Reva - 10 in Gujarati Love Stories by Sachin Soni books and stories PDF | રેવા..ભાગ-૧૦

Featured Books
Categories
Share

રેવા..ભાગ-૧૦

મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદળનો રંગ રાતો હો લાડલી ઓઢેને સાહેબ આછી ચૂંદડી.શીતલબહેને ગીત ગાઈ કશું નથી બન્યું એવો મનમાં ભાવ રાખી જ્યાં થોડીવાર પહેલાં જ્યાં બોલચાલથી થયેલ મનદુઃખ જ્યાં શાંતિ છવાઈ હતી ત્યાં ફરીવાર ગીતો ગવાતા થઈ ગયા."

અને શીતલબહેને રેવાને ઘણા હરખથી સોનાનો પેંડલ સેટ, હાથમાં સોનાની બંગડી અને ખૂબ જ સુંદર સોનેરી પટ્ટા વાળી બાંધણીની ભાત વાળી કિંમતી સાડી રેવાને ઓઢાડી રેવાનાં ઓવારણાં લઈ હાથમાં લીલું નાળિયેર સવા રૂપિયો આપી સગાઈની વિધિ પુરી કરી બન્નેને બાજોઠેથી ઉઠાડી જમી કરી એક કલાકમાં શીતલબહેને વિનયભાઈ અને પુષ્પાબહેન પાસેથી જવાની પરવાનગી લીધી.

" જતી વખતે ફરી એકવાર પુષ્પાબહેને બે હાથ જોડી શીતલબહેન પાસે માફી માંગતા બોલ્યાં બહેન મારી બા વતી હું ફરી માફી માંગુ છું. મારી બા એ બોલેલું તમે ભૂલી જાવ આપણે તો બસ એ જોવાનું છે આપણા છોકરા ખુશ છે અને સારા કામમાં સો વિઘ્ન આવે જ બહેન તમે જરા પણ મન પર ન લેતા અને આમ અચાનક આટલી જલ્દી જવાનો નિર્ણય કેમ લીધો મારી બા નાં બોલેલા કડવા વેણથી તમે નારાજ થઈને ?એવું કંઈ નથી ને બહેન."

"અરે..!! ના વેવાણ એવું કંઈ જ નથી અને તમે ખોટી ચિંતા ન કરો અને વારંવાર માફી માંગશો તો હવે હું નારાજ થઈ જઈશ એ પાકું. તમે વિચારો એવું કંઈ જ નથી આતો સમય ઘરે પહોંચી જઈએ અને મારા આવેલા ભાઈ ભાભીને પાંચ વાગ્યે સુરત જવા નીકળી જવું છે એટલે બાકી કોઈ જાતની ચિંતા નહીં કરતાં અને હવે તૈયારીમાં ફરી લાગી જાઉં લગ્નનું મૂહરત નીકળે એટલે તમને જણાવીશ અને જાડેરી જાન જોડી આવીશું મારી વહુ રેવાને લેવા જો જો લગ્નમાં કોઈ જાતની કચાસ હું નહીં ચલાવી લઉં હસતાં હસતાં શીતલબહેન બોલ્યાં."

અને મોરબીથી રાજકોટ જવા માટે નીકળી ગયા. ગાડીમાં શીતલબહેનનો મૂડ જરાપણ બરાબર હતો નહીં એમાં "સાગર બોલ્યો મમ્મી કેમ તે આટલી ઉતાવળ કરી મારે અને રેવાને મંદિરે જવું હતું અને તને બહુ ઉતાવળ હતી રાજકોટ જવાની."

"સાગર પ્લીઝ મારુ માથું દુઃખે છે તું તારું બોલવાનું બંધ કરીશ ક્યારનો બસ રેવા...રેવા... વહુ ઘેલો થઈ ગયો કે મમ્મીની તો કોઈ ચિંતા નથી? રેવા મળી ગઈ એટલે મમ્મી વિસરાઈ ગઈ કે શું..??
અને પેલી રેવાની નાની કેવું બોલી તને કંઈ ભાન છે એને કઈ રીતે મારું અપમાન કર્યું આ તો હું તારા માટે રોકાણી આટલી વાર.સાગર પર ગુસ્સો કરતાં શીતલબહેન બોલ્યાં."

"સોરી મમ્મી પ્લીઝ તું બહુ ગુસ્સો ન કર નહિતર તારી તબિયત ખરાબ થઈ જશે. અને પેલી વાતને વારંવાર યાદ કરી શું ફાયદો ત્યાં બધાએ તારી માફી માંગી તો ખરી. બસ તો હવે ચાલ હશ અને આ વાતને તું નહીં ભૂલે હું જાણું છું પણ મારા માટે મારી વ્હાલી મમ્મી પ્લીઝ હશ સાગરે મમ્મીને મનાવતા કહ્યું.."

બે કલાકમાં બધા ઘરે પહોંચી ગયા પણ શીતલબહેનનો ગુસ્સો તો હજુ આસમાને હતો..પણ ક્યારેક સાગર માટે ચેહરા પર ખોટી સ્માઈલ રાખતા અને બીજી તરફ રેવાના ઘરે પણ આવી જ રીતે સહુ કોઈ નાનીમાને કશું કહી ન'હોતા સકતા પણ અંદરો અંદર બધા અફસોસ તો કરી જ રહ્યાં હતાં કે હજુ તો સુકનનો ચાંદલો પણ નતો થયો ત્યાં વેવાણનું મન ખાટું પડી ગયું. વેવાણ સારા કહેવાય કશું થયું નથી એવો ભાવ મનમાં રાખ્યો નહિતર રેવાનું શું થાત..

દિવસ વીત્યો સૂર્ય ડૂબ્યો અને ચંદ્ર સોળે કળાએ આભમાં..
(વધુ આવતા અંકે)