કેમ છો બધાં? હું મસ્તાન મજામાં છું.😉🤪 આજે હું સ્ત્રીઓ વિશે વાત કરવા જઈ રહી છું. અને આપણાં સમાજ માં પુરુષો ની અને અન્ય સ્ત્રીઓ ની પણ વિચારસરણી વિશે કહેવા જઈ રહી છું.
જ્યારે લોકોને એ સમજમાં નથી આવતું કે
સ્ત્રી ને કઈ રીતે અપમાનીત કરે ત્યારે એ મોટી કહે છે. અને એક સ્ત્રી માટે ઝાડી એ સૌથી મોટી ગાલી છે. સ્ત્રીઓ ને કે છોકરી ઓ ને એટલાં સ્વાસ્થ માટે ઝાડુ શરીર નાં સારું, કારણ કે સ્ત્રી નાં શરીર માં હોર્મોન્સ બદલાતા રહે અને એના કારણે સ્ત્રી ઓ નિયમિત રૂપે માસિક માં નાં આવે અને ગર્ભ ધારણ કરવામાં પણ તકલીફો આવે.
શું તમને ખબર છે સ્ત્રી ઓ માં શરીર વધારે છે. એનો કેટલો મોટો ફોબિયા છે. ફોબિયા એ નથી કે એ પોતે સુંદર નથી ફોબિયા તો એ વાત નો છે કે સમાજ માં એનો સ્વિકાર કરવામાં નહિ આવે.ફોબિયા એ છે એના માપના કપડાં નહિ મળે. એક સ્ત્રી નો આત્મવિશ્વાસ ને હણી નાખે છે આ અસ્વીકાર નો ફોબિયા.
શીર્ષક તો તમે વાચ્યું ! એના પરથી તમને અનુમાન પણ આવી ગયું હશે કે હું ક્યાં વિષય ની ઉપર ચર્ચા કરવા જઈ રહી છું."પ્લસ સાઈઝ " આ સ્ત્રી ઓ માટે પ્લસ સાઈઝ એક શબ્દ નથી પણ એક માનસીક ત્રાસ છે. અને આ ત્રાસ જે સ્ત્રી નાં મન માં નથી રહેતો એ તો ખુશ રહી શકે છે પણ લોકો એણે શાંતિ થી જીવન જીવવા નથી દેતા.
મોટાપો સેહત માટે ખરાબ છે, બીમારી આવે છે. પણ અમુક સ્ત્રી નો શરીર જાડા હોય છે, જે મેજરમેન્ટ સમાજ ની નજર માં છે કે, છોકરી ની છાતી ૩૨ અને છોકરી ની કમર ૨૮. અને જો કોઈ છોકરી કે સ્ત્રી આ મેજરમેન્ટ માં નથી બેસતી તો એ છોકરી મોટી છે.
એક છોકરી જે નાની હતી ત્યારે બધા એણે રમાડતા હતા, અને એ છોકરી જેમ જેમ મોટી થાય છે, એમ એ હવે ક્યૂટ નથી રહેતી, ક્યૂટ ની જગ્યા એ ઝાડી શું કરે છે, તું ! જીવન નાં હર ક્ષણે એણે છણકો સભળાવવામાં આવે છે. પછી કોઈ વ્યક્તિ એણે એના નામ થી નહિ પણ ઝાડી કઈ ને બોલાવે છે. ક્યારે વિચાર્યું છે, એક બાળક ને જ્યારે બીજા બાળકો થી અલગ સમજીને એના જોડે તિરસ્કાર ની ભાવના રાખીને વર્તન કરવામાં આવે છે ત્યારે એના ઉપર શું વીતી હશે.
ઝાડી છોકરી ઓ શું સુંદર નથી હોતી ? સુંદરતા માણસ નાં અંદર હોય છે, સૌથી વધારે સહનશક્તિ અને માનસિક રીતે સ્ટ્રોંગ ઝાડી છોકરીઓ હોય છે, પૂછો કેમ ?
જવાબ છે કે " એમણે તિરસ્કાર ત્યારથી સહન કર્યો હોય છે, જ્યાર થી એમને તિરસ્કાર એટલે શું ? એ પણ નહિ ખબર હોય.", અમુક લોકો નાં હિસાબે આત્મવિશ્વાસ તો ફક્ત પાતળી છોકરીઓ માં જોવા મળે, કઈ કરી ગુજરવાનું હુનર તો પાતળી છોકરીઓ માં જોવા મળે, કેમ કે ઝાડી છોકરી ઓ પાસે તો નાં હ્રદય છે કે એમણે કોઈ વતે દુઃખ પણ થઈ શકે. અને ઝાડી છે એટલે એનામાં કોઈ હુનર તો હોઈ જ ના શકે."
ચાલો તમને હુનર શું છે એ બતાવે.
૧. એકતા કપૂરજી જેણે મૂવી બનાવ્યા સિરિયલ બનાવી, અને પોતાનાં સિરિયલો માટે એપલીકેસ્શન બનાવી, અને કેટલાં એવોર્ડ મેળવ્યા. અને એ પણ સમાજ ની મેજરમેંટ માં ફીટ નથી ઝાડી છે.
૨. ભરતી સિંગજી પોતાનાં માં હુનર છે , લોકો ને હસવાનું, અને આજે લોકો નાં દિલ માં રહે છે.
૩. સ્મૃતિ ઇરાનીજી આજે બીજેપી કાર્ય કર્તા છે, અને એ પણ આજની તારીખ માં ઝાડી છે.
૪.રેખાજી હેરોઈન જે લોકો નાં હ્રદય માં વસે છે, એ પણ ઝાડી જ હતી જ્યારે એમને પોતાનું હુનર જાણી ને મૂવી માં કામ કરવાનું શરૂ કર્યું.
૫. વિદ્યા બાલનજી ની એક્ટિંગ તો આપણે જોઈ છે, જોઈ રહ્યા છે, એ પણ લોકો નાં size list માં ફીટ નથી આવતાં.
મારું કહેવું એટલું છે, દુનિયા નું હર એક સ્ત્રી જે થોડી ઓવર વેટ છે, કે આ ઉદાહરણ થી તમે સમજો, તમારા હુનર ઉપર કામ કરો, તમારી ઓળખ ને એટલી ઊંચી બનાવો કે લોકો તમારું નામ લઈ ને તમને બોલાવે. અને પોતાની સિરત પર કામ કરો , પોતાનું વજૂદ બનાવો નહિ કે પછી લોકો નાં ચાર શબ્દ સાંભળીએ એક રૂમ માં પોતાની જાત ને બંધ કરીને રડવા બેસો. ખરેખર કોઈ ને કોઈ ફરક નથી પડતો તમે જીવો છો કે મરો છો. અગર સામેવાળા ને શરમ મહેસુસ થાય છે, તમારા જોડે વાત કરતા તો આવા નકારત્મક વિચાર વાળા લોકો થી આપણે દૂર રહેવું.
લોકો એ વિચારી નથી શકતાં કે એ એક સ્ત્રી ને આત્મહત્યા નાં વિચારો સુધી લઈ જાય છે. ઘણીવાર અમુક લોકો એટલે આત્મ હત્યા કરવા માગતા હોય છે કે એ ઝાડા છે. એના અંદર તુચ્છ વિચારો વાળા લોકો હે સતત ઝાડા નું મજાક ઉડાવે છે, એ પણ માણસ છે , જ્યારે માણસ મારવાનાં વિચાર સુધી પહોંચી જાય છે ને ત્યારે એ માણસ બધાં જોડે ધીમે ધીમે વાત નો સિલસિલો ખતમ કરે છે, અને એ એકલતા ને કારણે ડિપ્રેશન નો શિકાર બને છે. મન માં જીંદગી ને જીવવા ની ચાહ મરી જાય છે. કઈ નથી બચતું પછી જીવનમાં.
પોતાની કમજોરી છે નહિ આ આપણું શરીર, કમજોરી તો આપણી એ છે કે લોકો ની વાત નો આપણે સ્વીકાર કરીએ છે કે હું સુંદર નથી. તમારી મોમ માટે તમે સુંદર છો તો તમે સુંદર છો, કારણ કે તમને નાની સરખી ખરોચ પણ આવી જાય ને તો મોમ ને ફરક પડશે. બાકી કોઈ ને કઈ ફરક નઈ પડે.દુનિયા બહુ વ્યસ્ત છે બધાં પોતાનાં માં, એટલે પોતાની જાત ને સર્વગુણસંપન્ન નાં લિસ્ટ માં રાખવાની જરૂર નથી. આપણી પાંચ આંગળીઓ પણ ક્યાં સરખી છે નથી ને! તો સમજો કે બધા ને ભગવાને અલગજ બનાવ્યા છે.
દરેક માણસ નું પોતાનું એક અસ્તિત્વ છે. કોઈ નાં ચાર શબ્દો ને કારણે આપણે આપણું અસ્તિત્વ ખોઈ નાખવાની જરૂર નથી. પોતાની વેલ્યુ પોતાનાં હાથ માં છે, તમે જો પોતાની કદર નહિ કરો તો તમારી કદર કોઈ નહિ કરે .
Love yourself yar !😍😘💃👻