Darkhart - the story of sword - 1 in Gujarati Thriller by Heena Pansuriya books and stories PDF | ડાર્કહાર્ટ - the story of sword - 1

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

ડાર્કહાર્ટ - the story of sword - 1






Part 1


" ઓહ ગોડ, સ્ટીવ ક્યાં રોકાઈ ગયો હશે... 12 વાગવામાં હવે વધુ સમય પણ નથી. જો આજે લેટ થયો તો એને નહીં છોડું..."

એલેના ખૂબ ગુસ્સામાં હતી અને સ્ટીવની રાહ જોતી જોતી લૉબી પર આમતેમ આંટા મારી રહી હતી. એટલામાં તેને કોઈ પાછળ ઊભું હોવાનો આભાસ થયો. તે પાછળ ફરીને જુએ તે પહેલાં જ પાછળથી કોઈએ તેને પકડી લીધી. એલેના કશું બોલે તે પહેલાં જ તે વ્યક્તિએ તેનાં મોં પર હાથ રાખી દીધો. એલેનાએ જોરથી તેની કોણી મારી અને પાછળ ઉભેલ માણસને પેટમાં માર્યું. તેથી તેનાં હાથમાંથી પકડ ઢીલી પડતાં એલેના છૂટી ગઈ અને પાછળ ફરીને જોયું. તે વ્યક્તિનો ચહેરો જોઈને એલેનાને હસવું આવી ગયું.

સ્ટીવ પેટ પર હાથ રાખીને ઊભો હતો. તેનાં ચહેરા પર ચોખ્ખું દેખાતું હતું કે તેને પેટમાં કેવું વાગ્યું હશે.

" આહ.. કેવી ગુંડી છે તું.. માણસ જરાક જુએ તો ખરા ને કે કોણ છે એમ. કેવું વાગ્યું મને..." સ્ટીવ ત્યાં જ બેસી ગયો.

" નાટક બંધ કર તારાં.. એક તો પોતે મોડું કરે છે ને પાછો મને ગુંડી કે' છે. જલ્દી ઉભો થા.. મિસ એમિલી આપણને જુએ તે પહેલાં જેકનાં રૂમ સુધી પહોંચવું પડશે અને જો હવે એમાં તારા લીધે પકડાયા તો તું ગયો સમજજે. હું બધાં વચ્ચે કહી દઈશ કે તારી વ્હાઇટ મોનસ્ટરથી ફાટે છે. અને પછી બહાદુર સ્ટીવ બીકણ સ્ટીવ ના નામથી ફેમસ થઈ જાશે. " એલેના સ્ટીવ તરફ આંખો પહોળી કરીને બોલી.

એલેનાનો ચહેરો જોઈને સ્ટીવ ઊભો થયો અને ચૂપચાપ આગળ ચાલવા લાગ્યો. સ્ટીવને જોઈને એલેનાને હસવું આવી ગયું. તે પણ ફટાફટ સ્ટીવની સાથે ચાલવા લાગી. કેમકે હવે બધું સમય બગાડી શકાય તેટલો સમય જ નહોતો.

***

હોરફિલ્ડ્ નામનું નાનું એવું શહેર હતું. તેની વસ્તી પણ ખુબ ઓછી હતી કેમકે તેની પાછળનાં ભાગમાં "ઈસ્ટર્ન વ્હાઇટ" નામનું જંગલ આવેલ હતું. લોકો તેવું માનતા કે તે જંગલમાં વ્હાઇટ મોનસ્ટર છે અને તે જંગલમાં ગયેલ માણસોને મારી નાખે છે. લોકોમાં તેનો ભય ફેલાયેલ હતો. હવે તે જંગલની થોડે નજીક જ નાનું એવું અનાથગૃહ હતું. આશરે ત્રીસેક જેટલાં બાળકો અહીં રહેતાં. શહેરથી થોડું દુર હતું પણ રહેવાની પૂરી સગવડ હતી. મિસ એમિલી નામની આશરે ચાલીસ વર્ષની સ્ત્રી તેને સાંભળતી હતી. તાજાં જન્મેલાં તરછોડી દીધેલ બાળકો હોય કે પછી માતા-પિતા મૃત્યુ પામ્યાં હોય તેવાં બાળકો હોય, બધાને ખુબ સારી રીતે અહીં સાચવવામાં આવતાં. મિસ એમિલી ખુબ સારી રીતે બધાનું ધ્યાન રાખતી. ક્યારેય કોઈ સાથે ખરાબ વ્યવહાર ન કરતી. તે ચુસ્તપણે નિયમોનું પાલન કરાવતી. અને જો કોઈ નિયમનો ભંગ કરે તો તેને સજા પણ આકરી આપતી. માટે બાળકો તેનાથી થોડાં ડરતા. એલેના, સ્ટીવ અને જેક પણ અહીં રહેતાં. ત્રણેય લગભગ સરખી જ ઉંમરનાં હતાં અને ખૂબ જ ખાસ મિત્રો હતાં.

એલેના ખૂબ હોંશિયાર હતી. તે કોઈનાથી ડરે નહીં અને કોઈપણ પ્રોબ્લેમ હોઈ.. તેને સોલ્વ કરવામાં માહીર હતી. પણ તે કોઈ દિવસ મિસ એમિલીનાં નિયમ મુજબ ચાલે જ નહીં. તેન જે વસ્તુની મનાઈ કરવામાં આવે તે પહેલાં કરે. તેને લીધે ઘણીવાર મિસ એમિલી તેને સજા પણ આપતી. પણ છતાંય તે તેની દુનિયામાં જ મસ્ત રહેતી.

સ્ટીવની એક ખૂબી હતી. તે ક્યારેય કોઈ મુશ્કેલીમાં મુકાય ત્યારે સામે વાળાને એટલી ચતુરાઈથી ગુમરાહ કરે કે સામેવાળી વ્યક્તિ મૂળ વાત જ ભૂલી જાય અને તેનાથી મિસ એમિલી પણ પરેશાન હતાં. બધાં બાળકોમાં સહુથી બહાદુર હતો. જંગલ પાસેનાં વિસ્તારમાં તેઓ રહેતાં માટે ઘણીવાર જંગલી જાનવર આવી બેસે ત્યારે સ્ટીવ જ બધાને બચાવતો. પણ તે ફક્ત જંગલમાં રહેતાં વ્હાઇટ મોનસ્ટરથી ખુબ ડરતો. અને તેનાં આ ડર વિશે ફક્ત એલેનાં અને જેક જ જાણતાં હતાં.

જ્હોન એટલે કે જેક બધાંથી શાંત અને સમજદાર છોકરો. તે જરૂર પડે ત્યારે જ બોલતો. તેને એકલું રહેવું વધુ પસંદ હતું. મિસ એમિલીને બધાં કરતાં જેક પ્રત્યે થોડો વધારે પડતો લગાવ હતો. પણ છેલ્લાં થોડાક દિવસોથી જેક વધુમાં વધુ સમય તેનાં વિચારો સાથે ગાળતો. કાંઈક એવું હતું કે જેને લીધે તે સતત પરેશાન રહેતો. વિચિત્ર અને ડરાવી મૂકે તેવાં સપનાઓથી ત્રાસી ગયો હતો. મનમાં ઘણાં બધાં પ્રશ્નો હતાં. બસ એ પ્રશ્નોનો જવાબ શોધવામાં અને તેનાં વિચારોમાં જ ખોવાયેલો રહેતો. પણ તે એલેના અને સ્ટીવનો ખાસ મિત્ર હતો. એલેના અને સ્ટીવ થોડા દિવસથી જેકમાં આવી રહેલાં પરિવર્તનને નોટિસ કરતાં હતાં અને બને તેટલો ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં જેથી થોડા સમય પૂરતો તો તે તેનાં વિચારોમાંથી બહાર રહે. માટે જ તે આજે જેકનાં 21 મા જન્મદિવસ પર સહુથી પહેલાં વીશ કરીને સરપ્રાઇઝ કરવાં માંગતા હતાં. ઓફ કોર્સ, મિસ એમિલીનાં નિયમો વિરુધ્ધ. કેમ કે રાત્રે 10 વાગ્યા પછી રૂમમાંથી નીકળની મનાઈ હતી. એટલે એલેના અને સ્ટીવ છુપાઈને જેકનાં રૂમ તરફ જઈ રહ્યાં હતાં.

***

એલેના અને સ્ટીવ જેકનાં રૂમ પાસે પહોંચવા આવ્યાં ત્યાં જ સ્ટીવ માથે હાથ દઈને બોલ્યો,

" ઓહ નો, એલ.. જેકનાં રૂમની ચાવી તો મારાં રૂમમાં જ રહી ગઈ.."

" જો, જો, જો.. મને ખબર જ હતી. તું સાથે હો ને બધું શાંતિથી પાર પડે એવું બને જ નહીં. તારું નામ સ્ટીવને બદલે મિસ્ટેક હોવાની જરૂર હતી. " એલેના હવે સાચે ગુસ્સે થઈ ગઈ.

" પણ શાંતિ તો રાખ. હું લઈ આવું છું હમણાં. " એલેના વધુ ગુસ્સો કરે તે પહેલાં સ્ટીવ ત્યાંથી જવાં લાગ્યો.

" સ્ટોપ. તું જઈને પાછો આવીશ ત્યાં સુધીમાં જેકનો 22 મો બર્થડે આવી જાશે. તું છે ને હવે ત્યાં સીડીની નીચે છુપાઈ જા. હું લઈ આવું છું. " એલેનાએ સીડી તરફ ઈશારો કર્યો અને તે સ્ટીવનાં રૂમ તરફ આગળ વધી.

સ્ટીવ છુપાઈ ગયો અને માથે હાથ દઈને બોલ્યો, " અરે યાર, આ એલ સાથે હોય ત્યારે જ કેમ મારાથી ગડબડ થઈ જાય છે. "

સ્ટીવ હજું બોલી રહ્યો હતો ત્યાં તેને કોઈનાં આવવાનો અવાજ આવ્યો. તેનાં પર કોઈની નજર ન પડે તેમ છુપાઇને તે જોવા લાગ્યો. કોઈ માણસ આવી રહ્યો હતો. દેખાવે જાડો, ગોળ મોટું મોઢું, લાંબી દાઢી અને થોડા લાંબા ને ખુલ્લાં વાળ. કપડા પણ જાણે કોઈ જાદુગર પહેરે તેવાં પહેર્યા હતાં. સ્ટીવે ક્યારેય પણ તેને જોયો ન હતો. તે વિચારમાં પડી ગયો.

એટલામાં તેનાં કાને જાણીતો પગરવ સંભળાયો. સ્ટીવ જાણી ગયો કે તે મિસ એમિલી જ છે. સ્ટીવ વધુ સાવચેતી રાખીને ઊભો રહ્યો. કેમ કે જો મિસ એમિલી તેને જોઈ જશે તો બચવું મુશ્કેલ થઈ જશે. સાથે સાથે તેને એલેનાની પણ ચિંતા થવા લાગી.

સ્ટીવે જોયું તો તે વ્યક્તિ અને મિસ એમિલી કાંઈક વાતો કરી રહ્યાં હતાં. તે પરથી એવું લાગ્યું કે મિસ એમિલી તેને ઓળખે છે. સ્ટીવે તેની વાત સાંભળવાની કોશિશ કરી.

" તો જેમ પ્રોફેસરે કહ્યું હતું તે તેમ હું તેને લેવાં આવ્યો છું. તમને તો યાદ જ હશે. " તે વ્યક્તિ બોલ્યો.

" શું તે હવે અહીં નહીં રહી શકે? પ્રોફેસરને કહોને કે તે નહીં આવી શકે. હું તેને અહીંથી નહીં જવા દઉં." મિસ એમિલી તેને રીક્વેસ્ટ્ કરી રહ્યાં હતાં.

સ્ટીવ વિચારવા લાગ્યો કે તે માણસ કોને લઈ જવા આવ્યો હશે. તેની નજર બાજુમાં પડી. અંધારામાં બે આંખો ચમકી રહી હતી. તે જોઈને અચાનક સ્ટીવને વ્હાઇટ મોનસ્ટર્ વાળી વાત યાદ આવી અને ગભરાઈને તેનાથી ચીસ પડાઈ ગઈ. તે બે આંખો બિલાડીની હતી. અંધારાને લીધે તે ચમકી રહી હતી. મિસ એમીલી અને તે માણસ બંનેની નજર સ્ટીવ પર પડી. સ્ટીવનાં તો જાણે મોતિયા મરી ગયાં. તેને અત્યારે સહુથી વધુ ડર મિસ એમિલી કરતાં એલેનાનો લાગી રહ્યો હતો. કેમ કે જો તેને ખબર પડી ગઈ તો જીવતો નહીં છોડે.

" હેય કીટી.. કમ હીઅર.." તે માણસ બોલ્યો અને બિલાડી દોડીને તેની પાસે જતી રહી.

" આની કીટી હવે અમારો પ્લાન બગાડશે. એમાય એલ તો મને જીવવાં નહીં દે એ અલગ." સ્ટીવ મનમાં બબડ્યો અને તે બિલાડી સામે જોઈને ઘુરવાં માંડ્યો.

" સ્ટીવ, તું અહીં શું કરે છે? તને ખબર છે ને 10 વાગ્યા પછી રૂમની બહાર નથી નીકળવાનું. " મિસ એમિલીએ કહ્યું.

" બ... બટ મિસ, હું તો પાણી પીવા બહાર આવ્યો હતો. મારાં રૂમમાં હતું પણ ખલાસ થઈ ગયું. " સ્ટીવ બચવાની નકામી કોશિશ કરવાં લાગ્યો.

" ઓકે. તો પીવાય ગયું હોય તો હવે તારાં રૂમમાં જા અને સૂઈ જા. " મિસ એમિલીએ કહ્યું.

બે ઘડી તો સ્ટીવ મિસ એમિલીને તાકી રહ્યો. પોતે નિયમનો ભંગ કર્યો છતાં ય વધું કઈ કહ્યાં વગર કેમ જવા દીધો. નહીંતર અડધી રાત હોય તોય તે કોઈને વઢવામાં સમય ના જુએ એની બદલે આજે જવા દીધો...!!

સ્ટીવ ત્યાંથી ચાલતો થયો. પાછળ ફરીને જોયું તો મિસ એમિલી અને તે વ્યક્તિ મિસનાં રૂમ તરફ જઈ રહ્યાં હતાં. સ્ટીવ વધુ ગભરાયો. એલ પણ તે બાજુથી જ ગઈ હતી.

બીજી તરફ એલેના સ્ટીવનાં રૂમમાંથી ચાવી લઈને આવી રહી હતી. તે મિસ એમિલીનાં રૂમ પાસેથી પસાર થઈ. મિસ કોઈક સાથે વાત કરી રહ્યાં હતાં. એલેનાને નવાઈ જરૂર લાગી પણ અત્યારે તેની પાસે સમય નહોતો તે સાંભળવાનો. તેણે પગ ઉપાડ્યા. પણ અચાનક તેનાં કાને કાંઈક એવી વાત પડી કે તે રોકાય ગઈ. તેને સાંભળ્યું તે સાચું છે કે ખોટું, ક્યાંક અડધી રાત્રે ભણકારા તો નથી વાગતાં ને... તે વિચારી રહી અને ત્યાં જ નીચે બેસી ગઈ.

સ્ટીવ એલેનાને શોધતો શોધતો આવ્યો. તેને ત્યાં મિસનાં રૂમ પાસે નીચે બેસેલી જોઈને તેની પાસે ગયો અને પૂછ્યું,

" એલ... વોટ હેપ્પન્ડ્? ત્યાં કેમ બેસી ગઈ? શું થયું? " સ્ટીવને ચિંતા થવા લાગી.

એલેનાએ સ્ટીવ તરફ જોયું અને બોલી,

" જેકનો 'એલસ્ટોન' જવાનો સમય થઈ ગયો છે.. ત્યાં જેકની જરૂર છે.. પ્રોફેસર ફ્રેન્ક નો ઓર્ડર છે.. મારે જેકને અહીંથી લઈ જ જવો પડશે... "


(to be continue...)


***

કોણ છે જે જેકને લેવાં અહીં આવ્યું છે?
શું મિસ એમિલી બધું જાણતી હતી?
શું એલ અને સ્ટીવ જેકને જવા દેશે?

તે બધું જ જાણવા બન્યા રહો.

આ ભાગ કેવો રહ્યો તે જરૂરથી જણાવશો..
તમારાં અમૂલ્ય પ્રતિભાવો આપતાં રહેજો..

રાધે રાધે...