lokdawan in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | લોકડાઉન

Featured Books
Categories
Share

લોકડાઉન

*લોકડાઉન* વાર્તા... ૬-૪-૨૦૨૦

અમુક માણસો જ્યારે જરુર હોય ત્યારે બેશરમ બની ને તમારી શરણમાં આવે છે... અને ચાપલૂસી કરીને પોતાના કામ અને એ સમય કઢાવી લે છે અને સમય નિકળી ગયાં પછી તમારી કિંમત કોડીની થઈ જાય છે...
અમદાવાદમાં એક જાણીતી સોસાયટીમાં રહેતા ભરતભાઇ અને કંચનબેન.... પોતાનો ધંધો હતો એટલે ભરતભાઈ ધંધામાં રચ્યા પચ્યા રહેતા....
અને કંચનબેન ઘર અને ભક્તિ માં ડુબેલા રહેતાં...
આમ કરતાં આ બન્ને ને ત્રણ દિકરાઓ થયાં
મોટો રાજીવ પછી બે વર્ષ રહીને બીજા નંબરે કેતન અને ફરી બે વર્ષ રહીને ત્રીજા નંબરે પલાશ...
ભરતભાઈ ને પોતાના ધંધા સિવાય કોઈ બીજી વ્યવહારીક વાતોમાં રસ જ નહીં....
એટલે કંચનબેન એકલાં હાથે બધે ઝઝૂમતા...
છોકરાઓ ને ભણવા મૂક્યા...
અધૂરા ભણતરે છોકરાઓ પિતાનાં ધંધામાં લાગી ગયાં...
ધંધો હતો એટલે ભણવાની ક્યાં જરૂર હતી???
એવી માનસિકતા ધરાવતા હતા...
રાજીવ વીસ વર્ષ નો થયો અને દૂરના ગામડાની છોકરી લતા જોડે લગ્ન કરાવી દીધા...
રાજીવ નાં લગ્ન ને એક વર્ષ થયું ને કેતન ને રંજન જોડે પરણાવી દીધો...
ત્યાં સુધીમાં રાજીવ એક દિકરી મિલી નો પિતા બની ગયો હતો..
કેતન ને લગ્ન ને એક વર્ષ થયું અને પલાશને મોસમી જોડે પરણાવી દીધો...
ત્યારે કેતન ને ઘરે એક દિકરા મનન નો જન્મ થયો..
અને રાજીવને બીજું બાળક દિકરો જન્મ્યો જતન...
એક વર્ષ પછી પલાશ ને ત્યાં દિકરો જન્મ્યો દીપ...
હવે ઘરમાં સંકડામણ પડવા લાગી એટલે નાની નાની વાતમાં માથાકૂટ થવા લાગી...
ભરતભાઈ એ અન્યાય ની રમત રમીને બન્ને મોટા છોકરાઓ ને ઘરમાં થી અને ધંધામાં થી કોઈ પણ ભાગ કે નાની ચીજ વસ્તુઓ આપ્યા વગર જુદા કાઢ્યા...
રાજીવ તો સાવ સિધો અને સરળ અને ભોળો હતો એટલે એતો કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ નિકળી ગયો..
જ્યારે કેતને બન્ને નો પક્ષ લીધો અને ન્યાય ની લડત લડી..
પણ એને આકરાં શબ્દોમાં અપમાનિત કરીને કાઢી મુક્યો...
ભરતભાઈ નાં ઘરથી થોડે દૂર દૂર અલગ-અલગ સોસાયટીમાં બન્ને એ ભાડાં નાં મકાન લીધાં અને રહેવા લાગ્યા...
નોકરી માટે દરબદર ની ઠોકરો ખાઈ ને નોકરી કરી ને બાળકો ને ભણતર અને ગણતર આપ્યું...
જ્યારે પલાશ ભેગો રહ્યો એટલે નાં નોકરી કરી કે નાં કોઈ બીજી પ્રવૃત્તિ કરી ...
બસ ઘરમાં બેસીને જલશા કર્યા...
દીપ ને પણ નવ ધોરણ પછી ભણવું નહોતું તો ઉઠાડી લીધો સ્કૂલમાં થી..
અને પછી નાની ઉંમરે દીપ ખોટાં ભાઈબંધ અને દોસ્તી માં અવળા રસ્તે ચડી ગયો અને ઘરમાં કકળાટ કરીને રૂપિયા માંગીને લઈ જાય અને પછી વ્યસન પાછળ ઉડાવી આવે..
જ્યારે મનન અને જતન ભણીગણીને સારી કંપનીમાં નોકરીએ લાગી ને પોતાની મહેનતથી પોતાના ઘર બનાવ્યા અને મનન શ્રેયા જોડે પરણ્યો...
અને મિલી ને પણ એક સારાં ઘરમાં પરણાવી..
ને જતન પણ સરલ જોડે પરણ્યો..
જ્યારે આ બાજુ દીપ દીનપ્રતીદીન બેફામ અને બેકાબુ બની ગયો... સવારે ઘરે થી રૂપિયા લઈને નિકળે તો રાત્રે બાર વાગ્યે જ ઘરમાં આવે સૂવા... અને જો કોઈ કંઈ પૂછે તો બધી ચીજવસ્તુઓ નાં છૂટા ઘા કરે...
અને હવે તો મહિનામાં દસ દિવસ ગોવા અને દસ દિવસ આબુ રહે પોતાના રૂપિયે ભાઈબંધો ને ફેરવે અને લેહર કરાવે..
કોરાના વાયરસ નો એકદમ જ પ્રભાવ વધતાં બધાં જ દેશમાં કોરોના વાયરસ ફેલાયો....
સાવચેતી અને સલામતી નાં પગલે આખાં ગુજરાતમાં લોકડાઉન કર્યું...
હવે દીપ ને ઘરમાં અકળામણ થવા લાગી..
એટલે બહાર નિકળ્યો પણ પોલીસ ચાર રસ્તા પર હતી તો પાછો ઘેર મોકલ્યો...
હવે એણે ઘરમાં મહાભારત ચાલુ કરી...
બધાંને પરેશાન કરવા લાગ્યો..
ત્યારે પલાશ અને ભરતભાઈ ને રાજીવ અને કેતન યાદ આવ્યાં...
અને ફોન કરીને કહ્યું કે અહીં આવતાં રહો આપણે સાથે રહીશું...
પણ લોકડાઉન નાં લીધે આ બન્ને નાં પરિવાર વાળા એ ના પાડી ...
એટલે પલાશ અને આખો પરિવાર કેતનને ઘરે રોકાવા પહોંચી ગયા...
એ જ કેતન જેનાં માટે પલાશ ને મોસમી કુટુંબના સગાં વહાલાં ને કેહતા ફરતાં હતાં કે આ તો બહુ જબરા છે અને મિલકત માટે ઝઘડો કર્યો અને ગમેએમ બોલતાં હતાં..
અને ભરતભાઈ પણ કહેતાં ફરતાં હતાં કે મારી મિલકત છે મારી મરજી હું જેને આપું એને..
મને કોઈએ કમાઈને કંઈ આપ્યું છે એવું આખા કુટુંબ માં કહેનારાઓ ને લોકડાઉન માં બે દિકરાઓ જ યાદ આવ્યાં..
કારણકે હવે દીપ ને સંભાળવો અઘરો છે અને દીપ એનાં બન્ને મોટાં પપ્પા ઓ થી બીવે છે એટલે જરૂર પડી એટલે બન્ને દિકરાઓ ને ત્યાં જ લોકડાઉન માં ઉતારો લીધો...
આમ જરૂરિયાત ઉભી થઈ ત્યારે એ અન્યાય ની મિલ્કત કામ નાં આવી...
પણ અન્યાય ની રમત રમીને લોકડાઉન કરેલા બે દિકરાઓ જ કામ આવ્યા.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....