Life Partner - 1 in Gujarati Love Stories by Divyesh Labkamana books and stories PDF | લાઈફ પાર્ટનર - 1

Featured Books
Categories
Share

લાઈફ પાર્ટનર - 1

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 1

કેમ છો મિત્રો, હાજર છું ફરીથી એક નવી નોવેલ સાથે, અત્યાર સુધી હોરરમાં લખ્યું હવે લવ નોવેલ કે લવ સ્ટોરી માટે પ્રયત્ન કરું છું. આ નોવેલ લખતી વખતે એક એક દ્રશ્યને નજર રાખીને લખવામાં આવી છે આથી છેલ્લે સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે તો વાંચો એક પ્રેમમાં ડુબાડી જતી નોવેલ લાઈફ પાર્ટનર.

પ્રતિભાવ મારા વોટ્સએપ/કોલ - 7434039539 માં આપો

પ્રેમ શબ્દ એવો અઘરો છે કે એનો અનુભવ બધા ને થાય છે પણ તેની વ્યાખ્યા આપવી બહુજ અઘરી છે આવીજ એક પ્રેમકથા આપની સમક્ષ રજુ થાય છે લાઈફ પાર્ટનર આ એક કોલેજ સ્ટોરી છે એવું નથી પણ કોલેજ બાદ પણ નિભાવેલ પ્રેમનું વર્ણન છે. અને તેની સાથે અને મને વિશ્વાસ છે કે તમને જરૂર પસંદ આવશે અને હું પહેલી વાર લવ સ્ટોરી લખું છું તેથી જો કોઈ ભૂલ રહી જાય તો કોમેન્ટ અથવા whatsappના માધ્યમ થી જરૂર કહેજો

****

"કેમ બધા તૈયાર છો ને કાલ ના કોલેજ ના પ્રથમ દિવસ માટે" રાજે ગઠીયા નો બુકડો મારતા કહ્યું

"તું કેમ આટલો ઉત્સાહી છે આપડે પહેલી વાર જુદા પડ્યા છીએ" માનવે પોતાનું દુઃખ જાહેર કરતા કહ્યું

"અરે તમને બંને તો BAMS માં મળી ગયું છે અમારુ રિઝલ્ટ થોડું નબળું હતું તો અમને bsc માં મળ્યું કેમ અનિલ"જીલે મોબાઈલ માંજ ડૂબેલા અવાજે કહ્યું

"હા પણ આપડે રોજ અહી મળતાજ રહેશું "માનવે કહ્યું

તે ચાર મિત્રો નવમા ધોરણ થી એક સાથે છે અને છેલ્લા બે વર્ષ થી તેવો બાબુરાવ ગઠીયા વાળા ની દુકાને રાત્રે દસ થી અગિયાર ની વચ્ચે હાજરી પુરાવે છે આમતો બધા શ્રીમંત કુટુંબ માંથી આવે છે બધા ને ઘર ના બિઝનેસ છે પણ ચા અને ગાઠીયા નું વ્યસન તેમને અહી ખેચી લાવે છે વ્યસન એટલા માટે કે વરસાદ માં પણ તેઓ નિયમિત ઉપસ્થિત રહે છે

"સાહેબ ચા આપું ગ્લાસ બધા ના ખાલી છે"ત્યાં કામ કરનાર ગોલું એ કહ્યું

"હા લાવ ભાઈ લાવ લાગે છે આજે આ ચર્ચા લાંબી ચાલશે" રાજે કહ્યું

"અરે હા માનવ ત્યાં તમારી મેડિકલ કોલેજ માં શહેર કમિશનર આઈ. જે. પટેલ ની દીકરી પ્રિયા પણ ત્યાં આવવાની છે તો થોડું ધ્યાન રાખજે "જીલે કહ્યું

"હા તો મારે ક્યાં તેને પ્રપોઝ કરવો છે"માનવે હસતા હસતા કહ્યું

આમજ વાત કરતા કરતા સાડા અગિયાર થઈ ગયા એટલે માનવે કહ્યું "ચાલો દોસ્તો બહુ મોડું થઈ ગયું કાલે સ્કુલ.. સોરી કોલેજ માટે ઉઠવા નું પણ છે ને!"

બધા ત્યાંથી છૂટા પડ્યા અને ઘરે જઈને પથારી માં પડ્યા પણ ઊંઘ કોને આવે હવે તો બધાને ઉજાગરા કરવાના દિવસો આવ્યા હતા

સવારે બધા એકદમ મસ્ત તૈયાર થયા અને પોતપોતાની બાઇક માં સવાર થઈને કોલેજ જવા નીકળ્યા અને કોલેજીયન ની આદત મુજબ કોલેજ આવે પછી ક્લાસ માં જાય ન જાય પણ કેન્ટીન અને ગાર્ડન ની મુલાકાત જરૂર લે આ તરફ રાજ અને માનવ પોતાની મેડિકલ કોલેજ પોહચ્યાં બીજી તરફ જીલ અને અનિલ પોતાની bsc કોલેજ પહોંચ્યા

રાજ અને માનવ બંને ગાર્ડન માં બેઠા હતા અને કોણ કોલેજ આવી રહ્યું છે તેના પર નજર ફેરવી રહ્યા હતા થોડી વાર માં એક પોલીસ જીપ આવી તેમાંથી એક છોકરી બહાર આવી રાજ નું ધ્યાન તે તરફ નહોતું પણ માનવ તે જોતાજ તે ક્યાં બેઠો છે એ પણ ભૂલી ગયો અને તે છોકરી તરફ નજર ટિકાવી ને બેસી રહ્યો તે ગુલાબી ડ્રેસ માં તેની આજુ બાજુ ના ગુલાબ ને પણ શરમાવે એવું તેનું રૂપ હતું કોઈ એ ચંદ્રમાની ચાંદની ને રૂપ ની સાંકળ થી બાંધી હોય એવી તેની કાયા છે અને કોઈ જાદુગર ની ટોપી માંથી નીકળેલ કબૂતર જેવું એનું શ્વેત શરીર છે માનવ આ નિહાળી રહ્યો હતો ત્યારે રાજ ની નજર માનવ તરફ પડી અને તેને સમજાઈ ગયું કે ભાઈ લપસ્યો.

"ઑય આ જ છે કમિશનર ની દીકરી પ્રિયા"રાજ ના આ શબ્દો સાંભળી માનવ પ્રિયા ના રૂપ ના તળાવ માંથી બહાર આવ્યો

"શું વાત કરે છે પણ યાર મને એ પહેલી નજર માં જ ગમી ગઈ છે"માનવ નું ધ્યાન પ્રિયા તરફ જ હતું

"અરે શું પાગલ થઈ ગયો છે"રાજે જરાક ગુસ્સા ભરેલા સ્વરે કહ્યુ

એટલી વાર માં પ્રિયા જ્યાંથી પસાર થતી હતી ત્યાં કોઈક છોકરો ભૂલથી તેની સાથે અથડાય જાય છે પણ પ્રિયા ને લાગે છે તે જાણી જોઈ ને અથડાયો છે એટલા માટે પ્રિયા છોકરાને બે ચાર તમાચા મારી લે છે તેની ફ્રેન્ડ અવની તેને રોકે છે ત્યારે તે ભાન માં આવે છે અને બીજા બધા પેલા છોકરા પર હસવા લાગે છે અને આ કાળો ધાબો હવે જ્યાં સુધી તે કોલેજ કરશે ત્યાં સુધી રહેવાનો હતો

આ જોઈ રાજ કહે છે"હવે તારું શું કહેવું છે??"

માનવ કાઈ જવાબ આપે એ પહેલા તો કોલેજ ની ઘંટડી વાગે છે ધીમે ધીમે બધા ક્લાસ માં જાય છે

ક્લાસ સરું થાય છે પણ માનવ ની નજર હજુ પ્રિયા તરફ હતી અને ધીરે ધીરે કોલેજ પૂર્ણ થાય છે અને તેની સાથે રાજ પૂછે છે "કેમ ચાલુ લેક્ચરે પણ તે બાજુ જોતો હતો"

માનવ ધીમા સ્વરે બોલ્યો"યાર મને લાગે છે મને તે ગમવા લાગી છે"

રાજે કહ્યું"તું પાગલો જેવી કેમ વાત કરે છે આ શક્ય નથી અને તું તેને જાણતો પણ નથી અને ચંદ કલાકો માં તે તેને ગમવા લાગી આ એક તારો વહેમ છે "

"અરે! પ્લીઝ મારી વાત માન" માનવે હજી પ્રિયા બહાર જતી હતી ત્યારે તેની સામે છેલ્લું મટકું મારતા કહ્યું

"ઓકે મારી વાત સાંભળ અહી નહિ આપડે રાત્રે સનેક્સ માટે મળીયે ત્યાં વાત કરીએ"રાજે કહ્યું

" હા ઓકે"માનવે પણ વાત ને પડતી મૂકતા કહ્યું

********

બધા બાબુરાવ ગાઠિયવાળા ની દુકાન પર બેઠા હતા

રાજે વાતની શરૂઆત કરતા કહ્યું"અરે ભાઈઓ નવી ખબર સાંભળી આપડા માનવ ભાઈ ને પેલી કમિશ્નર ની દીકરી પ્રિયા ગમવા લાગી છે"

"અરે મૂર્ખા આ તું શું બોલે છે" અનિલે અવાચક ભાવે પૂછ્યું

"અરે મને પ્રિયા સાથે સાચે લવ થઈ ગયો છે તમે બધા કેમ સમજતા નથી"માનવે નિરાશાના ભાવે કહ્યું

"અરે! માનવ તું મારી વાત સાંભળ પ્રિયા કોલેજની સૌથી વધુ ખૂબસૂરત છોકરી છે અને તું એની પાછળ પડીશ તો બધાને રોમિયો જ લાગીશ"રાજે ચાની ચૂસકી સાથે કહ્યું

"તો હું શું કરું યાર કાઈ સમજાતું નથી"માનવે માથું ફૂટતા કહ્યું

"અરે! જો માનવ તું એક વાર પ્રિયા તારા પ્રેમ ને સમજી જાય તો પછી એ તારી જ્ઞાતિ ની છે એટલે આગળ કોઈ પ્રોબ્લેમ નહિ થાય"જીલે કહ્યું

"હા પણ હું તેની સાથે વાત કઈ રીતે સરું કરું એજ નથી સમજાતું"માનવે થોડા કર્કશ ભર્યા અવાજે કહ્યું

"માનવ,તું ચિંતા ના કર સમય આવ્યે તેનો પણ માર્ગ મળી રહેશે"અનિલે માનવને દિલાસો આપતા કહ્યું

"હા યાર હવે તો એવીજ આશા છે"માનવે વધેલી ચા પૂરી કરતા કહ્યું

"સારું ચાલો હવે ઘરે જઈએ એમ પણ ખૂબ મોડું થઈ ગયું છે" જીલે ઘડિયાળ સામે જોઈ કહ્યું

બધા છૂટા પડે છે

*********

ક્રમશ:

મિત્રો માનવ પ્રિયા સાથે વાત કરી શકશે કે પછી વાર્તા મા કોઈ નવો મોડ આવશે તમારા વિચાર કોમેન્ટ માં જણાવો અથવા પર્સનલ માં પણ જણાવી શકો છો

Whatsapp number -7434039539