AFFECTION - 48 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 48

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 48









*

મોહનભાઇ : હાલો જલ્દી કરો...બેસી જાવ આમાં....તમને સાંજ સુધી મૂકી આવશે સોનગઢ..

પણ પ્રિયંકા અને સેજલ એકબીજા સામે જોઈ રહ્યા હતા..

સેજલ : બેસી જાવ ને હવે..

પ્રિયંકા : પણ સનમને હું શું મોઢું દેખાડીશ...મારા લીધે કાર્તિક...

સેજલ પ્રિયંકાને ચૂપ કરાવીને બેસાડી અંદર...અને પોતે પણ બેસી ગઈ ગાડા માં

મોહનભાઇ : માફ કરજો...પણ કોઈની ગાડી નવરી હતી નહિ....અને અહીંયા એટલા વાહન જોવા પણ નથી મળતા...પણ હા...તમે પહોંચી જશો સોનગઢમાં..

*



ધીમે ધીમે સૂરજ ઢળવા લાગ્યો હતો...પાણી પણ કોઈ નહોતું દેતું...તો જમવા માટે કંઈક મળશે તો એ તો મારો વહેમ જ હતો...પીઠ માં બળતરા થઈ રહી હતી..ગામમાં આ જ વાંધો હોય...પંચાયત કે ગામનો મોભી માણસ સજા આપે તો હસતા મુખે સ્વીકારવી જ પડે..

હું હવે મરવા સિવાય આશા પણ નહોતો રાખી શકું એમ...
ગામ હતું એટલે એક વાત બહુ સારી હતી કે રાતના આઠ વાગ્યે તો બધા સુઈ ગયા હોય...બહાર દેખવા ના મળે...નવ દસ વાગ્યા તો મને થયું કે હવે ભાગવાનો પ્રયત્ન કરવો જોઈએ...તો મેં હાથ છોડાવવા પ્રયત્ન કર્યો..પણ પૂરતી શક્તિ જ નહોતી...એવા માં એક કંતાન ઓઢેલી છોકરી ચાલી આવતી હતી...એ કાજલ જ હોય બીજી કોણ હોય...એને ધારીયું લઈને દોરડા કાપી નાખ્યા..નાએ અજાણતા એનો હાથ પીઠ પર પડેલા ઘાવ પર પડ્યો..અને મારી હળવી રાડ નીકળી ગઈ..

કાજલ રડવા જેવી થઈ જતા...કાન પકડીને ભૂલ થઈ ગયું...એમ કહેવા લાગી..મેં બહુ ધ્યાન ના આપ્યું..કારણ કે હું જ ધ્યાન આપવાની હાલતમાં નહોતો...એ મને ટેકો દઈને ઉભો કરવા માંગતી હતી...પણ એમાં એનો હાથ મારી પીઠ પર જ પડતો હતો...એટલે એ મૂંઝાઈ ગઈ હતી...

મેં એને હળવેકથી કીધું કે,"થોડું દર્દ વધારે....રાખી લે હાથ...કાંઈ વાંધો નહિ..."

પેલીએ આંખ મીંચતા મીંચતા મને ટેકો આપીને ઉભો કર્યો...ચલાવીને લઈ જતી હતી મને એના ઘર તરફ...એ કશુ બોલતી નહોતી...અને હું બોલવાની હાલતમાં નહોતો..

મને ગમ્યું કે ચલો કોઈ તો છે જેને દયા આવે છે...ડરતું નથી...ત્યાં જ સામે એક બળદગાડું ઉભું હતું...મને એક પથ્થર પર બેસાડી એ કઈક વાત કરવા ગઈ...એ ભાઈ સાથે..

કાજલ : કાકા ગમે એ થાય..આને સોનગઢ સુધી મૂકી આવજો...

"હું તો મૂકી આવીશ..પણ ભવિષ્યમાં તને કોઈ તકલીફ થશે તો...ભવાન તને મુકશે તો નહીં જ.."

કાજલ : આ એ લાયક છે કે હું મારો જીવ પણ દઇ શકું છુ...તમે ફક્ત મારુ આ કામ કરી આપોને...એમ પણ તમારે બે દિવસ પછી જવાનું હતું સમાન લઈને...એની જગ્યાએ આજે જ પતી જશે કામ..

કાજલ જેની સાથે વાત કરતી હતી...એ આ ગામના વેપારી હતા...એમને ખબર હતી કે કાજલ કેવા દુઃખમાંથી ગુજરી રહી છે.. એટલે એમના ઘરમાં જે કઈ પણ પૈસા આવતા એ આ ભાઈ જ આપતા હતા..આજે જ્યારે મને સવારે ફસાયેલો જોઈ ગઈ..ત્યારે જ એ ગઈ પેલા ભાઈ પાસે અને મનાવ્યાં...આમ થયું હશે મેં એવી ધારણા બાંધી લીધી..

મને પછી હળવેકથી પેલા ગાડા માં સંતાડીને સુવડાવવા માં મદદ કરી...હું એને જોતો રહ્યો...હવે મને પણ એ સારી લાગી રહી હતી..એવું કોઈ દિવસ નથી હોતું કે તમને કોઈનું રૂપ જ ગમે...કાજલમાં રૂપ હતું બહુ જ હતું...પણ હવે મને એ ગમવા લાગી એનું કારણ હતું એની મારા પ્રત્યે જે દેખાડતી હતી...એ કંઈ પણ મોહ વગર મદદ કરતી હતી...

પેલા ભાઈ તો તૈયાર જ હતા ગાડા પર ચડીને...પછી મને એને એનો દુપટ્ટો ઓઢાડી દીધો...જે એને મોઢા પર વીંટ્યો હતો...

કાજલ : સવાર સુધીમાં પહોંચી જઈશ...ચિંતા ના કરતો...આ કાકા ભરોસેમંદ છે..અને હવે કોઈની લપમાં ના પડતો...સુખી જિંદગી જીવજે તારી સનમ સાથે..

ચાંદા ના અજવાળામાં એની આંખમાં રહેલું સત્ય સાફ ઝળકતું હતું...પેલા એ ગાડું ચલાવ્યું ને મેં એને ઉભું રાખવા કહ્યું..પેલી જોતી જ હતી..ગાડું ઉભું રહ્યું તો દોડીને પાસે આવી...

કાજલ : શુ થયું પાછું??

મેં એને ઉભા થઈને બાથ ભરી લીધી..અને બોલ્યો
"તે આજે જે કર્યું છે...એના માટે હું જેટલું તારા માટે કરૂ એટલું ઓછું છે...તું આ ગામ મૂકીને મારા ગામ આવતી રહેજે...બધું હું સંભાળી લઈશ..."

તે ફક્ત જોઈ રહી હતી..

"તું આવીશ ને યાર??"

કાજલ : હું આવીશ બસ...તું કહે છે એટલે આવીશ...હવે ચડી જા પાછો ગાડા ઉપર..સંતાઈને જલ્દી નીકળી જા...કોઈ આવી જશે...

એમ કહીને મને પાછો અંદર બેસાડ્યો...મને નહોતી ખબર મારા માં આટલું બધુ બોલીને ઉભા થવાની શક્તિ ક્યાંથી આવી ગઈ હતી..હું પાછો પેલીનો દુપટ્ટો એને જોતા જ ઓઢીને ચુપચાપ બેસી ગયો...અને ગાડુ ચાલી પડ્યું...

હું જોતો હતો...કાજલ છેક સુધી મને જતા જોઈ રહી..મને એક જ વાત નું ખોટું લાગી રહ્યું હતું...કે આવી છોકરી આવી જિંદગી જીવે છે...હું વિચારતા વિચારતા સુઈ ગયો...એક તો ગાડા માં ઘણો બધો સામાન પડ્યો હતો એ નડતો હતો...છતાય સુઈ ગયો...

કાજલ હજુ ત્યાં બેસીને પોતાની જાતને સંભાળી રહી હતી...કદાચ કંઈક ખોયું હશે એને..

જ્યારે તેજાની હવેલીમાં નોકરાણીને ત્રીજા માળે દુર્ગંધ આવતી હતી..એને એમ કે કંઈક તો લોચો છે. એને તપાસ કરી તો ખબર પડી કે અંદર તેજાની લાશ પડી હતી પલંગ નીચે..અને એ જોઈને એ તરત જ ભાગતી ભાગતી બધાને કહેવા ગઈ...

ઘડીકમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ..બધા સમજી ગયા કે આ બધું કોને કર્યું છે અને શું કરવા કર્યું છે...બધા ને પાક્કી ખબર હતી કે પેલા જેને ઝાડવા જોડે બાંધ્યો છે બધું કામ એનું જ છે...એક માણસ તરત જ તલવાર કાઢીને જ્યાં મને બાંધ્યો હતો ત્યાં આવવા લાગ્યો...અને બધા એની પાછળ પાછળ ભાગતા આવવા લાગ્યા..

ગજબની વાત તો એ હતી કે કોઈ રડતું નહોતું તેજાના મોતને લઈને...કારણ તો ખબર જ છે...

બધા ચોરે પહોંચ્યા તો ખબર પડી કે કોઈએ દોરડું કાપી દીધું અને તે ભાગી ગયો છે...

"અરે આપણા સાહેબને મારી નાખ્યો..એ માણસે..અને પાછો ભાગી ગયો...એને લાવ્યું હતું કોણ આપણી હવેલીમાં...પેલઈ છોકરી એ બદલો લીધો લાગે આપણે એને ગામવટો દઈને બહાર કાઢી નાખી એનો બદલો લીધો એને.."

"આ ગદ્દારીની એક જ સજા હોય શકે...મોત..નહિતર તો મારા બાપની આત્માને શાંતિ નહિ મળે...હવે હું મારી બાપની જગ્યા એ છુ તો હવે બધા મારી વાત માનશે...તો ચાલો એ કાળમુખીનું ઘર સળગાવવા...પેલો પણ અંદર જ સૂતો હશે...એ પ્રેમી પંખીડાને જીવતા સળગાવીશું.."

અને બધાની આંગળી કાજલ તરફ જ હતી...કાજલ તો ત્યાં નહોતી એ તો પોતાની પથારીમાં ડુસકા ભરતી પડી હતી...

એની માં ને ખબર હતી કે એ ડુસકા પાછળનું કારણ કોણ હતું...એ પણ શાંત થઈને બેઠા હતા...કારણ કે કરી પણ શું શકે...એનો બાપ તો એમપણ બીમાર હતો...

ત્યાં જ અચાનક એમને ઘાસલેટની ગંધ આવી...એમને એમ કે હશે કોઈ લઈ જતું હશે...ત્યાં જ બહારથી હુરિયા બોલાતા હતા...અને એ ઝુંપડીને આગ ચાંપી દીધી....આખું ગામ ત્યાં ઉભું હતું...

કાજલને ખબર પડી કે ઘરમાં આગ લાગી છે તો એને એની માં ને ઉઠાડી બહાર ભાગવા કહ્યું અને એના બાપને ઉઠાડીને લઈ જવા પ્રયત્ન કરવા લાગી....

એની માં એ પ્રયત્ન કર્યા પણ દરવાજો ખુલ્યો નહિ...કાજલ એના બાપને મૂકીને પાછી એની માં પાસે આવી અને દરવાજો ખોલવા પ્રયત્ન કરવા લાગી..

બહાર લોકો એમ જોઈ રહ્યા હતા કે જાણે હોળી પ્રગટાવી હોય...બહારથી દરવાજા બહાર મોટો પથરો મૂકીને બંધ રાખ્યો હતો...કાજલ છેલ્લે કંટાળીને એના માં અને બાપને બાથમાં લઈને બેસી ગઈ...

*
*
*
હવે બહાર લોકો ને ફક્ત એ લોકો ચીસો જ સંભળાતી હતી..અમુક દયાવાન લોકો જોઈ ના શક્યા તો એમના ઘર તરફ જતા રહ્યા..કારણ કે અન્યાય સામે અવાજ નહોતા ઉપાડી શકતા...

અને એ ઘર જે પહેલેથી જ અન્યાયનો ભોગ બનેલુ હતું...એને જીવનમાં વધુ એક વખત અન્યાય ભોગવીને દુનિયાને અલવિદા કહી દીધી..

*

કાનો પાછો ફરી રહ્યો હતો તો એને રસ્તામાં અમુક ખેડૂતો ટોળે વળેલા દેખાણા...એને નીચે ઉતરીને જોયું કે શું ચાલે છે તો એને મારી કાર દેખાણી....એ ઓળખતો હતો મારી ગાડીને...એ ચિંતામાં આવ્યો.એને આજુબાજુમાં પૂછ્યું તો લોકો બોલ્યા કે કાનભાઈ આ તો અહીંયા પડેલી અને અમે નીકળતા હતા તો જોયુ ઉભા રહીને કે કોઈ અંદર છે તો નહીં ને...

.એને ખબર પડી ગઈ કે નક્કી સનમ ભાગી ગઈ હશે..અને કંઈક ના બનવાનું બન્યું હશે...એ તુરંત જ હવેલી એ આવ્યો અને બીજા માણસને ત્યાં રોડ પર મારી કાર લેવા મોકલ્યો..

ઘરે આવ્યો તો એને ધ્રુવે જે વાત બીજલમોટાને કરેલી...એ જ વાત કાનાને પણ કહી..

કાનો એને હવેલીના ઉપરના માળે લઈ ગયો...

કાનો : હવે મને એ કહે કે જે હકીકતમાં બન્યું છે...

ધ્રુવ : સાચું જ કહું છુ...હું તો..

કાનો : તારા કરતા વધારે દુનિયા જોઈ છે...બીજલ ને એ બધા તો મુરખા છે...હું એવો નથી..બોલ સાચું...કોઈને નહિ કહું..

ધ્રુવને ખબર પડી કે કાનો હાથમાં નહીં આવે એટલે એને બધું સાચું કહી દીધું...

કાનો ખીજાયો...

કાનો : તમને લોકોને કોણ કહે છે આવી છોકરરમત કરવાની..તમારા લીધે બે લોકોનો જીવ ગયો..

ધ્રુવ : અરે એ લોકો પહેલેથી જ તૈયારીમાં હતા કે હુમલો કરી જ દેત...એ તો ભલું કહેવાય કે સનમ જતી રહી..

કાનો : ધૂળ સનમ જતી રહી...આ જો બહાર કાર્તિકની ગાડી..રોડ પર પડી હતી..હું લઈ આવ્યો...એનો મતલબ એમ છે કે એને લઈ ગયા..

ધ્રુવ : હવે શું કરીએ??

કાનો : હવે જ્યાં સુધી સામેથી કોઈ નથી આવતું...આપણે બેબસ બનીને રાહ જોવાની...એક તો કાર્તિક ક્યાં છે એના ઠેકાણા પણ નથી...

ધ્રુવ : પ્રિયંકા આવી ગઈ છે...પણ કાર્તિકનો પતો નથી...તમને ખબર છે.

કાનો : શુ બોલે છે...તે આવી ગઈ...તો કાર્તિક ક્યાં રહી ગયો..

ધ્રુવ : એ સરખી વાત નથી કરતી...અને એની તબિયત ખરાબ હતી તો એ ચક્કર ખાઈને સુઈ ગઈ...મને તો નાટક લાગ્યા..

કાનો : ચલ મારા ભેગો....નથી શુ ઉઠતી...હમણે ઉઠશે...

ધ્રુવ : એને થોડોક સમય તો આપો...બહુ તકલીફ સહન કરીને આટલા સમયે ઘરે આવી છે...એની માં બિચારી રડવામાંથી નવરી નથી પડતી અને આપણે અત્યારે એમે સવાલ જવાબ કરવા જઈએ છીએ..

કાનો : બે દિવસ ગામ બહાર શુ ગયો....દુનિયા પલટાઈ ગઈ .

*
"ઉઠાડો આ બધાને....મેં તમને એક જ છોકરી કીધી હતી...તમે તો બીજા પણ મફતમાં ઉપાડી આવ્યા.."ભવાન આરામ ખુરશી પર બેઠા બેઠા હોકો ખેંચતા બોલ્યો..

પેલા માણસોએ નૈતિક,હર્ષ અને સનમ ત્રણેયને પાણી છાંટયું અને જગાવ્યા..કારણ કે દવાની અસર તો ક્યારની પતી ગઈ હતી...છતાંય સુતા રહ્યા ખબર નહિ કેમ...

સનમ અચાનક આમ બીજી જગ્યાએ આવી ગઈ એટલે ગભરાઈ ગઈ...એય મને પકડી છે કેમ ખોલ...

નૈતિક અમે હર્ષ એકબીજાના મોઢા જોઈને અલગ જ હાવભાવ પેલા ભવાનને દઈ રહ્યા હતા...

ભવાન : મારે તમને કંઈ પણ હાનિ પહોંચાડવાનો ઈરાદો નથી..કે જ્યાં સુધી તમે મને સાથ આપશો...વિશ્વાસ કરો..તમને કોઈ ટચ પણ નહીં કરે...પણ બસ યાર બખારો કરો માં...

સનમ અવાજમાં સચ્ચાઇ પારખતી હતી..
સનમ : એવું છે તો પેલે અમને આમ બાંધીને ના રાખો...તમે મારા બાપુની ઉંમરના છો...હું કઈ વિશ્વાસ તો નહી તોડું જ્યાં સુધી મારી મર્યાદા જાળવશો ત્યાં સુધી..

હર્ષ અને નૈતિક એકબીજા કહી રહ્યા હતા કે ,"લાગે છે સનમને દવાની અસર મગજમાં થઇ ગઈ છે...એ કિડનેપરને બાપ બનાવવાની વાતું કરે છે..."

હર્ષ : સનમ શાંતિ રાખ...બધું થઈ પડશે...

ભવાન : મને ખરેખર તારી હિંમત ગમી...નીડર લોકો એવું જ કરે..સીધી જ વાત..તે કરી ..અને હું એની ઈજ્જત કરતા....તારી એકની જ પકડ ખોલાવુ છુ...પણ અહીંયા બહાર પગ નો મુકતી..

એને પકડ તો ખોલાવી નાખી..અને એને સામે બોલાવી...અને બોલ્યો,"હવે મને અમુક સવાલના જવાબ આપી દે..પછી આપણે જમવા જઈએ બધા...મારી પત્ની બહુ સારું જમવાનું બનાવે છે.."

સનમ વિચારતી હતી કે આ કાઈ પાગલ માણસ તો નથી ને...કે આટલું સારું વર્તન કરે છે..એને કંઈક ગોલમાલ લાગી...પણ એ પણ હા માં હા પાડી એની સામે વાત કરવા બેઠી....પેલા લોકો ખુરશીમાં જ બંધાયેલા બેઠા બેઠા જોતા હતા..કે સનમ બધું કેમ કરે છે પેલા ના કહેવા પર...પણ સનમના મનમાં એક જ પ્રાર્થના ચાલતી હતી કે કાર્તિકને કશું થઈ ના જાય...

*
સવારના સાત વાગતા હું સોનગઢના પાદરે પહોંચ્યો...પેલા વેપારીએ ગાડું ઉભું રાખ્યું...અને હું સૂતો હતો તો મને ઉઠાડ્યો..

"હાલ જુવાન...તારું ગામ આવી ગયું.."

હું પેલીનો દુપટ્ટો ચેહરા પરથી દૂર કર્યો તો તડકો સીધો જ આંખોમાં પડ્યો..અને હું ઉભો થયો..

"આભાર વડીલ...તમે તો જીવ બચાવી લીધો.."

"જીવ મેં નથી બચાવ્યો...પેલી છોકરીએ એના મોતના સોદે તને બચાવ્યો છે...તને ખબર છે...તને ત્યાં નહિ જોઈએ...કાજલ પર શકના કરે તો સારું છે...કોઈ જોઈ ગયું હશે તો પૂરું..."

હું બોલ્યો,"એને કશું નહીં થાય...એને મેં કહ્યું છે કે સોનગઢ આવતી રહેજે...એ આવશે પછી બધુ સારું થઈ જાશે.."

"એમ થાય તો સારું....એને જીવનમાં સુખ જ નથી જોયું કોઈ દિવસ...કાલે મારા પગે પડી ગઈ...મેં એને ના પાડી છતાંય બહુ સમજાવ્યો મને...હું ના જોઈ શકયો એટલે તને મુકવા આવ્યો..મેં એને કારણ પૂછ્યું તો બોલી કે તે છોકરો બીજા માટે જીવે છે...એને બચાવો જરૂરી છે..એ જીવશે તો એમાં મારો જ સ્વાર્થ છે...કેટલીયે વાતો કરી એને.."

હું જરાક ચોંક્યો...
"તમે મને જરાક સરખી રીતે જણાવશો...કે શું વાતો કરી અને તમે કહેવા શુ માંગો છો??"

તે પોતાના ગાડા પર ચડતા ચડતા બોલ્યો..,"દીકરા બસ એટલું સમજી જા...એ તને ચાહવા લાગી હતી...ખબર નહિ શુ જોઈ ગઈ...પણ તને સમર્પિત થઈ ગઈ હતી..એની વાતો અને એની આંખો માં હું સ્પષ્ટ જોઈ શકતો હતો...ખબર નહિ પણ તું કેમ ના જોઈ શક્યો..હવે બહુ મગજ ના દોડાવ...એ તો દિલની વાત હતી...સમય કાઢીને એને મળતો રહેજે...બીજું તક કશું નહીં જોઈએ એને.."એમ કહીને એ તો પોતાનું ગાડું લઈને ચાલતો બન્યો...શર્ટ તો હતો નહિ...અને ઉઘાડે શરીરે એવી રીતે જતા બહુ અજીબ લાગતું હતું...તો દુપટ્ટો ચાદરની જેમ વીંટી લીધો...અને જવા લાગ્યો હવેલી તરફ.સનમને મળવાના વિચારથી જ પગમાં જોર આવી ગયું..અને હું પુરજોશમાં ચાલતો થયો....પણ મનમાં બે વિચાર હતા..કે સનમ પાસે જઈને એને કહી શકીશ કે હું કામ પતાવીને આવ્યો...પણ એ તો પહેલે ગુસ્સે જ થશે કારણ કે કહ્યા વગર જતો રહ્યો હતો...પણ પછી એ પણ કસીને જકડી લેશે મને...પણ બીજી જ પળે વિચાર આવ્યો કે કાજલને કંઈ થયું તો નહીં હોય ને...બની શકે કે કોઈ જોઈ ગયું હોય એને મારી મદદ કરતા..પણ મેં એ વિચાર તરત જ કાઢી નાખ્યો..મેં વિચાર્યું કે કોઈનું ભલું કરો તો ભગવાન આપણું ભલું જ કરે...અને એવું જ અત્યાર સુધી સાંભળતો આવ્યો છું...એટલે બધા વિચાર પડતા મુકીને હું હવેલીમાં દાખલ થયો અને બૂમ મારી,"સનમ....હું આવી ગયો.."

પ્રિયંકા પણ સોનગઢ આવી ગઈ..અને કાર્તિક પણ...પરંતુ બીજા ગાયબ છે એનું શું??ભવાન પાગલ છે કે સારો માણસ છે તો એવું વર્તન કરે છે...કે પછી એની કંઈક રમત છે..જોઈએ જલ્દી..

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik