pagrav in Gujarati Short Stories by Kaushik Dave books and stories PDF | પગરવ - એક આભાસ ?

Featured Books
Categories
Share

પગરવ - એક આભાસ ?

" પગરવ "-એક આભાસ?"... સલોની ને આજ થી બપોર ૪ વાગ્યા ની શિફ્ટ હતી.રાત્રે બાર વાગે છુટે...રોજ ની જેમ એ રાત્રે પણ ઓફિસ થી ઘરે આવતી હતી. ઘરે આવતા એક નાની ગલી આવતી.. રાત્રિ ના એક થવા આવ્યા હતા..આમ તો સલોની બહાદુર હતી.ધીમા પગલે સલોની એ ગલીમાંથી પસાર થતી હતી ત્યારે એને પાછળ કોઈ ના ધીમાં પગલાં નો અવાજ સંભળાયો..... ધીમા ધીમા..પગલે.. હશે કોઈ..... સલોની એ ધ્યાન આપ્યું નહીં..એ ચાલવા માંડી. એટલામાં એને પાછળ કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો..એ ચોંકી ગઈ..આટલી રાત્રે કોઈ પોતાના બાળકને લઈને,? શાંત પણ નથી રાખતા.! સલોની એ ઉત્સુકતા વશ પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં.એને આશ્ચર્ય થયું.. આ અવાજ કોઈ બાળકનો... હવે કેમ સંભળાતો નથી!. હવે એ ઝડપી ચાલવા માંડી અને એ ગલીમાં થી પોતાની ગલીમાં આવી.. હવે અવાજ બંધ થયા....હાશ.. થોડીવાર તો ગભરાઈ ગઈ હતી... સલોની ઝડપી ઘરમાં પ્રવેશી... એણે એના વર સાગર ને વાત કરી.પણ સાગરે હસી કાઢ્યું... બોલ્યો..," આતો તારો વહેમ છે. આવું કંઈ ના હોય.. આપણા લગ્ન ને આઠ વર્ષ થયા.પણ સંતાન નથી.એટલે તને બાળક નો અવાજ સંભળાયો.તારો ભ્રમ લાગે છે.. ચિંતા ના કર.ને જો હું તારા માટે દૂધ ગરમ કરું છું.એ પીને શાંતિથી સૂઈ જા..". સલોની શહેરમાં એક Mnc માં જોબ કરતી હતી. શિફ્ટ બદલાઈ હતી... સલોની એના વર સાગર સાથે જુના શહેરમાં પૂર્વજો ના મકાન રહેતી હતી. બીજા દિવસે પણ એ ગલીમાં થી પસાર થતા પાછળ ધીમા પગરવ સાંભળ્યા..હવે ગભરાયેલી સલોની ઝડપી ચાલી...પાછળ કોઈ બાળક નો રડવાનો અવાજ સંભળાયો.. સલોની એ પાછળ જોયું . કોઈ દેખાયું નહીં.. હશે. હવે તો વહેમ છે!. સાગરને વાત કરી..પણ એણે હસી કાઢી.. ત્રીજા દિવસે પણ આમજ થયું... હવે તો સલોની ટેવાઇ ગઇ.. કોઈ નથી...... શિફ્ટ ને મહિનો થવા આવ્યો.. આજે છેલ્લો દિવસ. રાત્રે ઘરે આવવાનો.... એ રાત્રે સલોની એક વાગે એ ગલીમાં થી પસાર થઇ..એને પાછા પગરવ સાંભળ્યા..એક નાના બાળક નો અવાજ સાંભળ્યો.." માં ". એ રડતો હતો.. સલોની નું સ્રી હ્રદય દ્રવી ગયું. એનામાં રહેલી મમતા જાગી.. એણે પાછળ જોયું.. કોઈ નહોતું... મનમાં બબડી...કોણ હશે? .. એણે સાગર ને વાત કરી... સારું સારું.. હવે કાલ થી દિવસ ની ડ્યુટી છે. ચિંતા ના કર.કાલે એ ગલીમાં તપાસ કરીશ. બીજા દિવસે સાગર એ ગલીમાં ગયો.. ઘણા ને પુછ્યુ પણ કોઇ એ વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં....એક ઓળખીતા મલ્યા..ને એને પુછ્યું તો ખબર પડી કે એ ગલીમાં બે મહિના પહેલાં એક દોઢ વર્ષનું બાળક ડેંગ્યૂ થી મૃત્યુ પામ્યું હતું...એની માં ઘણી કલ્પાંત કરતી હતી........ સાગરે ઘરે આવીને સલોની ને કહ્યું...હવે આજે રજા જ રાખજે ને આરામ કર... સલોની એ ઓફિસમાં રજા રાખી.. પછી પાછી જોબ ચાલુ થઈ...પંદર દિવસ પછી સ્ટાફ ની એક વ્યક્તિ એ રજા લીધી હતી.એની જગ્યાએ એક દિવસ માટે સલોની ની જોબ બપોર ની થઇ.... રાત્રે બાર વાગ્યે છુટવાનો સમય....એ રાત્રે એક વાગે સલોની એ ગલીમાં થી પસાર થઇ.. હવે એને કોઈ પગરવ સંભળાયા નહીં.ના કોઈ બાળક નો રડવાનો !...એ ખુશ થઈ.. નસીબદાર ...... આજે...તો..એ બબડી... એણે ઘરે આવીને સાગર ને આ વાત કરી.... જોયું હું કહેતો હતો ને..એ તારો વહેમ છે... આ સાંભળી ને સલોની ખુશ થઈ. એ વાત ને પાછા બે મહિના થયા...એક દિવસ સલોની એ સાગર ને ખુશખબરી આપી..... કહ્યું કે.....એ માં બનવાની છે.. ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું........આમ...સલોની ના ઘરમાં પગલીનો પાડનાર નો પ્રવેશ થયો. ... સલોનીને એરાત્રે સંભળાતા અવાજ...નાના બાળકના...એ એનો આભાસ હશે?..કે મનમાં આવતા એક પ્રકારના વિચારો..! કે... પછી... પછી..... @કૌશિક દવે