Deep Sea in Gujarati Moral Stories by Jinil Patel books and stories PDF | ઊંડો દરિયો

Featured Books
Categories
Share

ઊંડો દરિયો

ઊંડો દરિયો


અહી દરિયો એટલે વિચારોથી ભરપુર મનુષ્ય. અમુક માણસો ને ઘણા ઓછા લોકો સમજી શક્યા છે એટલે જ દરિયાને વિચારશીલ વ્યક્તિ સાથે સરખાવ્યો છે.

આ દુનિયામાં મોટે ભાગે એવા લોકો છે જે કોઈ પણ વ્યક્તિને સમજ્યા વગર જ એમને સારા કે ખોટા કહી દે છે. એ લોકો તે વ્યક્તિના બાહ્ય દેખાવથી જ સમજે છે પરંતુ તેમનો સ્વભાવ, તેમના વિચારો, તેમની ઈચ્છાઓ વગેરે સમજવાનો પ્રયત્ન જ નથી કરતા.

વ્યક્તિની સાચી ઓળખ તેના બાહ્ય દેખાવમાં નથી પરંતું તેના વિચારો અને સ્વભાવમાં જ છે. હું મારી જ વાત કરુ તો લોકો મને કહે છે કે ' આતો એકલવાયો છે, કઈ બોલતો નથી, એને તો કઈ ખબર પડતી નથી. ' પણ એમને ક્યા ખબર છે મારી ઉંડાઇની એટલે કે મારા વિચારો ની, મારા સ્વભાવ ની. બસ એમને કઈ દીધું કે આ તો ગાંડો છે પરંતુ એમને સમજવાનો પ્રયત્ન જ ન કર્યો.

સમુદ્ર માં પણ એવું જ છે કોઇએ પહેલી વાર સમુદ્ર જોયો હોય તો એ એના બાહ્ય દેખાવ થી કહી દે બસ આતો ખારુ પાણી જ છે પણ એ જ્યાં સુધી એમા ડુબકી ન લગાવે ત્યા સુધી સમુદ્ર ની ઉંડાઇ અને અંદર ની સુંદરતા જેવી કે વિવિધ માછલીઓ, ન જોવા મળતી વનસ્પતિ, એની વિશિષ્ટતા વગેરે જેવા અદ્ભુત દર્શ્યો ની એને ક્યા ખબર જ હોય છે.

તમે જ્યારે કોઈ સારા વ્યક્તિ ની મુલાકાત લેશો તો તમને એનો દેખાવ સારો નઈ લાગે, એના કપડા કદાચ નઈ ગમે તમને પણ તમે એની સાથે થોડોક સમય પસાર કરશો અને એની સાથે વાતચીત કરશો તો તમને લાગશે કે વાહ! મજા આવી ગાઇ. તમારી એ વ્યક્તિ સાથેની મુલાકાત યાદગાર રહી જશે. તમને થશે કે તમે રોજ એ વ્યક્તિ સાથે સમય વિતાવો. તમને એની સાથે રહેવાનો આનંદ થશે. પછી ભલેને એ વ્યક્તિએ ફાટેલા કપડા પહેર્યા હોય પણ તમેં એના વિચારો અને સ્વભાવથી મીત્ર બન્યા રહેશો. અને એ જ સાચી મિત્રતા છે.

એનો અર્થ એવો થયો કે તમે સમુદ્ર કિનારે ગયા ત્યા તમે જોયું કે સમુદ્રતો ખારો છે પણ જ્યારે તમે એમા ડુબકી લગાવી તો એની સુંદરતા તમને મોહિ ગઈ, ત્યાની માછલીઓ, વનસ્પતિઓ, અદ્ભુત દ્રશ્યો વગેરે તમારાં મન પર પ્રભાવ પાડી ગઈ. તમને ખારો સમુદ્ર પ્યારો લાગવા મંડ્યો. તમને એવું થશે કે આવુય હોય આ દુનિયામાં?

કોઇએ બહું જ સરસ લખ્યું છે કે,

" मुझे समझना इतना आसान नहीं, क्योकि में गहरा समंदर हूँ, खुला आसमान नहीं। "

શાંત માણસને સમજવો કઠિન કેમ કે તે સમજી વિચારીને ને બોલે છે જ્યારે બોલકણો માણસ સામેવાળા ના બોલેલા શબ્દોનો પ્રતિયુત્તર આપવા ઉતાવળો હોય છે જેથી તેનો સ્વભાવ ઓળખાઇ જાય છે.

સારા માણસો કે શાંત માણસો એકાંત વધું પસંદ કરે છે, એ લોકો ને પોતાની જાત સાથે અને કુદરત સાથે સમય વિતાવવો વધારે ગમે છે.

પેલી કહેવત છે ને, " શાંત પાણી ઉંડા બહું. " એમ જ કોઈ શાંત માણસ ભલે બહારથી શાંત દેખાય પણ એનામાં જ્ઞાન નો ભંડાર ભરપુર હોય છે એની કલ્પના શક્તિ અને વિચારશીલતા પણ પ્રભાવી હોય છે.

એક મૌન વ્યક્તિ રચે છે કે,

કહી ને મૌન મને નકામો સમજી બેઠાં,
અને હતો હું તો ઊંડો દરિયો ને આતો ખાબોચિયું સમજી બેઠાં.

જોઇ બાહ્યતા એમની એ તો મોહિ બેઠાં,
અને સ્વભાવ અમારોય સારો હતો પણ અમને ખોટા કહી બેઠાં.

પાસે બેઠાં તો એમની મીઠી બોલી સાંભળી પ્રભાવિત થઈ બેઠાં,
અને ક્ષણ ભરનું અમારુ મૌન જોઇ એતો અકળાઇ બેઠાં.

ડોકીયું કર્યું તળાવમાં તો કાદવ જોઇ પસ્તાઇ બેઠાં,
અને માત્ર આંખ પરોવી સમુદ્રમાં, ને જોઇ સુંદરતા એની આનંદિત થઈ બેઠાં.

બસ આટલું જ તો અંતર હતું મૌનતામાં અને બોલતામાં,
પણ તમે અમને સમજવામાં ભુલ કરી બેઠાં.


- jinil Patel