soneri savar in Gujarati Motivational Stories by Bhagvati Jumani books and stories PDF | સોનેરી સવાર...

Featured Books
Categories
Share

સોનેરી સવાર...

એક રાધનપુર નામનું ગામ હતું. તેમાં જીત નામનો છોકરો તેના નાના કુંટુંબ સાથે રહેતો હતો. જીત ને ભણવામાં એટલો રસ ન હતો.તેથી તેના માતાપિતા જ્યારે શાળાએ મોકલે ને એવોજ જીત ભાગી જાય.અને ખેતરો અને આમ ને તેમ ફરી પછી ઘરે જાય. શિક્ષકો પણ કંટાળી ગયા હતા જીત ની આ હરકત થી.

એક દિવસ સ્કુલમાં જીતના પપ્પા ને બોલાવ્યા અને સ્કૂલ ના પ્રિન્સીપાલે જીત ના પિતા ને આ ટાઈમ એમજ કહ્યું કે ,હવે જીત આવું કંઈ પણ કરશે તો તેને શાળા માંથી કાઢી મુકવામાં આવશે. આના લીધે જીત ના પિતા ખુબ જ ગુસ્સે થયા અને તેમને જીત ને ઘરે આવીને ખૂબ જ બોલ્યા પણ જીત ને તો કઈ અસર જ ન હતી.

પછી ફરી બીજા દિવસે તેના પિતા તેને શાળા એ મુકવા ગયા અને એમજ કહ્યું આજ તો હું શાળાની બાર જ છું જોવું છું તું કેવી રીતે બાર જાય છે. ત્યાર પછી જીત શાળામાં ગયો
જીતને તો ભાગવાની ટેવ પણ હવે જો ભાગે તો બહાર તેના પિતા હતા. તેથી જીત એ દિવસે શાળા છુટી ત્યા સુધી રહ્યો અને જેવી જ શાળા છુટી ને એવો જ એતો એવો ખુશ થયો જાણે એક વષૅ થી તેને બાધી રાખ્યો હોય. બહાર આવ્યો એવાજ તેના પિતા બહાર ઊભા હતા. આમ જીત અને તેના પિતા ઘરે જાય છે.

જીત આવ્યો અને જમીને રમવા ગયો ,આમ જ રાત નો સમય થતા ઘરે આવીને સુઈ ગયો. બીજા દિવસે શાળામાં ટેસ્ટ લેવામાં આવ્યો પણ જીતે તો તૈયારી જ ન કરી હતી. તેથી ગુણ પણ આેછા આવ્યા જેથી તેને તે દિવસે 20 વાર ટેસ્ટ લખવા મળ્યો.

તેજ દિવસે શાળામાં છેલ્લાં બે લેક્ચર રમવાના હતા અને તે દિવસે દોડ સ્પધૉ પણ ગોઠવામાં આવી. જે આ જે આ સ્પધાઁ જીતશે તેને જિલ્લા કક્ષાએ જવા મળશે એવી વાત કરવામાં આવી. અને 4વાગે આ સ્પધૉ ગોઠવવામાં આવી. જેમાં જીત પણ જોડાયો
અને તેને આ સ્પધૉમાં ત્રીજો ક્રમ મેળવ્યો અને તેનું જીલ્લા કક્ષાએ દોડ માં ચોઈસ કરવામાં આવ્યો.

જીત તો ખૂબ જ ખુશ હતો, તેને તો એક સોનેરી મોકો મળ્યો હતો અને વળી દોડવાની પ્રેક્ટિસ કરવાની એટલે ભણવાનું એટલું આોછું .એ વાતે તે ખૂબ ખુશ હતો .તેને ઘરે આવીને તેના માતાપિતા ને આ વાત કરી પ્રથમ વાર જીતે કંઈક સારુ કર્યું હતું તેથી તેના પિતા પણ ખૂબ ખુશ હતા. તેના માતા પિતાએ પણ જીત ને સપૉટ કર્યો. જીત ને તેના પિતા એ કહ્યું કે આજ ની સવાર એ તારા માટે સોનેરી સવાર છે. જે તારા માટે એક નવો ચાન્સ ,એક નવી તક આપી છે જે તારે જીતવાની છે. તારી કાબીલીયત બતાવાની છે, એટલે તું પુરે પુરી મહેનત કરજે અને જીત જેજ.

જીતને પોતાના ઉપર પૂરો વિશ્વાસ હતો તેથી તેને તેના પિતા ને આત્મનિર્ભરતા થી જવાબ આપતા હા કહ્યું,આમ સ્પધૉ બીજા દિવસે થવાની હતી તે પોતાના રૂમમાં સુવા જતો રહ્યો. બીજા દિવસથી સ્કુલ માંથી ટ્રેનિંગ મળવાની હતી અને એક મહિનામાં જ દોડ છે એવું કહેવામાં આવ્યું. જીત તો ખૂબ જ મહેનત કરવા લાગ્યો .

સવારે ચાર વાગ્યે જાગે, અને દોડવા જાય તેને ધારીજ લીધેલું કે મારે આ તક હાથ માથી ન જ જવા દેવાય, અને તે ખૂબ મહેનત કરવા લાગ્યો. આમ ને આમ સમય વિતવા લાગ્યો અને જે દિવસે દોડ હતી ,તે દિવસ આવી જ ગયો .જીત ને વિશ્વાસ હતો કે તે જીતશે કેમકે તેને સંઘર્ષ કર્યો હતો .

થોડાક જ સમય માં દોડ ચાલું થઈ અને જીત એ વિજય પ્રાપ્ત કરી અને ત્યારબાદ તો જીતને કેટલી તક મળી કે મોટા પાયા પર જીતવાની અને આમને આમ તે પ્રસિદ્ધ બન્યો. તેના માતા પિતાને ને પણ ગવૅ કરાવ્યું.

મિત્રો આ વાર્તા પરથી હું તમને એટલું કહેવા માંગુ છું કે ,દરેક સવાર તમારા માટે સોનેરી છે. તે એક નવો સોનેરી ચાન્સ લઇ ને આવે છે .એતો તમારા જ હાથ માં છે કે ,તમારે તે તકને જીલવી છે કે ,જવા દેવી છે. અહી આપણે જોયું કે જીત ભણવામાં રસ ન હતો, છતા પણ તેને બીજા ક્ષેત્ર માં પ્રસિદ્ધિ મેળવી તેને તેની સોનેરી સવાર નો આપેલા એક મોકા ને પકડી ને પોતાને રસ હતો, એમાં જ એ આગળ આવ્યો. આપણ ને પણ આવી સોનેરી સવાર મળે છે.આમ દરેક વ્યક્તિ મા અલગ અલગ કળા રહેલી છે. ખાલી એને પકડતા આવડવું જોઇએ.

આભાર... 🙏

Jumani bhagvati