Breakup in Gujarati Short Stories by Jaimini prajapati books and stories PDF | બ્રેકઅપ

Featured Books
Categories
Share

બ્રેકઅપ

નવું વર્ષ...
સાંભળતા જ મન માં ઝણઝણટી આવી જાય
બસ હું ફટાફટ તૈયાર થઈ જાવ એ પછી મને કહેશે કે તું બહુ વાર કરે છે તૈયાર થવા મા
પણ હજુ તો 6 જ વાગે છે જવાનું તો 8 વાગે છે..
ના પણ હું તો 6 વાગ્યા ની તૈયાર થવા લાગુ કેમ કે
એના માટે મસ્ત સજીધજીને જવાનું છે
વિચારો ને કોઈ સીમા ના હોય
એને તો બધું જીવી લીધું એક પળ માં કે આજે હું આમ કરીશ એનો આ રીતે હાથ પકડે એના બાઇક પાછળ બેસે ને લોંગ ડ્રાઇવ પર જઈશ ..
બ્રિજ પર ચાલતા ચાલતા વાતો કરીશ...
એને જોઈ જ રાહિ‌શ ..
એની વાતો સાંભળ્યા કરીશ ...
હા, મારે એની જોડે કઈ પાર્ટી માં નથી જવું...ના બધા ની ભીડ માં dance કરવો
ના એટલા ઘોંઘાટ માં જવું કે એ મને કંઇક કહે અને મને સંભળાય પણ નહીં...
ના મારે dance floor પર જઈ ને ચિચિયારીઓ પાડવી..
મારે તો એની જોડે ચાલવું છે હાથ પકડી ને
રખડવું છે એની જોડે મારે
બવ બધી વાતો કરવી છે
અને જ્યારે નવા વર્ષ ની બધા રાહ જોઈ ને બેઠા હોય ત્યારે મારે માત્ર એની આંખો માં મારું નવું વર્ષ જોવુ છે
૧૨ વાગે બધા અતિશબાજી માં મશગુલ હોય એક બીજા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવતા હોય...
જ્યારે હું...
માત્ર એનો હાથ પકડી ને બેસવા માગું..
જે રીતે એને એમ પહેલી વાર મારો હાથ પકડી
ને લોંગ ડ્રાઇવ પર લઈ ગયો હતો...
પણ વિચારો ને ક્યાં સીમા હોય છે!
ખરું ને!...
આ બધા વિચારો મગજ મા ચાલી રહ્યાં હતાં મુસ્કાન ના, અને એને અચાનક યાદ આવ્યું કે આજે તો એનું અને શનિ નું બ્રેકઅપ
થયું છે એ પણ સાવ નજીવી બાબત મા.
ત્યાં જ મુસ્કાન ના ફોન ની રિંગ વાગી અને ફોન ની ડિસ્પ્લે પર શનિ નું નામ હતું,
બે ચાર રીંગ વાગ્યા પછી મુસ્કાન એ ફોન ઉપાડ્યો પરંતુ એ મૌન રહી.
"હેલો..! મુસ્કાન ......બોલ" શનિ
"હું કેમ બોલું? તમે તો મારી જોડે બ્રેકઅપ કર્યું છે ને" મુસ્કાન
" ઓય પાગલ તારી વગર હું શું કરીશ? નથી કરવું મારે બ્રેકઅપ ચાલ માની જા હવે" શનિ
" મેં કેટલું વિચારી ને રાખ્યું હતું...અને તમે!" મુસ્કાન
" એટલે જ તો સ્પેશિયલ ટાઇમ આપું છું તને.." શનિ
" એટલાં પણ કામમાં શું મશગૂલ કે મારા માટે ટાઇમ નથી." મુસ્કાન
" ઓફિસ ના કામ પડતાં મૂક્યા કારણ કે છેલ્લાં બે મહિના થી બંને ક્યાય બાર નથી ગયા, ચાલ આજે તું કે ત્યાં બસને..." શનિ
"ના હવે નહીં, આમ પણ મીરા નહીં રહે મારા વગર." મુસ્કાન
" મીરા ને મમ્મી રાખશે તું રેડી રહેજે અને હા.... પેલું one piece
પહેરજે હો ને.." શનિ એ આટલું કહીં ફોન મૂકી દીધો.
પતિ પત્ની ની આ નોકજૉક આમ જ ચાલતી રહે છે, અને ગણા બધા બ્રેકઅપ પણ થતાં રહે છે, પરંતુ શની અને મુસ્કાન નો પ્રેમ ઓછો થતો નથી.
મુસ્કાન મન મા શરમાય છે અને તૈયાર થવા લાગે છે
અને પાછી વિચારો મા ખોવાઈ જાય છે શનિ ના

આમ તો હું કોઈ નો ગુસ્સો સહન ના કરું
પણ જ્યારે તું ગુસ્સે થાય ને મારા પર
હું શાંત થઈ જાવ છું
ખબર છે તને એનું કારણ?
કારણ કે તું મારો દરિયો છે
જ્યાં બધી જ તોફાની નદી શાંત થઈ જાય છે
જેને માત્ર ને માત્ર દરિયા નું થવું હોય છે
દરિયા માં સમાઈ જવું હોય છે
દરિયા ની ગાહેરાઈ માં સંતાઈ જવું હોય છે
કેમ કે માત્ર તું જ એ દરિયો છે
જે મને , મારા વહેણ ને , તારા મા સમાવી શકે છે.
કદાચ એટલે જ તું મારું બધું છે
અને એટલે જ હું તારી છું
જેનો અંતિમ વિસામો માત્ર ને માત્ર તું છે.