marriage before love after no? in Gujarati Women Focused by Kishan Bhatti books and stories PDF | મેરેજ પેલા પ્રેમ પછી નહીં?

Featured Books
Categories
Share

મેરેજ પેલા પ્રેમ પછી નહીં?

પત્ની ને કેમ પ્રેમ માટે તડપવું પડે છે?શા માટે કોઈ પતિ તેને પ્રેમ નથી આપી શકતો ? શા માટે બીજી સ્ત્રી તેને સુંદર લાગે છે? કોઈ પાસે જવાબ તો કોઈ પતિ પાસે હશે જ નહીં. કેમ તમે મેરેજ કર્યા તે પહેલાં તમને બધી જ તેમની હરકત ને જે તે પહેરતી તેના પર તમને કોઈ જ પ્રોબ્લેમ ના હતો તો મેરેજ પછી શા માટે ? શા માટે મેરેજ પછી તે જોબ ના કરી શકે ? શા માટે તે મેરેજ પછી પહેલા જેવા કપડાં પહેરતી તેવા ના પહેરી શકે ? શા માટે પેલા તમારી સાથે જેમ ફરવા આવતી હતી તેમ કેમ ના આવી શકે ? શા માટે તેને એક ઘરમાં પુરી રાખવામાં આવે છે ? શા માટે તેના સપનાનું ગળું દબાવવામાં આવે છે ? શા માટે તે બીજા પર નિર્ભર રહેવું પડે છે ? શા માટે તે કોઈ પણ ફેંસલોઃ કે બિઝનેશ માં પૂછવામાં નથી આવતું ? કેમ તે ઘરની સભ્ય નથી? જો તમે તેને ઘર ની સભ્ય માનતા હોય તો આટલી પાબંધી કેમ? અને તમે લોકો ફરતા કહો છો કે તેને ક્યાં કાઈ ટેન્શન છે તેના સપનાનું કહી જ નહીં શુ તેને જન્મ તમારી સેવા કરવા માટે જ લીધો છે તમે પણ તેના સપના પુરા કરતા શીખો તેને પણ એટલોનજ પ્રેમ આપો જેટલો તમે તમારા બાળકો ને આપો છો જો તેને ખાલી તેમાંથી અડધો પ્રેમ પણ મળી જાય ને તો પણ તે ખુશ ખુશ થઈ જશે .તમે તમારી કોઈ સ્ત્રી મિત્ર રાખી શકો પણ તે કોઈ પુરુષ જોડે વાત કરે તે ગમતું નથી જો તમે પણ એવું ચાહતા હોય તો તમે કેમ કોઈ સ્ત્રી મિત્ર જોડે વાત કરવાનું બંધ નથી કરતા કેમ તમે પુરુષ છો એટલે લાયસન્સ મળી ગયું છે કોઈ પણ જોડે વાત કરવાનું અને તમને ઈચ્છા પડે તે કરવાનું.જો તમે પણ કોઈ સ્ત્રી મિત્ર રાખો છો તો તેને પણ પુરુષ મિત્ર હોવાના જ પણ છુપાવાનું ઓછું રાખો તેને વિશ્વાસ આપવો કે મેરેજ પછી મારે કોઈ પણ પ્રકારના લફરાં નથી તેવી જ રીતે સ્ત્રી પણ તેની મર્યાદા જાળવશે. કોઈ પણ સ્ત્રી તેના પુરુષ મિત્ર હશે તેનું તેના પતિ ને કહેશે તો પત્ની પર શંકા કરશે શુ તમારી પત્ની તમારી પર વિશ્વાસ કરી શકે છે તો તમે તેની પર વિશ્વાસ ન કરી શકો.કોઈ પણ પત્ની તેના સાસરે આવે તો તેં તેના પતિ પર ભરોસો કરે છે પણ બાળકો થયા પછી પણ શું પતિ તેટલો જ પ્રેમ તેની પત્ની ને કેમ નથી આપી શકતો . શા માટે બહાર મોઢા મારવા જાય છે ? શુ તેની પત્ની ને ઓણ તેની જરૂર ન હોય તે તેના બાળકો હોય તો પણ પતિ માટે સમય કાઢે છે તો શું પતિ તેની પત્ની માટે થોડો સમય કાઢી ના શકે શુ પત્ની ને વફાદાર ના રહી શકે . જો પતિ બહાર મોઢા મારે તો શું પત્ની ને પતિ ના પ્રેમ માટે આખી જિંદગી તડપવાનું? શુ ગુનો કર્યો તમારો વંશ આગળ વધારવા માટે તેને બાળકોને જન્મ આપ્યો શુ તે તેને ગુનો કર્યો બાળકો ના જન્મ પછી પણ બાળકો ને સમય આપતા આપતા તમને પણ સમય આપ્યો તો શું તે તેનો વાંક ?જો તમે બહાર મોઢા મારસો અને બહાર પ્રેમ ગોતસો તો શું તમારી પત્ની પણ બહાર તેને કોઈ પ્રેમ કરે એવું નહીં વિચારે ? તેને પણ થોડી ખુશી જ જોતી છે તેને પણ પોતાની કોઈક સભાળ કરે તે જોતું છે તમે બહાર રહેશો તો તે પણ બહાર કોઈ પણ ને જરૂર ગોતશે તે પણ બહાર પ્રેમ ગોતશે જ એટલે જ હજી સમય છે થોડા સુધરી જઈને પત્ની પ્રેમ કરીયે.