The secret diary - 2 in Gujarati Adventure Stories by HARVISHA SIRJA books and stories PDF | રહસ્યમય ડાયરી... - 2

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

રહસ્યમય ડાયરી... - 2

( આપણે આગળ જોયું કે પ્રોફેસર ને આજે પુસ્તક પૂરું કરવાની ખૂબ ઉતાવળ છે અને એ રીમા ને આ પુસ્તક વિશે જાણવાની!!!!!પ્રોફેસર તેને આ પુસ્તક વિશે જણાવવા ના હતા,પણ..... છેલ્લી ઘટના વાંચ્યા બાદ .એ છેલ્લી ઘટના માં એવું તો શું જાણવા મળે છે તેને કે તે ઘર છોડી દે છે અને ક્યાંક જતા રહે છે એ પણ રીમા ને કઈ કહ્યા વગર!!!!!!!)


સવાર નાં લગભગ આઠ વાગવા આવ્યા હતા,અચાનક રીમા ની આંખો ખુલી. તે પોતાના રૂમ માં બેડ પર સુતેલી હતી અને તેની બાજુ માં જ ટેબલ પર એક યુવાન બેઠો હતો .તે ફટાફટ ઉભી થાય છે અને ચારેબાજુ નજર ફેરવે છે,પેલો યુવાન તેને શાંત થઇ જવાનું કહે છે અને પોતાનો પરીચય કરાવતા કહે છે કે મારુ નામ અજય પટેલ છે અને હું પ્રોફેસર જે કાલેજ માં ભણાવે છે,ત્યાં જ અભ્યાસ કરુ છું.


રીમા ફટાફટ ઉભી થાય છે અનેપ્રોફેસર ના રૂમ માં જાય છે અને ત્યાં પેલું પુસ્તક શોધવાની કોશિશ કરે છે પણ તેને કોઈ વસ્તુ સુધ્ધાં મળી નહીં કે જે તેને પ્રોફેસર સુધી પહોંચાડી શકે તે નિરાશ થઈ જાય છે ત્યાં જ અજય પાછળ થી આવે છે અને રીમા ને પૂછે છે કે આ ખરેખર શું ચાલી રહ્યું છે!!. રીમા તેને સામે પ્રશ્ન કરે છે કે તમે અહીંયા કઈ રીતે પહોંચ્યા??? અજય જણાવે છે કે મને કાલે રાત્રે સર નો મેસેજ આવ્યો કે તું ફટાફટ મારાં ઘરે આવી જા . અને મેં આવીને જોયું તો તમે બેભાન અવસ્થામાં માં પડેલા હતા એટલે મેં તમને તમારા રૂમ માં સુવડાવી દીધા અને પછી સર ને કોલ કર્યો પણ એમનો નંબર બંધ બતાવે છે ક્યારનો એમની જોડે વાત કરવાની કોશિશ કરું છું પણ એમના નંબર સ્વીટ્ચ ઓફ આવે છે પછી તમને આમ એકલા મૂકીને જવું યોગ્ય નથી એવું વિચારી ને તમારા જાગવા સુધી રોકાયો .હવે મારે જવું જોઈએ મારે કોલેજ પણ જવાનું છે. આટલું કહી અજય ત્યાંથી જતો રહે છે.


રીમા ફરી ઉદાસ થઇ જાય છે અને રડવા લાગે છે પોતાના પપ્પા ને કેવી રીતે શોધવા એ વિચારવા લાગે છે . પોતે નાની હતી ત્યારથી કોઈ દિવસ પ્રોફેસર તેને એકલી મૂકી ક્યાંય જતા નહિ અને આજે આમ અચાનક ...........તેને કઈ જ સમજાતું ન હતું.તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ ઋતુ ને ફોન કરે છે અને ઘરે આવવા કહે છે.
ઋતુ ફટાફટ ઘરે પહોંચી જાય છે . રીમા રડતા રડતા આખી વાત જણાવે છે .ઋતુ ને પણ નવાઈ લાગી!!!!!!! આમ અચાનક પ્રોફેસર કયા જતા રહ્યા???તે પણ વિચાર માં પડી જાય છે .અને પેલા પુસ્તક વિશે રીમા ને પૂછે છે પણ રીમા એ કહ્યું કે પપ્પા એ ફક્ત મને એટલું કીધું હતું કે "દરેક મનુષ્ય ના ત્રણ સ્વરૂપ છે અને આ વાત તેમને સાબિત કરવી હતી!!!"


ઋતુ તેને શાંત પાડે છે અને એ પુસ્તક સુધી પહોંચવા કોઈ રસ્તો વિચારે છે,અચાનક તેને યાદ આવે છે કે પ્રોફેસર બધી બુક લાયબ્રેરી માંથી ઇશ્યૂ કરાવતા અને વાંચી લીધા પછી એક ડાયરી માં તેના વિશે ટુંકી ટીપ્પણી લખતા.ઋતુ એ પ્રોફેસર ને એક વખત આવી રીતે લખતા જોયેલા.તે રીમા ને આ વિશે પૂછે છે ,રીમા ને આ બાબતે કોઈ ખ્યાલ ન હતો.બંને ને એક નવી આશા જાગે છે અને તેઓ પ્રોફેસર ના રૂમ માં જાય છે અને ફરીથી આખો રૂમ ખોળે છે.તેઓને એક ડાયરી મળી આવી.પણ શું એ ડાયરી તે જ હશે જેની આ લોકો ને તલાશ હતી કે પછી હજુ પણ કોઈ રહસ્ય આ ડાયરી સાથે સંકળાયેલા હતા!!!!!!, શું પ્રોફેસર ની પત્ની ના મૃત્યુ નું પણ કોઈ રહસ્ય હશે?????



આ બાજુ અજય કોલેજ એ પહોંચે છે અને ફરી તેનાં ફોન માં અજાણ્યા નંબર પર મેસેજ આવે છે કે હેલો હું દિગ્વિજયસિંહ છું અને હું તને એક લોકેશન મોકલી આપીશ તું ત્યાં જ મને મળ.............







શું ચાલી રહ્યું હતું આખરે????, આ દિગ્વિજયસિંહ આખરે કોણ હતું?????અને અજય કેમ આવી રીતે તેની વાત માનતો હતો?? શું તેને પણ પ્રોફેસર એ કંઈક કહ્યું હતું?? રીમા અને ઋતુ ને મળેલી ડાયરી માં શું હશે ??? .......ઘણા બધા પ્રશ્નો હતા તેના જવાબ માટે જોડાયેલા રહો અને તમારા સારા એવા પ્રતિભાવ માટે આભાર........😊😊