દિલની કટાર...
“અશ્લિલતા...વિચાર કે શૃંગાર?”
અશ્લિલતા... એક એવો શબ્દ એમાં બે ભાવ હોય છે. કામવાસનાનો રસ અને અપમાનિત વાસનાનો ચરિત્ર ચિતાર..
અશ્લિલતા સાચેજ ત્યારેજ અનુભવાય છે જ્યારે તમારી દ્રષ્ટિ કેવી છે... કહેવત છે “જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ”.
જેવી દ્રષ્ટિ કેળવીએ એવી તસ્વીર કે ચિત્ર નજર સામે આવે છે. પ્રેમવાસના કુદરતી છે એ અશ્લિલતા નથી કુદરતી પ્રક્રિયા છે. હવસ અને પ્રેમમાં ફરક ઘણો છે. સાચો પ્રેમ પ્રેમવાસનામાં પરોવાય છે એને નગ્નતા, કે અશ્લિલતામાં ના ખપાવી શકાય. ચરીત્રહીનતાની નગ્નતા અશ્લિલતા જરૂર છે.
રસપ્રચુર નવલકથામાં પાત્રોમાં પ્રેમ દર્શાવાય છે, વાચકો એક વાત , વાર્તા અને પાત્રો સાથે પરોવાઈને વિવરણ વાંચીને મનોચક્ષુથી ચિત્રપટ જુએ છે. એમાં પ્રેમનાં કામવાસનાનાં દ્રશ્યો શબ્દો ઘ્વારા ચિત્રિત કરવામાં આવે છે.
વાર્તાનાં રસપ્રચુર દ્રશ્યો ત્રાદશય રજૂ કરવા શબ્દોનો શણગાર કરવામાં આવે છે. વાચકોનો રસ જાળવી રાખવા અનુભવવા માટે શૃંગાર રસનો અભિગમ અપનાવવામાં આવે છે.એમાં અશ્લિલતા દર્શાવવા નો કોઈ આશય નથી હોતો.
રસપ્રચુર અને રોમેન્ટિક પાત્રો પ્રેમમાં કે લગ્ન પછી અને એ શરૂઆતના સમયગાળામાં મણાતી પળો અને એનો આનંદ લૂંટવાનો જે પ્રકાર હોય છે એ દર્શાવવાનો આશય અને પ્રયત્ન હોય છે. અંગત પળો પોતાનાં પાત્ર અને પ્રેમી સાથે માણવી એ અધિકાર છે અને બધાં એ ભોગવે છે એનાં વર્ણનમાં લખાતું વિવરણ કે વિસ્તાર પૂર્વકનું લેખન એ અશ્લિલતા નથી જ.
પુરાણોથી.. પ્રાચીન ઉર્જાવાન કવિઓની રચના અને ગ્રંથોમાં આવાં રસપ્રચુર વર્ણનો છે એ રુચિભંગ નથી જ કરતાં પણ શૃંગાર રસથી ભરપૂર છે એમાં કોઈ નગ્નતા કે અશ્લિલતા નથી જ. એમાં કંઈ અજુગતું નથી લાગતું છતાં એ વાંચવું ગમે છે એ જીવન સાથે જોડાયેલું સત્ય છે એમાં દંભી થવાનું કોઈ કારણ જ નથી
રસપ્રચુર કામવાસના પ્રકરણો રોચક અને આનંદદાયક હોય છે એ વ્યક્તિગત હોય છે એ સાર્વજનિક નથી હોતું. એ અંગત હોય છે કોઈને અશ્લિલતા લાગે કોઈને શૃંગાર દરેકની વ્યક્તિગત વિચારશીલતા પર આધાર રાખે છે.
એનાં માટે કહેવત છે “જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ “ એ ઉક્તિ ત્યારે લાગુ પડે છે.
આપણાં ઋષિમુનિઓએ “કામસૂત્ર”ની રચના કરી છે એમાં માત્ર પ્રેમ વાસનાથી ભરેલો શૃંગાર રસ છે અને એ માનવ જીવનનો અવિભાજ્ય અંગ છે .
જ્યારે આપણે આપણી યુવાની શરીરનું જાહેર સ્વચ્છંદી બની નગ્નતાનું પ્રદર્શન કરો જાહેરમાં બિભસ્ત વર્તન કરો..પ્રેમનાં નામે વ્યભિચાર કરો , છલાવા કરો એ અશ્લિલતા છે પાપ છે જે ક્યારેય સ્વીકાર્ય નથી જ.
પ્રિયતમ પ્રેમિકા સાથે વર વધુ સાથે અંગત પળોમાં પ્રેમ કરે મૈથુન કરી આનંદ લે એ નૈસર્ગીક છે એમાં કંઈ ખોટું નથી અને એને ત્રાદશય રીતે નવલકથામાં રજૂ કરવામાં આવે એ શૃંગાર રસ છે બિભસ્તતા કે અશ્લિલતા કે પ્રદર્શન નથી જ.
નવલકથાઓમાં જ્યારે અંગત પળો નું વર્ણન આવે છે ત્યારે એ વાસ્તવિક લાગે અને રસપ્રચુર બને એવો પ્રયત્ન હોય છે.આ જાહેર કે સાર્વજનિક નથી હોતું. વાચકો એનો વ્યક્તિગત ઊપભોગ કરી શકે એનો જ નિર્દોષ પ્રયાસ માત્ર છે.
સાહિત્યમાં નવલકથા , વાર્તા , કાવ્ય , મુક્તક , ગઝલ , કે શાયરી બધાં સાહિત્યિક અંગોમાં જે કહેવું છે એ હાર્દની અસર ઘેરી કરવાં શબ્દોનો શણગાર થાય છે અને હાર્દની ઊંડાઈ સમજાવવા શબ્દો સર્જન કરે છે શૃંગાર રસનો ઉપયોગ થાય છે. એમાં અશ્લિલતા કે નગ્નતા દર્શાવવાનો આશય કે લક્ષ્ય નથી હોતું. એમાં દંભ કે છલાવો નથી કરી શકાતો.
વાંચનાર વાચક એ વ્યક્તિગત રીતે વાંચે માણે અને પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. એમાં કંઈ ખોટું નથી અરસપરસ અભિપ્રાય અને પ્રતિઘાત આગળની દિશા ચોક્કસ નક્કી કરે છે.
રસ જેવાકે પ્રેમ , શૌર્ય , કરુણ , આનંદ,ગુસ્સો , દુઃખ અને શૃંગાર પોતાનો શબ્દોથી ભાવ રજૂ કરે છે.સાહિત્યમાં બધા રસ ભરપૂર હોય છે ખોટી દંભવૃત્તિનો વિરોધી જરૂર છું સાથે સાથે કોઈનો સુરુચિભંગ ના થાય એ પણ જોવું જરૂરી છે. અરસપરસનાં સંવાદથી સેતુ રચાય છે અને આનંદભોગ્ય બને છે.
મારાં અંગત અને ખુલ્લાં સ્પષ્ટ વિચાર રજૂ કર્યા છે આશા છે તમારાં સુધી પહોંચશે અને સહુ સ્વીકારશે. આપનો આમાં સ્પષ્ટ નિખાલસ અભિપ્રાય શું છે જણાવશો ???
આભાર.....
દક્ષેશ ઇનામદાર.