મંજીત
પાર્ટ : 14
એ શર્ટ પહેરીને ભાગતો સારા તરફ આવ્યો. એ એક હાથથી બટન લગાવતો હતો પરંતુ સારાનાં ધ્યાનમાં બટન લાગતા ન હતાં.
"સારા...!!" મંજીતે ધ્યાનમગ્ન થયેલી સારાને કહ્યું.
પરંતુ સારા તો મંજીતમાં જ ખોવાયેલી હોય તેમ એને સાંભળ્યું નહીં.
"સારા મેડમ...!!" મંજીતે જોરથી કહ્યું.
"મંજીત." પોતે યકીન જ કરતી ન હોય કે મંજીત એના સામે આવીને ઊભો રહ્યો છે. તેવા આશ્ચર્યચકિત સ્વરમાં સારાએ કહ્યું.
"કેમ છો.?" મંજીતે પૂછ્યું.
"હું...!!" મંજીતને શું જવાબ આપવાનો એ સારાને સુજ્યું નહીં.
"મેડમ..." મંજીતે ફરી કહ્યું. તે સાથે જ સારાએ ગુસ્સો દેખાડતાં મંજીતના છાતીએ બંને હાથેથી ધખ્ખો માર્યો. મંજીતના અર્ધ ખૂલેલા શર્ટ પર એટલે કે છાતીના ખુલ્લા ભાગ પર સારાના નાજુક હાથોનો સ્પર્શ થતાં જ મંજીતના શરીરમાં ઝણઝણાટી વળી ચૂકી. મંજીત થોડો દૂર ખસ્યો અને પહેલા શર્ટનું બટન બંને હાથેથી મારવા લાગ્યો અને સાથે જ કહ્યું, " સોરી."
"વોટ સોરી...!! એક કોલ પણ નહિ??" સારાએ ગુસ્સો દેખાડ્યો.
"તમે કર્યો?" મંજીત સારાના નજદીક આવતા પૂછ્યું.
"કોલ..!! આજે એક મહિના બાદ તારા સુધી ન પહોંચતે..!!" સારાએ કડક શબ્દોમાં કહ્યું.
"કારણ?" મંજીતે ટૂંકમાં પૂછ્યું.
"શેનું? કૉલ ન કર્યો એનું કે પછી એક મહિના બાદ પોતે મળવા આવી ગઈ એનું??" સારાએ વધુ ગુસ્સાથી પૂછ્યું.
"બંનેનું..!!" સારાનો ગુસ્સો જોઈને મંજીત એને વધુ ચીડવવા માટે પૂછ્યું.
"હું જાઉં છું. બાય." સારા એટલું કહીને જવા લાગી.
"રૂકના. મેં મજાક કર રહા હું યાર." મંજીતે એને રોકતાં કહ્યું અને અબ્દુલને જોરથી સીટી મારી. અબ્દુલે ત્યાંથી ક્યાં હુવા? નો ઈશારો કર્યો.
"મેડમને ત્યાં ઓટલા પર બેસાડ. તડકો વધારે છે હું આવું. મારા કપડાં ચીંટુ સાથે મોકલ. " બંને હાથનો ખૂણો વાળીને જોરથી અબ્દુલને સંભળાય એવી રીતે કહ્યું.
"નથી જવું. હું અહીંયા ઠીક છું તારી સાથે." સારાએ અદબ વાળતા કહ્યું.
"બસ પાંચ મિનિટ. મેં આતા હું. ફ્રેશ હો કર. અબ્દુલ કે વહા જાઓ." મંજીતે કહ્યું અને એ ખેતરભણી ભાગ્યો.
"પર મંજીત...!!" સારાએ બૂમ મારી ત્યાં સુધી તો મંજીત ખેતરની મોટી ઊગેલી ઘાસમાં આલોપ થઈ ગયો હતો. અબ્દુલ દૂરથી ઊભો રહીને જોતો હતો.
"ઓય ચીંટુ, કિતના ગીલી દંડા ખેંલગા. જા વો સીડી પર કપડે પડે રહેંગે વો મંજીત ભાય કો દે કર આ." અબ્દુલે દાંતને સળીથી સાફ કરતાં કહ્યું.
"જા મેં નહીં જાતા. તું જા." છણકો કરતા અગ્યાર વર્ષનાં ચીંટુએ ગીલીમાં દંડો મારતાં કહ્યું.
"આજ કલ કે છોકરે કીતને આલસી હૈ. ભાગ યહાં સે." બેઠેલા અબ્દુલે દાંતમાંથી સડી કાઢતાં કહ્યું. એ મોટી કરવટ કરતો ઉભો થયો અને મંજીતના ઘરમાં ઘૂસ્યો.
સારા દસ સેંકેન્ડ જેટલી રાહ જોઈને જે માર્ગે મંજીત ગયો હતો એ જ ઘાસમાંથી જગ્યા કરી અંદર પેઠી. બધે જ ઘાસ દેખાતું હતું પરંતુ અચાનક પગમાં કીચડ લાગવા લાગ્યું. એની મોજડી બંને કીચડમાં અટકી ગઈ. કશું પકડવાનું પણ હતું નહીં. એને એક પગને પહેલા જોરથી ઊંચકી જોયો પણ પગ નીકળી આવ્યો અને મોજડી ત્યાં જ ચીટકી રહી. એને કાદવમાં પગ ખરાબ થઈ જશે એ બીકથી બેલેન્સ ગુમાવી ના દે તે માટે સહારો લેવા માટે લાંબા ઊગી નીકળેલા ઘાસને પકડવા ગઈ પરંતુ એને હાથમાં કાપ પડી જાય એવો એહસાસ થતા જ તરત હાથ છોડતા જ બેલેન્સ ગુમાવીને એ લપસી પરંતુ એના નજદીક જ નાનકડું તળાવ આવેલું હતું એનાથી એ બેખબર હતી. પગ લપસતાં જ એ તળાવમાં જઈને પડી. નાનકડાં તળાવની થોડે દૂર ગ્રીન રંગ નાં મોટા પાઈપ જતાં હતાં એનાં જ ચોખ્ખા પાણીથી મંજીત નહાવા માટે ગયો હતો. અવાજ આવતાં જ સફાળો થઈને એને પાણીમાં ભૂસકો માર્યો અને સારાને તળાવમાંથી બહાર કાઢી દીધી. સારાને ઉલટી કરીને સુવડાવી અને પીઠ પર મારીને પાણી કાઢ્યું. પરંતુ સારાએ વધારે પાણી પીધું ન હતું. તો પણ સારાએ બેહોશ થવાનો ઢોંગ ચાલુ રાખ્યો. મંજીત ડરી ગયો હતો. એ ફટાફટ શ્વાસ ચેક કરવા લાગ્યો. એ સારાને પોતાનાં મોં વાટે શ્વાસ આપવા જ જતો હતો ત્યાં જ સારાએ મંજીતને ધક્કો મારી દીધો, " ઈડિયટ... આ'મ ઓકે..!!
(વધુ આવતાં અંકે)