ભલે ઉગા ભાણ, ભાણ તિહાર લઈ ભામણા
જીવણ મરણ લગ માણ અમારી રાખજે કશ્યપ રાવ
હે કશ્યપના દીકરા સૂરજ તમને અમે વંદન કરીએ છીએ, અમે જીવી ત્યાં સુધી લાખે વાતું એ લાજ જવા ના દેતો
જુગ જાડેજો કચ્છ મેં વડસર વીર થઈ રહ્યો
શરણ રખી સુમરીયું અમર થઈ રહ્યો
વી.સ.1317માં ફાગણ વદ એકમ ને ધુળેટીના દિવસે અબડા જામ નો જન્મ થાય છે
અબડાજી ત્રણ ભાઈ હોય છે
મોટા મોડજી
બીજા અબડાજી પોતે
ત્રીજા સપડજી
જન્મ પહેલાની ઘટના એવી છે કે સોઢી રાણી રૂપાદે ને સારા દિવસો જતા હોય છે ત્રણ વર્ષ થયાં પણ ગર્ભનો બાળક જન્મ લેતો નથી..ત્યારે મોડજીએ( કૃષ્ણ અવતાર મનાઈ છે મોડ જાડેજા તેને મોડેરજામ તથા મોડપીર દાદાથી પૂજે છે) ગર્ભમાં રહેલ બાળક ને કહ્યુ ભાઈ તમારા મનમાં મોટાઈ છે એટલે જન્મ નથી લેતા તો હું મારી મોટાઈ તમને આપું છું અને વચન આપો કે ક્ષત્રિય ધર્મ શરનાગતને રક્ષણ આપશો અને તમારું નામ પિતાજીના નામ પરથી અબડાજી રાખીશું હવે માતાને વધારે દુઃખ આપો માં અને જન્મ લો...
મોડજી ના આવા શબ્દ સાંભળી ગર્ભમાંના બાળકે જન્મ લીધો જે અબડા ઉર્ફે જખરાજી તરીકે ઓળખાણ...અબડા જી વીર પુરુષ હતા..
આખા કચ્છમાં તે પોતાની નીતિ ,રીતી અને ટેક માટે જાણીતા હતા...એક વખત અબડા ની સિંધમાં મહેમાન બની ને જાય છે...
વડસરનો વીર અબડા જામ સિંધના સુમરા ધુધાજીી ને ત્યાં મહેમાન તરીકે જાય છે..
મહેમાનગતિ દરમિયાન તે ચોપાટ રમતાં હોય છે..
બંને જણા એક પછી એક દાવ ખેલે જાય છે..
પાસાંની કુકડીનો એક પછી એક ચાલ થાય છે
રમતમાં રંગ જામ્યો છે... અને બને છે એવું કે સુમરાજીનો દાવ ખેલવા જાય છે અને કુકડી જામ અબડા ના ચરણ માં પડી જાય છે
સુમરાજી નીચે નમી અને કુકડી લેવા જાય ત્યાં અબડાજી હાથ પકડી લે છે...અને કહે છે કે હવે આ કુકડી નહિ જડે તમને
પણ કાં?
હવે આ કુકડી અમારા શરણે આવી ગઈ છે ..
રાજપૂતો વર્ષોથી શરણે આવેલને રક્ષણ આપે છે
આશરો લીધો છે હવે તો હવે એને સોપુ નહિ
પણ જામ આ તો નિર્જીવ કુકડી છે
અરે કુકડી હોય કે કોઈની દીકરી શરણે આવેલની આબરૂ અમે જાવા નહિ દઈએ...આજ જો કુકડી માટે યુદ્ધ કરવું પડે તો હું તૈયાર છું અને થઈ જાવ તમે પણ તૈયાર
અને અંતે સમાધાન થાય છે અને આ વાત સિંધના સુમરાને યાદ રહી જાય છે
હવે વડસરની ગાદી પર અબડા જી નું રાજ ચાલે છે અને
એક બાજુ સિંધના ઉમરકોટમાં ભૂંગલજીનું મુત્યુ થતા રાજ ખટપટ વધી જાય છે ...
હવે રાજા કોણ?
બધા લોકો સુમરાજીના મોટા ચનેસર કુંવરને ગાદી પર બેસાડે છે અને જામ પદવી આપવા માંગે છે ચનેસર કહે હું મારી માતા પાસે જઈ આવું ...
તે પોતાની માતા પાસે જાય છે ત્યાં ધુધાજી ને રાજગાદી પર જામ પદવી સાથે બેસાડી દેવામાં આવે છે..
ઘણા લોકો ચનેસર એ લુહાર માતા ની કુખે જન્મ લીધો હતો તેથી તેને રાજા બનાવવા માગતા ન હોય....
આ બનાવ ને લીધે ચનેસરને પોતાની માતાએ મહેણું માર્યું કે આજ સુધી તારી માતા અને પત્ની બે સ્ત્રી હતી અને હવે ત્રીજી તું અમારી સાથે રહી ને ચરખો ચલાવજે અને બહાર ક્યાંય જતો નહિ આપડે ચરખા દ્વારા ગુજરાન ચલાવતા રહીશું......
ચનેસરને આ મેણું લાગી આવે છે અને તે જાય છે અલાઉદીન ખીલજી પાસે અને તેને સિંધ પર આક્રમણ કરવા પ્રેરે છે ..અને જો ગરાશ પાછો અપાવે તો સુમરીયું પણ આપશે ...
સ્ત્રીની લાલશમાં દિલ્હીનું શાહી ફોજ સિંધ ઉપર ધસી આવે છે અને ધુધાજી અને ઉમરકોટના બીજા લોકો હવે કેસરિયા કરવા તૈયાર થાય છે....
હવે જો કેસરિયા કરવા તો આ સ્ત્રીનું શુ કરવું ??
ત્યારે ધુધાજીને યાદ આવે છે કે અબડા જામ આ સુમરીયુની રક્ષા કરશે
કુંવર સુઝે તો કચ્છ મેં ઉ અબડો અડભંગ
માન કરે કો ભંગ શરણ રખે સુમરીયું
ભાવાર્થ...કોઈ ઉપાય કરીને સુમરીયુને રક્ષણ આપે તેવો કચ્છનો અબડો અડભંગ સુઝે છે...
ધુધાજી તેના બે વિશ્વાસુ ભાગ સુમરા અને પેથા ચૌહાણ સાથે સુમરીયું ને વિદાય કરે છે અને પોતે કેસરિયા કરવા માટે તૈયાર થાય છે..
ધુધાજી અને તેના સાથીદારો માતૃભૂમિ માટે અંત સુધી લડે છે પણ અંતે હાર થાય છે અને ધુધાજી મુત્યુ પામે છે...
આ બાજુ ખીલજી જનાનખાનામાં જુવે છે કે એક પણ સુમરી રહી નથી પછી તે સુમરીયું ને મેળવવા સુમરીયુની પાછળ જાય છે...
આ બાજુ સુમરીયું ચાલતા ચાલતા આરી કહેરના પ્રદેશમાં આવે છે આરી કહેર પણ પોતાના જીવ માં જીવ છે ત્યાં સુધી ખીલજીની ફોજને એક ડગલું આગળ ભરવા દવ તો માં ભુમી નું પાણી લાજે....
અને આરી કહેર તેના લોકો ને લઈ ખીલજી સામે બાથ ભીડી લે છે અંતે બાદશાહની ફોજ સામે હાર નિશ્ચિત હતી અને હારી ગયા...
આગળ વધતા તે એક ગામમાં પુછતા પુછતા અબડા જી ક્યાં રહે અબડા જી ક્યાં રહે
તો કોઈએ અબડા જૂનેચા નું ઠેકાણું બતાવી દીધું
અબડા જુનેચા કહ્યું તમે જે અબડાની વાત કરો છો તે વડસર નો વીર અબડો છે હું માત્ર એકલો વ્યક્તિ છું પણ તમે જો અબડા ના નામે મારી પાસે આવ્યા છો તો હું અબડા નું નામ પર ડાઘ લાગવા દઈશ નહિ બેનું તમે હું એકલો આ ગામમાં ખીલજી ની ફોજ સામે અંજલિ ભરી ઉભો છું મારાથી બનશે ત્યાં સુધી હું ખીલજીની ફોજને એક ડગલું પણ આગળ વધવા દઈશ નહિ.....
વાહ શુ વીરતા છે એકલા હાથે તે બે પ્રહર સુધી લડી એ અબડો જુનેચા ઇતિહાસના પાનાં પર લખાય ગયો......
આ બાજુ દિલ્હીનું દલકટક ધીમું ધીમું ચાલ્યું આવે છે ...
આગળ વધતા સુમરીયું એક નોત નામના ગામે પોહચે છે
શરણાઈ વાગે છે...ઢોલ ઉપર દાંડી ધુબાંગ ધુબાંગ વાગી રહી છે...માંડવા રોપાય ગયા છે.....ગામમાં તો લાગે લગ્ન નો માહોલ છે...ગામના મોડનોતીયર ના કુંવર ઉઢાર ના હાથમાં મિઢોળ બાંધેલ છે...
ગામમાં વાત પ્રસરતા વાર ન લાગી કે 140 સુમરીયું પોતાના શીલ ના રક્ષણ કાજે અબડા અડભંગના દ્વારે જાય છે અને ખીલજી ની ફોજ પાછળ પાછળ ચાલી આવે છે....
આ વાત ઉઢારના કાને પડે છે અને તે સુમરિયું પાસે જઈ કહે છે બેનું તમે જ્યાં સુધી અબડા અડભંગ પાસે ન પોહચો ત્યાં સુધી ખોળિયામાં પ્રાણ અને રક્તના છેલ્લા ટીપા સુધી હું લડીશ ત્યાં તમે અબડા પાસે જઈ રક્ષણ માંગો.....
આ ઉઢાર ની વાત સાંભળી એની માતા કહે છે કે બેટા એ બાદશાહની ફોજ સામે તો તમે કીડી સવો તમારા લગ્ન બાકી છે અને આ અકારણ તમે મુત્યુ ને શા માટે ભેટો છો??
ત્યારે ઉઢાર કીધું માં મારુ નામ ઉઢાર છે તેનો અર્થ યુદ્ધમાં રચ્યાપચ્યા રહેવું થાય અને આજ જો હું યુદ્ધ ન કરું તો મારા નામ ફેર પડે હવે મારી પત્ની ને કેજો કે જોવાય તો વાટ જોજે બાકી આજ પાદશાહ ની ફોજને આગળ વધવા દવ તો મારું નામ લાજે....
ત્યારે બાદશાહની ફોજ સામે મિઢોળ બંધ વરરાજો એ સુમરીયું કાજ મોત ને વ્હાલો થઈ ગયેલ....
આવા વીર થયા તેથી કચ્છડો બારે માસ કહેવતો હશે..
આમ બાદશાહની ફોજ યા અલ્લા યા અલ્લા ની નાદ ગુંજ કરતી આગળ વધતી જાય છે....એક પછી એક સાથે બાથ ભીડતી જાય છે... જેમ મેઘ આગળ વધે તેમ આ ફોજ ચાલી આવે છે...
આ બાજુ સુમિરિયું થાકી જાય છે હવે એક પણ ડગલું ચાલી શકે તેમ નથી..તેથી તેના સાથે આવેલ ભાગ સુમરા અને પેથા ચૌહાણ અબડા જી ના મુલકમાં પોહચે છે
અબડા પાસે જઈ સિંધમાં બનેલ બધી હકીકત જણાવે છે ઘર ફૂટે ઘર જાય...અને હવે સુમરીયું બાપ તારા દ્વારે આવી છે જો તું રક્ષણ નહિ આપે તો બીજે ક્યાંય આશરો નથી હવે જો તમે આશરો નહીં આપો તો બાદશાહ બધી સુમરીયું ને પોતાની સાથે લઈ જશે...
આ બધી વાત સાંભળી અને અબડા એ કહ્યું ભલે આવી બેનરુ અબડા જામ જીવતો હોય કોની ત્રેવડ છે તમારું રુવાળું ખાંડું થાય....
ભલે આવી ભેનરૂ,અબડો ચયતો ઈય
અનદીઠો આડા ફરું તો દીઠે ડિયાં કઈ??
જે અનદીઠું છે તેને આડે ફરું છું તમને તો જોયા પછી આડો ન ફરું આવો બેનું તમે મારી આંખ ઉપર છો...
અને આ બાબતે જ એક ગીત જે બહુ પ્રખ્યાત છે
આજ વિપત રે પડી ને તારે દ્વારે આવ્યું
હવે વારે ચડજે તું વડસરના વીર અબડા તારે દ્વાર આવ્યું આજ વિપત રે પડીને તારે દ્વારે આવ્યું...
બહુ સરસ ગીત છે સાંભજો..
જ્યારે આ વાતની ખબર માતા સોઢા રૂપાડે ને પડે છે અને ખુશ થાય છે અને પોતાના દીકરાને કહે છે કે
સરણ રખજે સુમરીયું ધરમ પલતે પોય
સરમે જામ સંઘોય અઝો સારે આવ્યું
ભાવાર્થ....તું સુમરીયું ને શરણ આપજે ભલે ધરા પલટી જાય તો પણ એ તારી આશા એ આવી છે દીકરા...
જ્યાં આવી માતા હોય ત્યાં અબડા વીર જેવા પુરુષ થાય..
કહેવાય છે કે
મનહર મુખે માનવી જેના ગુણિયલ ગંભીર હોય
તેના કુખે નર નીપજે ઓલા વંકળ મૂછો વીર
ધરા વીર ધાન ન નીપજે કુળ વિણ માણું ન હોય
જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય..
આવી માતાની ઉત્સાહ વાણી સાંભળી અબડા જી એ કહ્યું
મહેરામણ માઝા મૂકે ,મેરુ પર્વત ડોલે પણ શરનાગતનું રક્ષણ કરવાનું અબડો ક્યારેય ચુકે નહિ....
અબડા જામે ભાગ સુમરા સાથે 160 ગાડા મોકલ્યા બેનું ને તેડવા અને આ ગાડા જોઈ સુમરીયું ગભરાઈ ગઈ એને થયું કે બાદશાહ આવી પોહચ્યા તેના લીધી 5 સુમરીયું મુત્યુ પામી
135 સુમરીયું ને અબડા દ્વારા પોતાના વડસરમાં આશરો અપાયો...
બાદશાહની દુડદમનગલ ફોજ ધીરી ધીરી આગળ ચાલી આવે છે ...રાત પડી ગઈ અને ફોજ ને આવવામાં કઈ તફલિક ન પડે તે માટે અબડાજી ઉંચી ટેકરી પર 160 મણ કપાસ સળગાવ્યો ...
કપાસની આ ચિનગારી ના રસ્તે બાદશાહની ફોજ વડસરના પાદરમાં ઘેરો ઘાલી બેઠી છે...
આ સમયે બંને તરફ યુદ્ધની ઘમાસાણ તૈયારી ચાલુ છે ..
જરૂરી શસ્ત્રો, અસ્ત્રો તૈયાર થાય છે..એવામાં અબડા જી પાસે તેનો વિશ્વાસુ ઓરસો મેઘવાળ(દલિત) આવે છે એ પોતાની મૂછની ત્રણ વળ ચડાવતો હતો...તેથી બધાએ ઘણી ફરિયાદ કરેલ અબડા જી પાસે પણ ઓરસો એ ખરો નરવીર છે તે બાબતની જાણ અબડા જી ને હોય છે...
અને તેના માટે મૂછ મરડવાની છૂટ આપી હતી..
આ ઓરસો મેઘવાળ અબડા જી પાસે આવે છે અને કહે છે બાપુ જો આપ કહો તો હું છૂપી રીતે જઇ ને ખીલજીનું નિકંદન કાઢું...
પણ અબડાજી કહ્યું આપડે શૂરવીરને સાજે તે રીતે લડતાં લડતાં મરીશું પણ દગો નહિ કરી....
પણ અબડા એ એને કઈક એવું કર કે ખીલજીની ખાતરી થઈ જાય કે મોત નજીક થઈ ગયું છે.....
આમ ઓરસો મેઘવાળ રાતે સિંધી કુતરાનું ચામડું પહેરી ચાર પગે આબોહુબ કૂતરું બને બાદશાહ હોય ત્યાં પોહચી જાય છે ત્યારે કોઈને ખબર ન પડી...
આ બાજુ બાદશાહ સૂતો હોય છે ત્યારે ઓરસા ને થયું કે બદશાહનું નિકંદન કાઢું પણ એને એના માલિક ની ટેક યાદ આવી જાય છે....
તેથી તે ખીલજીની સોના ના મુઠ વાળી કટારી સાથે લઈ આવે છે...
ઉપર્યુક્ત ઘટના એ દરબારમાં વર્ણવે છે અને સૌ કોઈ ચકિત થઈ જાય છે અને એ કટારી સાબિતી માટે આપે છે....
અબડા જામ આ કટારી સાથે ખીલજી ને સંદેશ કહે છે કે અસંખ્ય સૈનિકો વચ્ચે રહી ગુમાન કરનાર શાહ જેટલી વાર તારી કટારી લેતા લાગી તેટલી વાર જ તારા મસ્તકને ઉડાવતા થાત પરંતુ અમે રાજપૂત એ મેદાને જંગમાં માની છી દગાથી કરવું પસંદ નથી હજી સમય છે તારા સૈન્ય સાથે દિલ્હી જતો રહે.....
અબડા જામ ની આ ચાલાકી ખીલજી સમજી શક્યો નહિ અને અબડા જામ પ્રત્યે આદર આવ્યો..તેને સંદેશમાં અનેક લોભ લાલચ આપી અને કહ્યું કે એક સુમરી આપો પરંતુ જો ટેક મૂકે તે અબડો અડભંગ નહિ...બાદશાહ એક સુમરી તો ત્યાં રહી જો એની પાની ના દર્શન કરવા દવ તો હું જામ અબડો અડભંગ નહિ....
હવે યુદ્ધ નિશ્ચિત હતું બને પોત પોતાની તૈયારી કરવા માંડ્યા ..રણહકા ગુજવા માંડી.. શંખ નાદ થયા...
હોંકારા દેકારા પડકારા થયા..
બધા લોહીના તરસ્યા બન્યા
મરણ અંતે ટેક ન મૂકવા બધા તૈયાર થયા એક બાજુ હર હર મહાદેવ ના જય ઘોષ થયા...માં આશાપુરને યાદ કરી યુદ્ધની તૈયારી થઈ..ભાલા, બરશી,તલવાત,ઘોડા, હાથી,ધનુષ તૈયાર થાય છે
બીજી બાજુ યા અલ્લાહ યા અલ્લાહ અલ મદદ અલ મદદ ના ઘોષ થાય છે...
એક બાજુ બદશાહનું વિશાળ સૈન્ય છે અને બીજી બાજુ નીતિ,રીતી,ટેક માટે થોડા રાજપૂતો યુદ્ધ માટે તૈયાર થાય છે
અબડાજી ના ભાઈ સાત દિવસ સુધી મોરચો સંભાળે છે અને આ લોહિયાળ જંગમાં અંતે તે મુત્યુ પામે છે.....
હવે અબડા જામ પોતે યુદ્ધ મેદાને જાય છે
આ વાતની જાણ સુમરીયુને થતા તે અબડા જી પાસે આવે છે અને પોતે પહેરેલા બધાં ઘરેણાં અબડા ને આપે છે
ભાઈ યુદ્ધમાં આ ઘરેણાં કામ લાગશે
પણ બેન જો ખરેખર મારે તમને વસ્ત્રો આભૂષણ આપવા જોઈએ તમે તમારા ઘરેણાં તમારી પાસે રાખો....અને ભગવાનને અમારા વતી પ્રાર્થના કરી..
.
અને જતા પહેલાં એક કટોરામાં દૂધ ભરી સુમરીયુને આપે છે કે જો આ દૂધમાં જ્યાં સુધી સફેદ છે ત્યાં સુધી માનજો કે તમારો ભાઈ રક્ષણ હાર જીવતો છે જ્યારે આ દૂધ લાલ થઈ જાય ત્યારે માનજો કે મેં કૈલાશની વાટ પકડી લીધી છે
હવે અબડો વીર યુદ્ધ કરે છે અને કોઈક નું માથું તો કોકના હાથ કપાઈ છે...
હજારો ની સંખ્યામાં મર્દાના ઢગલા થઈ ગયા છે
મારો મારો
કાપો કાપો સિવાય વાત નથી...
ઇતિહાસ કહે છે કે અબડા જામે પ્રાર્થના કરી કે જ્યાં સુધી મારુ યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી વરસાદ ના થાય.. અને યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી વરસાદ થતો નથી એ માટે હાલ માં પણ કહે છે કે હાલાર અને સોરઠની બોતેર્યો નડે ત્યારે વરસાદ ન થાય
અબડા જામ ખૂબ લડે છે 69 દિવસ સતત યુદ્ધ કરે અને આજે તેનું માથું ધડ થી અલગ થઈ જાય છે
અને હવે ઓરડે આખું આવી તેમ હજી અબડો જામ લડે જ જાય છે લોહીના છેલ્લા ટીપા સુધી અને માથું કપાયાના 3 દિવસ યુદ્ધ કર્યું
કુલ 72 દિવસ આ યુદ્ધ ચાલ્યું અંતે અબડા જામ પર ગળી ની રૂમાલ નખાયો અને ધડ શાંત થઈ પડી ગયું...
ત્યાં વડસરના વિરે કૈલાસ ની વાટ લઈ લીધી આ બાજુ દુધના કટોરા પર મીટ માડી સુમરીયું બેઠી હતી...
અને આ કટોરા નું દૂધ લાલ થયું અને ખબર પડી કે આપડા શીલ નો રક્ષણહાર હવે નથી....
સુમરીયું એ ધરતીમાં ને પોકાર કર્યો અને જેમ આભ ફાટે તેમ ધરતી એ સુમરીયુને જગા આપી ...
જામ અબડા જી ગર્ભમાં આપેલ ટેકને અંત સુધી પાળી ક્ષત્રિય કૂળ ઉજળું કર્યું
આજે પણ કચ્છનો અબડાસા તાલુકો કહે છે
અઠ મૂછું જે ક્યુ મૂછડીયું,સોરો હાથ ઘડો
સરણ રાખન્ધલ સુમરીયું,અભંગ ભડ અબડો
આઠ મુઠ લાંબી જેની મૂછ અને સોળ હાથ શરીર એ અભંગ અબડો જ સુમરીયુને શરણ આપી શકે
🙏જય અબડા અડભંગ 🙏
🙏જય મોડેર જામ🙏
#અબડા વીર