તેં હેં સૈન્ગલી.... હું તને હું કવ... આ ઓલ્યા અંઝુ બેન નો ભરતો નય?
હા તે એનું હું?
ઇ તેદી મૂય્શ ને વળ નોતો સડાવતો? ઇ આય્ઝ ઓલી... ભાવુડી નય? એની હાર્યે..
હેં? હું એની હાર્યે?
એની હાર્યે ઓઘા માં બેઠો થો... હું પાણી ભરવા ગઈ તી ને તે ઇ બેયને ઝોઈ ગઈ... મન ભાળીન બેય હમાં નમાં થય્ન ભાય્ગા એવા કે ગોય્તા હાય્થ નો આય્વા.
તે તારે એન ગોતીન ક્યાં ઝાવું સે?
મારે ક્યાંય ઝાવું નથ્ય.. હું તો એકલી આવતી તી ને ન્યાં મારુ ધેન ઓલ્યા ખીઝડે ગ્યું...
કેમ હું હતું ખીઝડે?
ખીઝડા પાસળ ઓલ્યો રવજી ડૉહાનો રઘલો મેલી નઝર કરીન ઉભો થો... ઓલ્યા સકડા વાળો નથી એની હાર્યે..
કોણ ઓલ્યો નોળિયો?
હા ઇઝ ભમરાળો... બેય મુંવા ટાકી ટાંકીન ઝોતા તા...
ઇ કઝાય્ત ના સેજ એવા. આપડા ગામની બધ્યુ સોડયું બીવે સે એનાથી....
તે હું ઇઝ કવસુ તેદી ભરતો મૂય્શ ને વળ નોતો સડાવતો, તે મારે આય્ઝ એના પારખાં કરવા તા.. ને કેવું થું કે ઝો તું મન તારી બેન માનતો હો ને... તો આય્ઝ આ *સીનના ટેપના* ને એની માનું ધાવણ યાદ દેવડાવી દે. કઝાય્ત ના હામુ નો ઝોવા ઝોયી...
હેં રમલી... ભરતા ને ભાવુડી ની ઝોય્ડ ઝામે સે કે નય?
ઝોય્ડ તો ઝામે ઝ સે પણ ભાવુડી નો બાપો એમ કાંઈ બેય્ન એક નઈ થાવા દે.
હા હો સૈન્ગલી... ઇ કાણીયો સેઝ ભૂંડો.. તેદી અહાઢ ના મેળામાં ભાવુડીને ને ભરતા ને ઝોઈ ગ્યોતો તેદુનો ભાવુડી ને દાડીયે ય નય્થ ઝાવા દેતો...
હા ઇ બશારી મા વગર ની સોડી ની વેદના બીઝુ હમઝીય કોણ હકે...?
કઠણાઈ બશારી ની.
કાણીયો ય કાય ઓશીનો નથ્ય, સંપા ડોહી એમનામ થોડી કાંઈ મોનો કોટો નું ઢાકણું પિય ગય સે?
હા સંપા માં હતા તે ઓલી ભાવડી ન બધીય સૂટ હતી. હરવું ફરવું, ખાવું પીવું, પેરવું ઓઢવું હન્ધુય ધાર્યુ કરતી ભાવડી.
પણ આ કઝયાંળો કાણીયો સે નય? મા દીકરી બે માંથી એકેય ને સસરવા નોતો દેતો.
હેં એલી તન ખબર્ય સે? ઓલી સૈતા ડોહીને પૈન્ડ માં માતાઝી. નોતા આય્વા? તે દીય ભાવુડી ને બોવ માય્રરી તી...
લે હુકામ?
ઇ સાશ લેવા ગૈતી ને તે રસ્તામા ઓલ્યા ભમરાળા ઉભાતા, તે ભાવુડી બિય ગયન, ભરતા ની પાસળ હંતાતી હંતાતી ઘરે આવી... ઇ આ કણિયો ઝોઈ ગયો.
અરરર... પશી ?
પશી હું?... નો થાવાની થઈ... ડોહી આડી પડીન કીધું કે એને મારોમાં... તોય ઓલ્યો નરાધમ કાંઈ મૂકે?
ખાટકી ના પેટનો...
પશી તો ડોહી ને હું હુઝ્યુ કે કપાહ માં સાટવાની....
ભમરાળા આવા ઝ સે ઝાંઝા ગામમાં.
ભાવુડી ને તેદી ભરતા માં એનો ભરથાર દેખાણો તો... અન તે દી એક બાઝુ માતાઝી નો ભુવો ધુણે ને એક બાઝુ ભાવુડી નું મનડું ડોલે.
પશી ડોહીને મારીન કાણીયો દારૂના રવાડે સડી ગયો. ને ભાવુડી ને રાંધીન ખાવું તો ખરીન? તે દી થીઝ ભાવુડી દાડીયે
આવવાની સરૂ થઈ ગઈ...
હું હું કવ??
હા કેન
ઇ કણિયા ને પોલીસ ને બોલાવીન ઝીલ ભેગો કરવો ઝોઈ.
પણ પોલીસ ને ઇ પિધલી હંધાય હરખા.
અરરર... આ હું?
હે માડી... ભરતા આ લોઈ લુવાણ ક્યાં થ્યો?
આઝ થઈ ગ્યા તમારા ઓરતા પુરા... ઓલ્યા નરાધમ ખૂંટિયા ને ખીલે ટાંગી દીધો....
એટલે?
હા મારી બેન્યુ... ઝે તમે હમય્ઝા ઇ ઝ.
આઝ પશી મારા ગામની કોઈ બેન દીકરીને એની મરઝી વગર કોઈ હાથ તો હું અડાડે? નઝર ઉંશી કરીન ઝોશેય નય....
... વાહ મારા મુશાળા વીરા ભરત.