Asamnajas. - 5 in Gujarati Fiction Stories by Aakanksha books and stories PDF | અસમંજસ - 5

Featured Books
Categories
Share

અસમંજસ - 5

આપણે આગળનાં ભાગમાં જોયું કે, કુનાલ-અંકિતાનાં લગ્નમાં રોહન અને વિશાલનો આમનો - સામનો થશે...! શું વિશાલને રોહન વિશે ખબર પડી જશે...??!! રોહનને વિશાલ-સૌમ્યાની કોઈ માહિતી મળશે...???!!!


ચાલો જાણીએ આગળ.......



#___________________*__________________#


મેઘા ફૉન મૂકીને મેગેઝીન વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ. બીજા દિવસે સવારે મેઘા ઊઠીને સૌથી પહેલાં ફૉન હાથમાં લે છે. દરરોજની જેમ રોહનના બે મેસેજ હોય છે. એક તો " Good Morning"નો અને બીજો મેસેજ એ હોય છે કે, "Call Me". મેઘા "Ok" નો મેસેજ કરીને તૈયાર થઈને નીચે જાય છે.


નાસ્તો કરીને તે રોહનને કૉલ કરે છે. રોહનનાં કૉલ રિસિવ કરતાં જ મેઘા બોલી, "બોલ રોહન...શું કહે છે તું?!" રોહને જવાબ આપતાં કહ્યું, "જો મેઘા મારી વાત ધ્યાનથી સાંભળ અત્યારે તું થોડાં દિવસ સૌમ્યાની વાત ભૂલી જા અને અંકિતાને લગ્નની તૈયારીમાં મદદ કર, લગ્ન થઈ જાય પછી આપણે સૌમ્યની જાણકારી મેળવી લઈશું."

મેઘાએ કહ્યું, "સારું" . આટલું કહીને મેઘાએ ફૉન મૂકી દીધો. ત્યારબાદ મેઘા અંકિતા સાથે લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ અને આવી જ રીતે દસ દિવસ વીતી ગયાં. લગ્નનું કામ હવે પૂરું થઈ ગયું હતું એટલે મેઘા બપોરનાં સમયે મેગેઝીન વાંચતી હતી.


એ જ સમયે ડોરબેલ વાગી. મેઘા બહાર હોલમાં જ બેઠી હતી. તેણે તરત જ દરવાજો ખોલ્યો. સામે જોયું તો વિશાલ ઊભો હતો.


વિશાલને જોતાં જ મેઘા બોલી, "અરે...બે દિવસ પછી આવવાનું હતું ને...!" ત્યાં જ વિશાલ બોલ્યો, " કેમ હું આવ્યો એ પસંદ ના આવ્યું કે શું?" મેઘાએ કહ્યું, "અરે ના... ના...આ તો અચાનક કીધાં વગર જ આવી ગયો એટલે."વિશાલે કહ્યું, "સારું-સારું, આમ પણ હું મજાક કરતો હતો."

આટલી વાત ચાલતી જ હતી કે, મેઘાનાં પપ્પાએ કહ્યું, "બેટા,હવે વિશાલને બહાર જ ઉભાં રાખીશ કે શું?, અંદર તો આવવા દે." મેઘાનાં મમ્મીએ કહ્યું, "આવો...આવો... અંદર આવી જાઓ...તમે થાકી ગયાં હશો, ફ્રેશ થઈને આવો હું તમારાં માટે જમવાનું બનાવી દઉં."


વિશાલે કહ્યું, "ના જમવાની તો ઈચ્છા નથી." મેઘાનાં મમ્મીએ કહ્યું, "સારું તો હું નાસ્તો બનાવી આપું, તમે ફ્રેશ તો થઈ જાઓ." આવી રીતે આખો દિવસ વિશાલનો મેઘાનાં મમ્મી-પપ્પા અને મેઘા સાથે વાત કરવામાં નીકળી જાય છે.


ત્યારબાદ બીજા દિવસે અંકિતા-કુનાલની સગાઈ હોય છે, ત્યાં પહોંચતાં જ મેઘાએ બધાનો પરિચય કરાવ્યો. આમ તો બધાંને વિશાલ ઓળખતો જ હતો.


રોહનનો પરિચય કરાવતાં મેઘા બોલી, "આ રોહન...આ પણ મારો ફ્રેન્ડ છે." વિશાલ બોલ્યો, " આપણાં લગ્નમાં આ મિસ્ટર.રોહન તો આવ્યાં ન હતાં એટલે આજે પહેલી વાર જોયાં." આ સાંભળતાં જ મેઘાનાં ચહેરાનાં હાવ-ભાવ બદલાઈ ગયાં, પરંતુ તેણે તરત જ સ્વસ્થ થતાં કહ્યું, "હા".

ત્યારબાદ સગાઈ પૂરી થતાં ઘરે પહોંચીને ફ્રેશ થયાં, પછી મેઘા અને વિશાલ સાથે કૉફી પીવા બેઠાં ત્યારે વિશાલે પૂછયું, "સાચું બોલ,રોહન કેમ આવ્યો ન હતો?" મેઘાએ કહ્યું, "અરે....ત્યારે જ એને જોબનાં લીધે બહાર જવું પડ્યું હતું, તેથી તે આવી શક્યો ન હતો."


બીજા દિવસે ખૂબ સારી રીતે લગ્ન સંપન્ન થાય છે. બીજાં જ દિવસે વિશાલ મેઘાને મુંબઈ આવવાં કહે છે, તેથી મેઘાએ તેની સાથે જવું પડે છે.



તેને મનમાં તો એમ હતું, કે તે હજી થોડાં દિવસ રહીને રોહન સાથે મળીને સૌમ્યા વિશે કંઇક જાણકારી મેળવી લે, પરંતુ વિશાલ સાથે તેનાં મમ્મી-પપ્પાએ પણ કહ્યું કે, " વિશાલ ઇચ્છતાં હોય તો બેટા, તારે જવું જોઈએ." તેથી મેઘાએ વિશાલ સાથે જવું પડ્યું.



રાત્રે નવ વાગ્યાં જેવું વિશાલ અને મેઘા ઘરે પહોંચે છે. વિશાલ અને મેઘા બહાર જમીને જ ઘરે જાય છે. બંને ખૂબ થાકી ગયાં હોવાથી રાત્રે કંઈ પણ વાત કર્યા વગર સૂઈ જાય છે.



સવારે વહેલાં ઊઠીને મેઘા ઘરનું કામ પતાવે છે. વિશાલનાં ઑફીસ ગયાં પછી મેઘા રોહનને કૉલ કરે છે. રોહનનાં કૉલ રિસિવ કરતાં જ મેઘા કહે છે, "સોરી રોહન મારે મુંબઈ આવવું પડ્યું, હવે આપણે શું કરીએ?" રોહને કહ્યું, " તું ચિંતા ના કરીશ હું બે દિવસ બાદ મુંબઈ આવીશ."


મેઘાએ કહ્યું, "પરંતુ તારી જોબમાં આટલાં દિવસ રજા!" રોહને કહ્યું, "મેં જ્યારથી આ જોબ સ્ટાર્ટ કરી ત્યારથી તબિયત ખરાબ સિવાય ક્યારેય રજા રાખી નથી, અને આમ પણ મારું ઘણું બધું કામ ઓનલાઇન જ પતી જાય છે અને મારાં જુનિયર બધું સંભાળી લે છે." આટલું કહીને રોહને ફૉન મૂકી દીધો.


બે દિવસ તો મેઘાનાં બેચેનીમાં જ વીત્યાં. બે દિવસ બાદ રોહન મુંબઈ આવી પહોંચ્યો. ત્યારબાદ રોહનનો ત્રીજાં દિવસે મેસેજ આવે છે કે, "કાલથી હું કામ ચાલું કરીશ." મેઘાએ "Ok" નો મેસેજ કરી દીધો.


બીજાં દિવસે સવારે રોહન વિશાલની ઑફિસની બહાર રહીને નિરીક્ષણ કરવામાં લાગી જાય છે. એકાદ અઠવાડિયા સુધી તે આમ જ નિરીક્ષણ કરતો હોય છે. ત્યારે થોડાં દિવસ બાદ તેને કંઇક માહિતી મળે છે. તે મેઘાને મળવાં બોલાવે છે.



*_______________________________________*






રોહનને સૌમ્યા વિશે શું માહિતી મળી હશે?!*____* મેઘા જ્યારે રોહનને મળશે ત્યારે આ માહિતી સભળીને તેની શું હાલત થશે...??!!*____* રોહનને આ માહિતી ક્યાંથી અને કેવી રીતે મળી હશે...???!!!*____*


*_______*જાણો આગળનાં ભાગમાં...*_______*




*____Next part coming soon____*