Mara dadima - 1 in Gujarati Motivational Stories by Heena Patel books and stories PDF | મારા દાદીમાં - 1

Featured Books
Categories
Share

મારા દાદીમાં - 1

ભાગ 1
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક નાનકડું ગામ હતું ભમાડીયા ગામ ખૂબ નાનુ હતું પણ પ્રકૃતિ સૌંદર્ય થી ભરપુર હતું જ્યા ચોમાસા ના મહિના માં લિલાછમ અનેક જાત ના વૃક્ષ હતા.

આ ગામમાં દેવીલા બહેન પોતાના પાચ બાળકો જોરે રહેતા હતા એમ ને બે દિકરા અને ત્રણ દિકરી હટી મોટી દિકરી 18 વર્ષ ની હતી અને દેવિલા બહેનના પતિ હાટ ઍટકમાં મૃત્યુ પામે છે ત્યાર પછી દેવિલા બહેનના ભાઈ તમને બીજા લગ્ન ની સલાહ આપે છે પણ પોતના પાચ બાળકો ને લીધે ટેવો ત્યાજ રહે છે.
પતિના મૃત્યુ પછી પુરેપુરી જવાબદારી દેવિલા બહેન પર આવે છે અને તેને ખુબ જ સરસ રીતે નિભાવે છે એ ગામ માં આદિવાસી વિસ્તાર વધારે હતો અને ઉજ્ળયાતના ત્રણ ઘર હતા એમાંથી એક ઘર દેવિલા બહેન નું હતું પોતની સ્ત્રી હોવા છતા પણ પહાડ જેવી મુસીબત સહન કરવા માટે તૈયાર રહેતા પોતે જાતે ખેતી કરતા અને બારકો ને ભણવા મોકલતા દેવિલા બહેન પોતની બે દિકરી ને 12 સુધી ભણાવી બન્ને દિકરી ના લગન કરવા તૈયાર થાય છે અને પોતની ખેતીની આવક માંથી બે દિકરીના લગન કરાવે છે ત્યાર બાદ બે દીકરા અને એક નાનકડી દિકરી જોરે પોતાનું ઘર ચલાવતા.
બે દિકરી હતી ત્યાસુધી તો બધું બરાબર હતું દેવિલા બહેન નુ ઘર દિકરી સાચવી લેતી પણ હવે ખેતી કરવા ખેતર જવાનુ આવી ને રસોઈ કરવાની અને સવારે બાળક ને સ્કુલ મોકલવાના આરીતે દેવિલા બહેન ખેતીમાં થોરુ ધ્યાન ઓછું દેતા અને ઘરમાં ઘણી જવાબદારી હવે દેવિલા બેન પર હતી જો ખેતર જાય તો બાળકો તરફ ધ્યાન ઓછું અપાતુ એને બારક નાન હોવાથી તેની જવાબદારી પણ જરૂરી હતી તેથી ખેતી માં નુકશાન થાય છે અને તે વર્ષ અનાજ ઓછું પાકે છે દેવિલા બહેન પોતના ખેતરમાં કરેલા ધઉ વેચે છે અને થોડાં પૈસા આવે એમાંથી છોકરવો માટે ચોપડા લાવે છે તેથી બીજું કશું લઈ શકાય એમ ન હતુ. ખૂબજ કસોટી ચાલી રહી હતી ધીમે ધીમે ખાવાંની મુસ્કેલિ થવા લાગી.
દિકરીના સાસરે થી પત્ર આવે છે કે તેનો પતિ જુગારી છે તેથી તે ત્યાં રેહવા નથી માગતી દેવિલા બેન પાસે એટલા પૈસા નથી કે તે શહેર આવી શેક તે થી તે બાજું માં રહતા ભાઈ જોરે અમુક પૈસા માગે છે કદાચ તે પડોશી એ જ રાહ જોતો હતો તેથી તે લાજ શરમ રાખ્યા વગર દેવિલા બેન સામે એક શરત મૂકી કે જો આ પૈસા બધાં તારા છે પણ એના બદલે તારુ આ શરીર મારું થસે દેવિલા બેન ગુસ્સામાં તેને એક તમાચો આપે છે ને કહે છે હજી એ દિવસ આવ્યા નથી અને ક્યારે આવશે પણ નહિ આ એક નાની બારીમાંથી દેવિલા બેન નો છોકરો જોઇ છે તે ફટા ફટ ઘરે આવે છે થોડુ સમજે છે તેથી દેવિલા બેન ને થોડા સવાલ કરે છે પણ તેનો કોઇ જવાબ દેવિલા બેન આપતા નથી હવે શું કરવુ એ સમજાતુ નથી તેથી તે દિકરી ને પત્ર લખે છે કે હું આવી સકુ એમ નથી અને દીકરા ઘર તો કરવું જ પડસે તારા પિતાજી જોરે મે પણ જીવન એજ રીતે ચલાવીયુ છે છતાં પણ તાર થી ન રહેવાય તો મામા પાસે જતી રહજે આમ દેવિલા બેન પત્ર લખી દીકરીને સમજાવાનો પ્રયત્ન કરે છે અને રસ્તો પણ બતાવે છે.
આ વાટ ને ત્રણ મહિના થાઈ છે દેવિલા બેન ચિતા કરેછે કે કોઇ ખબર કેમ નથી તેથી તે એક પત્ર તેના ભાઈ પર લખે છે અને રાહ જોવે છે કે કઈક તો ખબર આવશે.....

હવે આગળનું બીજાં ભાગ માં

coming soon...