Pagrav - 27 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 27

Featured Books
Categories
Share

પગરવ - 27

પગરવ

પ્રકરણ – ૨૭

સુહાનીએ હવે બધું જ કામ કોઈને પણ ન સમજાય એ રીતે કરવાનું નક્કી કર્યું. એ પોતાનું નવું લોક મારીને જ જાય છે કંપનીમાં. ઘરે આવીને પહેલાં આખાં ઘરમાં બધું ચેક કરી લે છે...એણે કોઈ પણ કંપનીને લગતાં વ્યક્તિઓને મળવાનું બંધ કરી દીધું. ફક્ત એ પોતાનાં કોર્સને કમ્પલિટ કરવાની તૈયારી કરવા લાગી. બહાર પણ એ કામ સિવાય ન નીકળતી. જરૂરી વસ્તુઓ કંપનીમાંથી આવતાં જ લઈને આવે જેથી બહાર પછી નીકળવું ન પડે... કદાચ એનાં કારણે એ વ્યક્તિની દેખરેખ સુહાની પરથી ઓછી થાય !!

લગભગ દસ દિવસ આ જ રીતે નીકળી ગયાં. રોજ સમર્થની યાદ સાથે જીવવું, કોઈની સાથે કંપનીમાં ખાસ કામ સિવાય વાતચીત ન કરવી...ઘરે અને સમર્થનાં મામાને ફોન કરીને એમને સવિતાબેનનાં સમાચાર લઈ લેવાનાં. આ એનો બનાવેલો નિત્યક્રમ બની ગયો.

ધારા એક દિવસ તો બોલી પણ ગઈ, " ભગવાન આ તપસ્યાનું કંઈ ફળ આપી દે સારું મને તો આમ આ છોકરી સાથે બોલ્યાં વિના મજા નથી આવતી.."

સુહાનીને સાંભળીને એને પણ દુઃખ થયું પણ એની પાસે કોઈ વિકલ્પ નથી....લન્ચબ્રેક પછી આજે એણે સામેથી પ્યૂન કહેવા આવ્યો કે " પરમ સર બોલાવે છે તમને..."

સુહાની ત્યાં પહોંચી. પરમે એને સીધું જ એક કવર ફરી આપ્યું... એમાં એનો નવો બહું સારો પગાર લેખિતમાં, નવી જોબ પ્રોફાઈલ બધું જ છે...!!

સુહાની : " પણ હજું મારી એક્ઝામ ક્લિયર નથી થઈ તો પછી ?? "

પરમ : " થઈ જશે...અને આ નવાં ફ્લેટની ચાવી... આજે જ બધાંને આપવાની છે... તું ઈચ્છે ત્યારથી જઈ શકે છે રહેવા..."

સુહાની : " પણ એની જરૂર નથી..."

પરમ : " દરેક છોકરી કે સ્ત્રી જ્યારે વિશેષરૂપે આવી રીતે એકલી નવાં શહેરમાં જોબ માટે રહેતી હોય એનાં માટે આજકાલની બનતી ઘટનાઓને લઈને જ અમે આ વિચાર્યું છે..."

સુહાની : " ઓકે... હું એકાદ બે દિવસમાં જઈશ રહેવા..."

પરમ : " સામાન શિફ્ટ માટે જરૂર હોય તો કહી દેજે...કંપનીની ગાડી આવી જશે‌..."

સુહાની : " થેન્ક્યુ " કહીને નીકળી ગઈ.

**************

પરમ પોતે બીજાં દિવસે સાંજે નવાં ફ્લેટની મુલાકાતે ગયો. એમાં બધી જ પ્રકારનાં ફ્લેટ સિસ્ટમ બનાવેલી છે...વર્કરથી માંડીને જે પ્રમાણે પોસ્ટ હોય એ મુજબ દરેકને સેટ થાય એ મુજબનાં ફ્લેટ છે....પરમે સુહાનીને જે ફ્લેટનું મકાન આપ્યું છે ત્યાં જોઈને નીકળી રહ્યો છે ત્યાં જ સુહાની પોતાનાં સામાન સાથે ત્યાં આવી. એ પણ એકલી જ સામાન ઉપાડીને આવી રહી છે.

સુહાની પરમને ત્યાં આવેલો જોઈને ઉભી રહી ગઈ. એને થયું એ કેમ અહીં હશે... ત્યાં જ પરમ સામેથી સુહાની પાસે આવીને બોલ્યો, " શું થયું ?? કેમ ગભરાઈ ગઈ ?? હું અહીં નથી રહેવાનો... હું તો એકવાર એમ્પોલોયસને સોંપાય એ પહેલાં ચેક કરવા આવ્યો હતો...પણ તારે ફોન તો કરાય આટલું બધું એકલી લઈને આવી છે ગાડી નં મોકલી દેત..."

સુહાનીને મનોમન શાંતિ થઈ...પણ એ ફક્ત " થેન્કયુ " સિવાય કંઈ બોલી નહીં. એને થયું કે બીજું કોઈ આવ્યું હશે કે નહીં રહેવા પણ એનાં ફ્લેટમાં જ બીજી બે છોકરીઓ અને બાજુનાં ફ્લેટમાં પણ ચારેક જણાં આવી ગયાં છે...

પરમ : " સુહાની તું જોઈ લે... કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો કહેજે...મારો નંબર તો છે જ ને...અડધી રાત્રે પણ ફોન કરી શકે છે‌..."

સુહાની : " ઓકે..." કહીને પછી એ ઘરમાં પ્રવેશી.

સુહાનીને એક તો ખબર જ છે કે એણે હવે વધારે ધ્યાન રાખવું પડશે કારણ કે તે હવે કંપનીનાં લોકોની નજીક આવી ગઈ છે...હોઈ શકે કે એમાંનું જ કોઈ જાસૂસ તરીકે પણ હોય !!

સુહાની હવે જેવી અંદર પ્રવેશી નવાં ઘરમાં કે એણે તરત જ પહેલાં ઘરની દરેક જગ્યા ચેક કરી લીધી. એને એ ખાલી ઘરમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી....પછી એણે બધી વસ્તુઓ પણ એ ઘરમાં ગોઠવી દીધી.

થોડાં દિવસો ગયાં..‌એની કંપની પ્રમોટર માટે એક્ઝામની તૈયારી થઈ જતાં ઓનલાઇન એક્ઝામ આપી દીધી....એની તૈયારી બહું સારી હોવાથી એ ફર્સ્ટ ટ્રાયલમાં જ સારાં ગ્રેડ સાથે પાસ થઈ ગઈ....આથી લગભગ ત્રણ દિવસમાં એને સર્ટિફિકેટ પણ મળી ગયું...!! જુનાં કંપની પ્રમોટર હજું બે દિવસ પહેલાં જ ગયાં ત્યાં તો સુહાની પાસે પોતાનું એનું સર્ટિફિકેટ આવી ગયું...જોકે ક્લિનિકલ અનુભવ માટે તો પરમે એ પહેલાં જ સુહાનીને એમની સાથે કોન્ટેક્ટ કરાવીને કરવાનું કહી દીધું હતું જેથી એને એમનાં ગયાં પછી એવી કોઈ બહું જરૂર ન પડે.

સુહાનીએ પોતાનું સર્ટિફિકેટ કંપનીનાં મેઈન આઈ ડી પર મેઈલ કદી દીધું..‌આજ સુધી પરમે સુહાની સાથે બહું જ સારી રીતે વર્તણૂક કરી છે... એનામાં કોઈ પણ એવું વસ્તુ ન દેખાયું કે જેથી એ સમર્થ બાબતે એ એનાં પર જરાં પણ શક કરી શકે...સામે તરત મેઈલ આવી ગયો, " કોન્ગ્રેચ્યુલેશન !! , આવતી કાલથી તમારે નવી જગ્યાએ બેસવાનું થશે‌‌..."

બીજાં દિવસે સુહાની કંપની પહોંચી તો એ સાથે જ એને કહેવામાં આવ્યું કે તમારે મેનેજમેન્ટ કમિટીને અત્યારે મળવાં જવાનું છે.

સુહાની ત્યાં પહોંચી કોન્ફરન્સ રૂમમાં તો એની નવાઈ વચ્ચે રૂમમાં બધાં જ કમિટી મેમ્બર્સ એટલે કે કંપનીનાં મુખ્ય પાયારૂપ સભ્યો કહી શકાય એ બધાં જ હાજર છે‌.

સુહાનીને તો જરાં પણ કલ્પના ન હતી કે આવું કંઈ હશે... એનાં પહોંચતાં જ દરેક જણે એને તાળીઓ પાડીને સ્વાગત કરીને આવકારી. બધાંએ એને અભિનંદન આપ્યાં. સુહાનીને આમ તો આટલી મોટી કંપનીમાં દરેકની જેમ જ મેઈન માણસોને ફક્ત એ નામથી જ બધાંની જેમ ઓળખતી હતી. પણ જ્યારે એ સમર્થની બધી ડિટેઈલ માટે બધી શોધખોળ માટે પહોંચી એણે દરેકને નામ સાથે બધાંનાં ચહેરાં અને પ્રોફાઈલ બધાંને બરોબર રીતે ગોખાઈ ગયું છે.

સુહાની કદાચ આ ઈચ્છી રહી છે એ કારણે તો એણે પ્રમોશનની આ ઓફરને બેજીજક સ્વીકારી લીધી છે... કદાચ એને ખબર હતી આ એક એવી પોસ્ટ છે કે જેમાં એને વધારે કંપનીનાં મોટાં મેઈન માણસો સાથે કામ કરવાનું થશે...દરેક વ્યક્તિ સાથે અલગ અલગ થતી વાતચીત કામકાજ પરથી એમનાં સ્વભાવ, એમની વર્તણૂક અને કદાચ છેલ્લે સમર્થનો દુશ્મન કોણ છે અને શા કારણે એ પણ શોધી શકાશે...!!

સુહાનીએ પણ સ્મિત સાથે બધાંનાં અભિવાદનને સ્વીકાર્યો. એ બધાં લગભગ ચૌદ જણાં છે અને સુહાની પંદર... એ એણે પોતાની તીક્ષ્ણ નજરને એકવાર ફેરવીને જોઈ લીધું. એમાં માત્ર ત્રણ જ લેડીઝ છે બાકી બધાં જેન્ટસ... એમાં એક છોકરી એની ઉંમર જેટલી લાગી રહી છે બાકી બે તો લગભગ ચાલીસ પીસતાલીસની ઉંમરના લાગી રહ્યાં છે. સુહાની આમાંથી લગભગ બારેક જણાંને તો ઓળખે જ પ્રોફાઈલ પરથી...એ સિવાયનાં આમાં બે ચહેરા નવાં છે.

પરમે પોતે ઉભાં થઈને બધાંને સુહાનીની નવાં " કંપની પ્રમોટર" તરીકેની ઓળખાણ આપી. અને એક પછી એક બધાંની ઓળખાણ સુહાનીને કરાવી. સુહાનીએ એવું જ વર્તન રાખ્યું કે એને કંઈ જ ખબર નથી એ કોઈને ઓળખતી પણ નથી... બધાંની ઓળખાણ બાદ એ બોલી, " થેન્કયુ સો મચ એવરીવન... કદાચ આપ આટલાં બધાંને એકસાથે મળી છું બધાંને નામ સાથે યાદ રહેવામાં ભૂલ થઈ જાય તો સોરી એડવાન્સમાં...."

બધાંએ સસ્મિત કહ્યું, " ઈટ્સ નેચરલ...નો સોરી..."

સુહાનીએ નોંધ્યું કે આમાંથી સાતેક જણાં મિડલ એજનાં એટલે કે પચાસેક વર્ષ આસપાસનાં લાગી રહ્યાં છે. એ સિવાયનાં બે નવાં ચહેરાં અને બીજાં એક વ્યક્તિ અને પરમ જ એકદમ યંન્ગ લાગી રહ્યાં છે.

આખી મીટીંગ દરમિયાન એને નવાં આવેલાં બે વ્યક્તિ જેમાંથી એક આશિષભાઈની જગ્યાએ આવ્યો છે એ પણ છે. ત્રણેય નવાં મેમ્બરને બુકે આપીને વેલકમ કર્યાં બાદ કંપનીની જરુરી માહિતી આપવામાં આવી. સુહાની બધું જ ધ્યાનથી સાંભળી રહી છે સાથે જ દરેકની વાતચીત કરવાની સ્ટાઈલ કોણ શું કહે છે કંઈ રીતે એ બધું જ બહું સારી રીતે નોંધી રહી છે.

મીટીંગમાં એક માત્ર મિસ્ટર કાપડિયા એટલે કે સુહાનીનાં ડિપાર્ટમેન્ટનાં હેડ હતાં કે જેમને સુહાની અને ધારા 'દાદુ' કહેતાં એ એક એવાં વ્યક્તિ છે જેને સુહાની સારી રીતે જાણે છે. સુહાનીનાં આ પ્રમોશનથી બહું ખુશ લાગી રહ્યાં છે એ. પરંતુ હમણાં થોડાં સમયથી સુહાનીએ એમની સાથે વાતચીત બહું ઓછી કરી દીધી છે પણ એનું કારણ પણ કદાચ છેલ્લી વાતચીત પરથી એમને ખબર છે. હવે સુહાનીએ એમણે કંઈ કહ્યું નથી પણ એમને પણ કદાચ સુહાનીની આટલી બદલાયેલી વર્તણૂક પરથી એમને સ્પષ્ટ લાગી રહ્યું છે કે નક્કી કોઈ મકસદ સાથે જ આ પોસ્ટ પર આવી છે.

મીટીંગ દરમિયાન સુહાનીને અમૂક વ્યક્તિ ક્યાં કારણસર આવું કંઈ કરી શકે એ બધું જાણવા માટે દરેક સાથે બહું હળીમળીને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો...આખરે મીટીંગ પૂર્ણ થઈ બધાં એક પછી એક બહાર નીકળવા લાગ્યાં. એ સાથે દાદુએ ધીમેથી સુહાનીને ફરી એકવાર અભિનંદન આપીને કહ્યું, " બેટા તને તારાં કામમાં સફળતા મળે..."

સુહાની આંખોથી એમનો આભાર માનીને કહ્યું કારણ કે એ સમજી ગઈ કે દાદુ કયા સંદર્ભમાં આવું કહી રહ્યાં છે. એ સાથે જ દાદુ બધાંની સાથે નીકળી ગયાં... છેલ્લે સુહાની બહાર નીકળી ત્યારે પરમ સાથે બીજાં ચારેક જણાં અંદર ઉભાં છે... ત્યાં જ પ્યૂન ફટાફટ આવીને બોલ્યો, " મેડમ ઉભાં રહો બે મિનિટ...સર બહાર આવે છે..." ને એમાંથી એ કયા સરને સંબોધીને બોલ્યો એ જોવાં સુહાની પણ ઉભી રહી ગઈ !!

શું થશે હવે ?? કેવી શરું થશે સુહાનીની નવી સફર ?? એને એની મંઝિલ મળશે ખરી ?? કોણ હશે આ બધું કરનાર ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......