devilry 0 3 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 3 - જુલિયટ નો અકસ્માત

Featured Books
Categories
Share

જંતર મંતર - 3 - જુલિયટ નો અકસ્માત

ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ ની નજર સામે એક કાળા રંગ નો ધુમાડો ફરી રહ્યો હતો ! જુલિયટ ના જાદુ એક પછી એક નિષ્ફળ થઈ રહ્યા હતા! આ કાળા ધુમાડા એ તો જુલિયટ ની જાન સુધી મુસીબત માં મૂકી દીધી હતી. જુલિયટ ના જાદુ નિષ્ફળ થતાં જ તેના પ્રેક્ષકો એ તેના પર ટામેટા નાખીને તેનું ખૂબજ અપમાન કર્યું હતું. ને અચાનક જેની ચીખ પાડીને ઉભી થઇ જાય છે. હવે આગળ……

ભાગ :- 3 જુલિયટ નો અકસ્માત


જેની ઊંઘ માંથી ચીખ પાડીને ઉભી થઇ જાય છે. જેની ની ચીખ સાંભળતા જ એના મમ્મી પપ્પા ભાગી ને જેની ના રૂમ માં આવે છે. જેની પોતાના મોઢા ઉપર હાથ રાખીને “ ના…. ના…. આવું ન કરશો ! પ્લીઝ ! આમાં મારો કોઈ વાંક નથી ! પ્લીઝ મને જવા દો….. નહિ….! ને ફરીવાર જેની ચીખ પાડે છે. પોતાની દીકરી ની આવી હાલત જોઈ જેની ના મમ્મી પપ્પા થોડા વ્યતીત થઈ જાય છે. કેમકે રોજની જેમ આજે પણ જેની ચીખ પાડી ને ઉભી થઈ ગઈ હતી ! “ નક્કી જેની એ આજ પણ એ જ સ્વપ્ન જોયું છે ! જે જોઈને આપડી દીકરી હંમેશા ડરી જાય છે. પણ જુલિયટ થી આપડી જેની નો શું સંબંધ છે ? જુલિયટ ના સ્વપ્ન જ કેમ આપડી દીકરી ને આવે છે ? “ જેની ની મમ્મી એ તેના પપ્પા ને દુઃખી અવાજ માં કહ્યું ! પણ દરરોજ ની જેમ આજે પણ જેની ના પિતા હેરી પાસે કોઈ જ જવાબ નોહતો ! આજે પણ તેમને નીચું મોઢું કરીને ફેરી ના પ્રશ્ન ને નકારી કાઢ્યો !

દિવસે ને દિવસે જેની ની સમસ્યા વધતી જ જતી હતી ! પણ તેના માતાપિતા હેરી અને ફેરી પાસે જેની ની સમસ્યા નું કોઈ જ સમાધાન નોતું. ફરીવાર લાચાર થઈને બંને દીકરી જેની ને સુવડાવી દે છે. જેની સૂઈ જાય છે પણ તેના માતાપિતા ની ઊંઘ ઉડેલી હતી. આજે પણ હેરી અને ફેરી બંને જેની ના રૂમ માં જ રહે છે. બંને ના મનમાં હવે ડર ઘર કરી ગયો હતો! જેની ના સપના દિવસે ને દિવસે ભયાનક રૂપ લઈ રહ્યા હતા. જેના લીધે તેના માતા પિતા ની ચિંતા પણ વધી જ ગઈ હતી. જેની ને ગહેરી ઊંઘ માં સૂતી જોઇને તેના માતાપિતા પણ તેની પાસે સૂઈ જાય છે.

“ જુલિયટ બરાબર સ્ટેજ ની ઉપર બેઠી હતી! પહેલી વાર પડેલા ટામેટા ને લીધે એનું આખું શરીર ખરડાયેલું હતું! એની આંખો માં નિરાશા ભરેલી હતી! પણ એનો આત્મવિશ્વાસ હજુ સુધી એમ જ હતો. જુલિયટ હિંમત કરી ને ફરીવાર ઉભી થાય છે. તેના બધા જ પ્રેક્ષકો નું ધ્યાન તેની તરફ ખેંચાયેલ હતું. જુલિયટ હજુ પણ બધાની આંખો માં આંખ પરોવી ને ઉભી હતી. જુલિયટ એ આજના શો નો આખરી ખેલ નીકળવાનું નક્કી કર્યું. બધા જ પ્રેક્ષકો ને પોતાના સ્થાન ઉપર બેસાડવા માં આવ્યા! કોઈને પણ હવે જુલિયટ પાસે થી કોઈ જ આશા બચી જ ન હતી. અંદર અંદર વાતો પણ થવા લાગી હતી કે જુલિયટ ના શો માં આજે કોઈ સારું જાદુ જોવા મળશે જ નઈ!

જુલિયટ આજે એ જાદુ કરવા જઈ રહી હતી; જે આજથી પહેલા તેને ક્યારેય પણ નોતું કર્યું. જુલિયટ ના શો સિમ્પલ જાદુ થી જ હિટ જતા હતા. પણ આજે તેના એક પછી એક જાદુ નિષ્ફળ રહ્યા. જેના લીધે જુલિયટ હવે આ જાદુ કરવા માટે તૈયાર થઈ હતી. જુલિયટ ના મનમાં ડર હતો કે પેલા ની જેમ કંઇક ઉપર નીચે થઈ જશે તો ! પણ એને મહાદેવ નું ધ્યાન કરી આગળ ના જાદુ ની શરૂઆત કરી. જુલિયટ આ બધા ની વચ્ચે પેલા કાળા ધુમાડા ને ભૂલી રહી હતી.

જુલિયટ તેનો ખેલ શરૂ કરે એની પહેલા તે બે માણસો ને સ્ટેજ ઉપર બોલાવી રહી હતી! પણ કોઈ જ સ્ટેજ ઉપર આવવા માટે તૈયાર નોતું. પોતાની જિંદગી કોને વહાલી ન હોય ? એટલે કોઈ જ સ્ટેજ પર ન આવ્યું. જુલિયટ થોડી નિરાશ થઈ પણ એને પોતાની હિંમત હારી નઈ! તેને નક્કી કર્યું કે તે આ જાદુ પોતાની ઉપર જ કરશે. જુલિયટ એ સ્ટેજ ઉપર એક મોટું ટેબલ મંગાવ્યું. જુલિયટ ને તે ટેબલ ઉપર કેદ કરવામાં આવી! ને આ ટેબલ ઊંધું કરી દેવામાં આવ્યું ! ખરેખર માં આ ટેબલ નો ભાર ખૂબ જ વધારે હતો ! જે જુલિયટ ના નાજુક શરીર ને કૂચડી નાખે એમ હતું !

જુલિયટ ના પ્રેક્ષકો ના મનમાં એમ જ હતું કે જુલિયટ નું આ જાદુ ફેલ થશે તો ? જુલિયટ પોતાના જીવ થી હાથ ધોઈ બેસશે. પણ કહેવાય છે કે હિંમત એ મર્દા તો મદદે ખુદા! બસ એજ રીતે આજે જુલિયટ ની આશા ઓ પણ ઊંચી હતી ને એનો આત્મવિશ્વાસ પણ એની સાથે જ હતો. પેલો માણસ મનમાં જ મલકાઈ રહ્યો હતો , એને લાગવા લાગ્યું હતું કે હવે જુલિયટ ની જાન ખતરા માં છે. “ જુલિયટ પૂરી એટલે એની કહાની પણ પૂરી હા.. હા… હા… જુલિયટ “ પછી તો એ પેલું પૂતળું નીકળી ને તેના ઉપર પોતાના હાથ ફેરવવામાં લાગી જાય છે. તેને એમ જ હોય છે કે આજે જુલિયટ હારી જ જશે! તેનું મોત આજે નિશ્ચિત છે.

જુલિયટ ના શરીર ઉપર આશરે 150 કિલો નું મોટું ટેબલ હતું જેને સ્વયં શિવજી ને ઉપાડવા આવવું પડે એમ હતું! કેમકે જુલિયટ ને હવે શિવજી જ બચાવી શકે એમ હતા. જુલિયટ બંને હાથ જોડીને શિવજી ને યાદ કરે છે ને પછી તે જાદુ કરે છે. જુલિયટ ઉપર શિવજી ની કૃપા થઈ ગઈ ને જુલિયટ એ આ ટેબલ પોતાની ઉપરથી ઉઠાવી લીધું! જુલિયટ નો છેલ્લો જાદુ શિવજી ની કૃપા થી સક્સેસ થઈ ગયો! જુલિયટ ના પ્રેક્ષકો ના મૂર્જાયેલા ચહેરા ઉપર ફરી વાર ખુશી આવી ગઈ હતી. જુલિયટ નો શો આજે ફ્લોપ એન્ડ હિટ હતો!

જુલિયટ પોતાનો શો પૂરો કરી ને તે જે જગ્યા એ રોકાઈ હતી ત્યાં જાય છે. જુલિયટ ત્યાં પોહચી ને ફ્રેશ થઈ જાય છે. જુલિયટ હવે પોતાના આખા દિવસ ને યાદ કરે છે કેમકે જુલિયટ એ આજના દિવસ માં ઘણું બધું જોઈ લીધું હતું. જુલિયટ ની આંખો માં આજે પહેલી વખત આંસુ હતા. જુલિયટ ખૂબ જ રડી ને સૂઈ જાય છે.

સવાર નો મીઠી પરોઢ ઉગી નીકળે છે , પંખી નો કલરવ જુલિયટ ની ઊંઘ ખોલી દે છે. જુલિયટ જલ્દી જલ્દી તૈયાર થઈ જાય છે કેમકે તેને આજે રાત નો શો કરવા માટે મલાયા સિટી જવાનું હોય છે. જુલિયટ પોતાનો સામાન બાંધી ને નીકળી જાય છે; પણ આ શું ? જુલિયટ જે જગ્યા એ સૂઈ હતી એ જગ્યા આખી કાળી થઈ ચૂકી હતી. પણ કેમ ? જુલિયટ આ બધા થી બેખબર થઈને મલાયા માટે નીકળી ચૂકી હતી. જુલિયટ ની ગાડી ની સ્પીડ થોડી આજે વધારે હતી કેમકે તેને સમયસર મલાયા પોહચવાનું હતું. અચાનક જ જુલિયટ ની ગાડી ના કાચ ઉપર એક કાળા રંગ ની બિલાડી તરાપ મારે છે ને જુલિયટ ની ગાડી એક ઝાડ સાથે ટકરાઇ જાય છે. “

જેની ફરીવાર ચીખ પાડી ને ઉભી થઇ જાય છે. જેના લીધે હેરી અને ફેરી પણ ડરી જાય છે. સવાર પડી ગઈ હતી એટલે જેમ તેમ કરીને બંને એ જેની ને સંભાળી દીધી! પણ જેની ના સપના હવે આખા પરિવાર ને હેરાન કરી રહ્યા હતા. જેની ની મુસીબત પણ દિવસે ને દિવસે વધી રહી હતી. જેની ના સપના એનું આજ ખરાબ કરી રહ્યા હતા. જેમ તેમ કરીને જેની ને તેના માતાપિતા હેરી અને ફેરી ખુશ રાખવાની કોશિશ કરી રહ્યા હતા.



To be continued…….



કોણ હતી આ જેની ? જુલિયટ ના સપના જેની ને કેમ આવતા હતા? જેની અને જુલિયટ નો શું સંબંધ હતો ? જુલિયટ ના અકસ્માત ના લીધે જુલિયટ નો મલાયા ના શો નું શું થશે ? પેલો માણસ કોણ હતો ? જુલિયટ ના સપના જેની નું આજ બગડી રહ્યા હતા ! જેની ના આજ ને બચાવવા માટે હેરી અને ફેરી શું કરશે ?

આગળ ખૂલશે ઘણા રહસ્યો ઉપર થી પરદો ! મારી સાથે બન્યા રહો.

આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary