devilry - 1 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 1

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

જંતર મંતર - 1

“ જંતર મંતર “ એટલે એવા જાદુ કે જે તમારી નજર સામે રહીને જ તમારા ઉપર જંતર મંતર કરી દેવા માં આવે તો તમને ભનક પણ ના લાગે ! આપડે આને કાળા જાદુ તરીકે પણ ઓળખીએ છીએ !

આ વાત છે આજથી 150 વર્ષ પહેલાંની જ્યારે જાદુગર જુલિયટ પહેલી વખત પોતાના શો માં નિષ્ફળ થઈ હતી ! પણ 20 વર્ષ ના 1243 મા શો માં પહેલી વખત નિષ્ફળ થઈ હતી. આજથી પહેલા ના શો એના બધા જ સુપર હિટ જતા હતા; પણ આ પહેલો એવો શો હતો કે એના જાદુ એ કામ કરવાનું બંધ જ કરી દીધું ને ઓડિયન્સ એ એની ઉપર ટામેટા ફેક્યા. જેના લીધે જુલિયટ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી! પણ કેમ ? અચાનક જ જુલિયટ ના જાદુ એ કામ કરવાનું બંધ કરી દીધું હતું! પણ કેમ ? આ પ્રશ્ન ના જવાબ માટે આજના શો ની શરૂઆત માં જઈએ !

આજે જુલિયટ નો 1243 મો શો હતો ! આજે જુલિયટ ખૂબ જ ખુશ હતી કેમકે આ શો એની ડ્રીમ સિટી પેરુ માં હતો ! જુલિયટ આજે ખૂબ સુંદર તૈયાર થઈ હતી , એની આંખો એક દમ અણિયાળી હતી એમાં કાળી મેષ એની આંખો ને અલગ જ રૂપ આપતી હતી. એનો સુંદર ગોળમટોળ ચહેરો ભલભલાના દિલ ઉપર રાજ કરી જાય એવો હતો પણ એના થી વિશેષ એની પાસે હતી એની જાદુઈ શક્તિ ! જેનો એ ખૂબ હોશિયારી થી ઉપયોગ કરતી હતી. જુલિયટ ની જાદુઈ દુનિયા ખૂબ જ સુંદર હતી , જેમાં જુલિયટ ખૂબ જ ખુશ હતી.

જુલિયટ ની સફળતા ના કોઈ જ સોપાન ન હતા કેમકે જુલિયટ બહુજ સહજતા થી પોતાની જાદુઈ કારકિર્દી ને નવા મુકામ તરફ લઈ જઈ રહી હતી ! જુલિયટ ની સફળતા ઘણા લોકો ને આંખ માં ખૂચતી હતી; પણ જુલિયટ એ લોકો ની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતી.

જુલિયટ નો આજે 1243 મો શો પ્રથમ વખત એની ડ્રીમ સિટી પેરુ માં હતો; એટલે આજે જુલિયટ એ કોઈ અલગ ટાઈપ નો પોશાક પહેર્યો હતો. આ પોશાક એટલો સુંદર હતો કે જે જોઈને ભલભલા ની આંખો માં રંગબેરંગી કિરણો છવાઈ જાય પણ એના થી સુંદર હતો જુલિયટ નો દેખાવ ! જેને નિહાળવા માટે આજે પેરુ ના 20000 લોકો આવી પહોંચ્યા હતા. આજે જુલિયટ ના શો ની ટીકીટ મળવી પણ નામ મુમકિન હતી. ઘણા લોકો જુલિયટ ના શો થી અજાણ હતા; પણ જુલિયટ નો શો એની ડ્રીમ સિટી પેરુ માં હતો, એટલે તે કોઈ પણ દર્શક ને દુઃખી કરવા નોહતી માગતી. જુલિયટ પોતાનો શો શરૂ કરે પહેલા તે શો માટેની જગ્યા ને ખુલ્લી કરવી દે છે, અને ટિકિટ ના મળેલા લોકો પણ જુલિયટ નો જાદુઈ સ્ટેજ હવે જોઈ શકતા હતા. જુલિયટ નો નિર્દોષ સ્વભાવ જ તેને અહી ઉપર સુધી લઈને આવ્યો હતો.

જુલિયટ નો મહાન શો હવે શરૂ થવાની તૈયારી માં જ હતો. જુલિયટ સ્ટેજ તરફ આગળ વધી રહી હતી. એના ચહેરા પર ની ખુશી સાફ સાફ નજર આવી રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક એના ચહેરા પર એક બેચેની નજર આવી રહી હતી. જેને છુપાવવા નો પ્રયાસ આજે જુલિયટ કરી રહી હતી! પણ એ નિષ્ફળ જઈ રહી હતી. આ બેચેની એના મોઢા પર આવી જ જતી હતી. જુલિયટ હવે સ્ટેજ ની નજીક જવા માટે તૈયાર થઈ ગઈ હતી, એને પોતાનો ચહેરો પોતાના સાફ દિલ જેવો કરી દીધો, કેમકે એ નોહતી ચાહતી કે એના પ્રેક્ષકો એને જોઈને એના ચહેરા પરની બેચેની પકડી લે!

જુલિયટ જેવો જ સ્ટેજ ઉપર પગ મૂકે છે તરત જ બંને બાજુથી ફૂલ ની પાંખડી નો વરસાદ એની ઉપર વરસાવી દેવામાં આવે છે. પોતાની ઉપર થતા ફૂલ ના વરસાદ અને આટલી બધી ઓડિયન્સ ને જોઈ તેના ચહેરા પર સાચી ખુશી આવી જાય છે; ને એની બેચેની થોડા સમય માટે દૂર થઈ જાય છે. જુલિયટ પહેલા તો પોતાના બંને હાથ ઉપર કરી ને બધા જ લોકો ને આવકારે છે ને પછી પોતાના જાદુઈ શો ની શરૂઆત કરે છે. જુલિયટ એક એવી જાદુગર હતી જે કોઈ ની પણ નજર કેદ નોહતી કરતી ! જે કરે એ સાચા જાદુ નો સહારો લઈને જ કરતી હતી ! જુલિયટ ની જાદુઈ દુનિયા માં ફરેબ નામની કોઈ ચીજ હતી જ નઈ! એટલે જ જુલિયટ નો શો એ સમયે 10 ડોલર માં ચાલતો.

બીજા જાદુગર જુલિયટ થી ખૂબ જ બળતા હતા; એટલે તે જુલિયટ નો શો ખરાબ કરવા માટે એના શો ની ટીકીટ લેતા ! પણ દરેક વખતે એ લોકો એમની જાળ માં પોતે જ ફસાઈ જતા હતા. જુલિયટ ના જાદુ માં કોઈ જ ફરેબ હતું નઈ ! ને આજ કારણ હતું બીજા જાદુગર પોતાના મકસદ માં અસફળ થતા.

જુલિયટ હવે મંચ ઉપર આવી ગઈ હતી. આજે એના ચહેરા ઉપરની ચમક સાફ નજર આવી રહી હતી. પોતાનો જાદુઈ ખેલ શરૂ કરવાની પહેલા જુલિયટ દરરોજ ની જેમ મહાકાલ ને યાદ કરે છે. “ બધા તૈયાર છો ને એક નવા જ અંદાજ માં જાદુ નો સફર કરવા માટે ! જ્યાં કશુજ ફરેબ કે હાથ ની કરામત નથી. તો શરૂ કરીએ ?” ત્યારે ચારે બાજુ થી એક જ અવાજ આવી રહ્યો હતો. “ જુલિયટ જુલિયટ જુલિયટ “ આ સાંભળી ને જુલિયટ ની ખામોશી ક્યાંક દૂર દૂર સુધી ચાલી ગઈ હતી; અને એના ચહેરા ઉપર પહેલા જેવી જ સુંદર સ્માઈલ આવી ગઈ હતી. જુલિયટ ની ચારે બાજુ થતી તારીફ સાંભળી ને ત્યાં બેઠેલા એના વિરોધી ઓ ને એ સહન નોતું થતું ! એટલે અમુક તો શો છોડી ને નીકળી ગયા ને અમુક માં હજી સહનશક્તિ બચેલી હતી.


જુલિયટ પોતાનું પહેલું જાદુ કરવા માટે પોતાનો હાથ ઊંચો કરે છે. ને એના હાથ ઉપર મહાકાલ ની પ્રતિમા હતી ! જે જોઈને ત્યાં બેઠેલા બધા ભારતીયો જુલિયટ ઉપર ગર્વ કરવા લાગ્યા કેમકે જુલિયટ ઉર્ફ જુલી હતી તો ભારતીય ને ! જી હા જુલિયટ એક હિન્દુસ્તાની હતી ! જુલિયટ એ મહાકાલ ની મૂર્તિ ને બરાબર તેની આગળ બિરાજમાન કરી દીધી. ભારતીયો ને જુલિયટ ઉપર ગર્વ થતો હતો કેમકે આટલી મોટી જાદુગરની પોતાનો ધર્મ ને સંસ્કાર ભૂલી ન હતી !

હવે જુલિયટ ના જાદુઈ સફર ની શરૂઆત થાય છે ! જુલિયટ ફરીવાર પોતાનો હાથ ઊંચો કરે છે, ને એના હાથ માંથી રંગબેરંગી રીબીન નીકળી ને સામે બેઠેલા પ્રેક્ષકો સુધી ઉડવા લાગે છે. આ જોઈને ચારે બાજુ થી તાળી ઓ નો અવાજ ગુંજી ઉઠે છે. જુલિયટ નો શો બરાબર જ ચાલી રહ્યો હોય છે પણ જુલિયટ નો એક દુશ્મન જુલિયટ નો ખેલ ખરાબ કરવામાં જ લાગેલો હતો. આ જુલિયટ નો સૌથી મોટો દુશ્મન હતો ! જે જુલિયટ ની પ્રગતિ જોઈ ન શકતો હતો. જેને જુલિયટ ને બરબાદ કરવા ની કોઈ જ કસર છોડી ન હતી ! પણ દરેક વખતે એ નાકામ થતો હતો ! પણ આ વખતે એને એક એવો રસ્તો શોધી લીધો હતો કે જુલિયટ ઉપર એની જીત પાક્કી જ હતી.

જુલિયટ નો શો આજે જોશ માં હતો. મોટા ભાગ નો શો હવે પૂરો થવા આવ્યો હતો! અત્યાર સુધી સુપર હિટ ચાલતો શો ક્યારે નિષ્ફળ બની જશે એવું સ્વપ્ન માં પણ કોઈ એ વિચાર્યું નોતું. જુલિયટ એક ની બાદ એક જાદુઈ ખેલ થી તેના પ્રેક્ષકો નું મનોરંજન કરી રહી હતી ! પણ આ શું ? જુલિયટ ની આંખો આગળ એક કાળા રંગ નો ધુમાડો ફરવા લાગ્યો જે જુલિયટ ની એકાગ્રતા ને તોડી ને મૂકી દેતો હતો. જાદુગર ની દુનિયા માં મહત્વની છે “ એકાગ્રતા “ પણ જુલિયટ પેલા કાળા ધુમાડા ને જોઈને એકાગ્ર થઈ જ નોહતી શકતી !

જુલિયટ નું ધ્યાન પેલા કાળા ધુમાડા તરફ હતું; જે તેની આજુબાજુ ફરતો હતો ! જુલિયટ પોતાના જાદુ ઉપર એકાગ્ર થઈ જ નોહતી શકતી ! જુલિયટ ના જાદુ હવે એક પછી એક નિષ્ફળ જઈ રહ્યા હતા ! હવે દૂર દૂર સુધી તાલી ના અવાજ પણ હવે નોતા રહ્યા ! જુલિયટ ની ટીમ પણ હવે થોડી ચિંતા માં આવી ગઈ હતી ! કેમકે આજ સુધી જુલિયટ 1242 શો સુપર હિટ હતા ને આ 1243 મો શો કેમ ફ્લોપ થઈ રહ્યો છે , જેનો કોઈને આઈડિયા પણ નોહતો ! જુલિયટ ની બરબાદી નો સફર હવે શરૂ થઈ ચૂક્યો હતો ! જુલિયટ નો શો ફ્લોપ થઈ રહ્યો હતો ! પણ એ આટલી જલ્દી હિંમત હારે એમ નોહતી ! ફરીવાર પોતાનું ધ્યાન એકાગ્ર કરી ને જાદુ કરવા લાગી જાય છે. પણ પેલો ધુમાડો એનો પીછો છોડે એમ નોહતો !

જુલિયટ હવે પાણી ભરેલી પેટી ની અંદર જવાની તૈયારી કરી રહી હતી ! તે સ્ટેજ ઉપર પાણી ભરેલી પેટી મંગાવે છે. થોડા સમય માં જ પાણી થી ભરેલી પેટી સ્ટેજ ઉપર લાવવામાં આવે છે. જુલિયટ જાદુ શરૂ કરે એની પહેલા આ જાદુ વિશે બધાને જણાવી દે છે. “ અહી એક પાણી થી ભરેલી પેટી મૂકવામાં આવી છે. જેને તમે જોઈ શકો છો. આ પેટી ની અંદર હું 10 મિનિટ માટે જઈશ ! ને 10 મિનિટ થતા જ હું ગાયબ થઈ જઈશ ! તમે ચાહો તો સ્ટેજ ઉપર આવી ને આ પાણી ની પેટી ને ચેક કરી શકો છો. “ આટલું કહી ને જુલિયટ બંધ થઈ જાય છે. થોડા લોકો સ્ટેજ ઉપર આવીને આ પાણી ભરેલી પેટી ને ચેક કરી જાય છે.

જુલિયટ આ જાદુ કરવા તો માગે છે પણ એના દિલ માં આજે થોડો ડર બેઠેલો હતો , મનમાં કંઇક ઉદાસી છવાયેલી હતી; ને પેલો કાળો ધુમાડો એનો પીછો છોડતો નોહતો ! જુલિયટ થી આજે પાણી ભરેલી પેટી ની અંદર જવા ની પણ હિંમત નોહતી થતી; પણ શું કરે પેટી ની અંદર ના જાય તો પણ એનો શો ફ્લોપ થઈ જ જાય. પહેલા જ એના શો માં થોડા લોચા વાગી જ ગયા હતા એટલે એની પાસે હવે કોઈ રસ્તો બચ્યો જ ન હતો !

જુલિયટ હિંમત કરીને પાણી ની પેટી માં જાય છે પણ આજે એનો જીવ બહુ જ ગભરાય છે. જુલિયટ અંદર પેટી માં જાય છે ને પેટી બંધ કરી તેની ઉપર સોકળ બાંધવામાં આવે છે. બધાં જ પ્રેક્ષકો બેસબ્રી થી જુલિયટ ના ગાયબ થવાની રાહ જોઈ રહ્યા હતા !

To be continued…..



શું થશે જુલિયટ સાથે ? એ આ પાણી ભરેલી પેટી માંથી બહાર નીકળી શકશે ? શું જુલિયટ નું જીવન મુસીબત માં હતું ? પેલો માણસ કોણ હતો ? પેલા કાળા ધુમાડા નું રહસ્ય શું હતું ? ભારતીય જુલી જુલિયટ કઈ રીતે બની ? અત્યાર સુધી હિટ રહેતા શો આજે કેમ ફ્લોપ થયો ?

આ બધા પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં…..




આ સ્ટોરી ને લગતી કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary