Mindset in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | Mindset

The Author
Featured Books
Categories
Share

Mindset


Skip to contentતમને સફળતા મેળવતાં શું અટકાવી રહ્યું છે? આ સ્ટોરી વાંચી ગયા તો તમને
Mitro ધ્યાન થી વાંચો
એક કુંભાર ની આ વાત છે તેની પાસે ત્રણ ગધેડા હતા એ ત્રણ ગધેડા ને લઈને દરરોજ પોતાના કામે નીકળતો, અને કામથી જ્યારે પાછો આવતો હોય ત્યારે પાછો ફરતી વખતે તો તને વધારે પડતી તરસ લાગી હોય તો તે સાથે ત્રણ ગધેડા માટે દોરડા લઈને જતો જેથી વચ્ચે એક નદી આવતી એ નદી પાસે ત્રણે ગધેડાને દોરડેથી બાંધી લેતો અને પછી નિરાંતે પાણી પી લે તો. કોઈ વખત તે વધારે પડતો થાકી ગયો હોય તો નદીમાં નાહવા પણ પડી જતો અને ફરીથી ગધેડા ને છોડીને પોતાના ઘરે ચાલ્યો જતો.

એક દિવસ તે ઉતાવળમાં ઉતાવળમાં ઘરેથી માત્ર બે દોરડા લઈને જ નીકળ્યો હતો. અને કામ પર જઈને ફરી પાછી ફરતી વખતે તેને નદીમાં નાહવા જવું હતું એટલે તેને ગધેડાને દોરડાથી બાંધવાનું વિચાર્યું પરંતુ દોરડા તો એની પાસે માત્ર બે જ હતા અને તે પણ આ વાતથી અજાણ ન હતો.

ત્યાં બાજુમાં એક માણસ બેઠો હતો તેને જોઈને તે ડાહ્યો માણસ લાગી રહ્યો હતો એટલે તેણે માણસને કહ્યું કે મારી પાસે આવી પરિસ્થિતિ છે હવે હું શું કરું?

એટલે તે માણસે તેને સલાહ આપી કે તું નદીએ જઈ આવ અને નાહી લે પરંતુ તુબે ગધેડાને દોરડાથી બાંધી દેજે અને ત્રીજો ગધેડો આ બે ગધેડા ને બાંધતો હોય તે જોઈ રહ્યો હોય એ રીતે બાંધજે. પછી ત્રીજા ગધેડાને ખોટેખોટી ખાલી એક્શન કરજે, માત્ર નાટક જ કરવાનું છે. કુંભારને આ વાતમાં કંઈ દમ લાગ્યો એટલે તેને ટ્રાય કર્યું.

પહેલા બંને ગધેડા ને તેણે દોરડાથી બાંધ્યા અને ત્રીજો ગધેડો નો ઉભો બધું જોઈ રહ્યો હતો. પછી તેણે ખોટે એક્શન કરીને ત્રીજા ગધેડાને પણ બાંધવા નું નાટક કર્યું.

આટલું કરીને તે નદીમાં નાહવા માટે જતો રહ્યો પરંતુ નદીમાંથી પણ તે ગધેડા પર નજર રાખી રહ્યો હતો, ત્રણે ગધેડા ત્યાં ને ત્યાં જ ઉભા હતા ત્રીજો ગધેડો પણ જાણે બંધાઈને ઊભો હોય એ રીતે જ ઉભો હતો.

થોડીવાર પછી નહાઈને બહાર આવીને જોયું તો પણ ત્રણે ગધેડા ત્યાં જ ઉભા હતા. કુંભાર એ તરત જ તૈયાર થઈને બે ગધેડાઓ માંથી દોરડું કાઢી નાખ્યું અને ચાલતો થયો, એની સાથે સાથે બંને ગધેડા તો ચાલતા થયા પરંતુ જેને બાંધ્યો નહોતો તે ત્રીજો ગધેડો પોતાના સ્થાનેથી જરાપણ હાલ્યો નહીં.

એટલે કુંભારે ત્યાં બાજુમાં જઈને ધક્કો માર્યો તો પણ પેલો ત્યાંથી હલ્યો જ નહીં. કુંભારે ફરી પેલા માણસ ને પૂછ્યું કે આ હવે તો ચાલતો નથી હવે મારે તેનું શું કરવું?

એટલે ફરી પેલા માણસને સલાહ આપતાં કહ્યું કે શું પહેલા તે ત્રીજા ગધેડા ને છોડી દીધો? એટલે કુંભાર હસવા લાગ્યો અને કહ્યું અરે તમને દેખાતું નથી મેં તો તેને બાંધ્યો જ નથી.

એટલે પહેલા ડાહ્યા માણસે કહ્યું એ તું તો જાણે છે કે ગધેડો બાંધેલો નથી પરંતુ તે પોતાની જાતને બંધાયેલો જ સમજે છે, હવે તારે ખોટે તેને છોડવા નું નાટક કરવું પડશે.

એટલે કુંભારે એ રીતે કર્યું તો આશ્ચર્યચકિત થઇ ગયો કારણકે જેવો છોડ્યો તેઓ ગધેડો તરત જ ચાલવા લાગ્યો.

અહીં એક નહીં પરંતુ ઘણા બધા સવાલ મનમાં ઊભા થશે,

એ ત્રીજા ગધેડાને બાંધ્યો નહોતો તો પણ તેને અટકાવનાર કે પછી તેને ચાલવાથી રોકનાર શું હતું?

શું તે ત્રીજા ગધેડા પાસે ચાલવાની તક નહોતી?

શું તે ત્રીજા ગધેડા પાસે આગળ ચાલવા માટે રસ્તો નહોતો?

શું તેની જ સામે પેલા માણસે બંને ગધેડા ને છોડ્યા તો તે બે ગધેડાઓ નું ઉદાહરણ હતું નહિ?

શું તે ત્રીજા ગધેડા માં ચાલવાની શક્તિ જ નહોતી?

શું તેની પાસે જરા પણ સપોર્ટ નહોતો? અરે સપોર્ટ ખૂબ જ હતો, એનો માલિક ગધેડો ચાલવા લાગે એટલા માટે રીતસર બાજુમાં જઈને ધક્કા મારતો હતો.

તેની પાસે બધું જ હતું તેમ છતાં તેને ચાલવાથી કોણ રોકી રહ્યું હતું અથવા તો શું રોકી રહ્યું હતું?

હકીકતમાં મિત્રો આપણી સાથે પણ હંમેશા જીવનમાં એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે. આપણે આપણી કલ્પનામાં સાવ ખોટી શરમ, સંકોચ અને અત્યંત નાની મનોવૃત્તિ ના કાલ્પનિક દોરડાથી બંધાઈ ચૂક્યા હોઈએ છીએ.

મને શરમ આવે છે, સંકોચ થાય છે, મને ક્યારેય તક નથી મળતી, મને કોઈનો સપોર્ટ જરા પણ મળતો નથી, મારે શું કરવું તેનો રસ્તો/માર્ગ નથી મળતો.

મારાથી આ થઈ શકે તેમ નથી વગેરે વગેરે કેટલી કાલ્પનિક માન્યતાઓ સાથે આપણે જીવતા હોઈએ છીએ.

પરંતુ આ બધા આપણને ખોટે ખોટ બાંધી રાખેલા દોરડાઓ છે. આપણે આપણા મનમાં કલ્પના નો ઉપયોગ કરીને ઊભી કરેલી એવી બંધન વૃત્તિથી અલબત્ત છૂટવાની જરૂર છે.

એટલા માટે જ કહેવામાં આવે છે કે જેને ઊડવું છે તેને આકાશ મળી રહે છે. જેને ગાવુ છે તેને ગીત મળી રહે છે. અને મહત્વનું જેને ચાલવું છે તેને દિશા મળી જ રહે છે.

આથી બધી માન્યતાઓ માંથી મુક્ત થઈ જાઓ અને તમારી જાતને આઝાદ કરીને સફળતા તરફ વધુ એક કદમ અપનાઓ અને વિકાસ તરફ આગળ વધો.

વિકાસ એટલે ખીલવું, હદયને ભીતરમાં થી ખોલવું, અંધકાર, અહંકાર અને અજ્ઞાન ને બહાર ફેંકવું, એની સામે જ્ઞાન, નમ્રતા અને પ્રકાશ નો સત્કાર કરવો.
વિકાસ એ વૃત્તિ નહી, પરંતુ પ્રવુત્તિ છે. વિકાસ એટલે કેવળ ગતી નહી, પરંતુ પ્રગતિ છે. ઈશ્વર નિર્મિત બીડાયેલ કળી નો વિકાસ ફૂલમાં થાય અને સુવાસ પ્રદાન કરે , તેમ માનવ જીવન પ્રેમમય અને પ્રભુમય વિકસીને સૌંદર્યમય ના બની શકે !
મિત્રો, બચપન એ આનંદ - કિલ્લોલ માટે છે, યુવાની એ સાહસ - સંચય માટે છે, જયારે ઘડપણ એ અર્પણ, તર્પણ અને સમર્પણ માટે છે. આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં કશું શાશ્વત નથી તેમ છતાં આપણું વર્તન જાણે કે અમરત્વ લઈને આવ્યા છે, તેવું હોય છે. સંયમ દ્વારા સાચવી જાણે, સેવા દ્વારા વાપરી જાણે, એ માનવ ની માનવતા પાસે, દેવોનું દેવત્વ પણ ઝાંખું પડે...
આપણે વિચારીએ કે આપણે સમાજ માટે શું કરી શકીએ ?
આ સંસારમાં લેવા જેવું હોય તો લોકોની શુભેચ્છા છે અને મેળવવા જેવું હોય તો બીજાના હદયમાં થી પ્રગટેલ આશીર્વાદ છે. આ શુભેચ્છા અને આશીર્વાદ તમારા જીવન બાગ ને નવ પલ્લિત કરી દે છે. આપણે આપણી મોટાભાગ ની શક્તિ બીજાને ટેકો કરવાને બદલે ટીકા કરવામાં વેડફાઈ જાય છે. ખૂબી જોવાને બદલે ખામી જોવામાં શક્તિ ખર્ચાઈ જાય છે.
મિત્રો, સહુના ભલામાં મારું ભલું છે, તે સૂત્ર જીવન ને સાર્થક અને સમર્થ બનાવવામાં ઉપયોગ કરો..એકમેક વચ્ચેનું અંતર ઘટાડી, ખોટા ખયાલ અને ગેરસમજણો દૂર કરી જીવન ને પારદર્શક બનાવવા નો નિષ્ઠાપૂર્વક નો પ્રયત્ન જીવન વિકાસ માટે સ્ટેપિંગ સ્ટોન બની રહેશે.
મિત્રો, જીવનમાં ફૂલની સુવાસ દેખાતી નથી પરંતુ સૂંઘી શકાય છે તેમ આશીર્વાદ દેખાય નહી પણ ચોક્કસ અનુભવાય ખરા...
સ્વ વિકાસથી, પરિવાર વિકાસ, સમાજ વિકાસ, રાષ્ટ્ર વિકાસ અને વૈશ્વિક વિકાસ મા યોગદાન આપી શકીએ તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે.. !! આપણે જીવન વિકાસ માટે ઉચ્ચ આદર્શ થી દીક્ષિત થઈએ અને સરળ - સહજ જીવન શૈલીથી પુલકિત થઈએ. સત્કાર્યો થી આપણે પ્રભુ ના તો લાડકવાયા થઇશું જ, સમાજ ને પણ સરાહનીય, ઉદાહરણીય અને અનુકરણીય એવું કંઇક આપીને જઈશું કે સ્મરણમાં કાયમ રહીશું.
સૌને જીવન વિકાસ શુભેચ્છા.
આશિષ શાહ
Prism Knowledge Inc.
Maaster Blaaster