call center - 45 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૪૫)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૪૫)

થોડુંઘણું કામ પતાવી અમે બહાર ટી પોસ્ટ પર ગયા.અનુપમ અને પલવી થોડા દૂર બેઠા.અનુપમ ત્રણ દિવસ પછી તારો બર્થ ડે આવે છે.તો હું તને કોઇ સારી ગિફ્ટ આપવા માંગુ છું.તો શું તું મારી સાથે આજે બજારમાં આવીશ.તને પસંદ આવે તો જ હું લેવાની છું.નહિ તો નહીં એટલે તારે આવું જ પડશે.પણ પલવી એવી કોઈ ગિફ્ટ મારે જોતી નથી.તું બસ મને વિશ કરી ખુશ કરી શકે છે.

*********************************

તારે મારી સાથે આવું જ પડશે.મારા ઘરની પાછળનો દરવાજા પાસે એક સ્કૂલ છે તેની એક્ઝિટ સામે ઉભી હશ તું મને લેવા આવિશ જ.આપણે બંને એકસાથે તારી ગિફ્ટ લેવા જશું.

ઓકે પલવી ખુશ..!!!હું આવિશ તારી સાથે આજે સાંજે પાંચ વાગ્યે ઓકે.

ઓકે અનુ..!!!

ટી પોસ્ટથી મેડીકોલ કોલ સેન્ટરની અંદર જઈ રહ્યા હતા.અનુપમની સાથે ધવલ ચાલી રહ્યો હતો.તે કાલે નંદિતાને પલવીની વાત કરી કે નહિ?

નહિ ધવલ મેં તેને કહેવાની કોશિશ કરી પણ હું તેને કહી ન શક્યો.તે મને ખુબ પ્રેમ કરે છે.તે મારાથી દૂર જવા નથી માંગતી.

તો તું બંનેને પ્રેમ કરીશ.તારે ગમે તે એક ને કહેવું જ પડશે કે હું આને પ્રેમ કરું છું.જો તું સમય સર નહિ કે તો નંદિતા તારા પર શક કરશે.અને તારી લાઈફ બરબાદ થઈ જશે.તું નંદિતા સાથે પણ નહીં રહી શકીશ કે પલવી સાથે પણ નહીં.

ઓકે ધવલ શું કરવું હું વિચારી રહ્યો છું.તું થોડો મને સમય આપ.હું પણ બંનેને પ્રેમ કરી રહ્યો છું.જેટલો હું
નંદિતાને પ્રેમ કરું છું એટલો જ હું પલવીને પણ કરું છું.એટલે મને થોડો વિચારવાનો સમય આપ.

ઓકે અનુપમ..!!!

જીવનમાં એકબીજાને પ્રેમ કરવો એ કરતા વધુ એકબીજાથી દુર થવું વધુ કઠીન હોઈ છે.તેની યાદ તેનો એહસાસ તમને તમારા જીવન ભર યાદ રહે છે.તમે ગમે એટલી કોશિશ કરો પણ તેની સાથે વિતાવેલી યાદોને તમે ભૂલી નથી શકતા.

આજ પાયલને પણ વિશાલની યાદો ભુલાતી ન હતી.તે દરરોજ સાંજે રાત્રે પથારી પર તેના એક પગ સાથે બીજો પગ ઘસી વિશાલની યાદોથી તડપતી હતી.શું થશે મારી જિંદગીનું આ માહીને લઇને હું ક્યાં જાશ.શું વિશાલને છૂટાછેડા આપી મારે કોઈ બીજા સાથે લગ્ન કરી લેવા જોઇએ.પાયલના મનમાં એક પછી એક સવાલ ઉભા થતા હતા.

રાત્રીના અગિયાર વાગી ગયા હતા.વિશાલને ખબર પડી ગઇ હતી કે પાયલ જુના ફ્લેટ પર માહી સાથે રહે છે.આજ ફ્લેટમાં લગ્ન થયા પછી બંને રહેવા માટે આવ્યા હતા.લગ્ન જીવની શરૂવાત અહીંથી જ કરી હતી.

રાત્રે અગિયાર વાગે વિશાલ ફ્લેટ પર આવીને બેલ વગાડ્યો,બે ત્રણ વાર બેલ વગાડ્યો પણ કોઈએ ખોલ્યો નહિ.થોડીવાર રહી કોઈ દરવાજા પાસે આવ્યું.

(રૂમની અંદરથી જ સવાલ કર્યો )કોણ?

હું વિશાલ..!!મારે પાયલનું કામ છે.ઓકે મેડમને વાત કરું છું.મેડમ દરવાજા પાસે વિશાલસર આવ્યા છે.તમને બોલાવી રહ્યા છે.તમારું એમને કામ છે.

એને કહી દે કે અહીં કોઈ પાયલ નામનું રહેતું નથી.અને કયારેય અહીં આવાની કોશિશ પણ ન કરે.હું કોઈ વિશાલ નામના માણસને ઓળખતી પણ નથી.

ઓકે મેડમ..!!

સર મેડમે કહ્યું છે કે તે કોઈ વિશાલ નામના માણસને ઓળખતી નથી.તમે અહીંથી જઈ શકો છો.મેડમ જ્યાં સુધી મને કહેશે નહિ ત્યાં સુધી આ દરવાજો હું નહિ ખોલું.

સાંભળ તારા જે મેડમ છે તેનો હું પતિ છું..!!પણ મેડમ તો મને કહી રહ્યા હતા કે તેમના પતિ કોઈ નથી,એક હતા તેને પણ તેણે છૂટાછેડા આપી દીધા.એ પછી તે અહીં રહેવા આવ્યા છે.સર હું તો આ ફેલટની અંદર કામ કરૂં છું.મને કંઈ ખબર નથી.મેડમ જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી હું દરવાજો નહિ ખોલું.

ઓકે તો હું સવાર સુધી અહીં દરવાજાની સામે જ બેસી રહશ.જ્યાં સુધી પાયલ બહાર નહિ આવે ત્યાં સુધી.રાત્રીના બે વાગી ગયા પણ કોઈ બહાર આવ્યું નહિ.વિશાલ સવારના સાત વાગ્યા સુધી ફ્લેટની બહાર બેસી રહ્યો પણ પાયલ બહાર આવી નહિ.
અંતે તે હારીને ફરી મેડીકોલ કોલસેન્ટર પર જતો રહયો.

કોલસેન્ટરમાં હજુ પગ મેક્યો હતો ત્યાં જ પાયલનો ફોન તેના ફોનમાં આવ્યો.બોલ હવે તારે મારુ શું કામ છે?બધું જ તો તે મારી પાસેથી છીનવી લીધું.મને ખબર છે મારા નામ પર જે સંપત્તિ છે તે પણ તારે જોયે છે.

નહિ પાયલ હું તને એકવાર મળવા માંગુ છું.તું મારી વાત એકવાર સાંભળ તો ખરી.એ પછી તારે મને જે કહેવું હોઈ તે કહેજે.ઓકે કયાં મળવા માટે તને આવું?જ્યાં આપણે લગ્ન પહેલા મળતા હતા.ઓકે હું અડધી જ કલાકમાં ત્યાં આવી રહી છું.

ઓકે,પાયલ..!!!

થોડીજવારમાં પાયલ અને વિશાલ બંને એ જગ્યા એ ભેગા થઇ ગયા.જ્યાં બંને એ પ્રેમની શરૂવાત કરી હતી.જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો હતો.આ એ જ જગ્યા હતી જ્યાં બેસીને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)