Baani-Ek Shooter - 24 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 24

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 24


“બાની”- એક શૂટર

ભાગ : ૨૪


ઈન્ડિયા જવાના પહેલા જ બાની કશ્મેકશમાં હતી. ઈન્ડિયા જઈને એના ડેડને કેવી રીતે એહાન વિષે કહેશે? તેઓ માનશે કે પછી કશું ઊલટું કરીને ઈવાન સાથે ગોઠવી દે તો..!! એવા તરેહ તરેહના નકારાત્મક વિચારોથી ઝઝૂમી રહી હતી. એની મનની દુવિધાનું સોલ્યુશન લાવવાવાળા બે જ સમજદાર વ્યક્તિઓ હતાં. તેઓ એટલે એના જીવનનાં મોસ્ટ હસીન પાત્રો એમના દાદા દાદી. જેઓ હતાં તો મોટી ઉંમરના જ પરંતુ આજની જનરેશનના વિચારો સાથે તાલમાં તાલ મેળવનારા. તેઓ પોતાનાં નિર્ણયો થોપવામાં માનતાં નહીં પરંતુ જાતે ફેંસલો લઈ શીખવામાં માનતા હતાં.

પરંતુ લગ્નનો નિર્ણય એ શીખવાનો વિષય ન હતો. બાનીની જરા અમથી ભૂલ કે નિર્ણયથી બધાનાં જ ભવિષ્યમાં ઉથલપાથલ આવી શકે એમ હતું...!!

બાની !! હતી તો બેહદ ખૂબસૂરત ગર્લ !! પણ થોડી હટકે. એન્જીનીયરીંગની સ્ટડીઝ પતાવીને બાનીએ લાઈફમાં કશું પણ અચીવ કર્યું ન હતું. એ લાઈફને માણવા તો અહીં એબ્રોડ આવી ચૂકી હતી. પણ એણે લવ થઈ ગયો હતો એહાન સાથે. એ ડેડ સાથે થયેલું પ્રોમિસનું શું ? થોડી વાર માટે તો ઈન્ડિયા જવા માટેનું જાસ્મીનનું કારણ પણ ભૂલી ગઈ. એ ફક્ત એટલે નર્વસ હતી કે ડેડને કેવી રીતે સમજાવે? બાની આજે લાઈફના એ પડાવ પર ઊભી હતી જ્યાં નક્કી કરવું મુશ્કેલ હતું કે શું ખોટું છે અને શું સાચું બનીને રહેશે? એના એક અગત્યનાં નિર્ણય પર બધાની લાઈફનો ફેંસલો નક્કી થવાનો હતો તેમ જ પોતાની લાઈફનો પણ !!

હમેશાં ધગશથી નિર્ણયો લેનારી બાની આજે ઉદાસ અને વિચલિત થઈ રહી હતી. ફક્ત એ કરેલું પ્રોમિસનાં લીધે..!!

એક તરફ એના ડેડ હતાં. એમનું માન સમ્માન ઈચ્છા અને પ્રોમિસ. તો બીજી તરફ એ અને એનો લવ...!! જેણે એ દિલોજાનથી ચાહતી હતી અને બીજી તરફ ઈવાન...!! જેના માટે પ્રોમિસ થઈ ચુક્યું હતું...!!

આખરે તે વિચારોના વમળથી થાકી અને દાદીને પોતાના ટેબ પરથી વિડીઓ કોલ લગાવ્યો. કોલ જોડાયો. સામે છેડે વિડિઓમાં દાદી દેખાઈ રહ્યાં હતાં.

'આહ્હ...!! કેટલી પ્રસન્ન મુદ્રા અને કેટલા બ્યુટીફૂલ દેખાતાં હતાં આ ઉંમરે પણ દાદી.' વિડિઓ કોલમાં દેખાતો દાદીના ચહેરાને જોતાં જ બાનીએ વિચાર્યું.

“યો...હ..!! યુ લુકીંગ બ્યુટીફૂલ સરસ્વતીદેવી..!!” બાનીએ ઉમેળકાથી દાદીને જોતાં જ આંખ મારીને કહ્યું.

“એન્ડ યુ લુકીંગ ટૂ હોટ એન્ડ સેક્સી ડાર્લિંગ.” દાદીએ નવજુવાન ગર્લની જેમ સેક્સી અદાના સ્વરમાં કહ્યું. બાનીના ચહેરા પર નાનકડું સ્મિત આવી ગયું.

બાની એક મિનીટ માટે વિચારવા લાગી કે દાદા દાદીને અત્યારે જ એહાન વિષે કહું કે પછી ત્યાં ઘરે જઈને જ સમજાવીશ..!!

“દાદી હું ઈન્ડિયા આવી રહી છું.!!” વ્યાકૂળ બાનીએ ફટથી દાદીને કહી દીધું. એટલું કહીને એનાથી રડી પડાયું.

****

બાની ઈન્ડિયા આવી પહોંચી હતી. સરપ્રાઇઝ આપવા માટે પોતે જ સરસ્વતી બંગલે કેબ કરીને પહોંચી ગઈ.

"દીદી..." કેદારે હર્ષ ઉલ્લાસભેર સ્વરે કહ્યું. ઝડપથી સલામ ઠોકી બાનીના હાથમાંની બેગ લઈ લીધી. " કાર ના બોલાવી દીદી? અચ્છા સરપ્રાઈઝ!!"

કેદારને અહીંયા જ નોકરી કરતો જોઈને બાનીને સારું લાગ્યું.

"બે સલામ ઠોકવાનું હજુ બંધ નથી કર્યું. ડોહો કેમ છે..?" બાનીએ શભૂંકાકા વિશે પૂછ્યું.

"તગડો..!!" કેદારે કહ્યું અને બાની હસી પડી. કેદાર બાનીને અંદર સુધી મૂકતો ગયો.

"દા......દી...દા...દા...!" પ્રવેશતાંની સાથે જ બાની મોટેથી બૂમ મારતી આવી. નોકરોની હલચલ થઈ. બધા એક પછી એક નોકરો બાનીને જોઈને ખૂશ થતાં ખબર અંતર પૂછવા લાગ્યાં. બાનીની બૂમ સાંભળી મોમ બેડરૂમમાંથી બહાર આવી ગયા. બાની મોમને ભેટી પડી. બાનીના મોમે પણ બાનીને પોતાની છાતીએ પ્રેમથી લગાવી લીધી. બંનેની આંખો છલકાઈ.

"બેટા કીધું પણ નહીં?" મોમે કીધું, " તું તારું વિચારીને જતી રહી. તારી મોમ વિશે તું થોડી વિચારે છે..!" મીઠો ઠપકો આપતાં મોમે કીધું.

દાદા પોતાના બેડરૂમમાંથી આવતાં દેખાયા. દાદી પણ પાછળ આવ્યાં. બંનેને જોતાં જ બાની એકસાથે દાદા દાદીને ખભા પર હાથ રાખીને ભેટી પડી. એક માત્ર સંતાન બાની ઘરની દીકરી સાથે દીકરો પણ હોય તેમ વ્હાલ કરતાં દાદા દાદીનાં આંખમાં આંસુઓ આવી ગયા.

"દાદા દાદી મોમ હું ફ્રેશ થઈને આવું પછી આપણે ગપ્પા મારીએ." બાનીએ કહ્યું. દાદા દાદી પોતાના બેડરૂમમાં જતાં રહ્યાં. નોકરો પોતપોતાના કામમાં જોડાયા.

"મોમ, ડેડ ટૂર પરથી આવ્યાં નથી?" બાનીએ પૂછ્યું.

" આવી ગયા છે. પણ જરૂરી કામ આવી ગયું એટલે બહાર ગયા. પણ દિકરા તું હવે આવી જ ગઈ છે તો ડેડનો બિઝનેસ સંભાળી લે. બધા જ જાણે છે કે તારા ડેડનો કારભાર તું જ સંભાળવાની છે તો હવે દોસ્તો સાથે રખડવાના બદલે બિઝનેસ સંભાળજે." બાનીના મોમના સ્વરમાં આજીજી હતી કે ડેડનાં શબ્દો રણકતાં હતાં એ બાની સમજી ન શકી પણ એને ઝટથી કહ્યું, " ઓહ મોમ તમે તો મારા આવતાની સાથે જ ચાલું કરી દીધું." બાની એટલું કહીને ફ્રેશ થવા જતી રહી. જતી બાનીને મોમ જોતાં રહ્યાં.

ફ્રેશ થઈને નાસ્તો કરીને બાની સીધી બ્યુટીફૂલ લવલી દાદી અને હેન્ડસમ દાદાની સાથે ગપ્પા લડાવા એમના બેડરૂમમાં જતી રહી. જે બાનીના હોસ્ટ દોસ્ત બધું જ હતાં.

ત્રણેય જણા ગપ્પા લડાવતાં રહ્યાં. તરેહ તરેહની વાત કરતાં બાનીના આંખમાં અચાનક આંસુ આવી ગયા.

“અરે..બાની !! ડાર્લિંગ તું રડે છે??” દાદીએ ખૂબ જ પ્રેમથી પૂછ્યું. જયારે દાદા શાંતિથી જોઈ રહ્યાં હતાં.

“તો રડું નહીં તો શું કરું. મને ઈન્ડિયા આવવું પણ ન હતું. પણ જુઓને તારા વહુ દીકરા કેવા જુલમ કરે છે મારા પર ..!!” બાનીએ રડમસ અવાજે કહ્યું.

“શું કર્યું એ બદમાશ તારા ડેડ અને એ તીણા નાકવાળી તારી મોમે..??” દાદાએ મીઠો ગુસ્સો બતાવતાં પૂછ્યું.

"તમે તો જાણે કશું જાણતા જ ન હોય એમ રીએક્ટ કરો છો." દાદા દાદીના ચહેરાભણી જોતાં બાનીએ કહ્યું.

"શું જાણતા નથી?!" દાદાએ ઝીણી આંખ કરીને પૂછ્યું. દાદી બાની શું કહેવા માંગે છે એ જાણવા માટે ઉત્સાહ નજરે નિહાળવા લાગ્યા.

"મારાથી ડેડને આપેલું પ્રોમિસ વિશે?" બાની તાળો મેળવતી હોય તેમ દાદા દાદીના સમગ્ર ચહેરા પર જોતાં કહ્યું.

"નહીં...!!" દાદા દાદી બંને એકસાથે બોલ્યા. થોડી સેંકેન્ડ માટે બધા શાંત થઈ ગયા. બાની તરત જ વિચારવા લાગી, " એટલે ડેડ પ્રોમિસ વિશે દાદા દાદીને પણ ન જણાવ્યું..!!" " આજ મોકો છે પહેલા દાદા દાદીને મનાવી લઉં. દાદા દાદી મારા સપોર્ટમાં જરૂર ડેડને મનાવી લેશે."

“અરે દાદા દાદી..” ઉતાવળે કહેતાં બાનીએ વાતની શરૂઆત કરી. “ તમે બધું જ જાણો છો. તો પણ મારે એક્સ્પ્લેન કરવું પડે છે યાર. ડેડના ફ્રેન્ડ છે જાણો જ છો ને એણે? મિસ્ટર દિપકભાઈ જોશી!! બહુ મોટા પોતાને બિઝનેસમેન ગણાવે છે. એનો મોટો સન જે બહુ આજ્ઞાંકિત ના નામે ઓળખાય છે અને બીજો એનો નાનો ભાઈ નાલાયક. પોતાને હમણાંનો બદમાશ ગુંડો જ સમજી લો એ..એના મોટા ભાઈ લકીનું દિલ તો ફિદા હતું જ મારા પર પણ એનું પત્તું કટ થઈ ગયું કેમ કે એણે બીજી છોકરી પર પસંદગી ઉતારી છે. જો કે હજુ એણે મેરેજ નથી કર્યા. પણ આ બીજા ભાઈનું શું કરવું...ઈવાન...!! આપણા ડેડ અને એના મોમ ડેડની વચ્ચે વાત નક્કી થઈ છે કે બાની એટલે હું...તમારી બ્યુટીફૂલ રાણીને હવે ઈવાનને પસંદ કરીને મેરેજ પણ કરી લેવાના છે. જે મેં પ્રોમિસ પણ એબ્રોડ જવાના પહેલા કરી દીધું હતું ડેડ ને..!!” એકસાથે ઘણું બધું બોલતાં બાનીએ કહ્યું.

“અરે બેટા શ્વાસ તો લઈ લે.” દાદીએ કહ્યું.

"અરે દાદા દાદી કશું કરો. મેં પ્રોમિસ પણ આપી દીધું છે ડેડ ને કે હું એબ્રોડથી આવીને ઈવાન સાથે મેરેજ કરી લઈશ.” રડમસ અવાજે નખરાં કરતાં બાનીએ કહ્યું.

“હા એ તો ખબર છે અમને. તો પસંદ કરી લે ને ઈવાનને લગ્ન કરીને સુધરી જશે.” દાદીએ કહ્યું અને દાદાએ ડોકું ધુણાવ્યું.

"જો તમે તો કેટલા હોશિયાર નીકળ્યા યાર. એટલે બેંડ બાજા સાથે આ પ્રોમિસની વાત ચોતરફ ફેલાઈ છે." બાનીએ માથું પકડી લીધું. પછી સ્વસ્થ થતાં કહ્યું.

“અરે દાદા દાદી પસંદ જ કરવાની વાત હોય તો હું ક્યારની પસંદ કરી લેતે. પણ આ તમારી બાની છોડીનું લકી ઈવાનના બદલે કોઈ ત્રીજા પર દિલ આવી બેસ્યું છે અને એટલે જ તો હું ઈન્ડિયા આવી છું. જે મારો ફાઈનલ ડિસીઝન તમને બધાને અનાઉન્સ કરી શકું..!!” બાનીએ આંખ મોટી કરતાં કહ્યું.

“હા તો એનાઉન્સમેન્ટ અમે કરી નાંખીએ કે બાનીને પહેલો બીજો નહીં પણ કોઈ ત્રીજા પર દિલ આવી બેસ્યું છે.” દાદાએ મજાકના મૂડમાં કહ્યું.

“અરે દાદા..!! પણ વાત જરા જુદી છે. એ ત્રીજો છે એના પર મારું દિલ આવ્યું છે. એનું દિલ મારા પર આવ્યું છે. પણ ડેડીનું દિલ ઈવાન પર આવ્યું છે એનું શું..!! બાનીએ ઈશારાથી સમજાવા માંડ્યું. જાણે એ કોઈ ગણિતનો દાખલો સમજાવતી હોય તેમ..!!

“હવે આ ત્રીજો કોણ..?” દાદીએ પૂછ્યું.

“અરે શું યાર તમે પણ. તમે બધું જ જાણો છો. નકામું પૂછીને મારો સમય બગાડો છો. એ એહાન..મિસ્ટર એહાન..!! ફર્સ્ટ ટાઈમ એની મુલાકાત એક પ્રેન્ક વિડિઓ દ્વારા થઈ જે મારી બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન પણ ત્યારે મોજુદ હતી. જાસ્મીન તો યાદ છે ને કે એને પણ ભૂલી ગયા...??” બાનીએ કહ્યું અને અચાનક જ એણે યાદ આવ્યું હોય તેમ “ ઓહ્હ..!! અરે યાર હું પણ ક્યાં તમારા ચક્કરમાં પડું છું. મને જાસ્મીનને એક કલાકમાં મળવું છે. તે કોઈ અગત્યની વાત કરવાની હતી. પણ દાદા દાદી તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે એ પ્રોમિસનો તમે ડેડ સામે સખત વિરોધ કરજો. એહાન વિશે કોઈને કશું નથી જણાવવાનું ઓકે” બાનીએ સહજતાથી કહ્યું અને દાદા દાદીના ગાલ પર ધીમેથી ચીમટો માર્યો. એ ઊઠીને બહાર જવા લાગી.

“અરે બાની તું હમણાં જ આવી છે. થોડો આરામ કર. એમ હોય તો જાસ્મીનને અહિયાં બોલાવી દે.” દાદીએ કહ્યું.

“હા આરામથી મળજે ને.” દાદાએ કહ્યું.

“ઓહ્હ દાદા દાદી અમે લાઈફમાં કોઈ દિવસ ઉતાવળે મળીયા નથી. આળસથી જ દિવસો ટાળતા મળીએ છીએ. પણ એનું કોઈ અર્જેન્ટ કામ હશે એટલે જ મને એક કલાકમાં મળવા માટે કહ્યું હશે ને..” બાની જતી દરવાજાના બારસાખ પર ઉભી રહેતા કહ્યું.

“એવું શું કામ છે ? જે હમણાં જ તું આવી અને અત્યારે જ મળવા જાય છે.” દાદાએ પૂછ્યું.

“અરે દાદા હું એણે મળીશ. ત્યારે જ ખબર પડશે ને કે શું એનું એવું જરૂરી કામ છે જે મને મળવા માટે અત્યારે બોલાવે છે. બાય દાદા દાદી. લવ યુ. આવીને મળું તમને.” એટલું કહીને ઉતાવળે બાની દરવાજા બહાર કદમ મૂકવા જતી હતી ત્યાં જ દાદીએ ટોકતાં કહ્યું, “ બાની ડ્રાઈવરને લઈને જા. તું ઉતાવળે ગાડી ચલાવતી નહીં.”

પણ બાની શેનું સાંભળે. એને કમ્પાઉન્ડની બહાર ગાડી કાઢી અને જાસ્મીનના ઘર તરફ દોડાવી મૂકી. જાસ્મીનનાં બિલ્ડીંગમાં પહોંચી. લિફ્ટમાં જઈ ફિફ્થ ફ્લોર દબાવ્યો. લિફ્ટ ફિફ્થ ફ્લોર પર ઊભી રહી. ૫૦૨ નો રૂમ નંબર પર બેલ વગાડતાં ઘરનો નોકર ચૂનીએ દરવાજો ખોલ્યો. જે બાનીને સારી રીતે ઓળખતો હતો.

“હેલો ચુનીરામ. તું ક્યારથી જોડાયો? જાસ્મીન વળી ક્યાં ગઈ મને બોલાવીને?” બાનીએ મિશ્ર ભાવથી એકસાથે ઘણા પ્રશ્ન પૂછ્યા.

ચુનીરામ પહેલા બાનીના બંગલે જ કામ કરતો હતો. જાસ્મીને જ્યારે બાની એબ્રોડ ગયેલી ત્યારે સારા ઈમાનદાર નોકર માટે અમથી ફોન પર બાનીને વાત કરેલી. બાનીના કહેવાથી ચુનીરામ જાસ્મીનના ઘરે ત્રણ વર્ષથી કામ કરતો.

“બાની મેડમ તમે જ તો કીધેલું આ જોબ માટે..!!" ચુનીરામે યાદ અપાવતાં કહ્યું.

"ઓહ હા." બાનીએ પોતાની યાદદાસ્ત પર હસતાં કહ્યું.

"જાસ્મીન??" બાનીએ પૂછ્યું.

"જાસ્મીન મેડમ ઉતાવળા ક્યાંક ગયા છે. એમણે કીધું નથી ક્યાં ગયા પણ એમ કીધું કે બાની આવશે એટલે બેસાડજો. અડધો કલાક રાહ જોજે હું ન આવી તો...” ચુનીરામે ગડમથલમાં કહ્યું.

“એનીથીંગ સિરીયસ. શું વાત છે મને ખુલ્લીને કહેશો.” ચુનીરામ તરફ ગુસ્સાથી જોતાં બાનીએ કહ્યું અને પોતાનો મોબાઈલ કાઢ્યો. એમાં જાસ્મીનનો ફોન લગાડ્યો પણ ફોન નોટ રીચેબલ આવતો હતો.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)