દુવિધા
નિલય તેના મિત્ર વિર ને એના લગ્ન વિશે વાત કરતો હોય છે, ઉત્તરાયણ ના દિવસે નિલય દર વખત કરતા મોડો આવે છે. એ વિર ને પતંગ ચગાવ્યા બાદ કંઈક કહેશે એમ કહે છે....અને બંને મિત્રો પતંગ ચગાવવા ખેતર તરફ દોડી જાય છે...
એ દિવસે આકાશ જાણે રંગો થી ભરેલું હતું. એવું લાગતું હતું કે ઉપર આકાશ માં બેસી ને કોઈ સુંદર મજા ની રંગોળી પૂરી રહ્યું છે. ચારેબાજુ જ્યાં રોજ પક્ષીઓ નો કલરવ ગૂંજી ઉઠતો ત્યાં આજે બોલીવૂડ ફિલ્મ્સ ના ગીતો જોર થી વાગતા હતા. કોઈ પતંગ ચગાવતા હતા તો કોઈ મોટી લાકડી લઈ પતંગ લૂટવાની મજા માણી રહ્યા હતા.અમે બંનેય એમા જોડાયા. પતંગ ચગાવી, બહું મોટે થી બૂમો પાડી!, પતંગ ની પાછળ દોડ્યા ને ખૂબ જ મસ્તી કરી. મોડી સાંજે જ્યારે આકાશ માં આછું અંધારુ ઘેરાવા લાગ્યું ત્યારે અમે બંને ઘરે પાછા ગયા.
મમ્મી એ નાસ્તો આપ્યો, અમે ખાટલા માં બેઠાં - બેઠાં નાસ્તો ખાતા હતા. મને અચાનક પેલી નિલય વાળી યાદ આવી. મેં એને કહ્યું, ભાઈ હવે તો કે શું થયું???, કેટલી રાહ જોવડાવીશ. આ સાંભળી એ બોલ્યો હા ભાઈ કહી જ દઉં તને! પણ કોઈ ને કહેતો નહી. મને વાત સાંભળવાની આતુરતા હતી કે તરત જ હા કહી દીધી. નિલય એ એક નજર આજુબાજુ કરી, કોઈ આસપાસ નથી એની ખાતરી કરી લીધી. પછી બોલવાનું ચાલું કયુૅ મારું લગ્ન થવાનું છે ને! મેં કહ્યું હા તો?? એમાં એવું છે કે..... આમ કહી એ અટકી ગયો. મેં નિલય સામે જોયું અને કહ્યું અરે ક્યાં ખોવાઈ ગયો ભાઈ! તારું લગ્ન થવાનું છે, એ તો મને ખબર જ છે આગળ તો બોલ. એને ફરી હિમ્મત કરી ને અટકાતા શબ્દો એ બોલ્યો, મારું ..... લગ્ન ..... છે....ને....એ....ખરેખર પ્રેમલગ્ન છે....આટલું બોલી એ સાવ નીચું જોઈ ગયો, મને ય આંચકો લાગ્યો. કંઈ બોલાયું જ નહીં. કારણ કે હું જાણતો હતો, અમારા ગામ માં ને સમાજ માં પ્રેમલગ્ન કરવાની પરવાનગી કોઈ આપે નહીં. હું એના ઘર ના લોકો ને ય ઓળખતો. એ તો આમેય આ બધાં ની પરવાનગી ક્યારેય આપે જ નહી. તો આ બધું કેમ નું થયું??.... આ બધાં પ્રશ્નો મારા મગજ માં ફરતા હતા.
મને એક પ્રસંગ યાદ આવી ગયો, અમારા ગામ માં જ નિલય ના ઘર ની બાજુ માં જ એક છોકરો રહેતો હતો. એને એક છોકરી ગમતી હતી. આ વાત એને ઘરે કહી, તો બધાં એ વિરોધ ઉઠાવ્યો. લગ્ન ની તો વાત દૂર રહી પેલા છોકરા ને છોકરી નું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું. થોડા દિવસો પછી બંને ઘરે થી ભાગી ગયા. એના પછી ઘરે બધાં ની હાલત બહું ખરાબ થઈ. નિલય ના પપ્પાએ તો પછી એ ઘર ના લોકો સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું છે.
તો પછી આ નિલય ના પ્રેમલગ્ન વિશે કેવી રીતે માની ગયા??. મને તો બહું આશ્ચયૅ થયું. હું અવાક્ બની બેસી જ રહ્યો. કેટલાં બધાં પ્રશ્નો.... મગજ માં ઘૂમી રહ્યા હતા. અચાનક કંઈક અવાજ થયો હું જાણે તદ્રા માંથી જાગ્યો, જોયું નિલય હજું ત્યાં જ નીચે જોઈ ને બેસી રહ્યો હતો, પણ અચાનક થયેલા અવાજ ના કારણે એને પણ એ બાજું જોયું.
અમે બંને એ અવાજ તરફ દોડ્યા. મારા ઘર ની અંદર થી અવાજ આવતો હતો. ઘણાં લોકો ઘર ની અંદર હતા, બધાં જ કંઈ ને કંઈ બોલતા હતા. ટોળા ને ચિરતા અમે બંને અંદર પહોંચ્યા. મને મારી મમ્મી ની ચીસો સંભળાઈ. થોડીવાર પછી આગળ જતા મેં જોયું મારી મમ્મી નીચે બેસી પડી હતી. પેટ દબાવી ને એ બૂમો પાડતી હતી. મારી બેન ને કાકી એની આજુબાજુ બેઠાં હતા. મારા પપ્પા કોઈ ને ફોન કરી રહ્યા હતા. કોઈ એ મમ્મી ને પાણી પીવડાવ્યું. હું તેની બાજુ માં જઈ બેઠો. થોડીવાર માં આંગણા માં એમ્બ્યુલન્સ આવી ગઈ. હું, પપ્પા ને મારી બેન એમાં જ બેસી ને દવાખાના માં ગયા. મમ્મી ને દવાખાના માં દાખલ કરી. ડૉક્ટર આવ્યા ને બધાં રીપોટૅ કયૉ.
અચાનક આવી પડેલી આ મુશ્કેલી નું શું પરિણામ આવશે???...વિર ની મમ્મી ને અચાનક શું થયું હશે?..... નિલય ની અટકાયેલી વાત હવે ક્યારે પૂરી થશે???.....જાણો બધી વિગતો...આગળ ના ભાગ...... મુશ્કેલ સમય ......માં.....