hoshiyar harsh karshe gunana pardafash in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ

Featured Books
Categories
Share

હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ

"હાર્શું... આઈ જસ્ટ વોન્ટ ટુ હગ યુ યાર! શું ખબર હવે આ આપની લાઇફનો છેલ્લો ભાગ હોય!" નિરાલીએ હાર્શને કહ્યું.

"જાને હવે, એવું કઈ જ નથી! તું જરાય ચિંતા ના કર... તું તો મને જાણું જ છું ને! હું પતો લગાવીને જ રહીશ કે આખીર કોણ છે, જે આ બધું કરી રહ્યું છે!" હાર્શે એક અલગ જ ખુમારીથી કહ્યું.

"હા... ખબર છે, જાણું છું હું તને! ઈવન, મારાથી સારું તને કોઈ નહિ જાણી શકે!" નિરાલીની આંખોમાં આંસુ અને શબ્દોમાં ભીનાશ આવી ગયાં!

"તું યાર... બસ બેસ આ સોફા પર!" હાર્શે નિરાલીને રીતસર બેસાડી જ દીધી!

"જો હું બિલકુલ નથી ચાહતી કે એ લોકો તને એક ખરોચ પણ કરે!" નિરાલી રડી પડી અને સાથે જ હાર્શને ભેટી પણ પડી!

"કેમ, તને વિશ્વાસ નથી તારા આ હાર્શ ઉપર?!" હાર્શે નિરાલીને ખુદથી જુદા કરતા અને એની આંખોમાં આંખો નાંખતા કહ્યું.

"છે... ખૂબ જ છે! ખુદથી પણ વધારે છે! બસ યાર ડર લાગે છે કે હું તને ખોઈ ના દઉં!" નિરાલીના આંસુઓ એ એની ચિંતાની અભિવ્યક્તિ કરી દીધી!

"યાર, વાત વિશ્વાસની નથી! વાત બીજી જ છે! મારે તને કંઇક કહેવું છે યાર! આઈ વોન્ટ ટુ સે સમથીંગ!" નિરાલીએ રડતા રડતા જ ઉમેર્યું.

"હા... બોલને પણ પાગલ, શું વાત છે, બોલ?!" હાર્શે પૂછ્યું.

"કહીશ ક્યારેક યાર!" નિરાલી એણે આગળ કઈ કહી કે સમજાવી શકે એ પહેલાં જ ત્યાં શ્રેયા આવી ગઈ!

"હાર્શુ... શું કરું છું અહીં?! ચાલને આપણે ડિનર પર જઈએ!" શ્રેયાએ સીધું જ કહી દીધું!

એ બંને ને વધારે ડિસ્ટર્બ કર્યા વિના જ નિરાલીએ રૂમ છોડી જ દીધો, પણ એણે જતા રોકી, એના હાથને હાર્શે પકડી લીધો!

"ચાલને આપણે જઈએ, ડિનર ઉપર!" અતિશય સિરિયસ રહેતો હાર્શ આજે લાઇફમાં પહેલી વાર નર્વસ હતો! ખરેખર તો નર્વસેનેસ શું એ તો આજે એને ખબર પડી રહી હતી!

"તું, જાને શ્રેયા પાસે!" કહીને એ તુરંત જ રૂમમાંથી નીકળી ગઈ. એની આંખોમાં અજાણી નારાજગી અને એક અલગ જ પોતીકાપણું છલકી રહ્યું હતુ!

હાર્શ બેબશ બનીને એણે જતા બસ જોઈ જ રહ્યો. લાઇફમાં એણે આવી બેબશી ક્યારેય નહોતી મહેસૂસ કરી.

હાર્શ, ધ ગ્રેટ ડીટેક્ટિવને આ કયો કેસ મળી ગયો કે એણે આટલું વિચારવું પડે છે! હમેશા ત્રણ કદમ આગળનું વિચારનાર હાર્શને આજે શાનું કંફ્યુઝન થઈ રહ્યું હતું!

"અરે યાર..." શ્રેયા આગળ બોલે એ પહેલાં જ હાર્શ તો નિરાલીની પાછળ પાછળ ચાલ્યો પણ ગયો.

"લિસન... ડેટ ઉપર જવાનું એણે મને કહ્યું છે, મેં એને નહિ!" હાર્શે સ્પષ્ટતા કરી.

"હા... જાને પણ હું ક્યાં કઈ કહું જ છું પણ!" નિરાલી એ ભારોભાર કટાક્ષમાં કહ્યું.

"જો યાર... મારી ઉપર બહુ જ પ્રેશર છે! એક તો મારે આ કેસ સોલ્વ કરવાનો છે! પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ!" હાર્શે એની આખી લાઇફમાં ક્યારેય આવી બેબશી નહોતી ફીલ કરી!

ખડતળ અને યુવાન શરીર, બિલકુલ ફોર્મલ કપડાં અને એક પાતળી ફ્રેમવાળા ચશ્મા! બસ આ જ લુક હતો ડિટેક્ટિવનો! ઉપરથી એ એવી એવી ગોળ ગોળ વાતો કરે કે કોઈને પણ સચ્ચાઈ કહેવી જ પડે!

વધુ આવતા અંકે...

ભાગ 2માં જોશો: મિસેસ ઓઝાની મમ્મીને બીજું કોઈ સંતાન હતું જ નહિ તો એમને એમની બધી જ મિલ્કલના અડધા પૈસામાંથી આ ખાસ હીરો બનાવ્યો હતો! જે એમને એમના એકના એક સંતાનને આપ્યો હતો. હીરો કોઈ સામાન્ય હીરો બિલકુલ નહોતો એણે ખાસ પ્રકારની ચોક્કસ સમય માટે ઘસવામાં આવ્યો હતો, ત્યાર બાદ એ આટલો સરસ લાગતો હતો!