વાહ,નંદિતા તું તો કેનેડા જઈને કવિતા લખતી પણ થઇ ગઇ.તારા પ્રેમેં મને શું નથી કરવાયું અનુપમ.!!
****************************
મને તો એક સમયે વિચાર આવ્યો કે આ બધું છોડીને તારી સાથે લગ્ન કરી મારુ જીવન શરૂ કરી દવ,પણ એકબાજુ મને વિચાર આવતો હતો કે હું મારી લાઈફમાં કઈક બનવા માંગુ છું.એ બનીને હું અનુપમ સાથે લગ્ન કરી લશ.
હા,હું તારા માટે કેનેડાથી ઘડિયાળ,લેપટોપ અને ઘણા બધા ટીશર્ટ પણ લાવી છું.જો મસ્ત છે ને?મેં તને કાલે કહ્યું હતું કે હું તારા માટે વસ્તું લાવી છું.જો આ ઘડિયાળ તને ગમી.તે મને શરૂવાતમાં કહ્યું હતું કે મારા માટે એક લેપટોપ લેતી આવજે ત્યાંથી જો હું તારા માટે લેપટોપ પણ લાવી,અને આ ટીશર્ટ તને ગમે તેવા નહીં પણ મને ગમે તેવા હું લાવી છું.કેમકે તું આ ટી-શર્ટને પહેરીશ તો તું મને ગમીશ.
નંદિતા આટલી બધી વસ્તું મારા માટે શા માટે લાવી?
શુ જરૂર હતી?અનુપમ હું તને પ્રેમ કરું છું,અને જે બે વ્યક્તિ એકબીજાને ખુશી માટે જેટલું પણ કરે તેટલું ઓછું કેહવાય.હું તો એટલું જ લાવી છું?ક્યાં વધુ છે.
નંદિતા બધી જ વસ્તું મસ્ત છે.મને પણ ગમી તું વસ્તું લાવે અને મને ન ગમે એ કેમ બની શકે.હમ...!!મને હતું જ કે અનુપમને મારી વસ્તું ગમશે જ.
બસ બસ હવે વધારે નહિ,નહિ તો પેટ ફાટી જશે.અને બહાર આવશે.હજુ તો તે શરૂવાત કરી છે નંદિતા.નહિ અનુપમ તારું માન રાખી થોડું લઇ લવ બસ,પણ હવે નહિ.
નંદિતા હું તને એકવાત કહેવા માગું છું.બોલ ને?
તું ડોક્ટર અને હું એક મેડીકોલ કોલ સેન્ટરમાં નાની એવી જોબ કરું છું.એટલો બધો મારો પગાર પણ નથી.તું આપણા લગ્ન માટે હજુ પણ વિચાર કરી શકે છે.તું વિચારી શકે કે તારે મારી સાથે લગ્ન કરવા કે નહીં.
.નંદિતા એ થોડીવાર જમવાનું બંધ કર્યું.અને અનુપમની સામે જોય રહી.અનુપમ પ્રેમ અને પૈસાને કોઈ લેવા દેવા નથી.મેં તને કેનેડાથી આવીને હજુ સુધી એ પ્રશ્ન નથી કરયો કે તું શું કરે છે?મેં તને એટલું જ કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું.
પૈસા દોલત આ બધું પ્રેમ સાથે તુચ્છ છે.એ તો આજ છે ને કાલ નથી,હું અને તું પણ આજ છે અને કાલ નહિ પણ હોઈએ બધું અહીં જ મેકી ને જવાનું છે.આ હું તારા માટે ઘડિયાળ,લેપટોપ અને ટી-શર્ટ લાવી એ તારા ખુશી માટે હું લાવી.કેમકે હું તને પ્રેમ કરું છું.
હું પૈસાને પ્રેમ કરતી હોત તો આ ચાલીસ હજારનું લેપટોપ આઠ હજારની ઘડિયાળ અને દસ હજારના કપડાની ખરીદી તારા માટે મેં ન કરી હોત અનુપમ.
તું જેવો છે એવો જ રે.મારે પૈસા નથી જોતા અનુપમ મારે પ્રેમ જોયે છે.મારે તારા પગાર સાથે કોઈ લેવા દેવા નથી.હું જાણું છું કે મારે જે જીવનમાં જરૂરિયાત વસ્તું છે.તે તું પુરી કરીશ જ,અને જીવનમાં બધી જ વસ્તું તમારી પાસે હોઈ તો ખુશી ક્યાંથી લેવા જવી.તું નવું બાઇક લશ તો હું ખુશ થશ.તને થોડી વધારે પગારની નોકરી મળશે તો હું ખુશ થાશ.એ જ તો ખુશી મારે જોયે છે.
અનુપમને આજ કહેવું હતું કે નંદિતા હું પલવીને પ્રેમ કરું છું,પણ નંદિતાની વાતો સાંભળી તેની જીભ ચાલી નહિ.તે આજ પણ મને કેટલો પ્રેમ કરી રહી છે.તે વિચારમાં જ વેઇટર બિલ ટેબલ પર મૂકીને ચાલ્યો ગયો.મોડું થઈ ગયું હતું એટલે બિલ ચુકવી હું અને નંદિતા એકબીજાના ઘરે જવા નીકળી ગયા.
બાય નંદિતા..!!!હા,અનુપમ ફરી મળીશું જલ્દી બાય..!!
આજ બુધવાર હતો.માનસી,પલવી,અનુપમ અને ધવલ સવારે કોલ સેન્ટર પર સમય સર આવી ગયા હતા.એક પછી એક કામ મેડિસિન ડીલીવરીના કરી રહ્યા હતા.કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું ન હતું.વાઇરસ પાછળથી આવ્યો કેમ તમે બધા બેંગ્લોરથી આવ્યા પછી મરતા મરતા જીવતા હોઈ એવું લાગે છે.બેંગ્લોર કઇ થયું તો નથી ને ધવલ સર?
નહિ વાઇરસ તું દિમાગ ખા નહિ અમારે ઘણું કામ છે એટલે અમે એકબીજા સાથે બોલી નથી રહ્યા.સર તમારો તે દિવસ ફોન આવ્યો તો..!!!વાઇરસ તું દિમાગનું દહી ન કર અને અહીંથી જા.અનુપમ સરને એટલો ગૂસ્સો આવતા તો મેં પહેલી વાર જોયો.
થોડુંઘણું કામ પતાવી અમે બહાર ટી પોસ્ટ પર ગયા.અનુપમ અને પલવી થોડા દૂર બેઠા.અનુપમ ત્રણ દિવસ પછી તારો બર્થ ડે આવે છે.તો હું તને કોઇ સારી ગિફ્ટ આપવા માંગુ છું.તો શું તું મારી સાથે આજે બજારમાં આવીશ.તને પસંદ આવે તો જ હું લેવાની છું.નહિ તો નહીં એટલે તારે આવું જ પડશે.પણ પલવી એવી કોઈ ગિફ્ટ મારે જોતી નથી.તું બસ મને વિશ કરી ખુશ કરી શકે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)