Vayral Tasvir - 3 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૩)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૩)


અનિની મમ્મીએ પાછળ જોયું,
પાછળ અનિ સુઈ રહી હતી અને તેના આખા શરીર પર બ્લેન્કેટ ઓઢેલુ હતું. થોડા સમય માટે સ્તબ્ધ થઇ ગયેલી અનિની મમ્મીને પોતાના કાન પર શક થયો. મેં શુ સાંભળ્યું ? મારો હાથ કોણે પકડ્યો?? અનિ તો સુઈ રહી છે? હહહ....અઅઅઅઅ....હહહઃહઃહ સાંસ ધીમી ગતિએ ફુલવા લાગી રહ્યા હતા તેમના ત્યાં જ વાસણના પડવાના અવાજ પછી મ્યાઉ....મ્યાઉ અવાજ આવ્યો. ઉભી રે તું આજે તો તને નહિ જ છોડું.

***
ડોકટર ડોકટર...
Its Emergency Please રુદ્ર ઝડપથી બોલી રહ્યો હતો. તમે ઓપીડીમાં જાઓ પેશન્ટને જલ્દીથી લઈ જાવ નર્સ હું આવું છું ડોકટર એ કહ્યું,
બહાર ઉભેલ રુદ્ર, શુ નામ છે પેશન્ટ નું?
અનામિકા વર્મા
ઉંમર? ૨૯ વર્ષ તમે શું થાઓ છો? ફ્રેન્ડ છું તેમના કોઈ સગાંવહાલાં નથી આવ્યા,ના મેડમ આવે છે.
રુદ્ર તું જા આંટીને કોલ કર હું અહીંયા જોઉં છું.
રુદ્ર હા કહીને ફટાફટ પોતાનો ફોન ડાયલ કરે છે.
હેલો....આંટી,
હા રુદ્ર બોલ ક્યારે આવો છો તમે ??
આંટી......
રુદ્ર થોડી વાર શાંત થઈ ગયો અને ધીમા અવાજ એ બોલ્યો. અનિ.....શુ અનિ??
આંટી અનિને વાગ્યું છે તમે જલ્દીથી હોસ્પિટલમાં આવો આટલું કહી રુદ્ર ફોન કટ કરી દે છે અને એ જ સ્પીડમાં એડ્રેસ સેન્ડ કરી દે છે.
શુ કીધું ડોકટર એ??
રુદ્ર સલોનીની સામે જોઇને બોલ્યો. હજી ડોકટર આવ્યા જ નથી બહાર. યાર અનિ ઠીક તો છે ને.
રુદ્રની આંખો ભીની હતી. સામે દેખાતા ગણેશ ભગવાનની મૂર્તિ આગળ જઈને,
પ્લીઝ ગોડ સેવ હર....પ્લીઝ
પોતાના ખભા પર હાથ પડતા જ,
"આંટી " એક કહી રહેલી સલોનીને રુદ્ર જુએ છે.
સલોની અને રુદ્ર અનિની મમ્મી પાસે પહોંચી જાય છે.ક્યાં છે અનિ?? તે જ કોલ કર્યો તો'ને ક્યાં છે ??
સલોની કયા તું અહીંયા છું તો અનિ કયા છે??
આંટી એ ડોકટર ચેક અપ કરી રહ્યા છે પણ શું થયું છે એને? શુ વાગ્યું??
આંટી કઈ નહિ બસ થોડું.. શુ થોડું?? સાચું કહો શુ થયું? રુદ્ર બધું જ અનિની મમ્મીને કહી સંભળાવે છે.
હે ભગવાન...મારા ઘર પર જ કેમ આ બધુ થાય છે. આંટીને સંભાળી લેતા સલોની તેમને બેસાડે છે આંટી ડોકટર આવશે હમણાં થોડી જ વારમાં તમે ચિંતા કરશો નહિ કઈ નહિ થાય અનિને આપણે બધા છીએ ને. ડોકટરના બહાર આવતા જ રુદ્ર,
ડોકટર શુ થયું છે અનિને?? ઠીક છે ને તે ક્યારે ઘરે લઈ જઈએ અમે.
સી....
પેશન્ટને Injury નાની છે થોડી દવા લેશે એટલે ઠીક થઈ જશે હમણાં તો તેને તમે લઈ જઈ શકો છો. રુદ્ર ખુશ થઈને આંટી અને સલોનીને કહે છે આપણી અનિ ઠીક છે ચલો ફટાફટ તેની પાસે જઈએ આપણે.
અનિની મમ્મી યાર !! દીકરા તું સાચવને પોતાની જાતને અને હવે હું ના કહું ત્યાં સુધી ક્યાંય નથી જવાનું ઠીક છે અને હા રુદ્ર ક્યાંય જવાનું થાય તો તારે કાર ચલાવી લેવાની કેટલી વખત તમને લોકોને મેં કહ્યું છે કે તમારે મોડું થાય તો રોકાઇ જવાનું મારી ચિંતા ના કરવી હું કઈ નાની થોડી છું પણ ના તમને લોકોને મજા આવતી હશે રાત્રે Drive કરવાની. આટલું બધું સાંભળતા અનિએ પોતાનો હાથ હલાવ્યો અને ધીમેથી આંખો ખોલી
શાયદ તે બોલવા જતી હતી પણ કઈ જ બોલી ના શકી.

દિકા ! અનિ શુ થયું આ બધું? તું ઠીક છે ને ! અનિના હોઠ પોતાની જગ્યા તો બદલી રહ્યા હતા પણ અંદરથી કોઈ જ અવાજ બહાર આવી રહ્યો નહોતો.
બોલ ને બેટા અનિ, "મમ્મી હું બોલવા માંગુ તો છું પણ ખબર નહિ કેમ કઈ જ નથી બોલ શકતી."
અનિ મનમાં કહી રહી હતી.
ઘણું પૂછ્યા પછી કોઈ જવાબ ન મળતા રુદ્ર,
આંટી હું ડોકટર સરને વાત કરી આવું. હા ઝડપથી જા. રુદ્ર એ ડોકટર પાસે જઈને પૂછ્યું,
ડોકટર અનિ કેમ કઈ બોલી નથી રહી? Sorry to Say but અનિ હવે બોલી નહિ શકે. રુદ્રની આંખો ત્યાં જ ફાટી ગઈ જાણે જમીન પગથી સરકી ગઈ હોય એમ,
વૉ.......ટ્ટ......સર?? But Why??
તમે તો કહેતા હતા કે અનિને નાની Injury ફક્ત માથામાં આવી છે તો તે મોઢાથી કેમ નથી બોલી શકતી??
કારણ કે તેની Injury ની અસર સ્વરપેટીના તંતુઓ પર થઈ છે અને તે હવે નોર્મલ થશે કે નહી તે હું ન કહી શકું.
આ બધું અનિની મમ્મી સાંભળી જતા ચીસ પાડી ઉઠે છે. "નહિ......ડોકટર આ શું કહી રહ્યા છો તમે?? પ્લીઝ Do Something કંઈપણ હિસાબ એ મારી દીકરીને સાજી કરો. શહેરના બેસ્ટ ડોક્ટર બોલાવો પણ તેને ઠીક કરો.
I Understand but આટલું કહી ડોકટર રુદ્રને ઈશારો કરી કહે છે તમે હવે પોતાની જાતને સાચવો અને ભગવાન પર ભરોસો રાખો.
રુદ્ર અનિની મમ્મીને સાચવવાની ખૂબ જ કોશિશ કરે છે પણ તેમને સાચવી શકે તેવી વ્યક્તિ ફક્ત અનિ જ હતી.
અનિ તેમનું સર્વસ્વ હતી અત્યારસુધી તેની ખુશી માટે બધું જ કર્યું છે તેમણે,

'I Want Divorce',
What???
Are You Stupid? Yes હું પાગલ છું ને તમારા માટે તો મને તો જાણે તમારી કશી ખબર જ નહીં પડતી હોય. જરાક તો શરમ કરો યાર !! આપણું બાળક ઉછરી રહ્યું છે મારા પેટમાં મારી નહિ તો એની ચિંતા તો કરો.
એક સ્ત્રી આજે પોતાના પતિને કહી રહી હતી જ્યારે તે પોતાના પતિ પર રહેલા શકને પારખી ચુકી હોય છે. હું અને મારું બેબી સાથે રહીશું તમે મને ડાયવોર્સ આપો બસ.
પણ.......તું સમજતી કેમ નથી એ ફક્ત મારી સારી ફ્રેન્ડ છે.
ફ્રેન્ડ છે કે ગર્લ ફ્રેન્ડ??
તમને શું નથી આપ્યું મેં?? તમારી ઈચ્છા પ્રમાણે હું તમારી સાથે સુઈ છું ક્યારેક તો મારી ઈચ્છા ન હોય તે છતાં તમારી સાથે સેક્સ કર્યું છે મેં હવે હું કઈ જ છુપાવીશ નહિ બધું ખુલ્લા શબ્દોમાં બોલીશ.
મને તો ત્યારે જ ખબર પડી ગઈ હોત કે તમે નરાધમ માણસ છો તો કદાપિ લગ્ન ન કરત વિશ્વાસઘાત કર્યો છે તમે મારી સાથે.
હા કર્યો છે તારી સાથે નહિ તારા જેવી ઘણીઓ સાથે કર્યો છે શું કરીશ બોલ??
તારા સિવાય પણ મારી ઘણી ફ્રેન્ડ છે જેમની સાથે મેં કેટલીયે રાતો સુઈ ચુક્યો છું.
તેમાં મેં ખોટું શું કર્યું છે?? તને તારા બધા જ અધિકારો તો આપ્યા જ છે ને મેં??
બીજુ જોઈએ છે શું તારે !!
I Want Divorce Now
Sign on this Paper....
My Foot
તને માણસ કહેતા પણ શરમ આવે છે હવે મને.


ક્રમશ :