"શું ખરેખર આ પ્રેમ છે.....??ના એ શકય નથી." મનના સવાલો સવાલ બનીને રહી ગયા પણ તેનો જવાબ સ્નેહાને મળી નહોતો રહયો.
ઓફિસમાં આખો દિવસ તેમના વિચારો શુંભમની સાથે થયેલી વાતોને યાદ કરી રહયા હતા. તેના હોવા ના હોવાથી તેને કેટલો ફરક પડે છે તે અહેસાસ દિલમાં જન્મ લઇ રહયો હતો. દિલ કંઈક કહી રહયું હતું. ધડકન તેના વિચારની સાથે વધારે ધબકી રહી હતી. જયારથી નિરાલીએ તેમને કહયું છે કંઈક ગડબડ છે ત્યારથી મન બેહાલ બની બેઠું હતું. કંઈક અજીબ ફિલિગ દિલને તડપાવી રહી છે. શું થઈ રહયું ને તે કેમ શુંભમના વિશે તે આટલું વિચારે છે. સ્નેહાને કંઈ સમજાતું ના હતું. વિચારો અવિચલ વહેતા હતા. ઓફિસમાં કામની સાથે દિલ તેમની યાદમાં ખોવાઈ ગયું હતું.
ઓફિસેથી ઘરે જતા રસ્તામાં જ તેમને શુંભમને કોલ કર્યો. શુંભમે તેમનો કોલ ના ઉઠાવ્યો. ફરી એકવાર કોશિશ કરી પણ તેમની કોશિશ નાકામયાબ રહી. વધારે કોલ કરવા તેમને યોગ્ય ના લાગ્યા એટલે તેમને મેસેજ કર્યો.
"વાત થઈ શકે એમ હોય તો કોલ કરજો મને થોડું કામ છે." શુંભમને મેસેજ તો કરી દીધો પણ તેને શું કામ છે ને તેને શું પૂછવું છે ખુદ તે જ નહોતી સમજી શકતી.
દર થોડીક મિનિટે તે મેસેજ જોતી. પણ શુંભમનો કોઈ જવાબ ના હતો. ઓફિસેથી ઘરે પહોચ્યા પછી પણ તેને તેના કોલનો ઈતજાર કર્યો. ના શુંભમનો કોઈ કોલ આવ્યો ના તેમનો કોઈ રીપ્લાઈ આવ્યો. શાયદ તે કામમાં વ્યસ્ત હતો. પણ આ વાતથી અનજાન સ્નેહાનું મન બેહાલ બની રહયું હતું. રાતે દસ વાગ્યે જમવાનું પુરું થતા તે મોબાઈલ લઇ બેઠી. પહેલા જ તેમને શુંભમનો એક મેસેજ દેખાણો.
"કામમા થોડો વ્યસ્ત હતો એટલે સમય ના મળ્યો. અત્યારે કોલ થઈ શકે એમ હોય તો કર."
સ્નેહાએ સમય જોયો. મમ્મી- પપ્પા, ભાઈ બધા જ સાથે બેઠા હતા. થોડીવાર એમ જ વિચાર કર્યો. પણ વાત કરવી જરૂરી હતી એટલે તે થોડીવાર અગાશી પર જાવ એમ કહી ઉપર અગાશી પર ગઈ ને શુંભમને કોલ કર્યો. પહેલી રિંગે શુંભમે કોલ ઉઠાવી લીધો.
"હા. બોલ એવું તો શું કામ હતું કે આટલા બધા કોલ કર્યો....??" શુંભમે વાતની શરૂઆત કરતા કહયું.
"કંઈ પૂછવું હતું. પણ કેવી રીતે સમજાતું નથી." દિલ જોરજોરથી ધબકી રહયું હતું. સ્નેહાએ કહયું તો ખરું કે તેને કંઈ પૂછવું છે પણ શું તે તેને જ સમજાતું ના હતું.
"વાત તારે કરવી છે ને તને જ સમજાતું નથી...?"શુંભમે એમ જ સવાલ કરી દીધો.
"મારે તમારી થોડીક મદદ જોઈએ છે. શું તમે કરશો...?? "
"હા. બોલ. "
"પ્રેમ શું છે...?"
"મતલબ....!! "
"મારા મનમાં અજીબ સવાલો ઉદભવે છે. મને સમજાતું નથી કે શું થઈ રહયું છે. જયારે હું તેમની સાથે વાતો કરું ત્યારે દિલની લાગણી જાણે સુકુન મહેસુસ કરતી હોય તેવો અહેસાસ થાય. જયારે તેમની સાથે મારી વાતો નથી થતી ત્યારે તેના વિચારો ફરે છે. સવારના વહેલા ઉગતા સૂર્યની સાથે જ તેની યાદ આવે છે. દિવસ આખો હું જે કંઈ કરું તે પહેલાં તેમના વિચાર આવે છે. રાતે સુતી વખતે પણ તેની જ વાતો હોય છે. આખી રાતના સપનામાં પણ ખાલી તેજ મહેસુસ થાય છે." સ્નેહા આટલું બોલી થંભી ગઈ. તે આગળ શું બોલવું વિચારતી હતી ત્યાં જ શુંભમે પુછી લીધું.
"તારો અહેસાસ તારી લાગણી શું કહે છે...?? તારું દિલ તને કંઈ તો અવાજ દેતું જ હશે ને....!!"
"તે જ સમજાતું નથી એટલે જ તો પુછું છું. પ્રેમ શું છે....??" સ્નેહાના અજીબ સવાલ લાગણીના અહેસાસ સાથે તેમના દિલની વાત શુંભમ સુધી પહોંચી રહી હતી.
"જે તું વિચારે છે એ જ છે પ્રેમ." શુંભમના જવાબ સાંભળી સ્નેહાનું દિલ વધારે જોરથી ધબકવા લાગ્યું. થોડીવાર માટે તે કંઈ જ ના બોલી શકી.
રાતના અગિયાર જેવું થવા આવ્યું હતું. ચાંદ ની ચાંદની આજે અર્ધ ખિલેલ હોવા છતા પણ ચારે બાજુ પ્રકાશ ફેલાવી રહી હતી. બે અલગ ધબકતા દિલ અહેસાસ જગાવી રહયા હતા. ખામોશ જુબાન શાંત બની એકબીજાના ઘબકારા સાંભળી રહી હતી. બંને ચુપ હતા. કોઈ કંઈ નહોતું બોલી રહયું. લાગણીઓ એમ જ ઠંડા પવનની લહેરો સાથે ભીજાઈ રહી હતી. શબ્દોની આપલે બંધ હતી જાણે દિલ એમ જ વાતો કરી રહયું હતું.
"સ્નેહા સુવાનું નથી તારે...?ને ત્યાં એકલી બેસી શું કરે છે..??ચલ નીચે." નીચેથી આવેલા સરીતાબેનના અવાજે તેમના અહેસાસને થોડીવાર માટે થંભાવી દીધો.
"જી મમ્મી, આવું બસ બે મિનિટ. " સરીતાબેનને જવાબ આપી તે શુંભમ સાથે ફરી વાતો કરવા જોડાઈ ગઈ.
"થેન્કયું. મને મારો જવાબ મળી ગયો. બાઈ પછી વાત કરીશું." સ્નેહાએ ફોન મુકયો ને તે નીચે ઊતરી.
ચહેરા પર કયારે ના દેખાય તેવી એક અનેરી ખુશી દેખાય રહી હતી. દિલ ખુશીથી જુમી રહયું હતું. આજે શાયદ તેને બધું જ મળી ગયું હતું. તે નીચે આવી ચુપચાપ તેમની જગ્યા પર જ્ઈ સુઈ ગઈ. આજે વિચારો નહોતા આજે અહેસાસ હતો. પ્રેમરુપી સાગરમાં જાણે તેને ડુબકી લગાવી દીધી હતી.
'જો ખરેખર હું જે વિચારું છું તે પ્રેમ છે તો હા મને શુંભમ સાથે પ્રેમ છે. તેનું મારી જિંદગીમાં આવવું અચાનક અમારી વાતો શરૂ થવી. આ ખાલી સંજોગ નહિ પણ પ્રેમનો અહેસાસ હતો. જે મને હવે તેની કરી ગયો છે. પણ...... તે તો કોઈ બીજી છોકરીના પ્રેમમાં....!!હા તો જરુરી થોડું છે કે હું તેમને પ્રેમ કરું છું તો તે પણ મને કરે..!! મને તેની સાથે પ્રેમ થયો એનો એ મતલબ તો નથી કે તેને પણ મારી સાથે થવો જોઈએ....??' સવાલ પણ તે હતી ને જવાબ પણ તે જ. રાતના મોડે સુધી તેમની વાતો દિલ અને મનના સવાલો ઉલજાવી રહી હતી.
સવારનો સૂર્ય એકખુબરત સપનું લઇ ને ઉગ્યો હોય તેમ સ્નેહા રેગ્યુલર સમય પર ઊભી થઈ. ઘરનું કામ પુરું કરી તે ઓફિસ માટે નિકળી ગઈ. કેબિનમાં બેસતા જ નિરાલી તેમની પાસે આવી બેસી ગઈ.
"શું થયું...???કંઈ વિચાર્યું કે પછી એમ જ ઉલજજન બની જવાબો હજું ગોતે છે. " નિરાલીએ ખુરશી પર બેસતા સ્નેહાને સીધો જ સવાલ પુછી લીધો.
"સવાલો પણ થયા તેમનો જવાબ પણ મળ્યો પણ હજું કંઈક અધુરું લાગે છે. આજે તે જાણી લવ પછી તને કહેવા કે મારા દિલ અને દિમાગમાં શું ચાલે છે. " સ્નેહા હજું કોઈને પણ તેમના દિલની વાત જણાવા ના માગતી હોય તેમ જ નિરાલીને પણ કહી દીધું.
"ઓ...!! હવે તું વાતો મારાથી પણ ચુપાવા લાગી. મતલબ તને મારી જરૂર પુરી થઈ ગઈ."
"જયાં સુધી હું જ મારા દિલ સાથે સહમત ના થાવ ત્યાં સુધી તને કેવી રીતે કંઈ કહી શકું...!!!! ને રહી વાત જરુરત ની તો તારી જરૂરત મારે હંમેશા જ રહેશે. કોઈના આવવાથી કે જવાથી મને કોઈ ફેર નહીં પડે. "
"ચલો. તારા ચહેરા પર ખુશી તો આવી. કંઈ નહીં જલદી જે જાણવું હોય તે જાણી લે પછી મને જણાવજે. ઓલ ધ બેસ્ટ. "
"કોઈ એક્ઝામ નથી આપી રહી કે તું ઓલ ધ બેસ્ટ કહે છે. "
"એકઝામ કરતા પણ આ મોટી જંગ છે. જેમાં એકવાર જે ખોવાઇ તે બહાર નથી આવી શકતું. " હસતા હસતા આટલું જ કહી નિરાલી તેમની કેબિનમાં જતી રહી ને સ્નેહાએ તેમનો મોબાઈલ ખોલ્યો ને સૌથી પહેલાં શુંભમને મેસેજ કર્યો.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
અહેસાસ પ્રેમનો ખિલી રહયો છે પણ શું આ પ્રેમનો અહેસાસ ખાલી એકતરફો હશે કે બંને બાજું..??? શું જે વિચાર સ્નેહાને આવે છે તે વિચાર શુંભમના દિલમાં પણ હશે...?? હજું એવું શું જાણવાનું બાકી છે કે સ્નેહા પોતાને પ્રેમ છે એવું સાબિત નથી કરી શકતી...?? જો આ પ્રેમ ખાલી એકતરફો જ હશે તો આગળ કહાની શું વળાંક લઇ શકે..? શું એકતરફી પ્રેમ હશે તો તે બીજી બાજું પ્રેમનો અહેસાસ ખીલવી શકશે...??શું હશે આગળ આ કહાનીમાં ને શું બંને એકબીજાના થઈ શકશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "