આગળનાં ભાગમાં આપણે જોયું કે કંદર્પ પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો પીછો કરતા કરતા અમોલ ને મળે છે અને આ બાજુ પ્રિયાની અસલિયત જાણવા માટે તેની સાથે રહેલ કૃતિને રશ્મિ મળે છે અને તેની સાથે થોડી વાતચીત કરતા ખબર પડે છે કે રષ્મીને કોઈ ધમકાવી રહ્યું છે અને તે અને રોહન હવે એકબીજા સાથે લગ્ન કરવા માગે છે પણ આ બધી વાત કરવામાં ખાસ્સો એવો સમય વીતવા છતાં પણ પ્રિયા હજુ જાગી નથી આથી પ્રિયાના મમ્મી પણ તેને જગાડવા માટે રૂમમાં આવે છે ને રશ્મિ ને ત્યાં જોઈને પૂછે છે કે તે ત્યાં ક્યારે અને કેવી રીતે આવી??! આ જોઈને કૃતિને પણ રશ્મિ માટે કેટલાયે સવાલો થાય છે ત્યાંથી આગળ...
પ્રિયાને વારંવાર જગાડવા છતાં તે જાગતી નથી એટલે કૃતિ અને પ્રિયાના મમ્મી ખુબ ચિંતામાં પડી જાય છે અને તાબડતોબ આખો પરિવાર પ્રિયાના રૂમમાં આવી પહોંચે છે.છેવટે ડોકટરને બોલાવવામાં આવે છે અને પ્રિયાને જોઈને ડોકટર કહે છે કે પ્રિયા ઘણીવાર પહેલાની બેભાન થઈ ગઈ છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડશે.આથી પ્રિયાના પરિવારજનો પ્રિયાને લઇને હોસ્પિટલમાં જાય છે અને જેવી પ્રિયાને લઇને જવામાં આવે છે કે તરત જ રશ્મિ પણ પોતાને એક અર્જન્ટ્ટ કામ છે એમ કહીને સીધી જતી રહે છે.તેના આવા વર્તનથી કૃતિને તેના પર વધારે શક જાય છે અને તે પ્રિયાના પરિવારજનો ના ગયા બાદ ઘરમાં થોડી તપાસ શરૂ કરે છે અને આખા ઘરમાં આમતેમ નજર કરે છે.એવામાં અચાનક તેને બાલ્કનીમાં કઈક તપાસ કરવાનું યાદ આવે છે એટલે તે ત્યાં દોડી જાય છે અને તેને બાથરૂમની બારી પાસે એક મોટું દોરડું બાંધેલું નજરે પડે છે . આ દોરડું નીચે છેક ગાર્ડનમાં પહોંચે છે અને ગાર્ડનમાં એક ખૂણામાં તેને કઈક સંતાડેલી એક બેગ મળે છે.આ બેગથી થોડે જ દૂર એક ઇંજેક્શન ની સિરિંજ અને નાની બોટલ મળે છે.આ બધું લઈને તે સીધી હોસ્પિટલ પ્રિયા પાસે દોડી જાય છે અને પ્રિયાના પરિવારજનો સાથે બેસી જાય છે પણ કોઈને કશું કહેતી નથી.કારણ કે આ બધું કોને જણાવવુ અને કોઈને અત્યારે જણાવવુ કે નહિ એ વિમાસણમાં તે હાલ પુરતું કોઈને પણ કઈ જ કહેતી નથી.
આ બાજુ કંદર્પ પોતાના ફોનમાંથી કૃતિને બધું મેસેજ વડે જાણ કરવાનું નક્કી કરે છે પણ તેનો ફોન સ્વીચ ઓફ થઈ જાય છે.આથી ના છૂટકે કંદર્પ તે અવાવરું મકાનમાંથી બહાર આવે તો જ કોઈનો કોન્ટેક કરી શકાશે એમ વિચારે છે.એવામાં પેલા ગુંડાઓ એકબીજા સાથે વાતો કરતા કરતા કહેતા જાય છે કે ચાલો આપણે બોસ બહાર ગયા છે ત્યાંથી આવે ત્યાં સુધીમાં થોડીવાર આરામ કરીએ આમ પણ આ તો અર્ધબેભાન હાલતમાં ભાગીને ક્યાંય જાઇ શકશે નહીં અને બોસે તેને એવી દવા આપી છે એટલે ભાગી જાય તો પણ તેને પોતાનું ઘર પણ યાદ આવે તેમ નથી એટલે આરામથી સુઈ જઈએ.આ સાંભળીને કંદર્પ ત્યાં બાંધી રાખેલ અમોલ ને સાથે ભગાડી જવાનું વિચારે છે.પણ આ બધું કરનાર પેલો કાળા કપડાં પહેરેલ બોસ કોણ છે તેની માહિતી મેળવવા માટે પોતે ત્યાંથી બહાર આવી જાય છે અને પછી પોલીસને જાણ કેવી રીતે કરવી તે વિચારતા તેને રોહનની ગાડી ત્યાં દેખાય છે અને તે ગાડીની ડેકી માં સંતાઈ જાય છે.
થોડીવાર સુધી ત્યાં કોઈ જ આવતું નથી પણ
કંદર્પ ને યાદ આવે છે કે પેલા ગુંડાઓ એકબીજા સાથે એમ વાત કરતા હતા કે બોસ હમણાં બહાર ગયા છે એટલે ત્યાં કોઈ જ ન હતું અને માત્ર રોહનની ગાડી જ પાર્ક કરેલી હતી એટલે કંદર્પ સમજી જાય છે કે નક્કી પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રોહન જ છે.પણ હવે તેને પકડવા માટે શું યોજના કરવી એમ તે વિચાર કરવા લાગ્યો ત્યાં જ પેલા ગુંડાઓ દોડતા દોડતા બહાર આવ્યા કે," પેલો બોસે અર્ધબેભાન હાલતમાં બાંધી રાખેલ વ્યક્તિ ભાગી ગયો છે.તે ક્યાં ગયો હશે??!! બોસ આવે તે પહેલાં તેને શોધી લાવવો પડશે નહિ તો બોસ આપણને જીવતા નહિ મુકે"...
આ સાંભળીને કંદર્પ પણ સ્તબ્ધ થઈ ગયો.કેવી રીતે અમોલ ત્યાંથી ભાગી નીકળ્યો હશે? શું પેલા ગુંડાઓ તેને ફરીથી પકડી નહિ પાડે ને??!!ખરેખર કંદર્પ ને થયેલા શક મુજબ રોહન જ આ બધા માટે જવાબદાર હશે??!! શું કૃતિ રશ્મીની કરતુતો નું સંપૂર્ણ સત્ય જાણી શકશે??!! શું રશ્મીએ પ્રિયાને મારી નાખી હશે??!! આ બધું કરનાર રોહન અને રશ્મિ રંગે હાથે પકડાશે??!! શું કંદર્પ અને કૃતિ આ બધા રહસ્યોનો ભેદ પામી શકશે??!! જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ...
અને આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં....