maitry - 3 - last part in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | મૈત્રી - વિરહ વેદના ની - 3 - અંતિમ

Featured Books
Categories
Share

મૈત્રી - વિરહ વેદના ની - 3 - અંતિમ

" મૈત્રી "- વિરહ વેદના ની " (ભાગ-૩) અંતિમ.. "વિરહ ની વેદના- જવાબદારી સંગ" ઉંમર ના એક પડાવે આવેલી મૈત્રી સોફા ઉપર થી ઊભી થઈ.. ધીરે એ પોતાના વોર્ડ રોડ પાસે ગઈ... એણે એમાં થી એક ડાયરી કાઢી..." અંગત " .આ ઉંમરે પણ મૈત્રી નો જુસ્સો હતો..એના માથા ની બે લટ સ્હેજ સફેદ થતી હતી.. મૈત્રીએ એ લટ સીધી કરી ને ડાયરી લઈ ને સોફા પર બેસી.... એણે ચશ્મા કાઢ્યા..ડાયરી ના પાના ફેરવતા એક પાના પર અટકી ગઈ..."મૈત્રી ની ડાયરી...અતીત ની યાદો.-પ્રેમ અને વિરહ " આ વાંચતા જ મૈત્રી ની આંખ માંથી બે આંસુ ટપકી પડ્યા..જે ડાયરી ના પાના પર પડ્યા.. પ્રેમ અને વિરહ.. શબ્દો આંસુ ના લીધે સ્હેજ પ્રસરી ગયા.. મૈત્રી એ ચશ્મા કાઢયા ને એના દુપટ્ટા થી આંખ ના ખૂણા લુછ્યા.... પછી આગળ વાંચવા માંડી.. નાની બહેન આંસુ ના મૃત્યુ પછી શશાંક ને મલી..શશાંકે એની ફ્રેન્ડ શીપ સ્વિકારી.ને બંને ગાર્ડન માં ગયા... મૈત્રીના આંખો સામે એ જુના દ્રશ્યો યાદ આવ્યાં. ગાર્ડન માં મૈત્રી અને શશાંક ગયા.. બંને એ એક બીજા નો પરિચય કેળવ્યો... બંને ફ્રેન્ડ શીપ માં આગળ વધ્યા...આમ ને આમ જ મહિનામાં તેઓ ની મિત્રતા નજીક આવી છે પ્રેમ માં પરિણમી..પણ.... શશાંક ની જોબ નું ઠેકાણું નહોતું.. .ઘર ચાલે એવી આવક નહોતી.. એણે જોબ માટે બધે એપ્લાય કરેલું...એક દિવસ મૈત્રી એ શશાંક ને પુછ્યુ," શશાંક ,આમ ને આમ હવે વર્ષ થવા આવશે..તારી જોબ નું ઠેકાણું પડ્યું..ને મેરેજ વિશે તારો શું ખ્યાલ છે?". શશાંક બોલ્યો," પહેલાં સારી જોબ મલે ને પગભર થઈ જવું છે.. પછી જ મેરેજ નો વિચાર થાય... બેંક માં,સરકારી જોબ માટે તેમજ પ્રાઈવેટ માં પણ એપ્લાય કરેલ છે... હમણાં સરકારી જોબ માટે પરિક્ષા નજીક આવે છે.". મૈત્રી એ એના વિચારો જાણી લીધા...એક દિવસ સમાચાર મલ્યા કે શશાંક ને સરકારી નોકરી મલી અને બહારગામ મલી...... ધીમે ધીમે મુલાકાત ઓછી થતી ગઈ. શશાંક કોક વાર આવતો... પછી ખબર પડી કે અચાનક એ એના માબાપ સાથે ગામડે ગયો..અને એક સારી કન્યા સાથે લગ્ન કરી લીધા........બહુ દિવસે શશાંક મૈત્રી ના ઘરે એકલો આવ્યો.. પરિસ્થિતિ કહી કે એના ગામડે ગયા પછી એના બાપુજી ના એક મિત્ર મરણ પથારીએ હતા.તેમણે બાપુજી પાસે વચન લીધું કે એમની દિવસ સ્નેહા ના લગ્ન શશાંક સાથે થાય.. શશાંક પોતાના બાપ ના વચન માટે સ્નેહા સાથે લગ્ન કરી લીધા....સોરી... મૈત્રી... મને માફ કરજે.... હું તારા પ્રેમ પ્રત્યે વફાદાર ના રહ્યો..". મૈત્રી ગમ ખાઈ લીધો.... મૈત્રી પોતાના દુઃખ બતાવવા હવે તૈયાર નહોતી..હસતે મોઢે એ વાસ્તવિકતા સ્વીકારી લીધી....... મૈત્રીના પપ્પા એ એ પછી ઘણા છોકરાઓ બતાવ્યા...પણ મૈત્રી લગ્ન કરવા તૈયાર નહોતી.........બે વર્ષ પછી.. અને એક દિવસ..... શશાંક એક ગાડી લઈને એની પત્ની સ્નેહા ને સાથે એક વર્ષ ના પુત્ર ને લઈ ને સવારે આવ્યો... ગાડીે એના મિત્ર ની હતી...એ બહુચરાજી દર્શન કરવા તેમજ એના પુત્ર ને પગે લગાડવા જવા માંગતો હતો.. શશાંક બોલ્યો," મૈત્રી તું પણ સાથે ચાલ... અહીં બા બાપુજી ને જ લેવા આવ્યો હતો..પણ તેઓ સોમનાથ દર્શન કરવા ગયા છે..ને તેઓ સાંજે આવશે.. ગાડી ખાલી જછે.તારી કંપની સ્નેહા ને રહેશે.... મૈત્રીએ ના પાડી...પણ સ્નેહા ના અતિ આગ્રહ તેમજ શશાંક ના પુત્ર ને જોઈ ને મૈત્રી બહુચરાજી દર્શન કરવા તૈયાર થઈ ગઈ..... શશાંક ના પુત્ર નું નામ ' આદિત્ય ' બહુ સારો લાગે.. રમાડવાનું મન થાય.... મૈત્રી કાર માં પાછળ બેઠી... થોડી થોડી વારે મૈત્રી સ્નેહા પાસે થી આદિત્ય ને લઈ ને રમાડતી...નાનો આદિત્ય જાણે મૈત્રી ને ઓળખતો ના હોય? આમ તેઓ બહુચરાજી પહોંચ્યા.. દર્શન કરવા મંદિર માં જવા જ જતા હતા ત્યારે અચાનક આદિત્ય રડવા લાગ્યો.. સ્નેહા એ એને શાંત રાખવા બહુ પ્રયત્નો કર્યા..પણ શાંત રહ્યો નહીં... મૈત્રી બોલી," સ્નેહા આદિત્ય ને મને આપ હું એને શાંત રાખવા પ્રયત્ન કરૂં." મૈત્રી એ આદિત્ય ને લીધો.સ્નેહ થી હાથ માથા પર ફેરવ્યો.રડતો આદિત્ય શાંત થયો... સ્નેહા બોલી," નવાઈ લાગી... આદિત્ય શાંત થયો..લાવ એને લઈ ને દર્શન કરવા જ ઈએ.". જેવો સ્નેહા એ આદિત્ય ને લીધો એવો પાછો રડવા લાગ્યો.. મૈત્રી બોલી," સ્નેહા તું અને શશાંક દર્શન કરી ને આવો. હું સાચવું છું." મૈત્રીએ આદિત્ય ને હાથ માં લીધો..એ શાંત થયો.. જાણે એ જશોદા મૈયા... સ્નેહાઅને શશાંક દર્શન કરી ને આવ્યા.. પછી. મૈત્રી આદિત્ય ને લઈ ને માતાજી ના દર્શન કરીને આવી... મૈત્રી ના હ્રદય માં આદિત્ય પ્રત્યે પ્રેમ ભાવ થયો હતો..એક માં જેવો.... બહુચરાજી થી પાછા આવતા હતા...હવે આદિત્ય મૈત્રી પાસે જ રમતો.. મૈત્રી આદિત્ય ને રમાડતી.. સ્નેહા ને શશાંક આ જોયા કરતા.... શશાંક કાર સીતેર એંસી ની સ્પીડે ચલાવતો હતો..અચાનક વચ્ચે એક નીલ ગાય આવી... શશાંકે એ પશુ ને બચાવવા એકદમ બ્રેક માં મારી..નીલ ગાય દોડતી જતી રહી...પણ..પણ. કાર ની બ્રેક ફેલ થઈ ગઈ...કાર સ્પીડ માં હતી..શશાંક થી કંટ્રોલ રહેતો નહોતો... મૈત્રી એ આદિત્ય ને બાથ માં પકડી રાખ્યો.. શશાંક બોલ્યો..થોડી ધીમે લાગે તો સ્નેહા અને મૈત્રી તમે કાર માં થી કુદી પડજો..કે હું ગાડી ને એક વૃક્ષ પાસે લઈ જવું..પણ બે માં થી એકને.. તૈયાર નહોતા.. મરીશું તો સાથે જ.......કાર એક ઝાડ સાથે જોરથી ટકરાતાં કાર બે ત્રણ ગુલાટી ખાઈ ગ ઈ.. સ્નેહા અને મૈત્રી એ ચીસો પાડી...અને બધા આ અકસ્માતમાં બેભાન થઈ ગયા..... મૈત્રી ને જ્યારે ભાન આવ્યું ત્યારે એ હોસ્પિટલમાં હતી..એની બાજુમાં આદિત્ય હતો... ડોક્ટર અને નર્સ આવ્યા.. સાથે બચાવનાર એક ભાઈ હતાં.... ડોક્ટર બોલ્યા," બહેન તમે આબાદ બચી ગયા..અને તમે તમારા પુત્ર ને પણ બચાવી લીધો.. તમને સાધારણ વાગ્યું છે.. હમણાં જ તમને તમારા પુત્ર સાથે રજા મલશે." મૈત્રી બોલી," પણ શશાંક અને સ્નેહા?" ડોક્ટર બોલ્યા," અમે એ બે ને બચાવી શક્યા નહીં..તેઓ તો સ્થળ પર જ મૃત્યુ પામેલા હતા.". મૈત્રી ને હોસ્પિટલ માં થી રજા આપી.. મૈત્રી આદિત્ય ને સાથે લીધો અને એમ્બ્યુલન્સ માં શશાંક અને સ્નેહા ના મૃત દેહને લ ઈ ને પોતાના ઘરે આવવા નીકળી.. ઘરે આવતા ખબર પડી કે શશાંક ના બા બાપુજી સોમનાથ થી આવી ગયા હતા.. શશાંક ના બાપુજી એ બંને ના દાસ સંસ્કાર કર્યા... આદિત્ય મૈત્રી સાથે જ રહ્યો હતો.. બીજા દિવસે મૈત્રી શશાંક ના બાપુજી પાસે આવી અને આદિત્ય ને ભારે હ્રદયે સોંપીદીધો. શશાંક ના બા બાપુજી બોલ્યા ," બેટી અમારી ઉંમર થઈ..અમે કેટલા દિવસ સાચવીશુ.. હવે અમે શેષ જીવન ગામડે વિતાવીશુ....અમારો વિચાર આદિત્ય ને અનાથ આશ્રમ માં મુકવાનો છે." આ સાંભળી ને મૈત્રી ના આંખ માં આંસુ આવી ગયા.મૈત્રી બોલી," અંકલ એક વાત કહું..તમે આદિત્ય ને આમ ના મુકો..પણ એને હું રાખવા તૈયાર છું.. દત્તક તરીકે એની વિધિ કરી ને..". શશાંક ના બાપુજી બોલ્યા," પણ બેટા હજુ તો તારા લગ્ન થયા નથી.. સમાજ શું કહેશે? ને તારા લગ્ન થશે તો આદિત્ય નું શું?". મૈત્રી એ હ્રદય કઠણ કર્યું..એનો આદિત્ય પ્રત્યે નો પ્રેમ .એક વિચાર કરી લીધો..બોલી," અંકલ તમે ચિંતા ના કરો..મારો દિકરો જ ગણીશ એને ઓછું નહીં આવવા દઉં...અને હું લગ્ન કરીશ નહીં..આમેય કરવાની જ નહોતી.. મને મારા જીવન જીવવાની દિશા મલશે.". થોડા દિવસ માં આદિત્ય ને દત્તક લેવાની બધી વિધિ કરી લીધી....... ડાયરીમાં ના પાના વાંચતા મૈત્રી રડી પડી.. એણે ચશ્મા કાઢી ને મુકી દીધા..એના ડ્રેસ ના દુપટ્ટા થી આંખો લુછી લીધી.. બબડી.. આજે પુરા અઢાર વર્ષ પુરા થયા..કાલે આદિત્ય ના HSC science નું રિઝલ્ટ છે... આદિત્ય આવતો જ હશે...ચાલ હું હાથ મોં ધોઈ નાખુ આદિત્ય આવું મારૂં મુખ જોશે તો...તો... મૈત્રી હાથ મોં ધોઈ ને સોફા પર બેસી એણે ડાયરી એની જગ્યાએ મુકી દીધી હતી.... મમ્મી મમ્મી... બુમ પાડતો આદિત્ય ઘર માં આવ્યો... મમ્મી કાલે મારૂં રિઝલ્ટ છે મને આશિષ આપો..ને મારૂં નામ બોર્ડ માં આવે.." આદિત્ય મૈત્રી " પ્રથમ ગ્રેડ.. પ્રથમ ...જો... માં મારી સાથે કોણ આવ્યું છે? " મૈત્રી એ જોયું તો એક ખુબસુરત છોકરી હતી.. આ નૈના છે.. મારી ક્લાસ માં છે..એ કહે મારે તો તારી મમ્મી ના આશીર્વાદ લેવા છે..સારા રિઝલ્ટ માટે." મૈત્રી એ નૈના સામે જોયું. એની આંખો..સામે.... જાણે એની આંસુ ના હોય એવી જ આંખો ..ને માસુમ... નૈના મૈત્રી ના પગે વંદન કર્યા.. મૈત્રી એ નૈના ને ગલે લગાવી ને આશીર્વાદ આપ્યા. આદિત્ય બોલ્યો," મમ્મી અમે આ નૈના ને એની આંખો માટે બહુ ચીડવતા.ને એની આંખો માં થી દડ દડ આંસુ આવી જતાં..પણ પછી.. મને પણ લાગતું કે આ ખોટું છે". મૈત્રી બોલી," બેટા.. આવું ના કરાય... આંસુ બહુ કીમતી હોય છે એને બચાવી રાખવા પડે!!!! @કૌશિક દવે