Hu ane mara Ahsaas - 11 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 11

Featured Books
Categories
Share

હું અને મારા અહસાસ - 11

હું અને મારા અહસાસ

11

અઘરું છે જીવન જીવવું તારા વગર.
અઘરું છે જીવવું તારી યાદ સાથે.

************************************************

શરૂઆત અઘરી જ હોય છે.
મહેનત સફલતા અપાવી છે.

************************************************

કહેવું સહેલું છે,
કરવું મુશ્કેલ છે.

યાદ નું પોટલું,
ભરવું મુશ્કેલ છે.

************************************************

મુશ્કેલી ના સમય માં પોતાના પારકા ની ઓળખ થાય છે,
સમય દરેક નો આવે છે, ત્યારે આપણા ની ઓળખ થાય છે.

************************************************

મુશ્કેલી વગર નું જીવન નીરસ બની જાય છે,
તૈયાર રોટલો ક્યારેક નીરસ બની જાય છે.

************************************************

સલામી એને આપો જે
ઘરે બેઠા દેશ ની રક્ષા કરે છે
माँ- પોતાનું બાળક હોમી ને.

************************************************

'માં' ના ખોળા માં લાગણી નો સહવાસ છે,
સ્વર્ગના સુખ ની અનુભૂતિ નો અહેસાસ છે.

************************************************

મારું બોલાવવું અને તારું તરત આવવું,
પ્રેમની આ વાત હોય છે અજબ નિરાલી

************************************************

નજર મળીને તરત પ્રેમ થઈ ગયો,
મારો હતો હું ને તારો થઈ ગયો.

************************************************

તારી અદાઓ મને લલચાવી રહી છે,
પાસે આવવા માટે ફોસલાવી રહી છે.

ચાંદની રાત લલચાવી રહી છે,
તારી યાદો ને મમળાવી રહી છે.

************************************************

હુશ્ન ને રીઝવવું અઘરું છે,
ફૂલ ને ખીલવવું અઘરું છે.

************************************************

મન માં સવાલ ઘૂંટાય છે,
રાહ જવાબ ની જોવાય છે.

************************************************

સવાલમાં ગૂંચવાયા કરતાં ઉકેલ શોધો,
પ્રશ્નો માં ઉલજાયા કરતાં ઉકેલ શોધો,

************************************************

સૌથી વધારે પૂછતાછ માં કરતી હોય છે,
બાળક ની ચિંતા માં કરતી હોય છે.

************************************************

સંકટ નો સમય પસાર થઈ જશે,
શાંતિ અને આનંદની પળો મળશે.

************************************************

સંકટ ની પળો
માં સુખ નું સરનામું
શોધે મન.

************************************************

ભગવાન આપણા માટે જે ઉત્તમ છે તે આપે છે,
આપણું ભલુ શેમાં છે તે તેને જ ખબર છે.

************************************************

હીરા, માણેક અને મોતી ના જોઈએ,
વિશ્વાસ અને પ્રેમ ભર્યું વર્તન જોઈએ.

************************************************

મીઠા શબ્દો જોઈએ છે,
પ્રેમ રત્ન જોઈએ છે.

************************************************

શરમ સ્ત્રી નું ઘરેણું છે,
જેને પદડા માં રાખો.

************************************************

ઠઠ્ઠો મશ્કરી સ્વભાવ બની જાય છે,
જીવન હસી ને પાત્ર બની જાય છે.

************************************************

ઠઠ્ઠો મશ્કરી કાયર કરે છે,
વીર છાતી એ ધા ઝીલે છે.

************************************************

કર્મ, અકર્મ, વિકર્મ નો ભેદ સમજો,
ધર્મ આપોઆપ સમજી શકાય છે.

************************************************

કર્મ નો પડઘો પડે છે,
સારું કામ કર્યા કરો.

************************************************

જે થયું સારું થયું,
જે થઇ રહ્યું છે તે સારું છે,
જે થશે એ સારું જ થશે,
ગીતા નો આ સાર યાદ રાખો,
ચિંતા કર્યા વિના કર્મ કર્યા રાખો.

************************************************

લાત મારીને હત્યા કરી હતી
આંખ મારીને હત્યા કરી હતી.

************************************************

ક્યારેય લાત મારીને નીચે ના પાડો,
પડેલા ને હાથ પકડી ને ઉભો કરો.

************************************************

લાત ગધેડો મારે છે,
માનવ હાથ પકડે છે.

************************************************

સૌ પ્રથમ દયા પોતાના ની ખાઓ,
જીવન સુખી અને સંતોષી બની જશે.

************************************************

વધુ પડતી દયા ઝેર સમાન છે,
શક્તિશાળી માણસ પર લગામ છે.

************************************************

દયા પાત્ર ના બનો,
દયાળુ દાતા બનો.

************************************************

દયા આળસુ બનાવે છે,
પરવ લંબી બનાવે છે.

************************************************

દક્ષિણ ભારત નું પ્રાકૃતિક સૌંદર્ય એટલે કેરળ,
નાળિયેરી અને તેજનાનો ખજાનો એટલે કેરળ.

************************************************

લાખ કમી હોવા છતાં પણ યાદ રાખજો,
દરેક વ્યક્તિ માં કંઈક તો સારું હોય છે.

************************************************

કમી તો ચાંદ માં પણ છે,
છતાં લોકો તેની પૂજા કરે છે.

************************************************

જેવું દેખાવું હોય તેવું આંખ ને દેખાય છે,
અહીં દૃષ્ટિ તેવી સૃષ્ટિ આંખ ને દેખાય છે.