંચવા કાઢ્યો ત્યારે સવિતાબેને પૂછ્યું કે ભાઈ હું પાછી આવીશ ત્યારે જોઈશે ને ?’ ના ના માં હવે તું ક્યાં પછી આવીશ?મારી સાથે જ રહેજે ને! મિહિર પણ પાછો ક્યારે આવશે કોને ખબર !

સવિતા ને એ ન ગમ્યું છતાં તે ચૂપ રહી તે તેની કાર માં બેસી ગઈ હજારો પ્રશ્નો મનમાં લઈને છેલ્લી વાર જાણે ઘર ને જોતી હોય એમ નજર ફેરવતી હતી ;

કિરીટ નું ઘર ખુબ મોટું અને સુંદર હતું તેને આનંદ થયો .તૈયાર રસોઇયા ના હાથનું જમવાનું મળ્યું .રાત્રે સુવાના સમયે રશ્મિ આવી અને તેને તેના સુવાના રૂમ માં લઇ ગઈ ‘ ઘર ને છેક છેવાડે આવેલા ઓરડા માં લઇ ગઈ. ત્યાં ખાસ કઈ નહોતું એક પલંગ ,માટલું એક નાનું કબાટ એક નાનો પંખો તેણે કહ્યું બા તમારી તબિયત સારી નથી તેથી અહીં આરામ કરો , સવિતા ને પોતાનું ઘર યાદ આવી ગયું ખુલ્લું હવા ઉજાસ વાળું . પણ એ કહે તો કોને ?

કિરીટ તો તેની પાસે આવતો જ નહોતો ,તેને બહાર નીકળવાની મનાઈ હતી તે માંદી હતીને ?

થોડા જ દિવસ માં તે તે ખુબ માંદી પડી ગઈ। ખુબ તાવ આવવાં માંડ્યો ,ખાવાનું ભાવતું ન હતું પલંગ માં પડી પડી પતિ ને કહેતી “મને કેમ છોડી ને જતા રહ્યા ?”કઇરીતે તેના ભગવાનને પણ લાવવા ન દીધાં .પોતાના નસીબ ને કોસતી રૂમમાં ગોંધાઈ રહેતી .

એક દિવસ કિરીટ આવ્યો ને તેને હોસ્પિટલ મ લઇ ગયો .ડોક્ટર ની સાથે વાત કરી ડોક્ટરે તેને કોવિદ 19 ના કેસ માં તેને દાખલ કરી દીધી અને તે ચાલ્યો ગયો .તે ખુબ દુઃખી થઇ ગઈ થોડા દિવસો માં સારા ખોરાક અને દેખભાળ થી ખુબ સારી થઇ ગઈ। તે પછી એક બીજા ડૉક્ટર આવ્યા તેને તપાસી ને કહ્યું તમને તો કોરોના છે જ નહીં તો તમે ઘરે જઈ શકો છો

તમારા ઘરના નો ફોન નંબર આપો હું તેમને બોલાવી લઉં .ના ના ડોક્ટર મારે ઘરે નથી જવું અહીં તો મારા ઘણા મિત્રો બની ગયા છે ,હું અહીં બધાની સેવા કરીશ .બધાને મદદ કરીશ મારુ આ દુનિયા માં કોઈ નથી ,ડોક્ટર મહેરબાની કરીને મને અહીં જ રહેવા દો હું આ ખાટલો ખાલી કરી દઈશ .અહીં મારે પૈસા ભરવાના હશે તો કામ કરીને ભરી દઈશ .ત્યાં પેલા જુના ડોક્ટર આવ્યા .તેણે પૂછ્યું ‘તો તમને મુકવા આવ્યા હતાં તે કોણ હતું ?’એ તો અમારી ન્યાત નો એક પરગજુ માણસ હતો ‘ મને અહીજ રહેવા દો ‘

આમે ય કોરોના ના વધતા કેસ ને પહોંચી વળવા નર્સની તો જરૂર હતી જ તેને ત્યાં જ રહેવાની પરવાનગી મળી ગઈ રાજીખુશી થી બધાની સાવ કરતી હોસ્પિટલ માંથી તેને નર્સ નો ડ્રેસ આપવામાં આવ્યો થોડી ટ્રેનિંગ પણ અપાઈ .થોડા સમય માં તો તે બધું શીખી ગઈ ,બધાની માનીતી થઇ ગઈ ‘

એક દિવસ તેણે જોયું કે સ્ટેચરમાં એક નાની ઉમર નો પુરુષ ,ક્ષીણ થયેલો દેહ,માસ્ક સાથે હોસ્પિટલ માં આવ્યો .સવિતા ના નામ ની બૂમ પડી। તે જલ્દીથી મદદ માટે દોડી સ્ટ્રેચર માં સૂતેલાં યુવાન ની અને એની નજર મળી અને બેઉ સ્તબ્ધ થઇ ગયાં .કિરીટ ને કોરોના થયો હતો

કોરોના (૧૨) પ્રવીણા કડકિયા

આ કોરોનાએ માત્ર ન્યુયોર્ક અને ન્યુજર્સીમાંજ તાંડવ નથી મચાવ્યું. સમગ્ર વિશ્વને એના ભરડામાં લીધું છે. નાના, મોટા, અબાલ, વૃદ્ધ, ગરીબ કે તવંગર કોઈ ભેદભાવ દાખવતો નથી.પા પા પગલી પાડતો આવે છે. પછી ધીરેથી માનવીના શરીરમાં પગપસારો કરી પોતાનું પોત પ્રકાશે છે. આજુબાજુ ચાલતું મૃત્યુનું તાંડવ જોઈ ડરવા કરતાં આત્મ નિરિક્ષણ કરવું વધારે ઉચિત લાગે છે ! શામાટે કોરોનાએ આવો ઉલ્કાપાત મચાવ્યો ?

ઘરડાં ઘરમાં (રિટાયર્ડ હોમ) રહેતા મનહરભાઈ વિચારી રહ્યા, મોઢા પર આવરણ રાખીશ. ચોખ્ખાઈનું હર પળે પાલન કરીશ અને મારી સાથેના સહુનો ખ્યાલ રાખીશ. એમને આવે હજુ છ મહિના માંડ થયા હતા. સહુમાં જુવાન જેવા દેખાતા મનહરભાઈ જરૂરત પડે ત્યારે અવશ્ય દેખાતા. પરિવારમાં કોઈ હતું નહી. એક વર્ષ પૂર્વે પ્રેમાળ પત્ની ૫૦ વર્ષનો સાથ આપી વિદાય થઈ ગઈ. પૈસા ટકે સમૃદ્ધ હતા. બાળ બચ્ચાંની કોઈ ઉપાધી ન હતી.

તેમને થયું આ બહાને સમાજનું કાર્ય કરી શકીશ. ત્યાં કોરોનાએ જુલમ ગુજાર્યો. એક સાંજે રાતનું વાળુ પતાવીને પોતાના રૂમમાં આવ્યા. આમ તો આદત વાંચવાની હતી પણ આજે વિચારે ચડી ગયા.

આ જગે જ્યારે પાપનો ઘડો ભરાયો એટલે પેલો મંદીરમાં બેઠો છે ને એને થયું લાવને જરાક ચમકારો બતાવું. ૨૧મી સદીનો માનવ જરા છાકટો થઈ ગયો છે. સંસ્કાર, આમન્યા અને આદર જેવા શબ્દો માત્ર શબ્દકોષમાંજ સમાયા છે. સ્વચ્છંદતાએ માઝા મૂકી છે. આતંકીઓ ખુલ્લેઆમ જગતમાં કાળો કેર વર્તાવે છે. રાજકારણ એટલું બધું ડહોળાઈ ગયું છે કે કશું પણ કહેવામાં માલ નથી.

અરે, હિમાલયમાંથી નિકળતી પેલી ગંગા અને જમુના પણ નિર્મળ થઈ ગયા. ભલે કોરોનાને કારણે પણ આ બે પગા માનવીના મન નિર્મળ નહી થાય! ત્યાં કાને પેલી સાઈરનનો ચિત્કાર સંભળાયો. એમબ્યુલન્સ દરવાજે આવીને ઉભી રહી. બાજુના રૂમમાં રહેતા ,માલતીબહેનને લઈને વિદાય થઈ.

અરે, હજુ કલાક પહેલા તો તેમની સાથે વાતો કરતા હતા. માલતી બહેન એકવડા બાંધાન સ્ત્રી હતા. નિવૃત્ત ડોક્ટર હતા. ૭૫નો આંકડો વટાવી ચૂકેલા હતા. પોતે જાતે જ ફોન કરીને એમબ્યુલન્સ બોલાવી હતી. જમીને આવ્યા પછી ઘરમાં આવ્યા ત્યારે બેચેની લાગી. આમ પણ છેલ્લા પાંચેક દિવસથી શરીરને ચેન ન હતું. ડોક્ટર હોવાને કારણે શંકા ગઈ અને સાવચેતીના પગલાં લીધા.

મનહરભાઈ સાથે સારો મનમેળ હતો. તેમણે ફોન કરીને માલતી બહેનના કુટુંબીજનોને સમાચાર આપ્યા. સામે છેડેથી બહુ ઉત્સાહ જણાયો નહી તેથી મનમાં દુઃખ થયું શામાટે તેમને જણાવ્યું. ખેર, હવે પસ્તાયે શું લાભ ? ન્યુયોર્કની હાલત દિન પ્રતિદિન બગડતી જતી હતી.

તેમનો મિત્ર ‘કિમત’ નામનો અનાજની દુકાનનો માલિક હતો. જ્યાં બધું ખૂબ જ ચોખ્ખું તેમજ વ્યાજબી ભાવે મળતું. મનહરભાઈના પત્ની માલા બહેનને તેમના માલિક સાથે ઘર જેવો સંબંધ હતો. ટી.વી.ના એકના એક સમાચાર સાંભળીને કંટાળ્યા હતા.

તેમને ત્યાં અનાજ અને શાક લેવા આવનાર આપણા દેશી લોકો જરા પણ જવાબદારી પૂર્વકનું વલણ અપનાવતા ન હતા. માસ્ક પહેરીને આવવું કે બે ગ્રાહક વચ્ચે સરખું અંતર રાખવું એવું કાંઈ સાંભળતા જ નહી. આખરે ગુસ્સે થઈને દુકાન બંધ કરી દીધી. એક અઠવાડિયુ થઈ ગયું . ભલે ધંધામાં ખોટ આવે પણ આવું વર્તન ચલાવી ન લેવાય.એમણે કહ્યું હવે થોડો સમય દુકાન ખોલે છે અને પોલિસ દ્વારા બધાને શિસ્ત પળાવે છે ! આવી વાતો સાંભળીને સૂવા જાય તો શું હાલત થાય ?

રાતના શાંતિપૂર્વક ઉંઘ આવી ન હતી. માલતી બહેન દિમાગમાંથી ખસતા ન હતા. સવારે નાસ્તો કરવા બધા ભેગા થયા ત્યારે એમની જ વાતો ચાલતી હતી. મનહરભાઈએ સહુને વિનંતી કરી બધા ‘માસ્ક’ પહેરજો. સાબુથી ઘસી ઘસીને હાથ ધોજો. એકબીજાથી દૂર બેસો. આપણે બધા ઉમરલાયક છીએ ક્યારે આ ‘કોરોના વાયરસ’ ક્યાંથી આપણી અંદર આવે ખબર નહી પડે.

ઉમરને કારણે આપણી રોગ પ્રતિરોધક શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. અમુક લોકો મનહર ભાઈની વાત સાંભળવા તેમજ સમજવા તૈયાર ન હતા. બે ત્રણ બુઢ્ઢા માજી સંસારથી ત્રાસેલા હોવાને કારણે બોલી ઉઠ્યા. ” અમે તો રાહ જોઈએ છૉએ ક્યારે અમને કોરોના થાય અને ઉપડી જઈએ.! પણ એમ કાંઈ ઓછો ,’કોરોના’ તેમની વાત સાંભળવાનો હતો ?

ટી.વી. પરના સમાચાર સાંભળીને ત્યાંના લોકો નિરાશ થઈ જતા.મનહરભાઈને એક ઉપાય સુજ્યો. ટી.વી. ઉપર સવારે, ‘મહાભારત’ અને સાંજે ‘રામાયણ’ દેખાડવાનું સંચાલકોને કહ્યું જેથી સહુનું ધ્યાન બીજે દોરાય. આ બન્ને ધારાવાહિક એટલી સુંદર છે કે ત્યાં રહેતી વૃદ્ધ વ્યક્તિઓને આનંદ આપે. તેમનું ધ્યાન કોરોનાથી દૂર હટે !

ખરેખર, આ રામબાણ ઈલાજ તેનો જાદુ ચલાવી ગયો. આખો દિવસ સહુ આની જ ચર્ચા કરતા. માનવીનું મન ગજબ છે. તેની શક્તિ અમાપ છે. આખા ઘરડા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. જમવા અને નાસ્તા વખતે મનહરભાઈ બધાને સુંદર માર્ગ દર્શન આપતા. સહુ તેમને આદર પૂર્વક સાંભળતા અને સાંત્વના મેળવતા.

તેનો અર્થ એમ તો ન કરી શકાય, કોરોના કાબૂમાં છે ? હરગિજ નહી. સી.એન.એન. પર આવતા આંકડા જોઈને મનહરભાઈ દુંખી થતા. બને ત્યાં સુધી પોતાના ફોન ઉપર આ બધા સમાચાર જોતા. ભારતમાં ‘ઘરમાં બંદી’ થયેલા લોકો જોઈને તેમને કંપારી આવતી. જ્યારે આ (લોક ડાઉન) બંધી ઉઠાવી લેવામાં આવશે ત્યારે આપણી પ્રજા શું કરશે. મોદી સરકાર કેવી રીતે બધાને કાબૂમાં રાખશે.

ઝુંપડપટ્ટીમાં રહેનાર કેમ સંભાળશે. છ ફુટની દૂરી આપણી પ્રજા કેવી રીતે અમલમાં મૂકશે. જ્યાં ૨૪ કલાક મેળો ભરાયા હોય એવા દ્રુશ્ય નજરે પડૅ ત્યાં કેમ કરીને અંકુશ રાખવો.

મનહરભાઈને થયું વિચારોના વમળમાં ફંગોળાઈશ તો મારું મગજ બહેર મારી જશે. ઘડિયાળ પર નજર ગઈ તો રાતના એક વાગ્યો હતો. પોતાના પલંગમાં પડતું મૂક્યું પણ નિંદર નજીક સરવાને બદલે દૂર દૂર જતી લાગી.

  • તમે પણ- વિજય ડી શાહ
  • નાનકડું ગામડુ ટેક્ષાસ રાજ્યનું અને તેમાં ગુજરાતીઓ ગણ્યા ગાંઠ્યાં એટલે હાક પડે અને ભેગા થાય તેવા નામો માં આગળ પડતું નામ ડો. ભરત પાઠક અને ઈલાબેન પાઠક. ગામ આખાનાં મોટા ભાઈ…સાંજે માંદે સૌ ઇલાબેન ને પુછે. ઇલાબેન ગામમાં માનભેર એટલા માટે સૌ કહે જેટલી ૧૯૮૦ પછી જન્મેલી પેઢી નાં જન્મ એમના હાથે થયેલા એટલે ઇલાબેન ગામની નર્સ તો ખરાજ પણ બે પેઢી ની મોમ કહેવાય જ. આજે કોરોના માં ૮૪ વર્ષના ભરત ભાઈને જ્યારે ગુમાવ્યા ત્યારે આખુ ગામ ઇલાબેનની ચીંતા કરે.

    ભરતભાઈ અને ઇલાબેન ની ત્રણ પેઢી હયાત છે પણ “બીચારી ઇલાનું શું થશે?” વાઇરસ જુદા જુદા સ્વરુપે ચિન્હો બદલે છે. ભરતભાઈને તે લાગ્યો ત્યારે ઘ્રાણેંદ્રિય અને સ્વાદેંદ્રીય સંવેદનાઓ કુંઠીત થઈ.૮૨ વર્ષનાં ઇલાબેન બીજા ચિન્હો નહોંતા પણ ટેસ્ટ માં હકારત્મક આવ્યો ત્યારે ઇલાબેન બોલ્યા પાઠક સાહેબ મને ત્યાં પણ તેમની સાથે જ લઈ જવા માંગે છે.પણ દીકરો બોલ્યો મોમ અમારી સામે તો જુઓ…

    “સમજ દીકરા અમે તો અમારું જીવન જીવી લીધું છે ભલેને અમારા બીલો ઇંસ્યોરંસ કંપની વાળા ભરે”

    “ પણ પપ્પા તો ગયા તમે પણ ?”

    વિજય ડી શાહ ૨૬ જુલાઈ ૨૦૨૦