Shaapit mahel in Gujarati Horror Stories by Rupal Mehta books and stories PDF | શાપિત મહેલ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શાપિત મહેલ

રાજસ્થાનની એ વિરાન હવેલીમાં રાજેશ, પવન અને હેમિલ ધડકતા હૃદયે અંદર જઈ રહ્યા હતા.

એક ન્યુઝ પેપર માં વાંચેલા લેખ પરથી એ લોકો અહીંયા આવ્યા હતા.
રાજસ્થાનના પાલી ગામમાં ઘણાં ઘનઘોર જંગલ વિસ્તાર આવ્યા છે. વર્ષો સુધી ત્યાં કોઈ ગયું નથી કેમકે લોક વાયકા મુજબ ત્યાં હવેલી માં ભૂત થાય છે.

આવું વાંચીને જ ત્રણેય મિત્રોને શૂરાતન થયું કે.. એવું કંઈ હોતું નથી.. ખોટું છે..તો રાજેશ એ તક ઝડપી લીધી... તો ચલો સફર તય કરીએ. અને ગુજરાતનાં સુરત શહેરથી એમની સવારી ઉપડી અને જોધપુર સ્ટેશનમાં પહોંચ્યા હતા.

જોધપુર ઉતરી ફ્રેશ થઈ અને પાલી કેવી રીતે જવું એ બધી પૂછપરછ કરવા નાનકડાં સ્ટોલ પર જાય છે.‌ અને ઘણાં બધાં લોકો દ્વારા તો એવું જ જાણવાં મળ્યું કે ભૂલે ચૂકે ત્યાં ખંડેર હાલતમાં હોય છે એ મહેલમાં જતા નહીં. ફરવા નિકળ્યા છો? કામ થી આવ્યા છો?? પ્રશ્નો ..નો મારો આમ સાવ કોઈને ઓળખતા નાં હોવાં છતાં પણ અજાણ્યા લોકો જાણે જાણીતા સવાલ પૂછી લેશે !


એમાંના કોઈ શખ્શ તો વધુ વાર ઉભો રહ્યો અને આખો ઈતિહાસ કહેવા લાગ્યો...

તમને ખબર છે.... ત્યાં શું બન્યું હતું? ત્રણેય જણા તો કહે નાં.. અમે એ જાણવા જ આવ્યા છીએ. હેમિલે કીધું.

તમે ભૂલે ચૂકે ત્યાં પગ પણ મૂકતા નહીં.
કેમ? પવને પૂછ્યું

આજથી વર્ષો પહેલાં ની વાત છે..
રાજા દિવાકર શૂરવીરતા સાથે ભલભલા મુઘલ રાજાઓને હરાવ્યા હતા. એક ઝનૂની રાજા હતાં. રૈયત માટે ખુબ કામ કરતાં.

રાજા હોવાથી એમને ઘણી બધી રાણીઓ હતી. જ્યાં જ્યાં પ્રદેશ જીતી લાવે ત્યાંની રાજકુમારી સાથે લગ્ન કરતાં આવતાં.

એવી જ એક સવાર હતી.. પેલાં ત્રણેય તો રસપૂર્વક સાંભળી રહ્યા હતા. એમને મજા પડી રહી હતી અને નૌ યુવાન હતાં. એમનું લોહી ઉકળી રહ્યું હતું કે.. ક્યારે ત્યાં જઈએ અને દેશ દુનિયાને ખોટી પાડીયે કે ત્યાં કોઈ નથી એક અફવા માત્ર છે.

ત્રણેય નાં ચહેરા પર ખુમારીથી હાસ્ય આવી જાય છે. અને જાણે એ લોકો જ રાજા હોય એવી ફિલિંગ આવી રહી હતી.

પેલાં અજાણ્યા શખ્સે તો એની વાત કહેવાનું ચાલુ રાખ્યું..

એવી જ એક સવાર હતી.. રાજ દરબારમાં ખાસ રાજદૂત સંદેશો લઈને આવ્યો હતો..કે આપણે અત્યારે જ સેના લઈને નિકળવું પડશે.. કેમકે મુઘલ સેના એમનાં લશ્કર સાથે આગળ વધી રહી છે.

રાજા દિવાકર એક હોનહાર રાજા હોય છે. એ તલવાર બાજીમાં નિપુણ હતા અને ઘોડેસવારી, યુધ્ધ માટે નાં કોશલ્ય અને ધારા ધોરણો જાણતાં હતાં.

આ બાજુ સેનાપતિ સાથે મસલત કરીને.. એમનાં માણસોને પહેલા ખરાઈ કરવા મોકલે છે.. અને બીજા દિવસે સવારે જ દુશ્મનને ઠેર કરવાનાં મનસૂબા સાથે નિકળે છે.

આ બાજુ મંત્રી બાજુનાં રાજયોની મદદ લેવા માટે એમનાં માણસને મોકલી દે છે અને એ લોકો એમનાં લશ્કર સાથે મદદરૂપ થવા નિકળે છે.

એ વખતે ઘમાસાણ યુધ્ધ થયું હતું અને રાજા દિવાકર વિજય રથ લઈને આવ્યા હોય છે.
પણ સાથે બાજુનાં પ્રદેશના રાજવીની સુપુત્રી મેધાવી સાથે વિવાહ કરીને.

હવે બન્યું એવું કે મેધાવી જંગલમાં શિકાર કરવા માટે રાજાને રોકી લે છે અને એ જ ઝાડ પર ભૂતોનો,ચૂડેલો નો વાસ રહેલો હોય છે. ત્યાં જ આ લોકો વિસામો કરવા ઉતર્યા હતા.

હવે બન્યું એવું કે.. રાજા દિવાકર ને જોઈ ને એક ચૂડેલ એનાં પર મોહિત થઈ જાય છે અને એ નવી રાણી નાં શરીરમાં પ્રવેશી જાય છે.

અને રાજા મહેલમાં પહોંચે છે તો અજીબો ગરીબ કિસ્સા બનવા લાગે છે.‌
ચૂડેલ રાજા સાથે એકલી જ મહેલમાં રહેવા ઈચ્છતી હોય છે. એટલે આખો દિવસ રાજાને એની શક્તિથી એની પાસે જ રાખી લે છે.. એટલે રાજા નું ધ્યાન હવે એ રાણીનાં રૂમમાં જ હોય છે.

આ બાજુ રાજાનાં દુશ્મન લોકો ને હિંમત આવી જાય છે. ક્યારેક જે રાણી રાજાને સાચું જણાવા જાય તો એનું મૃત્યુ થઈ જાય છે.
ટપોટપ બધાં ગુમ થવા લાગે છે.રાજાની વર્ષો જુની દાસીના ધ્યાનમાં આવી જાય છે કે જરૂર રાણીનાં દેહમાં ચૂડેલ નો વાસ રહેલો છે. અને જોરશોરથી એ કાંઈપણ થાય પણ રાજા દિવાકર ને બચાવી લેવા માંગતી હોય છે.

આ બાજુ ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ ચૂડેલ પકડમાં આવતી નહોતી..અને એક દિવસ દાસી એની બધી શક્તિ બળવાન કરીને એવી વિધી કરવાં જઈ રહી હોય છે જેમાં ચૂડેલ પકડાઈ જ જાય.

એ વાતની ખબર ચૂડેલને ખબર પડી ગઈ હતી અને એ હવે રાજા દિવાકર ને કોઈ સાથે વહેંચવા માગતી નહોતી એ એને મારીને પ્રેતયોની માં એની સાથે લઈ જવા માટે અધીરી બની જાય છે.

અને દાસી વિધિ ચાલું કરે છે ત્યારે રાજા દિવાકર અને ચૂડેલ મરેલી હાલતમાં હોય છે.

દાસી અને મહેલમાં જીવિત લોકો ખૂબ રડે છે એ અને હવે કાંઈ થઈ નહિ શકે આ મહેલ શાપિત થઈ ગયો છે..હવે રહેવું આપણાં સૌ માટે જીવનું જોખમ છે.

અને બચેલા લોકો ત્યાંથી ભાગ્યા હતા કેમકે ભયાવય અવાજો વેમ્પાયર નાં ગૂંજતા હતાં. અટહાસયો સાથે.
જેમતેમ કરીને બચેલા લોકો ત્યાંથી નિકળી જોધપુર આવી ગયાં હતાં અને ફરી જે લોકો એ મહેલમાં જતા હતા તે કદી બહાર જીવતાં આવી શક્યા નથી.

હવે તમારે જવું નાં જવું તમારાં પર છે.... ત્રણેય જણા તો મનમાં ફફડાટ સાથે વિચારી રહ્યા કે જો કહાની સત્ય ઘટના હશે તો????
તો તો જીવતાં બહાર આવી રહ્યા?
અને ત્રણેય એકબીજા સામે જોવે છે અને... કંઈક આંખોથી વાત કરી લે છે.

અને જોધપુર ફરી પાછા આવી જાય છે.

રુપ ✍️