ભાવેશ અને વિશાલ અંદરો અંદર માનસિક રીતે અસ્વસ્થ હતા, કેમકે એકબાજુ હોસ્ટેલ માં વિશ્વજીત ભાઇ નો ત્રાસ અને બીજી બાજુ કોલેજ માં ભૂમિકા બેન ની ચિંતા.
આ બને એટલા બધા શાતિર માણસ હતા કે કોઈનો ડર કે ધમકી થી ડરે એવા ડરપોક ન હતા પણ તેમના માં માનવતા નામનું એક બીજ પોતાના શરીર માં સળવળતું હતું તેથી કોઈનું ખોટું કર્યા પછી માનવતા નું બીજ એકા એક સજીવન બની જતું.
તેમના માં એક મોટી ખામી હતી કે કોઈનું ખરાબ કર્યા પછી માનવતા તેમના માં જાગી ઊઠતી પણ પછી આ માનવતા ની કોઈ કદર કરતું નહિ.
કરે પણ કેમ.
કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત વિચારી ને કરવાનું હોય ભાઈ.
આપણા ગુજરાતી માં એક કહેવત છે કે...
"કોઈ દિવસ થૂંકેલું ગળાય નહિ."
આ બે મહાનુભાવો ને આવી કોઈ કેહવત થી અજાણ હશે.
(ભાવેશ પોતાના રૂમ માં જોર જોર થી હસવા લાગે છે,અને બૂમ પાડીને કહે છે કે મજા પડી જઈ...મજા...)
અલ્યા ભાઈ તારે ઓચંદા નું સુખ તો નથી આવી ગયું કે શું...
તું જેવું સમજે તારી વાત સાંભળી ને મને અદભૂત સુખ મળી ગયાનો આનંદ છે.
એતો ભાઈ મારી માં એ કીધું હતું એટલે આતો તને કીધું પણ મને કોઈ અનુભવ નથી થયો.
જેને કીધું એથી મને કોઈ ફરક નથી પડતો પણ હાલ તો તારા સ્વ મુખેથી સાંભળ્યું એટલે મને કોઈ આનંદ નો પાર રહ્યો નહિ.
બસ હવે શાંતિ રાખ આપડે પણ સુખ ના દિવસો સામે ચાલી ને આવશે.
23 વર્ષ સુધી તો કોઈ સુખ બુખ આવ્યું નથી તો હવે આવે એવું મને નથી લાગતું,આમતો એક કહેવત છે કે દસકો દુઃખ અને દસકો સુખ હોય પણ આપડે તો વિશકો પણ પુરો થઈ ગયો પણ દૂર દૂર સુધી કોઈ સુખ દેખાતું નથી.
કોઈ ચિંતા ન કર આપડે પણ કોઈ દિવસ સુખ જરૂર થી આવશે હો...
બીજી બધી વાત મુક અત્યારે હું આનંદ માં છું અને મને હમણાં આનંદ માં રહેવા દે આવું ભવલા ના મુખે થી નીકળી જાય છે.
ભાઈ તને હું ક્યાં દુઃખ આપુ છું.
ના... ના... એવું નથી પણ મારું મગજ ફ્રેશ છે એટલે દુઃખ ભરી વાતો હમણાં સાભળવા માગતો નથી.
ઓકે મારા ભાઈ.
(ટન... ટન... હોસ્ટેલ માં સાંજનો જમવાનો બેલ પડે છે અને બધા વિદ્યાર્થીઓ જમવા માટે ભોજન હોલ માં જાય છે.)
ભાવેશ સાંજે આજે જમવાનું મસ્ત છે.
શું છે લ્યા બોલ ને ભાઈ જમવાનું.
શોલે ચણા અને પૂરી સાથે છાસ પણ છે આજે તો મજો પડી જવાનો ભાઈ...
તારા કાકા ને કયા પૂરી ભાવે છે.
થોડું ખાઈ લેજે ને...
પછી મારે ભૂખ્યા રહેવાનું.
ના લયા, આપણે રાત્રે 12 વાગે અંબિકા હોટેલ માં જઈને નાસ્તો કરી આવીશું.કરી
(દરેક વિદ્યાર્થી જમીને પોત પોતાના રૂમ માં વાચવા બેસે છે.)
મારું મન વાચવામાં નથી લાગતું આવું ભાવેશ બોલે છે.
અલ્યા ભાઈ થોડું વાંચ નહીતો અશ્વિન ભાઈ આવશે અને પૂછશે કે શું વાચ્યું તો તું શું જવાબ આપીશ.
તું શું કામ ટેન્શન લે છે, મારે ક્યાં જવાબ આપના છે.
કેમ જવાબ નથી આપવા ના એટલે શું મને ખબર ના પડી...
જ્યારે અશ્વિન ભાઈ આગળની રૂમ માં પ્રશ્નો પૂછવા માટે આવે ત્યારે હું જાણી જોઈને ટોયલેટ માં જતો રહીશ.
પણ આવું કેટલા દિવસ ચાલશે મારા ભાઈ.
આજનો દિવસ તો જતો રહશે ને, આપણે ક્યાં હોસ્ટેલ માં વધારે દિવસો રહેવાનું છે.થોડા દિવસોની તો વાત છે પછી આપણે તો રમીલાબેન ના પિજી માં રહેવા જવાનું છે.
એતો વાત તારી બરાબર છે.
(જેમ તેમ કરીને હોસ્ટેલ માં એક અઠવાડિયું પૂરું કરે છે.)
વધુ આવતા અંકે...