lagninu zarnu - 2 in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | લાગણીનું ઝરણું - (ભાગ ૨)

Featured Books
Categories
Share

લાગણીનું ઝરણું - (ભાગ ૨)

લાગણીનું ઝરણું
ભાગ 2

કોના માટે લાગણી ?
આ સફળતાની સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરીયું ત્યાં નેહા અને ઈશાનીને જોઈ જય તો તંગ રહી ગયો..ઓહહ! આ બન્ને સ્કુલમાં તો કેવી હતી..અને અત્યારે તો રૂપસુંદરી બની ગઈ છે. ઈશાની બ્લુ પાર્ટી વીઅર પેરીને આવી અને નેહા લાલ રંગના પાર્ટી વીઅરમાં...બધા ઓફીસના અને પાર્ટીમાં આવેલા સેલિબ્રેશન કરતા હતા...એમાં જય નેહા સાથે ડાન્સ કરવા લાગ્યો..નેહા ને એ ગમ્યું....થોડીવાર પછી નેહા ત્યાંથી જતી રહી ....આ બધું ઈશાની જોતી હતી તેનાંથી સહન નહોતું થતું. અને સ્વાભાવિકપણે એ તો થવાનું જ હતું...અને ત્યાંજ નેહા ફરી આવીને જય સાથે ડાન્સ કરવા લાગે છે હવે ઈશાની થી સહન નથી થતું તે એ બન્ને ની પાસે જાય છે ત્યાંજ તે નેહાને એક ફોન આવે છે....અને જય પણ ઈશાની કહે છે એક મિનીટ હું આવું.....’’બિલાડો ! ઈશાની ગુસ્સામાં બોલે છે કેમ કે ઈશાની સાથે જય ડાન્સ નથી કરતો. કોલ આવતા જ તે નેહા પાસે જતો હોય છે....ત્યાં જ ઈશાની કહે છે એક મિનીટ જય હું પણ આવું તારી સાથે તું એકલો નહિ.....એવું તો શું કામ છે ? હું પણ આવું તારી સાથે ? ત્યારે જય કહે છે..ના હું આવું હમણાં જ તું અહિયાં જ રહે..ત્યાં ઇશાનીને ગુસ્સો આવે છે ને કહે છે. ‘’ નથી જવાનું કહ્યું ને તને એક વખત તો ખબર નથી પડતી ?
લે આ શુ ઈશાની કેમ એટલો બધો ગુસ્સો હું કઈ છું તારો તે એટલો ગુસ્સો ઈશાની કઈ બોલવા જાય ત્યાં જય હસી પડે છે..હું આવું કંઇક કામ હશે બોસ ને એટલે જ કોલ કર્યો હશે...’’ ઈશાની કહે પણ એવું તો શું કામ હશે. બોસ ને ? ...હા ચલ મારી સાથે બસ કકળાટ ના કર વાંદરી ખોટો....બન્ને સાથે ચાલતા હોય ઈશાની મનમાં ને મન માં ભગવાન ને પ્રાર્થના કરે છે. ‘’ હું જેવું વિચારું છું એવું ના હોય તો સારું.’’ પછી તો ત્યાં જ પહોચે છે .. ઈશાની કીધું તું જા અંદર રૂમમાં હું અહિયાં બહાર ઉભી છું...જય અંદર જાય છે..જય યાર ! આપણે તાત્કાલિક કંપનીના ડોકયુમેન્ટસ નો મેલ કરવાનો છે. તું ફટાફટ માહિતી એકઠી કર ત્યાં હું ફોન કરીને ઈશાની ને પણ બોલાવી લઈએ..... હા ! સારું હું બધી માહિતી ભેગી કરી લેપટોપમાં મૂકી દવ. જય કેહવા જાય છે કે ઈશાની તો બહાર જ ઉભી છે..પણ નથી કહેતો....
જેવી ઈશાનીને અવાજ સંભાળ્યો કે નેહા મને ફોન કરવાની છે એ તરત જ નીચે ગઈ કેમ કે પર્સ નીચે પડ્યું હતું..અને ફટાફટ નીચે ગઈ અને વિચારતી ગઈ કે હાશ ! ઓફીસના કામ માટે જય ને બોલાવ્યો હતો...અને નેહા ઈશાની કોલ કરે છે ત્યાં ઈશાની કહે છે કે હા હું દસ મીનીટમાં આવું....તરત જ આવે તો એમ થાય કે ઈશાની મારી જાસુસી કરતી હશે..બાળપણની મિત્રતામાં ખોટ ઉભી થાય એવું ઈશાની નહોતી કરવા માંગતી.
ઈશાની આવે ત્યાં સુધીમાં... નેહા : તારી લાઇફમાં કોઈ છે ?
જય : એટલે મેડમ ?
નેહા : અરે બુદ્ધુ ! કોઈ છોકરી છે ? કે જેણે તું પ્રેમ કરતો હોય ?
જય : અરે ના ! નેહા એવું તો કોઈ નથી અને હજુ મેં એવું કંઇ વિચારીયું પણ નથી.
નેહા : જય તો પછી આપને ડાન્સ કરતા હતા તો ઈશાનીનો ચેહરો કેમ ઉદાસ હતો ?
જય : ક્યારે ? આજે ? તને કેવી રીતે ખબર ?
નેહા : તે ગોગલ્સ પહેર્યા હતા તેમાંથી ઈશાની નો ચેહરો સ્પષ્ટ દેખાતો હતો.
પછી..નેહા જયની નજીક જઈ એનો હાથ પકડી જયને કહે છે..તારો આ શાંત સ્વભાવ, હોનેસ્ટી મને ગમે છે..મને તારા પ્રત્યે ઘણી લાગણી છે...બસ આ લાગણી ને કાયમી કરવા માંગું છું.....જય તેનો ઈરાદો સમજી જાય છે...તે નેહાથી દુર જતો જાય છે ત્યાંજ ઈશાની આવે અને જોવે છે કે નેહાનો હાથ જય ના હાથમાં હતો..ઈશાનીને આવતા જોઇને નેહા જયથી દુર જતી રહે છે. જય ને એક જ ડર હતો કે ઈશાની કાંઇક ખોટું સમજી બેઠશે.
હવે બધા ફટાફટ માહિતી એકઠી કરીને મેઈલ કરે છે..એક જ ગાડીમાં બધા પોતપોતાના ઘરે જવા નીકળી જાય છે..પહેલા નેહાનું ઘર આવતું હોવાથી તે તેનાં ઘરે ઉતરી જાય છે પછી ઈશાની અને જય ઘરે જવા નીકળે છે. ત્યાંજ જય મનમાં ને મન માં વિચારે છે કે ઈશાની મને કેટલાય પ્રશ્નો પૂછશે. અને તે કશું બોલતો નથી....ઈશાની કહે છે...શું થયું જય ? કેમ હું ક્યારની પ્રશ્ન પુછુ છું તો જવાબ નથી આપતો..ક્યાં વિચારોમાં છે. ? ......કઈ નહી બસ કંપનીના વિચારોમાં ....ઈશાનીનું ઘર આવતા ગાડીને બ્રેક મારે છે અને ઈશાની બોલે છે કે જય તું નેહા સાથે ડાન્સ કરતો હતો મને સેજ પણ ન ગમ્યું.....
પણ એક વાત કહું ? ઈશાની પ્રશ્ન કરે છે.....હા ! બોલને ઈશાની.....ઈશાની જવાબ આપે છે ’’તારી લાઈફના બધા જ પ્રશ્નોના જવાબ બનવું છે. મારે તારી સાથે ફોરએવર રહેવું છે...ત્યાંજ જય હસવા લાગે છે મજાક કરે છે ને તું .? હા યાર ! હું બસ એમજ મસ્તી કરતી હતી ...બાકી તારી સાથે હું થોડી રહું ? બન્ને હસવા લાગ્યાં અને ગુડનાઈટ કહી છુટા પડ્યા....આકાશમાં ચંદ્ર અને તારાઓ જાણે જય અને ઈશાની ના સંબંધની સાક્ષી પૂરે છે ..ઘરે તરફ જતા ઈશાનીની આંખો માંથી અશ્રુધારાઓ વહતી હતી અને એજ અશ્રુધારા બધું જ કહી જાય છે..કે આજે કોઈના સપના ચકનાચુર થયા છે..છતાં પણ ઈશાનીનું હદય માત્ર જાણે જય માટે હોય તેવું લાગે છે...તેમ મનમાં પોસિટીવ વિચારીને તે ઘરમાં જાય છે.......આ તરફ જેનીલ પણ પોતાની ગાડીમાં જતા જતા વિચાર કરે છે ,‘’ આજે બન્નેય મને પોતાના હદયની લાગણીઓ કહી. એ વાત તો ચોક્કસ છે કે બન્ને ને મારા પ્રત્યે દિલમાં લાગણી છે..પણ મારા હદયમાં કોની લાગણી છે. ? હું કોણે મારા જીવનનો હમસફર બનવા માંગું છું ?
એક બાજુ નેહા મારી બોસ છે..જેણે મને પ્રેમનો એકરાર કર્યો અને બીજી બાજુ ઈશાની એ એ કહ્યું હું તો મસ્તી કરતી હતી. એમ કહી ને વાતને બદલી કાઢી નાખી. ઈશાની સાચી મને હદયથી પ્રેમ કરતી હશે કે પછી નેહા ? મને નથી ખબર પડતી...પણ એ વાતતો ચોક્કસ છે મારે બન્ને માંથી એક જ પસંદ કરવાની છે.? કે એકપણ નહી ? આ બધા પ્રશ્નો તેનાં મનમાં ચાલતા હતા.
જય ખુબજ વિચાર કરે છે...એક એક પાસાને તપાસે છે...આખરે આખી લાઈફનો સવાલ હતો......પણ નેહા ને ઈશાની એક બીજાના પુરક છે..જયને ખબર જ નહોતી પડતી કે શું કરવું ? જેવો જય ઘરે પહોચે છે તરત જ નેહાનો ફોન આવે છે.પણ ઈશાનીનો ફોન નથી આવતો. જય આખી રાત ઈશાની ના ફોન ની રાહ જુએ છે.પણ ફોનની રીંગ નથી વાગતી એટલે સવારે તે વિચાર કરે છે કે નેહા ઈશાની કરતા વધારે કેરીંગ છે...મારા માટે તો નેહા વધારે સારી રહેશે..પરંતુ લગ્ન જેવી બાબત માત્ર એક ફોનથી જ કેમ જિંદગીનો નિર્ણય લઇ લેવો....દિલ કહે છે કે જો ઈશાની કરતા નેહા વધારે સારી લાગે છે તો ઈશાની ના ફોનની રાહ કેમ આખી રાત જોઈ કેમ માત્ર ઈશાની ના કોલ માટે આખી રાત જાગ્યો ? કદાચ આ પ્રેમ તો નથી ને ? જય ઘણી આવી મુશ્કેલી ઓ અનુભવે છે.
છતાં પણ તે બધા વિચારોને બાજુમાં મુકીને ઓફીસ જવા માટે તૈયાર થાય છે. ઓફીસ જાય છે તેવી જ ઈશાની સામે મળે છે..ઈશાની કહે છે, ‘’ જય રાત્રે પહોચી ગયેલો ને કોઈ મુશ્કેલી વગર ? ‘’ આ શબ્દો સાંભળી ને જય તેને ગુસ્સામાં કહેવા જાય તે પહેલા ઈશાની તેને કહે છે, ‘’ હું તને રાત્રે ફોન કરવાની હતી પણ મારો ફોન તો તારી ગાડીમાં રહી ગયેલો. મમ્મી પપ્પા સુઈ ગયેલા એટલે ફોન ના કરી શકી. ‘’ જય જે કઈ ઈશાની વિશે વિચારતો હતો એ બધું ઊંધું પડ્યું....તેને ઈશાની ને સોરી કહ્યું ...ઈશાની ....કેમ સોરી શેના માટે ...જય થોડો ધીમા અવાજે ...ના નાં કંઇ નહિ બસ એમજ મન થયું એક સ્મિત આપી ત્યાથી જતો રહ્યો. નેહા આજે જયની સામે બોસ તરીકે નહી પણ તે જયના જવાબની રાહ જોતી હતી. તેણે જય પાસે જવાબ માંગ્યો ત્યારે જય કહ્યું કે, ‘’ ઈશાની એ પણ મને તેની લાગણી કીધી છે. ‘’ આ જયની વાત સાંભળી..નેહાતો હચમચી જાય છે....ઉતાવળ જાણે પોતાના હાથ માંથી કઈ જતું રહ્યું હોય એમ....જય જય તો તે એને શું કહ્યું ? તેને એને શો જવાબ આપ્યો ? જય જો એક વાત સાંભળ મારી લાગણી એનાં કરતા પણ વધારે છે આમ નહી ચાલે......જય કહે છે.’’ કુલ યાર ! હજુ મેં કોઈને ક્યાં જવાબ આપ્યો છે.
પણ હા તમારા બન્નેની વાત મેં મમ્મી ને કરી છે. અને મમ્મી તમને બન્ને ને મળવા માંગે છે..પણ હા એક સાથે નહી અલગ અલગ રીતે, ‘’ નેહા તો તૈયાર જ હોય છે. પછી જય ઈશાની ને પણ મળવા જાય છે અને એને પણ આજ વાત કહે છે. અને એ પણ તૈયાર જ હોય છે મળવામ માટે ....ખરેખર તો જય એ ઘરે એની મમ્મી ને કઈ વાત કહી જ નહોતી પણ હવે તો કહેવી જ પડશે ઘરે બોલાવી છે એટલે....બધી જ વાત જય એંની મમ્મીને જણાવે છે...

ક્રમશ

લાગણીનું ઝરણું કોના દરિયામાં સમાઈ છે માટે આગળ વાંચતા રહો..