લવ રિવેન્જ
પ્રકરણ-27
“ટીંગ ટોંગ......!” પોતાનાં ઘરનો ડોર બેલ વગાડીને લાવણ્યા દરવાજો ખૂલવાની રાહ જોઈ રહી.
“સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એજ રેહશે....! લાખ નવાં સબંધો બંધાય પણ....તારી જગ્યા એજ રેહશે.....!” ફરીવાર સિદ્ધાર્થે કહેલાં એ શબ્દો યાદ આવી જતાં લાવણ્યાનાં હોંઠ ઉપર ગુલાબી સ્મિત આવી ગયું.
“ટીંગ ટોંગ......!” લાવણ્યાએ ફરીવાર ડોરબેલ વગાડયો.
“પણ તારી જગ્યા એજ રેહશે.....!” એ વાક્ય યાદ આવી જતાંજ લાવણ્યાનું શરીર ફરીવાર ધ્રુજી ઉઠ્યું “કદાચ.....! મારી જગ્યા.....! એટ્લે....એક પ્રેમિકાની....!” લાવણ્યા બબડી “સિદ્ધાર્થની પ્રેમિકા.....!બસ એજ મારી જગ્યા છે.....!”
“ખટ......!” લાવણ્યા એકલાં-એકલાં બબડી રહી હતી ત્યાંજ સુભદ્રાબેને મેઇન ડોર ઓપન કર્યો.
“અરે લાવણ્યા બેટાં......!” દરવાજો ખોલતાંજ સુભદ્રાબેને લાવણ્યાને ઉપરથી લઈને નીચે સુધી જોઈ “તું....તો આખી પલળી ગઈ છે....!”
“હાં....! અ.....! મમ્મી....! ગેટે પહોંચીને કે એકદમજ વરસાદ તૂટી પડ્યો....!” લાવણ્યાએ કહ્યું.
“અરે પણ....” સુભદ્રાબેન હવે લાવણ્યાની એક બાજુએથી ઘરની બહાર ઓટલાં ઉપર જોવાં લાગ્યાં “સિદ્ધાર્થ ક્યાંછે....!? એ તને મૂકવાં નાં આયો......!?”
“નાં મમ્મી....!” લાવણ્યા ભીનાં સ્વરમાં ઢીલું મોઢું કરીને બોલી અને સુભદ્રાબેનની બાજુમાંથી અંદર જવાં લાગી.
“બેટાં....! શું થયું....!?” લાવણ્યાનો ઉતરી ગયેલો ચેહરો જોઈને સુભદ્રાબેનને નવાઈ લાગી અને દરવાજો બંધ કરીને તેઓ તરતજ લાવણ્યા તરફ ફર્યા “કેમ આવી ઢીલી થઈછે....!? આજેતો પે’લ્લું નોરતું હતું....!?”
લાવણ્યા કશુંપણ બોલ્યાં વગર મૌન ઊભી રહી.
“બેટાં......!?” સુભદ્રાબેને લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો “સિદ્ધાર્થ જોડે કઈં માથાકૂટ થઈ....!? એણે કઈં કીધું....!?”
“નાં મમ્મી....! એવું કઈં નથી....!” એવાંજ ભીનાં ધ્રૂજતાં સ્વરમાં લાવણ્યાએ નીરસ ઉત્તર આપ્યો.
“તો પછી શું થયું બેટાં....!?” સુભદ્રાબેને હવે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું “સિદ્ધાર્થ આવો કેયરલેસ તો નથીજ કે આવાં વરસાદમાં તને નાકે ઉતારીને જતોરે....! એ તને ઘેર મૂકવાં આવેજ....!”
“મ્મ....મમ્મી.....! મમ્મી....!” લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર વહી અને ડૂસકાં આવી જતાં તે માંડ-માંડ બોલી “તું....તું....સ...સાચું કે’તીતી.....!”
“લાવણ્યા....! શું બોલેછે તું....!? શાંત થઈજ પે’લ્લાં બેટાં....!” સુભદ્રાબેને લાવણ્યાને બંને બાજુ બાવડેથી પકડીને કહ્યું.
“મમ્મી.....! સ....સિડ.....! સિડ....!” લાવણ્યા હવે પરાણે બોલી રહી હતી “એ.....એ બ....બરોડાં જતો રહ્યો....! મ.....મને મૂકીને જતો રહ્યો....!”
“ઓહ દીકરાં......!” સુભદ્રાબેને લાવણ્યાને ગળે વળગાળી દીધી “શાંત થઈજા...! શાંત થઈજા....!”
સુભદ્રાબેનને વળગીને લાવણ્યા ડૂસકાં ભરતી-ભરતી રડતી રહી.
“બેટાં.....! મેં તને કીધું’તુંને.....!” સુભદ્રાબેન લાવણ્યાની પીઠ પસવારતાં-પસવારતાં બોલ્યાં “એનો મોહ છોડીદે....! છોડીદે દીકરાં.....!”
લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સુભદ્રાબેનને વળગી રહી.
“પણ.....! એ અચાનક કેમ જતો રહ્યો....!?” સુભદ્રાબેને નવાઈપામીને લાવણ્યા સામે જોઈ પૂછ્યું.
“મ....મમ્મી.....! એનાં...! બધાં એની ઉપર જોરજોરાઈ કરે છે....!” લાવણ્યા ડૂસકાં લેતી-લેતી પરાણે બોલી “….ન.....નેહા જોડે મેરેજ કરાવેછે....!”
“લાવણ્યા....! દીકરાં....! એનાં મેરેજ પે’લ્લેથી ફિક્સજ હતાં.....!” સુભદ્રાબેને લાવણ્યાને સાંત્વનાં આપતાં કહ્યું.
“પણ....પણ.....મમ્મી....એને છેતરીને મેરેજ કરાવે છે.....!” લાવણ્યા રડતાં-રડતાં બોલી.
“છેતરીને એટ્લે....!?” સુભદ્રાબેન મૂંઝાઇને લાવણ્યા સામે જોઈ રહ્યાં.
“મ્મ.....મમ્મી....! ત...તનેતો ખબર છેને....ક....કે સિડ....એ....એ....કેટલો ઇનોસંન્ટ છે....!” લાવણ્યાને માંડ માંડ બોલી રહી હતી “પ....પે’લ્લાં.... સિડને એનાં ફેમિલીવાળાં એવું કેતાં’તાં કે....કે....દિવાળીમાં મેરેજ કરાવશે.....! અને....અને....હવે....! અત્યારેજ .....! આજેજ અચાનક એ લોકોએ સિડને બોલાવી લીધો....! જ....જમીન....વેચવાનાં બા’ને....!”
સુભદ્રાબેન મૂંઝાયેલાં ચેહરે લાવણ્યાની વાત સાંભળી રહ્યાં અને વિચારી રહ્યાં.
“એનેતો ....ખ....ખબર બી નઈ....!” રઘવાયાં સ્વરમાં લાવણ્યા આગળ બોલે જતી હતી “એને....સિડને....! એ તો એનાં ફૅમિલીની વાતોમાં આઈ ગ્યો....! એ....એ....એટલો માસૂમ છે કે.....કે...એને નઈ સમજાતું....! કે....કે....એ લોકો....! એને છેતરીને ત્યાં બોલાવે છે....! અને....પ...પછી એનાં મેરેજ કરાવી દેશે....!”
“લાવણ્યા....!”
“મમ્મી....! હું....હું...બરોડાં જવ...!” રઘવાયાં સ્વરમાં લાવણ્યા સુભદ્રાબેનનાં હાથ પકડીને બોલી “હું...હું...એની હેલ્પ કરવાં જવ....!”
“બેટાં....બેટાં.....આમજો....! મારી સામે જો...!” સુભદ્રાબેને લાવણ્યાનો ચેહરો તેમનાં બંને હાથમાં પકડી લીધો “શાંત થઈજા....! શાંત થઈજા......!”
“મ્મ....મમ્મી...! એ...એ....”
“બેટાં....! મેં તને કીધું’તુંને ....!” સુભદ્રાબેન લાવણ્યાને વચ્ચે ટોકતાં બોલ્યાં “આપડાંથી એવું બધુ નાં થાય....! હમ્મ....! તું.....શાંતથા.....!”
સુભદ્રાબેન ક્યાંય સુધી લાવણ્યાને સમજાવતાં રહ્યાં અને તેણીને શાંત કરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. ક્યાંય સુધી રડ્યા પછી છેવટે લાવણ્યા ડૂસકાં ભરતાં-ભરતાં સુભદ્રાબેનનાં ખોળાંમાંજ સૂઈ ગઈ.
----
“સિડ.....! અમ્મ....!” રાત્રે લગભગ સાડાં ત્રણ વાગ્યે પોતાનું માથું દબાવતી લાવણ્યા ઊંઘમાંથી ઉઠી અને પડખે ઊંઘી રહી આંખો ચોળવાં લાગી.
આંખો ખોલ્યાં બાદ લાવણ્યા કેટલીક ક્ષણો જોડેજ સૂતેલાં સુભદ્રાબેનને જોઈ રહી પછી બેડમાં બેઠી થઈ. ચણિયાચોલી બદલ્યાં વિનાંજ લાવણ્યા સૂઈ ગઈ હતી. પોતાનું માથું નીચું નમાવી લાવણ્યાએ એક ઊંડો શ્વાસ ભરી ચણિયાચોલીનાં બ્લાઉઝમાંથી આવી રહેલી એ મહેકને પોતાનાં અંતરમાં ઉતારી. તે જ્યારે પણ સિદ્ધાર્થને ચીપકીને બેસતી કે જોરથી આલિંગનમાં જકડતી, સિદ્ધાર્થનાં સ્ટ્રોંગ સુખડનાં અત્તરની મહેક લાવણ્યાનાં કપડાંમાં પણ બેસી જતી.
થોડીવાર સુધી લાવણ્યા એજરીતે ઊંડા શ્વાસ ભરતી એ મહેકને માણતી રહી.
“અરે....! ચાર વાગવાં આયા.....!” લાવણ્યા બેડરૂમની દીવાલ ઉપર લાગેલી ચોરસ વૉલક્લોકમાં જોઈને બબડી “સિડનો ફોન ના આયો....!”
બેડમાંજ તેનાં ઓશિકાં જોડે પડેલાં પોતાનાં ફોનને ઉઠાવીને લાવણ્યાએ લોક ખોલ્યું.
“અરે બેટાં....!?” લાવણ્યા તેનો સિદ્ધાર્થને ફોન કરવાં જઈ રહી હતી ત્યાંજ સુભદ્રાબેન બેડમાં થતાં બોલ્યાં “કેમ અત્યારે જાગી ગઈ....!?”
“અમ્મ....! સ...સિડને ફોન કરતી’તી.....!” લાવણ્યા ડરતાં-ડરતાં નાનાં બાળકો જેવુ મોઢું બનાવીને બોલી “એનો...ફ...ફોન ના આયો હજી....એટ્લે....!”
“બેટાં.....! મેં તને કેટલીવાર કીધું...!” સુભદ્રાબેને ફરીવાર લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો.
“પ....પણ મમ્મી એણે પ્રોમિસ કરીતી કે....મારો ફોન ઉઠાવશે....! અને એ પણ મને ફોન કરશે....! મેસેજ પણ કરશે....! એકવાર વાત કરી લેવાંદેને....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં મોઢું બનાવીને બોલી.
“સારું....! કરીલે....!”
લાવણ્યા તરતજ બેડ ઉપરથી ઉતરી અને પોતાનાં ફોનમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કરીને રૂમમાંથી ઉતાવળાં પગલે બહાર નીકળી ગઈ.
“The number you have dialled is currently switched off….!” ડ્રૉઇંગરૂમમાં ઊભાં-ઊભાં લાવણ્યા તેનાં ફોનમાં સિદ્ધાર્થનાં નંબર તરફથી આવી રહેલો પ્રતીભાવ સાંભળી રહી.
“હે ભગવાન....!” લાવણ્યાનાં મનમાં ફડકો પેઠો અને તે ગભરાઈ ગઈ “ફોન બંધ કેમ આવે છે....!?”
લાવણ્યા એકલાં-એકલાં બબડી અને ફરીવાર સિદ્ધાર્થનો નંબર ડાયલ કરી દીધો.
“The number you have dialled is currently switched off….!” ફરીવાર એજ રિસ્પોન્સ.
“મમ્મી.....!” લાવણ્યા સહેજ મોટેથી બોલતાં-બોલતાં પાછી સુભદ્રાબેનનાં રૂમ તરફ ઉતાવળાં પગેલ ભાગી.
“મમ્મી...મમ્મી....!” બેડરૂમમાં આવીને સુભદ્રાબેન તરફ જોઈએ લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી “સ...સિડનો ફોન …..! એનો ફોન સ્વિચ ઓફ આવે છે .....જો....!”
એટલું કહીને લાવણ્યાએ ફરી એકવાર સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો અને ફોન સ્પીકર ઉપર કરીને બેડ ઉપર બેસી રહેલાં સુભદ્રાબેન સામે ધર્યો.
“The number you have dialled is currently switched off….!”
“જો....જો....! મમ્મી....!” લાવણ્યા એજરીતે હાંફળાં-ફાંફળાં સ્વરમાં બોલી.
“બેટાં શાંત થઈજા.....!” સુભદ્રાબેને લાવણ્યાનો હાથ પકડીને તેણીને બેડ ઉપર બેસાડી “ફોનની બેટરી ઉતરી ગઈ હશે....! અને એમ પણ.....!” સુભદ્રાબેને નિરાશ સ્વરમાં ફર્શ સામે તાકતાં કહ્યું “હવે તારે....! અ.....! તારે એની જોડે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ...! જેટલી જલદી એનાં વગર જીવવાની આદત પાડીશ....! એટલું સારું છે....!”
“ મમ્મી....! એ....! બે-ત્રણ દિવસમાં પાછો આવી જશે....! અ...એણે મને પ્રોમિસ કરીતી...!”
સુભદ્રાબેન દયામણું મોઢું કરીને લાવણ્યા સામે જોઈ રહ્યાં.
“આવ...! તું સૂઈજા....!” તેમણે લાવણ્યાને પોતાનાં ખોળાંમાં માથું મૂકીને સુવાડતાં કહ્યું “એણે પ્રોમિસ કરીછે....! તો એને નિભાવાંદે.....! હમ્મ....!”
સુભદ્રાબેનની વાત વિષે અને સિદ્ધાર્થનાં વિચારોનાં વમળમાં લાવણ્યાનું મન ઘેરાવાં લાગ્યું અને ધીરે-ધીરે તેણીની આંખો પણ.
----
“The number you have dialled is currently switched off….!”
“હજીપણ સ્વિચ ઑફ આવે છે...!” સિદ્ધાર્થને ફોન લગાડવાંનો પ્રયત્ન કરતી-કરતી લાવણ્યા કોલેજનાં કમ્પાઉન્ડનાં પેવમેંન્ટ ટ્રેક ઉપર જઈ રહી હતી “ઓહ સિડ....! તું....!”
“લાવણ્યા....!” લાવણ્યા કોલેજનાં બિલ્ડિંગ તરફ જઈ રહી હતી ત્યાંજ પાછળથી પ્રેમની બૂમ સંભળાઈ.
લાવણ્યાએ પાછાં ફરીને જોયું. પ્રેમ તેની તરફ ઉતાવળાં પગલે આવી રહ્યો હતો.
“પ્રેમ....! તું હજીપણ ત્યાંજ બેસેછે....!” લાવણ્યાએ નજીક આવી ગયેલાં પ્રેમને ફરીવાર દયામણી નજરે જોઈને કહ્યું “તે પ્રોમિસ કરી’તીને......! કે હવે તું મુવઓન થઈ જઈશ...!”
“અરે બાબા એવું નથી....!” પ્રેમ તેની બેગપેક ખભે સરખી ભરાવતાં બોલ્યો “હું લેટ થઈ ગ્યો છું...! અને ત્રિશાનો ફોન આવ્યો’તો કે...! કેન્ટીનમાં આવતી વખતે ઝાડ નીચે જે મેગીવાળો ઊભોરે છે ત્યાંથી મેગીનું પાર્સલ લેતો આવું....!”
“કેમ...!? સવાર સવારમાં મેગી...!?” લાવણ્યા હવે પાછી બિલ્ડિંગ તરફ ચાલવાં લાગી.
“બસ....! એ કેતીતી કે એ નાસ્તો કર્યા વગર આવી છે અને એનું મેગી ખાવાંનું મૂડ છે....! એટ્લે..!” પ્રેમ પણ લાવણ્યાની જોડે ચાલતો-ચાલતો બોલ્યો.
“હમ્મ.....!”
“કેમ આપસેટ છે...!?” પ્રેમે લાવણ્યાનાં ઉતરી ગયેલાં ચેહરાં સામે જોઈને પૂછ્યું પછી લાવણ્યા બોલે એ પહેલાં જાતેજ બોલ્યો “ હું પણ શું...!? સિદ્ધાર્થ અફકોર્સ....!”
“એવું કઈં નથી.....!” લાવણ્યા સહેજ નીરસ સ્વરમાં બોલી “બસ એનો ફોન નથી લાગતો....!”
બંને હવે કેન્ટીન તરફ જતાં કોલેજનાં કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં.
“હમ્મ.....!” પ્રેમે હુંકારો ભરી દયામણી નજરે લાવણ્યા સામે જોયું.
તેણીનો ચેહરો સાવ નિસ્તેજ થઈ ગયો હતો અને ચેહરાં ઉપર થાક દેખાઈ આવતો હતો.
“સરખી ઊંઘ નથી આવી....!?” પ્રેમે અમસ્તુંજ પૂછી લીધું.
લાવણ્યાએ પ્રેમની સામે જોયાં વિનાં પ્રતીભાવમાં પરાણે દર્દભર્યું સ્મિત આપ્યું. બંને હવે કેન્ટીનમાં એન્ટર થઈ ગયાં અને આજુબાજુ જોઈને પોતાનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સને શોધી રહ્યાં.
“ત્યાં....!” પ્રેમે તેનો ડાબો હાથકરીને ગ્રૂપનાં મિત્રોને બેઠેલાં બતાવતાં કહ્યું.
“આજે જગ્યાં બદલાઈ ગઈ....!?” લાવણ્યાએ મિત્રો તરફ ચાલવાં માંડ્યુ.
“ભીડતો જો....!” પ્રેમે ચિકાર ભરાઈ ગયેલી કેન્ટીનમાં આજુબાજુ જોઈને કહ્યું “જ્યાં જગ્યાં મલે....ત્યાંજ બેસીજ જવું પડેને....!”
“હમ્મ...!”
“મોર્નિંગ લાવણ્યા....!” ટેબલ નીચેથી ચેયર ખેંચી બેસી રહેલી લાવણ્યાને અંકિતાએ કહ્યું.
લાવણ્યાએ ફક્ત ઔપચારિક સ્મિત કર્યું. ત્રિશા અને કામ્યા પણ આજુબાજુ બેઠાં હતાં. પ્રેમે લાવણ્યાની બાજુમાં બેઠક લીધી.
“આ લે.....! તારી મેગી....!” પ્રેમે ટેબલ ઉપર મેગીનું પાર્સલ મૂકતાં ત્રિશા સામે જોઈને કહ્યું.
“Awww.... ચો ચ્વિટ....!” ત્રિશાએ ચાળાં પાડતાં કહ્યું અને મેગીનું પાર્સલ ખોલવાં માંડ્યુ.
“લાવણ્યા....! આ યેલ્લો ડ્રેસ અને પિન્ક દુપટ્ટાનું કોંબીનેશન જોર છે હોં....!” લાવણ્યાએ પહેરેલાં યેલ્લો પંજાબી ડ્રેસને જોઈને રોનક બોલ્યો.
લાવણ્યાએ ફરીવાર એવુંજ નીરસ ઔપચારિક સ્મિત કર્યું.
“સિદ્ધાર્થ જોડે કોઈ વાત થઈ....!?” થોડીવાર પછી કામ્યાએ પૂછ્યું. તેનાં સ્વરમાં નાં સમજાય તેવી અધિરતાં હતી જે લાવણ્યા સહિત બધાંએ અનુભવી અને બધાં કામ્યા સામે જોઈ રહ્યાં.
“આઈમીન...!મ...મેં ગઈકાલે રાત્રે એને કૉલ ટ્રાય કર્યો’તો....!” બધાં તેણી સામે જોઈ રહેતાં કામ્યાની જીભ થોથવાઈ ગઈ “બટ....! એનો ફોન લાગ્યો નઈ.....! એટ્લે પૂછ્યું...!”
“પણ તે કેમ એને ફોન કર્યોતો...!?” અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું.
“અરે...! મેં તો લાવણ્યાનું પૂછવાં ફોન કર્યોતો....!” કામ્યા પહેલાં અંકિતા સામે અને પછી લાવણ્યા સામે જોઈને બોલી “કે એ સેફ ઘેર પહોંચી ગઈ કે નઈ....!?”
“એનો ફોન સ્વિચ ઑફજ આવે છે....!” લાવણ્યા નીરસ સ્વરમાં બોલી “મેં ઘણો ટ્રાય કર્યો...!”
બધાં થોડીવાર મૌન થઈ ગયાં.
“એણે પ્રોમિસ કરીતી....!” થોડીવાર પછી લાવણ્યા એજરીતે નીરસ સ્વરમાં શૂન્યમનસ્ક જોઈ રહીને બોલી “એ મારાં ફોન અને મેસેજનો આન્સર આપશે....!”
બોલતાં-બોલતાં લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ. બધાં લાવણ્યા સામે દયામણી નજરે જોઈ રહ્યાં.
“કોઈ પ્રોબ્લેમ હશે યાર....!” અંકિતા લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં બોલી “ડોન્ટ વરી....! હમ્મ...!”
લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર એમજ શૂન્યમનસ્ક જોઈ રહી અને સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાઈ ગઈ.
“અરે....! આ વિવાન અને રોનક....! ક્યાં છે...! બેય...!?” હવે પ્રેમ બોલ્યો.
“શું ખબર....! ડફોળ છે....!” અંકિતા મોઢું મચકોડીને બોલી.
“કોણ...!?” ત્રિશા આંખો નચાવીને બોલી.
“બ...બેય જણાં...!” અંકિતા પરાણે તેણીનું સ્મિત છુપાવતાં બોલી.
બધાં કોઈને-કોઈ વાત વડે લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. કેન્ટીનમાં ચ્હા-નાસ્તો કર્યા પછી બધાંએ એક-બે લેકચર ભર્યા. કોઈનુંપણ ખાસ કરીને લાવણ્યાનું મૂડ લેકચરમાં બિલકુલનાં લાગ્યું. બપોરે લંચ પછી લાવણ્યા કોલેજનાં પાર્કિંગ શેડમાં આવીને બેસી ગઈ. અનેકવાર સિદ્ધાર્થનોફોન ટ્રાય કરવાં છતાં તેનો ફોન કોંન્સ્ટન્ટ સ્વિચ ઑફજ આવ્યો. લાવણ્યાએ સિદ્ધાર્થને જેટલીવાર ફોન કરવાનો ટ્રાય કર્યો એટલીવાર સ્વિચ ઑફ નો મેસેજ સાંભળી તે રડી પડતી.
પોતાનાં મોબાઇલમાં ડાઉનલોડ કરેલાં સિદ્ધાર્થનાં ફોટોસને ભીંજાયેલી આંખે ક્યાંય સુધી લાવણ્યા જોતી રહી. અગાઉ નક્કી કર્યા મુજબ બધીજ ગર્લ્સ ફરીવાર સાંજે લૉ-ગાર્ડન એજ પાર્લરમાં ગરબાં માટે તૈયાર થવાં આવી ગઈ. લાવણ્યા કમને તૈયાર પણ થવાં પણ ગઈ અને બધાંની ઈચ્છાને માન આપીને ગરબાં ગાવાં પણ ગઈ. જોકે એક-બે રાઉન્ડ ગરબાં રમ્યાબાદ લાવણ્યા સર્કલમાંથી બહાર નીકળી ગઈ. થોડો સમય બાદ લાવણ્યા છેવટે પોતાનું એક્ટિવાં લઈને ઘરે આવતી રહી. ઘરે આવ્યાં પછી ક્યાંય સુધી તેણીએ સિદ્ધાર્થને ફોન કરવાનો પ્રયત્ન કરી જોયો. જોકે દર વખતે તેનો ફોન સ્વિચ ઑફજ આવ્યો. થાકી ગયેલી લાવણ્યા છેવટે પોતાનાં બેડ ઉપર લંબાવી દીધું.
ત્યાર પછીનાં બે દિવસ પડેલાં ભારે વરસાદને લીધે કોલેજનાં નવરાત્રિનાં ગરબાં કેન્સલ કરવાં પડ્યાં. લાવણ્યાને બાદ કરતાં કોલેજનાં લગભગ બધાંજ યુવાનોનું મન ભાંગી પડ્યું.
----
“પ્લીઝ ભગવાન આજે વરસાદ નઈ....!” અંકિતા કોલેજનાં ગરબાં જે પાર્ટીપ્લોટમાં હતાં તેનાં મેઈન ગેટમાં એન્ટર થતાં બોલી.
આખું ગ્રૂપ તૈયાર થઈને ગરબાં માટે એજ પાર્ટીપ્લોટમાં આવી પહોંચ્યું હતું. લાવણ્યા કમને આવી હતી.
“હાં ....સાચી વાત હોં....!” ત્રિશા બધાંની જોડે ચાલતાં-ચાલતાં બોલી “નઈતો આજે ચોથું નોરતું પણ બગડત....!”
“હમ્મ...! પે’લ્લાં નોરતે ગરબાં ગાવાં મળ્યાં પછી બીજું-ત્રીજુંતો વરસાદે પલાળી નાંખ્યું...!” લાવણ્યાની જોડે ચાલી રહેલો પ્રેમ બોલ્યો.
“હમ્મ....! હજી આઠજ વાગ્યાં છે....! એટ્લે ભીડ ઓછી છે...!” ત્રિશા બોલી.
કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા બધાંની જોડે ચૂપચાપ ચાલી રહી હતી.
“લાવણ્યા...! કેમ આમ ઢીલી-ઢીલી લાગે છે...!?”હવે રોનકે પૂછ્યું.
બધાં હવે પાર્ટીપ્લોટની અંદર ફૂડકોર્ટ પાસે આવીને ઊભાં રહ્યાં. પહેલાં નોરતાંની જેમજ આખો પાર્ટીપ્લોટ એજરીતે સજાવેલો હતો.
“સ...સિડનો ફ...ફોનજ નઈ લાગતો....!” લાવણ્યા ઢીલાં સ્વરમાં ઉદાસ ચેહરે બોલી “ત...ત્રણ દિવસ થઈ ગ્યાં ....! મ્મ.....મેં કેટલીવાર ટ્રાય કર્યો...! તો પણ ફોન નઈ લાગતો...!”
બધાંની હાજરીમાંજ લાવણ્યા છેવટે રડી પડી.
“એ છોકરો દર વખતે આવુંજ કરે છે....!” અંકિતા સહેજ ચિડાઈને જોડે ઉભેલાં વિવાન સામે જોઈને બોલી “હાથે કરીને આ છોકરીને હેરાન કરે છે...!”
“અરે યાર એ બીઝી હશે...!” વિવાન અંકિતા સામે જોઈને દલીલ કરતાં બોલ્યો.
“કેમ....!? અંબાણીનો છોકરો છે એ...!” અંકિતા હવે અકળાઈને વિવાન સામે જોઈને બોલી “કે એક ફોન કે મેસેજ પણ ના થાય....!?”
“અરે તું મારી ઉપર શાની અકળાય છે....!?” વિવાન હવે પોતાનો બચાવ કરતો હોય એમ બોલ્યો.
“તું....!”
“અરે બસ કરો યાર....!” કામ્યા સહેજ ચિડાઈને બોલી “શું બેય મંડી પડો છો..!”
અંકિતા તોપણ ઘુરકીને વિવાન સામે જોઈ રહી.
“લાવણ્યા...!” હવે કામ્યાએ ધીમાં સ્વરમાં ઉદાસ ચેહરે તેણી સામે જોઈને પૂછ્યું “એકપણ વાર ફ...ફોન ના લાગ્યો...!?”
લાવણ્યા નીચું જોઈને કઈંપણ બોલ્યાં વગર તેનાં આંસુ વહાવી રહી. બધાં લાવણ્યા સામે દયામણું મોઢું કરીને જોઈ રહ્યાં.
“મ્મ...હું ઘરે જવ....!” એટલું કહીને લાવણ્યા તેનાં ગાલ લૂંછતી પાછું ફરીને ઉતાવળાં પગલે ચાલવાં લાગી.
“અરે લાવણ્યા....!” મોટાભાગના બધાં એક સાથે બોલી પડ્યાં અને તેણી પાછળ જવાં લાગ્યાં.
“અંકિતા....!” કામ્યા એક જગ્યાએ ઊભી રહેતાં બોલી, બધાં પણ ઊભાં રહ્યાં “તુંજ એને મનાવ....! એ તારીજ વાત માનશે...!”
“હાં...હાં....! હું એને મનાવીને લેતાં આવુંછું...!” અંકિતા એટલું કહીને ઉતાવળાં પગલે લાવણ્યાની પાછળ દોડી.
----
“લાવણ્યા...! લાવણ્યા....!” પાર્ટીપ્લૉટનાં મેઇન ગેટની બહાર નીકળી ગયેલી લાવણ્યાની પાછળ બૂમો પાડતી-પાડતી ચાલી રહી હતી.
“અરે લાવણ્યા સાંભળતો ખરી....!” અંકિતા છેવટે લાવણ્યાની જોડે પહોંચી ગઈ અને તેણીનો હાથ પકડીને ઊભી રાખી.
“મ.....મને જવાંદેને....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “હું....હું....!”
“લાવણ્યા...! લીસન......!” અંકિતા લાવણ્યાનાં ખભે હાથ મૂકીને બોલી કોઈનાં જવાથી જિંદગી નથી અટકી જતી....!”
“સિદ્ધાર્થ “કોઈ” નથી મારાં માટે....!” લાવણ્યા અંકિતાની આંખોમાં આંખો નાંખીને બોલી.
“લાવણ્યા....! અ....મારો મિનિંગ એ નો’તો....!”
“તને ગમે છેને એ....!” લાવણ્યા અંકિતાની આંખોમાં એજરીતે જોઈને રડતી આંખે બોલી “વિવાન....!”
અંકિતાએ લાવણ્યાની સામે જોઈને આડું જોઈ લીધું.
“તારે તો હજી શરૂઆત છે....! અફેક્શન છે તને એનાં માટે અંકિતા....!” લાવણ્યા બોલી “તો પણ....જ્યારે એ બીજાં નોરતે કોલેજ નો’તો આવ્યો ત્યારે આખો દિવસ તારી કેવી હાલત થઈ ગઈતી....! યાદ છેને તને....!?”
અંકિતા એ દિવસ યાદ કરી વીલું મોઢું કરીને નીચું જોઈ રહી.
“તો પછી વિચાર કર.....!” લાવણ્યા આગળ બોલી “મારી શું હાલત થતી હશે....!?
થોડીવાર સુધી લાવણ્યા અંકિતા સામે જોઈ રહી. અંકિતા એજરીતે નીચું મ્હોં કરીને જોઈ રહી.
“એ મારાં લોહીમાં ભળી ગ્યો છે અંકિતા.....!” લાવણ્યાનાં ગાલ ઉપર વધુ એક આંસુની ધાર સરકીને નીચે પડી “દરેક શ્વાસમાં હું એની એ મહેકને માણું છું....! મને લત લાગી છે એની....! નશો છે એ મારાં માટે....! કેવીરીતે રઉં એનાં વિના બોલ....!?”
“સ....સોરી....!” અંકિતા ભીંજાયેલી આંખે બોલી.
“એનાં વિનાં જિંદગી નઈ અટકી જાય એ હું જાણું છું....! પણ....! એનાં વિનાં હું કેમની જીવીશ એ મને નઈ ખબર....!”
“લાવણ્યા....!” અંકિતા લાવણ્યાને વળગી પડી “શાંત થઈજાં.....!”
બંને એકબીજાં વળગી રહ્યાં અને રડી પડ્યાં.
“તું એકલી રઈશ....તો....તો એની યાદ વધારે આવશે....!” થોડીવાર પછી અંકિતા લાવણ્યા સામે જોઈને બોલી.
“હું એને એકેય સેકન્ડ ભૂલી નથી શક્તી....!” લાવણ્યા બોલી અને હળવું સ્મિત કર્યું “એ કાયમ મને યાદજ હોયછે...!”
અંકિતાએ પણ હળવું સ્મિત કર્યું.
“ટ્રીન....ટ્રીન...ટ્રીન....!” ત્યાંજ લાવણ્યાએ હાથમાં પકડેલાં તેનાં ફોનની રિંગ વાગી.
“સિડ.....!” ફોનની સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને લાવણ્યા મોટેથી બોલી પડી અને તરતજ ઉત્સાહમાં આવી જઈને મોબાઇલ સ્ક્રીન ઉપર સ્વાઇપ કરીને સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરી લીધો.
“હે...!અરે...!?”
“સિદ્ધાર્થ શું માંડ્યુ છે તે આ બધું....!?” લાવણ્યા હજીતો ફોન કાને માંડી બોલવાંજ જતી હતી ત્યાંજ અંકિતાએ ફોન ખેંચી લીધો અને સિદ્ધાર્થને ધમકાવવાં લાગી “બે દિવસ કીધાં’તા....! ને આજે ચોથું નોરતું થઈ ગ્યું તોય દેખાયો નઈ....! આ છોકરીની શું હાલત થઈ ગઈ છે તને....!”
“મને વાત કરવાં દેને....!” હવે લાવણ્યાએ ફોન અંકિતા પાસેથી ઝૂંટવી લીધો “તું...તું...એને શું કરવાં જેમ ફાવે એમ બોલે છે...! એ બિચારો ઓલરેડી કેટલી બધી પ્રોબ્લેમ્સમાં હોય છે...!”
“હેલ્લો...જાન...!” લાવણ્યાએ ફોન કાને માંડ્યો અને સિદ્ધાર્થ જોડે વાત કરવાં લાગી. અંકિતા મોઢું વકાસીને ઊભી રહી.
“સિડ.....! તું...તું...ઠીક છેને....!?” લાવણ્યાએ માંડ પોતાનું રડવું રોકતાં પૂછ્યું.
“અરે એને શું થવાનું છે....!” અંકિતાએ એમ કહીને ફરીવાર ફોન ઝૂંટવી લીધો.
“અંકિતા....! ફોન આપને...! કેમ આવું કરે છે...!?” લાવણ્યા રડમસ થઈ ગઈ અને પોતાનો ફોન પાછો લેવાં મથી રહી.
“અરે હું સ્પીકર ઉપર કરું છું” અંકિતાએ ફોનની સ્ક્રીન ઉપર ટચ કરીને સ્પીકર મોડ ઓન કર્યો અને ફોન વચ્ચે ધરી રાખ્યો “બોલ હવે....! હુંય સાંભળુંતો ખરી....!” અંકિતા સિદ્ધાર્થને ઉદ્દેશીને બોલી “કે તું શું બા’નું કાઢે છે....!”
“સિડ...સિડ...! તું...તું અંકલીની વાત ના સાંભળ....! બોલ...! જાન...!” લાવણ્યા એજરીતે રડમસ સ્વરમાં બોલી “તું...તું...ઠીક છેને...!?”
“હાં લાવણ્યા.....! I’m fine….!”
“તારી “લવ” હવે “લાવણ્યા” થઈ ગઈ એમને.....!?“
“એ અંકલી ….! તું ચૂપથાંને....!” લાવણ્યા ચિડાઈને બોલી “સિડ....! બોલને જાન...!”
“હાં....! પણ....અંકિતા બોલવાદે તોને.....!” સિદ્ધાર્થ કંટાળેલાં સ્વરમાં બોલ્યો.
“અંકલી....! તું એક શબ્દના બોલતી હવે....!” અંકિતા કઈંક બોલવાંજ જતી હતી ત્યાંજ લાવણ્યાએ ઝાટકીને કહ્યું “તું બોલ જાન....! ત...તું....કેમ ના આયો હજી....!?”
“લાવણ્યા...! શું કરું યાર....! હું...એવો ફસાઈ ગ્યોછું કે.....!”
“સિદ્ધાર્થ....! અરે તું અહીંયા રૂમમાં શું કરે છે....!” સિદ્ધાર્થ બોલી રહ્યો હતો ત્યાંજ લાવણ્યા અને અંકિતાને કોઈ સ્ત્રીનો સ્વર એ બાજુથી સંભળાયો.
“મમ્મી...! બસ આવતોજ ‘તો....!” સિદ્ધાર્થે બોલેલું લાવણ્યા અને અંકિતાને સંભળાયું. તે સિદ્ધાર્થના મમ્મી હતાં.
“અરે બેટાં ફેરાંનો ટાઈમ થઈ ગયો છે...!” સિદ્ધાર્થનાં મમ્મીએ બોલેલું હવે લાવણ્યાને સંભળાયું અને લાવણ્યાએ ચોંકીને ફાટી આંખે અંકિતા સામે જોયું. અંકિતા પણ છક થઈ ગઈ.
******
નોંધ: “લવ રિવેન્જ” એક “True Story” છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતે પણ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે.
-J I G N E S H