Fari Mohhabat - 18 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 18

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ફરી મોહબ્બત - 18

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૮


"ભાઈ તું એક મોકો તો આપ. ઈવા મને એટલું સતાવી રહી છે. હવે તું પણ મોઢું ફેરવી દેશે..!!" અનયે સાગરને સમજાવાનો પ્રયત્ન કર્યો.

"અનય આ બાબતે આપણે પહેલા પણ ચર્ચા કરી જ છે. અને મેં તને કહી જ રાખ્યું હતું કે આ તારો લાસ્ટ ચાન્સ હશે. તું શું કહીને મને ગયો હતો કે હું ઈવા સાથે મૂવી જોઈને પછી ફરી હું ઓફિસે આવીશ. અરે ભાઈ આવવાની તો દૂરની વાત રહી પણ તું મૂવી જોવા ગયો ત્યારથી તો બીજી રાત સુધી તારો મોબાઈલ સ્વીચ ઓફ કરી રાખે એ કેવી રીતે ચાલે ભાઈ..!!" સાગરે સંભળાવ્યું.

" એ તો ઈવા...!!" અનય કશું આગળ બોલે એના પહેલા જ સાગરે વાત કાપી દીધી.

" ના ભાઈ બસ...!! ઈવા ઈવા નહીં કર..!! હવે હું તને સમજી પણ ના શકું અને હું તને સંભાળી પણ ના શકું. લગાદાર તારા કારણે હું અને સ્ટાફ લોસમાં કેમ રહે?? અમે અહીંયા રાત દિવસ ડીલ ના માટે કામ કરીએ અને તું સતત જ્યારથી તારી ઈવા સાથે મોહબ્બત બંધાઈ ત્યારથી ઈવાનું નામ લઈને ઈમ્પોટેન્ટ કામને પણ અધવચ્ચે છોડી જાય તો એ દર વખતે મને પોસાય એવું તો શક્ય નથી ને ભાઈ..!!" સાગરે કહ્યું. અનયે નમતું ઝોક્યું કેમ કે એ પણ જાણતો જ હતો કે એની મોટામાં મોટી ગલતીને હરહંમેશ જતું કરી છે પણ સાગર પણ ક્યાં સુધી સહન કરશે..!!

"ઓકે ભાઈ." અનયે એટલું જ કહ્યું. બીજી બધી બિઝનેસ ને લગતી ફોર્મલીટીઝ વિશે ચર્ચા થઈ.

અનયે પોતાના ભાગનું જે પણ કામ હતું એ પંદર દિવસમાં ખતમ કરીને આપી દીધું. અનય પાર્ટનરશીપથી છુટ્ટો પડ્યો. ઓફિસના લાસ્ટ દિવસે સાગર અનયને ભેટી પડ્યો, " સોરી અનય. પણ મને બિઝનેસ પણ જોવાનો છે. આપણે બિઝનેસ પાર્ટનર તરીકે છુટ્ટા પડ્યા છે. દોસ્ત તરીકે છુટ્ટા નથી પડ્યા. એક ફ્રેન્ડ તરીકે મને જરૂર યાદ કરજે."

અનયે પણ સાગરને આત્મીયતાથી ભેટીને કહ્યું, " દોસ્ત હું જાણું બધું. હું તારી જગ્યે હોત તો મારે પણ આ જ નિર્ણય લેવો પડતે..!!"

***

"ઈવા હું અલગથી બિઝનેસ કરવા માગું છું." ઈવાને શોપિંગ કરવા માટે અનય મોલમાં લાવ્યો હતો ત્યારે અનયે કહ્યું. કેમ કે એ સિવાય તો ઈવા ઘરમાં પણ ક્યાં સરખી વાત જ કરતી હતી..!!

"કેમ...!!" ઈવાએ આશ્ચર્યથી પૂછ્યું.

"હું બિઝનેસ પાર્ટનરશીપમાંથી નીકળી ગયો છું. આય મીન કાઢી નાખવામાં આવ્યો છું." અનયનું માન ઘવાતું હતું તો પણ બિઝનેસ છોડયાના દસ દિવસ બાદ ઈવા સામે ચોખવટ કરી.

"કેમ...!! શા માટે?? આટલો મોટો નિર્ણય લેવા પહેલા મને પૂછ્યું કેમ નહીં??" ઈવા ભડકી ગઈ.

"ઈવા..!! હું આગળ બીજી વાત કરવા નથી માગતો. ખર્ચા હવે થોડા ઓછા કરવા પડશે. કેમ કે હું મારો પોતાનો કારોભાર કરવા માગું છું." અનયે ચિંતિત સ્વરે કહ્યું. સાંભળીને ઈવાનું માથું ભમી ગયું. પરંતુ ઈવા જ આના માટે કારણભૂત હતી એ અનયે જણાવ્યું જ નહીં..!! કેમ કે અનય ઈવાને ચાહતો હતો.

***

બિઝનેસથી અલગ પડતા જ અનયની લાઈફમાં વાવાઝોડા સ્ટાર્ટ થઈ ગયા. અસર ઘરસંસાર પર થવા લાગી. પહેલું કામ અનયે કાર વેંચવાનું કર્યું. ધીરે ધીરે ઘરમાં કામકાજ કરતા સ્ટાફને પણ રવાના કરી દીધા. ઈવાના વર્તનમાં જરા પણ ફેર પડ્યો ન હતો. પરંતુ હવે અનયની આવક બંધ થતાં બંનેમાં ઝગડા ઉગ્ર થતા ગયા. રેન્ટનો મોટો ફ્લેટ છોડી નાના ફ્લેટમાં રેંટ પર જ રહેવા ચાલી ગયા. એવી જ સ્થિતિમાં અનયના મોમની તબિયત પણ વધુ ખરાબ થતી ગઈ. પરિસ્થિતિ એવી વણસી હતી કે અનયને સમજાતું ન હતું કે હવે ઘરના ખર્ચાને હેન્ડલ કેવી રીતે કરવું પલ્સ નવા કારોભાર નું ફન્ડ કેવી રીતે ઊભું કરું..!!

અનયને એક બાબત એટલી જ સતાવતી હતી કે જોબ તો કરવું જ નથી. ફક્ત પોતાનો બિઝનેસ જ જલ્દીથી શરું કરવા માગતો હતો..!! અનયને એમ લાગતું હતું કે સમય બહુ સ્લો ચાલી રહ્યો હતો. એ ફરી ક્યારે બિઝનેસ ઊભો રાખે એ જ હવે એનો એઈમ બની ગયો હતો પરંતુ એ ઈવાને એવો જ ચાહતો હતો. ઈવા માટેની મોહબ્બતમાં આટઆટલુ થયા બાદ પણ કમી આવી ન હતી.

" ઈવા યાર મેરેજ રજિસ્ટ્રેશન કરાવી લઈએ ને?? હું તને કેટલા મહિનાથી કહી રહ્યો છું. અત્યારે હું ફ્રી પણ છું. એક વાર મેરેજ સર્ટિફિકેટ મળી જશે એટલે તારા આગળના કામ પણ સહેલાઈથી થઈ શકશે." અનયે સમજાવ્યું.

" પછી કરી લઈશું યાર. મને તો જલ્દી નથી." ઈવાએ એમ જ ઉત્તર વાળી દીધો.

" છેલ્લા સાત મહિનાથી તને કહી રહ્યો છું. આ મેરેજ રજિસ્ટ્રેશનની વાતને ઉડાવી કેમ રહી છે યાર..!!" અનયે પૂછ્યું.

" ઓહહ...!! તું બધી જ વાતમાં કેમ પાછળ પડ્યો છે." ઈવાએ એમ જ જવાબ ઠોકયો.

"જવા દે. વાત આગળ નથી કરવી." અનયે ટૂંકમાં પતાવ્યું કેમ કે એ જાણતો હતો કે ઝગડા થવા વગર ના રહે.

***

"ઈવા..!! ડેડનો ફોન છે." અનયે ઈવાના ડેડનો કોલ આવતા થોડી ઘણી ખબર અંતર પૂછ્યા બાદ ઈવાને હાંક મારતા કહ્યું. કેમ કે ઈવાનો મોબાઈલ બે દિવસથી બગડી ચૂક્યો હતો. હવે ઈવાના બધા જ કોલ અનય પર આવતા હતા.

ઈવાએ ડેડ સાથે દસેક મિનિટ જેટલી વાત કર્યા બાદ અનયને મોબાઈલ સોંપી દીધો. કેમ કે અનય પણ મોબાઈલમાં બિઝનેસ કોન્ટેક્ટને લગતું કામ કરી રહ્યો હતો. ઈવા મોબાઈલ આપી બેડરૂમમાં જતી રહી હતી. પરંતુ અનય હજુ તો મોબાઈલ લઈને કામે વળગવાનો હતો એટલામાં જ બીજો કોલ આવ્યો.

"હા બોલ અંકુર...!!" અનયે કહ્યું. અંકુર ઈવાનો માનેલો ભાઈ હતો. તે પણ ઈવાની જ ફિલ્ડમાં કામ કરતો હતો એટલે બંનેનું સારું એવું ફાવતું હતું.

"ઈવાને ફોન આપો ને જીજાજી..!!" અંકુરે કહ્યું.

" એ બિઝી છે કામમાં. અને હું પણ. અરે તું કેટલા કોલ કરે છે. સવારથી લઈને તો અત્યાર સુધી તારા આ આઠ ફોન કોલ્સ થયા."અનય જોરથી ગુસ્સો કરતો કહી રહ્યો હતો. આ સાંભળીને ઈવા બેડરૂમમાંથી આવી અને અનયના કાન નીચેથી મોબાઈલ ખેંચતા કહ્યું, " સરખી રીતે વાત કર મારા અંકુર ભાઈ સાથે....!!"


(ક્રમશ)