નમસ્તે ! આ મારો પોએટિક સ્ટોરી એટલે કે કવિતામય વાર્તા ( ટૂંકી) લખવાનો પેહલો પ્રયાસ છે,ક્ષતિ માટે પહેલેથી દિલગીર છું . આપનો અભિપ્રાય જણાવા વિનંતી, દરેક સ્ત્રી પોતાને આ પાત્ર માં શોધશે ,દરેક સ્ત્રી ની નહિ કહેવાયેલી આ વાત ,.
" નિયતિ "
આ વાત છે એવી છોકરી ની ,જે એકદમ અંતર્મુખી છતાં બોલ્ડ ,અને સિલ્ક જેવી સુંદર ,ઉછળતી નદી જેવી ,નામ એનું નિયતિ .
નિયતિ એક એવી છોકરી જેની અંદર જાણે એક આખો ઘૂઘવતો દરિયો,કાયમ એ એક પળ ની જ શોધ માં હોય ,કે જ્યાં એ એનું માસ્ક ઉતારી ને એકદમ અલ્લડ થઇ જાય,
"ચેહરા પર મોહરા પેહરી હું થાકી ,
જીવન આમ કેમ જીવાય ,જાણે રહી જાય બધું બાકી ,"
એ એવીજ અલ્લડ ગલીના કુતરાઓ પાછળ દોડતી ,બારીઓ ખટકાવી ભાગી જતી ,લોકો એ અહીં તહીં નાખેલો કચરો પાછો એમની જ કમ્પાઉન્ડ માં ફેંકી આવતી,આમ તો લોક લાજે ડાહી ,શાંત અને મેચ્યોર હોવાનો ડોળ કરીને એ થાકી ગઈ તી ,ધીરતા અને ગંભીરતા ક્યાં ગમતીજ હતી એને ,લાગણી વ્યક્ત કરવાનું તો જાણે એના વ્યક્તિત્વ માં જ નહતું ," હંમેશા મન ની વાત મન માં જ રાખતી ,એકલતા ની આગ થી પોતેજ દાઝતી "!!! સમય જતા આ નિયતિ મોટી થઇ ,લગ્ન થયા મનગમતા માણીગર સાથે ,સંસાર ની પળોજણ માં પાછી ખોવાણી ,
"મન ના એક ખૂણે જે પેલું પક્ષી પુરાયું તું ને એ પાંજરું તોડવા આજેય થનગને છે!!à
સ્વતંત્રતા ના ઘોડા જે તબેલે બાંધ્યા તા આજેય હણહણે છે !!!"
ચાનો કપ હાથ માં લઈને ,ખુલ્લા વાળે ,એક સાંજે ડૂબતા સુરજ ને જોઈને લાગણીઓ નો આખો ડબ્બો ,જે મન ના માળિયે ધૂળ ખાતો તો ,એ ઉતારીજ લીધો, અને એ ચાલી નીકળી પોતાને જ મળવા , ખોજવા ,સ્વ નું મિલન સ્વ સાથે કરાવવા,
"ચાલ આજે શોધીએ ખોવાયેલી એ સાંજ ,
હું અને મારા સંસ્મરણો ,મને મારી જ સોગાત "!!
હું શોધવા નીકળી મારે કાજ ,
મળે મને કાશ જો પાછી એ સાંજ ,!!!
આજે હું હુંજ છું ,નિયતિ ખાલી નિયતિ ફક્ત અને ફક્ત નિયતિ મનમાં એ બોલી .કોઈની દીકરી ,પત્ની,માતા,બહેન કે ફ્રેન્ડ નથી ,એ વ્યક્તિત્વ જે ક્યારેય કોઈની સામે આવ્યું જ નહિ .બસ આઝાદી જોઈએ એને ,જવાબદારી માંથી ભાગવાની નહિ ,પણ પોતાને જીવવાની .
ફક્ત એકજ દિવસ જયારે એ હવા માં ઉડી શકે ,ક્યાં છે? કેમ છે?ક્યારે આવશે ? કોઈને ના કેહવું પડે.જવાબદારીના પોટલાં થોડા ઘણા દૂર કરી શકે .
પોતે કોણ છે હવે તો એ જ જાણે ભુલાયું છે,સ્વ નું અસ્તિત્વ સ્વ માં ખોરવાયું છે.ભાગદોડ ને હરીફાઈ પડતા મૂકીને જીવવું છે એને મનભરીને ,બંધન અને પળોજણ ,સ્વજન અને મનોમંથન ,બધા માંથી જાણે હવે તો દૂર થવું છે એને.
ક્યાં ગઈ એ નિખાલસતા મારી ,"શું કામ મને કોઈ કહે બિચારી"? નારી સ્વાવલંબન અને શશસ્તીકરણ ની વાતો થી હું હારી .હું પોતે એક જિંદગી છુ ,ઉછળતી ,ધબકતી શ્વાસે શ્વાસે લયબદ્ધ થતી ,સ્વતંત્ર વિચારો ધરાવતી ,મારુ અસ્તિત્વ જાણે શોધવા મથતી .આજે તો હું અને ફક્ત હું,સ્વતંત્ર હું,અલ્લડ હું ,બેખોફ હું ,નિયતિ હું ,"મારે નથી કોઈ જવાબદારી આજે કરી લઉ હું મારીજ યારી ".થનગનતી ઉછળતી કુદકા ભરતી હું અને મારી સ્વતંત્રતા .
અને એકદમ ,કુકર ની સીટી વાગી ,જાણે એ સપના માંથી જાગી , માથા મા અંબોડો વાળ્યો અને કામે લાગી ....ફરીથી થઇ ગઈ એ નિયતિ બિચારી.
આભાર ...(thanks for reading )
આપની લાગણી જણાવા વિનંતી
(Nidhi .a.kothari ).