devilry - 2 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જંતર મંતર - 2

ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ એક મશહૂર જાદુગરની હતી. જેને અત્યાર સુધી 1242 હિટ શો આપ્યા હતા પણ એનો 1243 મો શો કોઈ કારણ થી ફ્લોપ થઈ રહ્યો હતો ! પણ કેમ ? જાણો આગળ……..


ભાગ - 2 - જુલિયટ ની મુસીબત



જુલિયટ નો શો પોતાની મનપસંદ સિટી એટલે કે પેરુ; માં ખુબજ સરસ રીતે ચાલી રહ્યો હતો, પણ અચાનક જ એની નજર સામે એક કાળો ધુમાડો આવી જાય છે. જે દેખાવ થી ખુબજ ડર ઊભો કરે એવો હતો. એના લીધે જ જુલિયટ ની એકાગ્રતા તૂટી રહી હતી ને એના જાદુ એક પછી એક નિષ્ફળ જઈ રહ્યા હતા.

જુલિયટ એ પાણી ભરેલી પેટી ની અંદર જવાની તૈયારી કરી લીધી હતી. તેનો જીવ થોડો ગભરાઈ રહ્યો હતો આજે ! પણ શું કરે જુલિયટ ! એના પેલા જ ઘણા જાદુ આજે નિષ્ફળ થઈ ચૂક્યા હતા. જુલિયટ નોહતી ચાહતી કે એના ફેન્સ ના મનમાં કોઈપણ એવી બાબત આવે જે જુલિયટ ના હિટ કરિયર ઉપર અસર કરે ! જુલિયટ હિંમત કરીને પેલી પાણી ભરેલી પેટી માં પુરાઈ જાય છે; ને તેની સાથે પેલો અદશ્ય ધૂણો પણ એ પાણી ભરેલી પેટી ની અંદર કેદ થઈ જાય છે. પછી પાણી ભરેલી પેટી ની ઉપર સોકળ બાંધવામાં આવે છે. જુલિયટ ના જાદુ નો સફર હવે શરૂ થઈ ચૂક્યો હતો ! આ સફર હતો મોત સામે પોતાની જિંદગી નું રક્ષણ કરવાનો !

જુલિયટ એ આજે પોતાના શો ને હિટ બનાવવા માટે પોતાની જિંદગી દાવ ઉપર લગાવી હતી. જુલિયટ ના પ્રેક્ષકો પણ ખૂબ જ આતુર હતા જુલિયટ ના આ જાદુ માટે ; કેમકે જુલિયટ એક એવી જાદુગર હતી જે બીજા જાદુગર ની જેમ આ પાણી ભરેલી પેટી માંથી ગાયબ ન થતી હતી. તે આ પેટી ની સોકળ ખોલી ને આ પેટી ની બહાર આવી જતી હતી. ખરેખર જુલિયટ નું આ જાદુ દેશ અને દુનિયામાં ખૂબ જ મશહૂર હતું. જેના લીધે જુલિયટ ના પ્રેક્ષકો પણ ખૂબ જ આતુર હતા.

બીજી તરફ જુલિયટ પોતાના મન ને પાણી ની અંદર એકાગ્ર નોહતી કરી શકતી! કેમકે પેલો કાળો ધુમાડો એની આંખો સામે જ હતો. જુલિયટ ને આઈડિયા પણ નોહતો કે એની સાથે થઈ શું રહ્યું છે. જુલિયટ ખૂબ જ ડરેલી હતી! પેલો કાળો ધુમાડો એની નજીક આવતો ને દૂર જતો રહેતો હતો. જેના લીધે જુલિયટ નો જીવ ગભરાઈ રહ્યો હતો .

જુલિયટ ને પાણી ની પેટી માં ગયે હવે 7 મિનિટ થવા આવી હતી ! પણ પેલા કાળા ધુમાડા ને લીધે જુલિયટ નો જીવ ગભરાઈ રહ્યો હતો. હવે જુલિયટ એકાગ્ર પણ ન થઈ શકતી હતી ! જેના લીધે એનો દમ ધુટાવા લાગ્યો હતો. હવે જુલિયટ પાણી ની અંદર શ્વાસ પણ ન લઈ શકતી હતી. જુલિયટ સાથે હવે એવા હાલત સર્જાવાના હતા જેની સાયદ જ કોઈએ કલ્પના કરી હશે! ધીરે ધીરે જુલિયટ નો શ્વાસ હવે ફૂલવા લાગ્યો હતો ! જો જુલિયટ આ પેટી માંથી જલ્દી બાર નઈ નીકળે તો એને પોતાની જિંદગી થી હાથ ધોવા પડશે.

જુલિયટ ને પેટી માં ગયે હવે નવ મિનિટ થઈ ગઈ છે. બધા પ્રેક્ષકો નું ધ્યાન પેલી પાણી ભરેલી પેટી ઉપર જ ટેકેલું હતું. બધા પ્રેક્ષકો ખૂબ જ આતુર હતા કે હવે થોડી જ વારમાં એમને કંઇક નવું જ જોવા મળશે. જે આજ સુધી કોઈપણ જાદુગર નથી કરી શક્યો; એ કામ હવે જુલિયટ કરવાની હતી.

જુલિયટ ને હવે પેટી માં ગયે પૂરી 10 મિનિટ થઈ ચૂકી હતી ! ત્યાં બેઠેલા બધા જ પ્રેક્ષકો નું ધ્યાન હવે પેલી પાણી ભરેલી પેટી ઉપર જ ટહેલું હતું ! જુલિયટ હવે ઠીક થી શ્વાસ પણ લઈ શકતી નોહતી ! પેલો કાળો ધુમાડો જુલિયટ ના એટલા નજીક સુધી આવી ગયો હતો; પણ જુલિયટ ની નજર પણ હવે સાફ નોહતી રહી એટલે તે કશુજ ઠીક થી જોઈ ન શકતી હતી! જુલિયટ બહાર નીકળવાના અઢળક પ્રયાસ કરી રહી હતી પણ પેલા ધુમાડા ના આગળ કઈ જ સંભવ નોતું !

જુલિયટ ને પેટી માં ગયે હવે 11 મિનિટ થઈ ગઈ હતી ! હવે જુલિયટ ના સાથીદારો ને પણ જુલિયટ ની ચિંતા થવા લાગી હતી ! જુલિયટ ને કાચ ની પેટી માંથી સાફ જોઈ શકાતી હતી. તે બહાર નીકળવાં માટે હવે તરફડિયાં મારવા લાગી હતી. એક સાથીદાર ની નજર જુલિયટ ના હાથ અને પગ ઉપર પડ છે. તે જોતાં જ ચોંકી જાય છે કેમકે હજુ સુધી જુલિયટ પોતાના બાંધેલા હાથ અને પગ પણ આઝાદ નોહતી કરી શકી ! જુલિયટ નો શ્વાસ હવે ફૂલવા લાગી હતો ! ને અચાનક જ પેલો કાળો ધુમાડો સીધો જ ગતિ થી એની સામે આવી ને સીધો જ એના અંદર ધૂસી ગયો. જેવો જ આ કાળો ધુમાડો જુલિયટ ની અંદર ગયો એવી જ જુલિયટ બેભાન થઈ ગઈ.

હવે જુલિયટ ને પેટી માં ગયે 15 મિનિટ થઈ ચૂકી હતી ! બધા પ્રેક્ષકો ના ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ હતી ! જુલિયટ નો આ જાદુ તો ફ્લોપ થઈ ચૂક્યો હતો ! એટલે બધા જ પ્રેક્ષકો નો ઉત્સાહ હવે ભાગી પડ્યો હતો ! જુલિયટ ના સાથીદાર પણ હવે ગભરાઈ ગયા હતા. જુલિયટ ના બધા સાથીદાર જલ્દી થી ભાગી ને સ્ટેજ ઉપર આવી જાય છે. જલ્દી થી પાણી ની પેટી ઉપર થી સોકળ ખોલી જુલિયટ ને બહાર કાઢવામાં આવે છે. બધા ના ચહેરા ઉપર એક ડર સવાર થઈ ગયો હતો. જુલિયટ ના હાથ પગ ખુલ્લા કરવામાં આવે છે.

જુલિયટ ની હાલત થોડી વધારે પડતી ખરાબ થઈ રહી હતી ! જુલિયટ ના સાથીદાર અને બધા જ પ્રેક્ષકો ના જીવ ઊડેલ હતા ! બધા ના ચહેરા ઉપર ઉદાસી ને સાફ જોઈ શકાતી હતી. પણ ત્યાં બેઠેલો એક માણસ આ બધું જોઈને હસી રહ્યો હતો ! તેના હાથ માં કંઇક પૂતળા જેવું હતું જેને તે આમ તેમ દબાવી રહ્યો હતો. તેના ચહેરા ઉપર કોઈક મોટી જંગ જીત્યો હોય તેવી ખુશી હતી. પણ આ હતો કોણ ? બધા નું ધ્યાન જુલિયટ તરફ હતું એટલે આને કોઈ કશું કરતા જોઈ પણ ન શકતું હતું !

જુલિયટ નું પેટ દબાવી પાણી નીકાળવામાં આવે છે પણ જુલિયટ ની હાલત હજુ પણ નાજુક હતી ! જુલિયટ ને અંદર લઇ જઇને એણે ગરમ ધાબળો ઓઢાળવામાં આવે છે. બહાર બધા પ્રેક્ષકો જુલિયટ ના ઠીક થવા માટે દુવા માગી રહ્યા છે. થોડી વાર પછી જુલિયટ ને હોશ આવી જાય છે. ને હોશ આવતા જ એ પોતાના શો ને પૂરો કરવા માટે સ્ટેજ ઉપર પોહચી જાય છે. પણ હવે બહુ જ સમય થઈ ચૂક્યો હતો !

જુલિયટ જેવી જ સ્ટેજ ઉપર પગ મૂકે છે કે તરફ જ પેલો માણસ ઊભો થઈને કહે છે. “ કે જાદુ ન આવડતું હોય તો સ્ટેજ ઉપર કેમ આવી ? અમે આવો ફ્લોપ શો જોવા માટે પૈસા નોતા આપ્યા ! અમને અમારા પૈસા પાછા જોઈએ !” આટલું કહીને એ જુલિયટ ઉપર ટામેટા ફેકવા લાગ્યો ! બીજા લોકો ને પણ જુલિયટ ઉપર ટામેટા ફેકવા માટે ઉશ્કેર્યા ! એટલે બધા લોકો જુલિયટ ઉપર ટામેટા નો વરસાવ કરવા લાગ્યા. જુલિયટ એ પોતાના મોઢા ઉપર હાથ કરી દીધો.


“ નહિ ! “ આટલી ચીખ પાડીને જેની ઉભી થઈ ગઈ !


To be continued……


શું થઈ રહ્યું હતું જુલિયટ સાથે ? પેલો માણસ કોણ હતો ? આ જેની કોણ હતી ? જેની ને જુલિયટ સાથે શું સંબંધ છે ? જુલિયટ ની સાથે આગળ શું થયું ? જુલિયટ સાથે જે થવાનું હતું ! એ કોણ કરાવી રહ્યું હતું ?

તમારા દરેક પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં ! બન્યા રહો મારી સાથે !

આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary