ભાગ -37
(આગળ જોયું કે રોહન ને તેજલ નો ફોન આવે છે અને એના મમ્મી ને એટેક આવ્યો એમા એને નીકળી જવું પડ્યું એ જણાવે છે રોહન ના મન ને શાંતિ મળે છે એ જાણી ને કે તેજલ કોઈ મુસીબત માં નથી બન્ને રાત્રે ઘણી વાતો કરે છે અને બીજા દિવસે બન્ને વીડિયો કોલ માવત કરશે એવું નક્કી કરી સુઈ જાયછે હવે જોયે આગળ )
રોહન દરવાજો ખોલી રૂમ માં પ્રવેશે છે ધીમે થી દરવાજો બંધ કરે છે આખો બેડરૂમ હળવી રોશની થી ઝગમગી રહ્યો હતો ઠેર ઠેર કલરફુલ અને સુગંધી મીણબત્તી ઓ પ્રગટાવેલી હતી રૂમ ની વચ્ચે જ માસ્ટર બેડ ને ખુબસુરત અને સુગંધી ફૂલો થી શણગારેલો હતો અને એના પર રોહન ની દુલ્હન એટલે કે તેજલ સોળે શણગાર સજી અને રોહન ની રાહ જોતી બેઠી છે રોહન ધડકતા હૃદય એ તેજલ ની નજીક આવે છે અને બેડ પર બેસે છે તેજલ શરમાઈ અને એના તરફ મુસ્કાન વેરે છે રોહન તેજલ ની નજીક જઇ બન્ને હાથ માં તેજલ નો ચહેરો લઈ અને પ્રેમભરી નજરે એના ચાંદ ને નિહાડેછે જાણે પૂનમ નો ચાંદ એના બેડરૂમ માં ઉતરી આવ્યો હોય આજ એનું સપનું પૂરું થયું હતું આજ રોહન અને તેજલ એક થઇ ગયા હતા હવે કોઈ પણ એની તેજલ ને પોતાના થઈ દૂર કરી શકે એમ નહોતું રોહન બસ તેજલ ને એક નજરે નિહાળ્યા જ કરે છે તેજલ શરમાઈ અને નીચી નજર કરી લે છે રોહન એના ચહેરા ને બે હાથ થી પ્રેમ થી પકડી અને એની નજીક જાય છે ત્યાં જ દરવાજો ખખડવાનો અવાજ આવે છે રોહન વિચારે છે આવા સમયે એ કોણ આવ્યું ડિસ્ટર્બ કરવા? જે હોઈ એ એમ વિચારી ઇગ્નોર કરે છે ફરી એ તેજલ ની નજીક જવા જાય ત્યાં ફરી દરવાજો જોર જોર થી ખખડયો અને અચાનક રોહન ની ઊંઘ ઉડે છે અને સફાળો બેઠો થઈ જાય છે એ આકુળવ્યાકુળ થઈ આજુબાજુ જુવે છે કે તેજુ ક્યાં???
ઓહ એ સપનું હતું ???? હે ભગવાન .... ઓશિકા ને પોતાની બાહો માં દબોચી અને એના સપના ના વિચાર કરે છે હાય કેટલું સુંદર સપનું હતું ત્યાં ફરી દરવાજો ખખડે છે અને રોહન વર્તમાન માં પટકાંઈ છે રોહન ને થોડો ગુસ્સો આવે છે કે શું મોટી મુસીબત આવી પડી કે આટલો જોર થિ દરવાજો ખખડાવે છે એ એક ઝાટકે દરવાજો ખોલે છે તો રશ્મિ ઉભી હતી
રોહન- શુ છે યાર આગ લાગી ક્યાંય કે ભૂકંપ આવ્યો કે આટલો જોર થી દરવાજો ખખડાવે છે
રશ્મિ - એ તો કઈ નથી થયું પણ પૂજા ને પગફેરા માટે લેવા તારે અને અજય એ જવાનું છે એ પણ 8 વાગ્યે રાત્રે હજી કઈ કહું પેલા જ તું ચાલ્યો ગયો એટલે અત્યારે આવવું પડ્યું ઉઠાડવા 10 મિનિટ થી ખખડાવું છું પણ સાહેબ તો આરામ થી ઊંઘે છે
રોહન - અરે યાર કેમ ઉઠું કેટલું સરસ સપનું આવી રહ્યું હતુ ખબર છે શું સપનું આવ્યું હતું આજ મને એમ કહી રશ્મિ નો હાથ પકડી અને બેડ પર બેસાડે છે
યાર રશ્મિ કેટલું સરસ સપનું હતું તને ખબર સપના માં મારા લગ્ન તેજલ સાથે થઈ ગયા હતા અને મારી સુહાગરાત હતી પણ હજી તેજલ પાસે ગયો જ હતો કે તે ખખડાવ્યું અને સપનું અધૂરું રહી ગયું થોડીકવાર ના ખખડાવ્યું હોત તો તું માસી પણ બની જાત ખબર એમ કહી હસવા લાગે છે
રશ્મિ ચૂપચાપ સાંભળે છે રોહન બોલ્યે જતો હતો કે બધું સરસ ચાલી રહ્યું હતું પણ તારા લીધે મારુ સપનું અધૂરું રહી ગયું મારી તેજુ કેટલી સરસ લાગી રહી હતી હું તો એને જોતો જ રહી ગયો એ સપના માં પણ કેટલી ખુબસુરત લાગી રહી હતી હાય .... તને ખબર કાલ રાતે અમે કેટલી વાતો કરી આમ કર્યું તેમ કર્યું રશ્મિ કોઈ ભાવ વગર સાંભળી રહી હતી રોહન ના ચહેરા પર કાલ તેજલ ના ફોન આવ્યા પછી થી ગજબ ની ખુશી જણાઈ રહી હતી પોતાના કિસ્મત પર રડવું પણ આવતું હતું પણ પોતાના મન ને ગમેં એન મનવા ની કોશિશ કરી રહી હતી કે બસ રોહન તો ખુશ છે ને એ પોતાના વિચારો માં હતી અને રોહન પોતાની ધૂન માં એની અને તેજલ ની વાતો સાંભળાવયે જતો હતો રોહન જુવે તો રશમી નું ધ્યાન ક્યાંક બીજે હોઈ એવું લાગ્યું રોહન એ ચપટી વગાડી
રોહન - ઓ હેલો તું સાંભળે છે કે નહીં તારું ધ્યાન ક્યાં છે ?
રશ્મિ ઝબકી ગઈ
રશ્મિ - હમ્મ.. હા... રોહન... તો શું કહી રહ્યો હતો તું ???
રોહન - કઈ નહિ એજ કે મારી સુહાગરાત તારા લીધે ના થઇ તારા લીધે મારુ એ સ્વપ્ન અધૂરું રહી ગયું હવે જો હું પણ તારી સુહાગરાત પર આવું જ કંઈક કરીશ એમ કહી હસવા લાગે છે ચાલ હું જલ્દી તૈયાર થાવ મારે પૂજા ને તેડવા જવાનું અને પછી મારા જીવ ને ફોન કરવાનો છે એમ કહી હસતો હસતો બહાર જાય છે
રશ્મિ મન માં વિચારે છે કે રોહન તને શું ખબર કે મારી જિંદગી માં હવે ક્યારેય સુહાગરાત નામ ની કોઈ રાત આવવાની જ નથી કારણ કે હું તો તારી થઈ ગઈ અને તારા સિવાય હવે હું કોઈ ની ના થઇ શકું ભલે તું મળે કે ના મળે પણ મારા પર ફક્ત ને ફક્ત તારો હક છે એ હક હું તારા સિવાય કોઈ ને નહિ આપું એટલે હવે મારી જિંદગી માં ક્યારેય કોઈ સુહાગરાત નામ ની રાત આવશે જ નહીં મારી જિંદગી માં રહી છે ફક્ત વિરહ અને દુઃખ ની કાળી રાતો.....
રશ્મિ પોતાની આંખ માં ઉમટી પડેલા આંસુ લૂછે છે અને પોતે પણ તૈયાર થવા જાય છે
રોહન લાઈટ બ્લુ શર્ટ અને બ્લુ જીન્સ પહેરે છે ફટાફટ તૈયાર થઈ અને બન્ને ભાઈ ઓ પૂજા ને પગફેરા ની રસમ માટે તેડવા જાય છે રશ્મિ પણ સાથે જાય છે અજય ગાડી ચલાવી રહ્યો હતો રોહન એ ફોન માં વોટ્સઅપ માં જઇ જોયું કે તેજલ નો કોઈ મેસેજ ન હતો અને એ રાત નો જ લાસ્ટ સીન જુવે છે એને વિચાર્યું હજી સૂતી હશે કદાચ એને ગુડ મોર્નિંગ હરામી ટાઈપ કરી મેસેજ મુક્યો અને ફોન બંધ કરી ખિસ્સા માં મુક્યો એ પૂજા ના ઘરે પહોંચે છે સંજય બધા ને આવકારે છે રશ્મિ પણ બધા ને ગળે મળે છે અને એ લોકો બેસે છે રશ્મિ એ પૂછ્યું આંટી પૂજા ક્યાં છે પૂજા ના સાસુ એ કહ્યું એ ઉપર છે કાલ બધા થાક્યા હતા તો મેં જ કહ્યું કે નિરાતે ઉઠજે એ બસ આવતી જ હશે જા તારે જવું હોય તો
રશ્મિ - ઓકે આંટી
રશ્મિ પૂજા ના રૂમ માં જાય છે પૂજા તૈયાર થઈ રહી હતી રશ્મિ એ મજાક માં જોર થી રાડ નાખી અને પૂજા ને ડરાવે છે પૂજા સાચે જ ડરી જાય છે પણ રશ્મિ ને જોઈ દોડી અને બન્ને ભેટી પડે છે
પૂજા એક પરિણીત સ્ત્રી ના શણગાર માં ખૂબ જ સુંદર લાગી રહી હતી રશ્મિ એના ઓવારણાં લે છે અને કહે છે મારી નવી દુલ્હન ને કોઈ ની નજર ના લાગે પૂજા હસી પડે છે
પૂજા - રોહન ને અજય ક્યાં છે
રશ્મિ - એ લોકો નીચે બેઠા છે અને તારી રાહ જુવે છે
પૂજા - ઓકે ચાલ હું રેડી જ છું આપણે જઈએ
એ બન્ને નીચે આવે છે
પૂજા ને જોઈ અજય ઉભો થઇ જાય છે પૂજા દોડી અને અજય ને ગળે મળે છે અજય અને પૂજા બન્ને ભાઈ બહેન એકબીજા થી ખૂબ નજીક હતા એટલે પૂજા જાણતી હતી કે અજય કાલ બહુ દુઃખી થયો હશે એને અજય સામે જોઈ પૂછ્યું કાલ બહુ રડ્યો નહોતો ને
અજય - ના રે ના હું તો એમ વિચારતો હતો કે બલા ટળી
પૂજા - અચ્છા એમ એટલે જ અત્યારે પણ મને જોઈ તારી આંખો માં આશુ આવી રહ્યા છે
અજય ફરી વળગી પડે છે પૂજા રિયલી મિસ યુ મારી લાડકી બેન
પૂજા - મિસ યુ 2 મારા નટખટ ભાઈ
પૂજા રોહન પાસે આવે છે એને પણ ગળે મળે છે
રોહન - શુ ચિબાવલી તારા માટે 6 વાગ્યા માં ઉઠવું પડ્યું મારે
પૂજા - હા એતો ઉઠવું પડે તારી જાન જોડીશ ત્યારે હું 4 વાગ્યા માં ઉઠીશ સમજ્યો બન્ને ભાઈ બહેન હસી પડે છે અને ગળે મળે છે પછી પૂજા રસોડા માં ચા નાસ્તો લેવા જાય છે રશ્મિ એની મદદ કરવા જાય છે બધા મળી અને ચા નાસ્તો કરે છે
રોહન - ચાલો આંટી અમે નીકળીએ કઈક મુરત અત્યારે જ સારું છે એવું મમ્મી એ કહ્યું હતું એટલે અમારે એજ મુરત માં ઘરે પહોંચવા નું છે એવું મમ્મી એ કહ્યું છે
પૂજા ના સાસુ - હા બેટા આજ તો મુરત સાચવવું જરૂરી છે એટલે નહિ રોકુ પણ બીજી વાર જમ્યા વિના નહિ જાવા દઉ
રોહન - હા જરૂર આંટી ચલો અમે નીકળીએ આવજો એમ કહી નીકળે છે
ગાડી માં બધા ગપાટા મારતા જાય છે પણ રોહન નું ધ્યાન વારે ઘડી એ ફોન માં જ જાય છે પૂજા જુવે છે પણ અજય છે એટલે એ કઈ બોલી નહિ બધા ઘરે પોહચે છે બધા પૂજા ની રાહ જોઈ રહ્યા છે પૂજા ને જોઈ બધા ખુશ થઈ જાય છે ઘરે પહોંચી પૂજા બધા ને મળે છે રોહન ફોન માં જુવે હજી કોઈ મેસેજ નહિ એ પોતાના રૂમ ની બાળકની માં જાય છે ત્યાં હિંડોળા પર બેસી અને તેજલ ના મેસેજ ની રાહ જુવે છે પણ હવે એની આતુરતા વધી રહી હતી એના થી રાહ જોવાતી નહોતી એને પોતાના ફોન ના વોલપેપર માં રહેલ તેજલ ના ફોટા સામે જોઈ કહે છે હેય બ્યુટીફૂલ હજી કેટલીક રાહ જોવડાવીશ જલ્દી ઉઠ ને
એ તેજલ ને મેસેજ કરે છે
लोगो की सुबह सूरज निकलते ही हो गई
मेरी सुबह तेरे दीदार के इंतज़ार में रुकी है
પણ ત્યાં જ એની આતુરતા નો અંત આવે છે અને
તેજલ ઓનલાઈન આવે છે અને એ મેસેજ પર 2 બ્લુ રાઈટ નું નિશાન આવે છે
એ જોઇ રોહન ના ચહેરા પર ચમક આવે છે
ત્યાં જ તેજલ નો મેસેજ આવે છે
તેજલ - दीदार तो करा दे पर डर है कहि आपके ओर आपकी सुबह के होश ना उड़ जाए
રોહન - हाय होश तो पहली दफा देखा तबसे उड़े हुवे ही है अब आप जरा रहम कीजिये और इस नाचीज़ को आपका दीदार करा दीजिये
તેજલ - चलिए आपकी ख्वाहिश पूरी कर देते है
તેજલ નો વિડીઓકોલ આવે છે રોહન પોતાના વાળ સરખા કરે છે અને ફોન રિસીવ કરે છે પણ......
TO BE CONTINUE......
( પણ શું થયું ???? ફરી કોઈ મુસીબત તો નથી આવી ને ???? રોહન અને તેજલ નો પહેલો વીડિયો કૉલ અને એના પ્રેમ ની શરૂવાત રોહન અને તેજલ વચ્ચે વધતા આ પ્રેમ માં આગળ શું થશે ???? શુ એ પ્રેમ પોતાના મુકામે પહોંચશે ??? કેવી રીતે ???? ઘણા રહસ્ય અને રોમાંચ આગળ તમારી રાહ જોઈ રહ્યા છે તો વાંચવાનું ભૂલશો નહિ
દિલ કા રિશ્તા....