lag ja gale - 5 in Gujarati Fiction Stories by Ajay Nhavi books and stories PDF | લગ જા ગલે - 5

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

લગ જા ગલે - 5

લોકડાઉન ના સમયમાં લોકો ને ઘરમાં જ રાખવા ઘણું જ મુશ્કેલ થઇ રહયું હતું. ઘણા લોકો ના પાડવા છતા પણ કામ વગર ઘરની બહાર નીકળી જતાં. અમદાવાદમાં કોરોના પૂરઝડપે વધી રહયો હતો, છતાં પણ કેટલાક લોકો ને ઘરની બહાર જવા સિવાય ચાલે જ નહીં. લોકો કહે કે, ઘરે રહીને કંટાળી ગયા. પણ આ જ લોકો જો એમની પ્રેમિકા સાથે ઘરમાં પૂરાય ગયા હોત તો તો એ ઘર તો શું? રૂમ ની પણ બહાર ના નિકળે અને કોરોના જેટલો જલદી ફેલાઇ રહયો છે એટલી જલદી ના ફેલાત. પણ બધાનાં નસીબ નિયતિ જેવા ના હોય ને.

સવાર પડી ગઇ હતી. નિયતિ બાથરૂમમાં જઇ ફ્રેશ થઇ ગઇ. તન્મય હજુ સૂતો જ હતો. થોડી વાર પછી વિવેક પણ જાગીને રસોડામાં ગયો અને રાતના પડેલા વાસણ સાફ કરવા લાગ્યો. વિવેક ને જોઈ નિયતિ પણ બહાર આવી રસોડામાં ગઇ. નિયતિ એ વિવેક ને ચા નું પૂછ્યું. વિવેક ચા નું સાંભળી ખુશ થઈ ગયો. નિયતિ બોલી,"આમાં આટલાં ખુશ કેમ થાવ છો?" વિવેક બોલ્યો,"આજે ખબર પડી સાચ્ચે ભગવાન છે. લોકડાઉન થયા બાદ સારૂં ખાવાનું તો દૂર સારી ચા પણ નસીબ ન હતી. આજે સારી ચા પીવાની મળશે." નિયતિ આ સાંભળી હસવા લાગી. એણે ફટાફટ ચા બનાવી પણ તન્મય તો હજુ પણ સૂતો જ હતો. નિયતિ અને વિવેક ચા પીવા બેઠાં. વિવેક એ ચા ની ઘણી જ તારીફ કરી.

તન્મય ઉઠી ગયો હતો. નિયતિ ચા પી ને રૂમ માં ગઇ અને બંને ના બ્લેન્કેટ ગડી કરવા લાગી. નિયતિ એ તન્મય ને પૂછયું,"તમે ચા પીશો ને? મેં બનાવી છે." તન્મય એ કહ્યુ,"તે બનાવી હોય તો પીશ." એમ કહી તન્મય એ પણ ચા પીધી. એને પણ ઘણી સારી લાગી.

હવે જમવાનું બનાવવાનું હતું. નિયતિ એ તન્મય ને પૂછયું,"જમવામાં શું બનાવવું છે?" તન્મય એ કહ્યુ,"તારી ઇચ્છા." નિયતિ એ કાંદા બટાકાનું શાક અને રોટલી બનાવવાનું નક્કી કર્યું. તન્મય કાંદા બટાકા કાપવા લાગ્યો. નિયતિ રોટલી માટે લોટ બાંધવા લાગી. ત્યારબાદ તન્મય એ શાક બનાવવા ગેસ સળગાવ્યો અને નિયતિ જેમ કહેતી એમ એ દરેક વસ્તુ નાખતો ગયો. બંને સાથે મળીને રસોઇ બનાવી રહયા હતા. નિયતિ એ વિવેક ને જમવા માટે બોલાવ્યો.

ત્રણેય એક જ થાળીમાં જમવા માટે બેઠા. મે એવું સાંભળ્યું છે કે એક જ થાળીમાં જમવાથી પ્રેમ વધે. પણ આ ત્રણેય પ્રેમ વધે એ આશાએ એક થાળીમાં નહોતા જમતા. એમને તો હતું કે વધારે વાસણ ધોવા ના પડે એ માટે એક માં જમતા. શી ખબર વાસણ બચાવવા ના ચકકર મા પ્રેમ પણ વધી જાય.

વિવેક આ શાક રોટલી જોઇ ને એટલો ખુશ થઈ ગયો જાણે રસ્તામાં બે હજાર ની નોટ દેખાય ગઇ હોય. આજે શાક રોટલી ની કિંમત એને સમજાઇ હતી. પોતાના રૂમ પર તો કયારેય નિયતિ ને જમવાનું બનાવવાનો મોકો મળ્યો ન હતો. તેથી ઘણા સમય પછી જમવાનું બનાવ્યું હોવાથી એને મનમાં ડર હતો કે કેવું બન્યું હશે. પણ ચાખ્યા બાદ ઘણું જ સારું લાગ્યું. રોટલી પણ એકદમ ગોળ અને સરસ બની હતી. નિયતિ પોતે વિચાર માં પડી ગઈ કે એણે આટલી સરસ રસોઇ બનાવી. એ ખુશ થઈ ગઈ. પહેલી વાર જીવન માં આટલી સરસ રસોઇ બનાવી હશે.

ત્રણેય જમતા જ હતા ત્યાં જ તન્મય પર એની મમ્મી નો ફોન આવ્યો. તન્મય એની મમ્મી થી કોઈ વાત છુપાવતો નહી. એની મમ્મી નિયતિ ને પણ ઘણી સારી રીતે જાણતી અને નિયતિ નું એમની સાથે સારું બનતું પણ હતું. નિયતિ ના મમ્મી પપ્પા અને તન્મય ના મમ્મી પપ્પા પણ એકબીજા ને સારી રીતે ઓળખતા હતા. તન્મય એ નિયતિ અહી રહેવા આવી છે એ વાત એની મમ્મી ને જણાવી. એની મમ્મી પણ ઉચા વિચારો વાળી છે. તેથી એમણે કઇ કહયું નહી. પણ નિયતિ ના મનમાં હવે નાનો ડર સમાય ગયો કે તન્મય ના માતા પિતા નિયતિ વિશે કેવું વિચારશે અને પોતાના ઘરે આ વાત કરવી કે નહી? નિયતિ એક નાનકડા ગામમાંથી આવતી હતી. એના સમાજ મા સગાઇ થઇ હોય છતા પણ બંને ને વધારે દિવસ છોકરાના ઘરે ના રોકાવા દે. તો અહીં તો નિયતિ સગાઇ કર્યા વગર રોકાઇ રહી હતી અને એ પણ બે છોકરાઓ વચ્ચે એકલી. નિયતિ ને લાગ્યું કે એમ પણ પંદર દિવસ નું જ લોકડાઉન છે ઘરે આ વાત જણાવી હેરાન નથી કરવું. તો એણે ઘરે વાત કહેવાનું માંડી વાળ્યું.

તન્મય બહાર જવા માટે તૈયાર થયો અને નિયતિ ને પૂછયું,"ઘરમાં શું લાવવાનું છે એ જરા કહી દે તો હું લઇ આવું." નિયતિ એ બધી વસ્તુ જોઇ જે ના હતું એ તન્મય ને કહી દીધું. નિયતિ તન્મય ને દરવાજા સુધી મૂકવા આવી. હું સાંજે આવીશ એમ કહી એ ચાલ્યો ગયો. નિયતિ ઘરમાં એકલી ઘરને મન ભરીને જોઈ રહી હતી. વિવેક પણ ઘરમાં જ હતો પણ એ ના હોવા બરાબર જ હતું કેમ કે એ પોતાના કામ માં જ વ્યસ્ત રહેતો.

સાંજના પાંચ વાગવા આવ્યા ત્યાં જ તન્મય ઘણો સામાન લઈને આવ્યો. તન્મય ને સાંજે પણ ચા પીવાની ટેવ હતી. એણે નિયતિ ને ચા બનાવવા કહ્યું. ત્રણેય સાંજે ચા પીવા બેઠાં. નિયતિ એ મનમાં જ ભગવાનનો આભાર માન્યો અને આ દિવસો જલદી પૂરા ના થાય એની પણ પ્રાર્થના કરી.

"સાંજે શું બનાવું?" નિયતિ એ પૂછ્યું. તન્મય એ કહ્યુ,"ખીચડી બનાવી દે હમણાં વધારે મહેનત કરવાની તારે જરૂર નથી." નિયતિ એ ખીચડી બનાવી. ત્રણેય જમીને પોતાના રૂમ માં આવી ગયાં.

ફરી તન્મય ને મન ભરીને જોવાનો સમય આવી ગયો. બંને બેડ પર બેઠા હતા. તન્મય એ કહ્યુ,"જેવું લાઇટ નું બંદોબસ્ત થઈ જાય આપણે વિડિયો ચાલુ કરી દઇશુ." નિયતિ એ હા પાડી. તન્મય સૂવા માટે પડ્યો. થોડી વાર માં એને ઉંઘ આવી ગઈ. હવે નિયતિ ફરી તન્મય ને પ્રેમ થી નિહાળવા લાગી. પ્રેમ પણ અજીબ છે લોકોની ઉંઘ પણ છીનવી લે છે. તન્મય એ ઉંઘ માં જ નિયતિ બાજુ પડખું ફેરવ્યું.

નિયતિ પણ તન્મય બાજુ જ પડખું ફરીને સૂતી હતી અને જોઇ રહી હતી કે તન્મય વચ્ચે ખાલી પંદર સે.મી. નો જ ફાંસલો છે. નિયતિ તો આ ફાંસલો પણ દૂર કરવા તૈયાર હતી. તન્મય એના તરફ પડખું તો ફરી ગયો હતો એને મનમાં હતું કે હવે તન્મય એના પર હાથ મૂકી દેશે. પણ એવું થયું નહી. થોડી વાર પછી તન્મય ઉંધી બાજુ પડખું ફરીને સૂઇ ગયો. નિયતિ તો તન્મય સામે બધું જ ન્યોછાવર કરવા તૈયાર હતી. એના પછી એને મોત પણ આવે તો પણ એ ખુશી ખુશી મોતને ભેટી લેત.

આપણે ફિલ્મ માં આ જોયું હોય છે કે પ્રેમ માં લોકો ને ઉંઘ નથી આવતી, એ પ્રેમ માં પાગલ થઈ જાય છે. લૈલા મજનુ, હીર રાંઝા જેવા લોકો ની વાર્તા સાંભળીએ છીએ. તો કોઈ વાર થાય કે આટલું બધું હકીકત મા ના થાય. પ્રેમમાં પ્રાણ શું કામ ન્યોછાવર કરવા? એ ખાલી ફિલ્મો ની કહાની છે. નિયતિ નુ પણ આવું જ માનવું હતું. પણ જયારે એને પણ આવું જ મહેસુસ થવા લાગ્યું ત્યારે એને વિશ્વાસ થયો કે પ્રેમ એક એવી લાગણી છે કે જે પોતાને થાય તો જ સમજી શકે. પ્રેમ નિસ્વાર્થ લાગણી છે. પણ આજના યુગમાં લોકો એ પ્રેમ ની વ્યાખ્યા જ બદલી નાખી છે. લોકો એક આકર્ષણ ને પણ પ્રેમ સમજી બેસે છે.

નિયતિ આજે પણ આખી રાત તન્મય ને જ જોતી રહી. સવારના છ વાગ્યા હતા. હવે નિયતિ ને ઉંઘ આવવાની શરૂ થઈ. થોડી ઉંઘ લેવી પણ જરૂરી હતી, નહીં તો કામમાં ખલેલ પહોંચી શકે. આટલા મોડે સુધી જાગ્યા છતાં પણ એ તન્મય કરતા પહેલા ઉઠી ગઇ. ફ્રેશ થઇ એ રસોડામાં ચા બનાવવા ગઇ. થોડી વાર માં તન્મય પણ રસોડામાં આવી પહોચ્યો અને નિયતિ ને ચા બનાવતા જોવા લાગ્યો. નિયતિ એ પૂછ્યું,"આમ, શું જૂઓ છો?" તન્મય એ કહ્યુ,"તું ચા કઇ રીતે બનાવે છે એ જોઉં છું. હું તો જયારે પણ ચા બનાવું દર વખતે અલગ જ સ્વાદ હોય." બંને હસવા લાગ્યા. ત્યાં જ તન્મય ના ફોન માં રીંગ વાગી. નિયતિ ની નજર સીધી એના ફોન પર ગઇ. પલક નો ફોન હતો. તન્મય એની સાથે વાત કરવા લિવિંગ રૂમ માં જતો રહ્યો.

નિયતિ ચા લઈને આવી. તેણે પલક અને તન્મય ની વાતો સાંભળી. તન્મય એની સાથે એકદમ નરમ અવાજે અને પ્રેમ થી વાત કરતો હતો. નિયતિ થી આ જોવાયું નહીં. એના મનમાં પલક માટે ઇર્ષા ઉત્પન થઈ રહી હતી. ત્યાં જ એ પોતાની જાત સાથે ફરી વાત કરે છે અને પોતાને સમજાવે છે કે શું કામ તને ઇર્ષા થાય છે? ઇર્ષા કરવા વાળી તું છે કોણ? નિયતિ પાસે આ સવાલનો કોઈ જવાબ ન હતો. ત્યારે એને ખ્યાલ આવે છે કે એતો તન્મય ની ખાલી બિઝનેસ પાર્ટનર છે. અહીં કામ માટે આવી છે. તન્મય કોની સાથે શું વાત કરે એની સાથે એને કોઈ જ વાંધો ના હોવો જોઈએ. પણ કહેવાય છે ને મન ઘણું જ ચંચળ છે. એને વશમાં રાખવું ઘણું જ મુશ્કેલ છે.
આ મનને મનાવવું કઇ રીતે? હજુ તો નિયતિ ને તન્મય ના ઘરે આવ્યાને બે દિવસ થયાં ત્યાં જ જો નિયતિ મન પર કાબુ ના રાખી શકે તો હજુ તો ઘણાં દિવસો બાકી છે. આ તો ઘણી નાની વાત છે. આમાં જો ઇર્ષા થતી હોય તો બાકીના દિવસો એ કેવી રીતે કાઢશે?

હવે પછીના દિવસોમાં શું થશે એ આગળ જોઇશું. અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.
આભાર.