Fari Mohhabat - 17 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 17

Featured Books
Categories
Share

ફરી મોહબ્બત - 17

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૭


અનય થોબ્યો નહીં. એ તરત જ પાર્કમાંથી નીકળી ઈવાને હાથ દેખાડતા બૂમ મારી, " ઈવા..!!" અનયની સામેથી જ પસાર થતી બાઇક બૂમ સાંભળીને થોડે દુર રહીને ઉભી રહી. અનય ભાગ્યો. ઈવા બાઇક પરથી ઉતરી ગઈ.

" અનય તું અંકુરને ઓળખે જ છે ને...!!" ઈવાએ કહ્યું.

" ઓહ યસ..!!" ધ્યાનથી જોતા અનયે કહ્યું, " અંકુર તારો માનેલો ભાઈ છે ને...!!"

"હા.. એ મને મૂકવા આવ્યો છે!!" ઈવાએ કહ્યું. બંનેએ હાથ મેળવ્યા. અનયે કશું કહ્યું નહીં. અંકુર બાઈક લઈને જતો રહ્યો. એના ગયા બાદ અનયે પૂછી પાડ્યું, " કેમ તું તો કાર લઈને આવવાની હતી ને!!"

" હા પહેલા મેં વિચાર્યું. બટ ત્યારે જ અંકુરનો ફોન આવ્યો. તો મેં એને કીધું કે હું મૂવી જોવા માટે જઈ રહી છું. તો એ...." ઈવા કહેવા જ જતી હતી ત્યાં જ અનયે એની વાતને અધવચ્ચે જ કાપી નાંખતા એનો હાથ પકડતાં કહ્યું, " ઠીક છે. ચાલ અંદર જઈએ."

અનય ઉત્સાહમાં આવી ગયો હતો. મેરેજ બાદ ઈવા તરફથી આ પહેલી સરપ્રાઈઝ હતી જેમાં બંને એકાંતનો સમય પસાર કરવાના હતા..!! તે જ સમયે અનયના મોબાઈલની રિંગ વાગી. અનયે તરત જ ફોન ઊંચક્યો, " હા બોલ ઝરણાં." ઈવાએ સાંભળ્યું. તે જ સમયે અનયનો હાથ છોડાવી એ સિનેમાહોલમાં પ્રવેશવાના બદલે બહારના માર્ગ તરફ ઝડપથી દોડતી નીકળી આવી. અનય સમજી શક્યો નહીં કે ઈવાને શું થયું. " ઝરણાં હું તને પછી ફોન કરું." અનય પણ ઝડપથી ઈવાના પાછળ દોડ્યો. " ઓય્ય શું થયું?? " અનય પાછળથી જ બૂમ મારતો કહી રહ્યો હતો. પણ ઈવા સાંભળવા તૈયાર ન હતી. અનય ઝડપી દોડતા જ ઈવા સાથે થઈ ગયો. ઈવાનો હાથ પકડતાં જ એની સાથે જ ચાલવા લાગ્યો, " પણ શું થયું??" અનય પૂછી રહ્યો હતો.

" તને ઝરણાં ઝરણાં જ આખો દિવસ અને રાત્રે પણ દેખાયા કરે?? એના જ ફોન...એના જ ફોન..!!" ઈવાએ ઝડપથી પગલાં ભરતી કહી રહી હતી.

" હા તો ઈવા...!! કામ છોડીને આવું તો ફોન ઓફિસમાંથી ન આવે??"અનયે મનાવતા કહ્યું.

" કેમ ફક્ત ઝરણાંના જ?? તારું એની સાથે અફેર ચાલી રહ્યું છે એ કેમ નથી કહેતો??" ઈવાએ ગુસ્સાથી કહ્યું.

"હે હે..!" અનય થોડો હસ્યો, " મારુ લફરું ચાલુ હોય તો શું હું હિંમત કરી શકું તારી સામે બીજી છોકરી સાથે વાત કરવાની ??" અનયે મનાવતા કહ્યું. ઈવાનો ગુસ્સો એવો જ બરકરાર હતો.

" ઓકે ઠીક છે. હું મોબાઈલ જ સ્વીચ ઓફ કરી દઉં." અનયે ઈવાને સારું લગાડવા માટે કહ્યું.

" નહીં તું તારો મોબાઈલ આપ. મને બધી જ એવી ગર્લ્સના ફોન અને વોટ્સએપ નંબર બ્લોક કરવા છે જેથી તું થોડો સખણો રહે." ઈવાએ કહ્યું.

" ઈવા તું એટલી પઝેસિવ ક્યારથી થઈ ગઈ..!!" અનયે કહ્યું. તે સાથે જ ગુસ્સામાં મોબાઈલ આપતા કહ્યું, " લે તું તારું મનનું કરી લે."

ઈવા ધ્યાનથી વોટ્સએપ ચેટ, કોલ ડાયલ અને રિસીવ કોલ ચેક કરતી રહી. અનય ઈવાને જોતો જ રહી ગયો.

" ઈવા ચાલ આપણે લોન્ગ ડ્રાઈ મારીએ? હવે શો નો ટાઈમ પણ નીકળી ગયો. શું મૂવી જોવાની??" અનયે કહ્યું પણ ઈવાનું ધ્યાન અનયના મોબાઈલમાં જ ચેક કરવા માટે પડ્યું હતું.

" ઈવા, ઘરે જઈને ચેક કરજે મારો મોબાઈલ. આમ રસ્તે જ કેમ ઉભી છે??" અનય ઈવાને કહીને બાઈક કાઢવા ફરી પાર્ક કરેલી જગ્યે ગયો. પણ એનું તો ધ્યાન મોબાઈલમાં જ હતું જાણે અનયને ક્યારે રંગેહાથ પકડીને છતો કરી દઉં..!!

અનયે બાઈક પર બેસીને હોર્ન વગાડ્યું ત્યારે જ ઈવાની નજર અનય પર ગઈ. એ ચૂપચાપ અનયના પાછળ બેસી ગઈ, " અનય મને શોપીંગ કરવી છે. આપણે મોલમાં જઈએ."

" તું મને જ્યાં લઈ જઈશ ત્યાં હું આવીશ. બસ તારો સાથ જોઈએ ઈવા." અનય ઝૂમી ઉઠ્યો. ઈવાએ અનયનો મોબાઈલ જ સ્વીચ ઓફ કરી દીધો. બે કલાકની જેટલી શોપીંગ બાદ બંનેએ એક હોટેલમાં જઈને રાતનું ભોજન લીધું. થાકીને બંને ઘરે આવ્યા.

પાંચ મહિના બાદ ઈવાના દેહમાં સમાવા માટે અનયે પતિપણું દાખવ્યું તો ખરું પણ એ ઈવાનો થઈ ના શક્યો. ના ઈવા અનયની થઈ શકી. પરંતુ આજનું ઈવાનું મૂડ જોઈને અનય ફરી મોહબ્બત કરવા ઉત્સુક હતો. એ ઈવાને ચાહતો હતો. એ ઈવાને આજે ભરપૂર પ્રેમ આપવા માટે થનગની રહ્યો હતો. અનય ઈવાપરાસ્ત થવા માગતો હતો.

ફ્રેશ થઈને અનય આવ્યો. ઈવા ફ્રેશ થઈને બેડ પર આરામ કરવા માટે પડી જ હતી. સાથે પોતાના મોબાઈલમાં એની ચેટિંગ ચાલુ હતી.

અનય એક્સાઈટેડમાં આવીને ઈવાના ચહેરા પર પોતાના ભીંજાયેલા વાળ ખંખેર્યાં. " ઈવા આઈ લવ યુ." અનયે જોરથી બૂમ મારતા કહ્યું.

" અનય શું કરી રહ્યો છે. પાણીના ટીપાં પડ્યા મારા પર." ઈવા ગુસ્સે થઈ.

" હા આજે તને ભીંજવી દેવા માગું છું. મારી મોહબ્બતથી." કહીને અનય ઝુક્યો.ઈવાના ગળા પર કિસ કરી દીધી.

"અનય શું કરી રહ્યો છે. મને તારી સાથે સેક્સ નથી કરવું. તું દૂર રહે મારાથી." ઈવા બગડી.

અનય ઝટથી ઉભો થઈ ગયો. એનું માન ઘવાયું, " ઓહહ...!! હું ભૂલી ગયો. તું પત્ની તરીકે બહાર લોકોને દેખાડો કરે છે કે જુઓ દુનિયા જુઓ..અમે બંને પતિપત્ની મેરેજ કરીને કેટલા સૂખી છીએ. કેટલા એકેમકનાં મોહબ્બતમાં ગળાડૂબ છીએ. પણ બેડરૂમના અંદર તું મારી દુશ્મન હોય તેમ વર્તન કરે છે. સાચું કહું હું થાક્યો છું હવે. ગૂંગળામણ અનુભવી રહ્યો છું. મને શ્વાસ નથી લેવાતો યાર.. હું કાલે અમિત કુમાર અને તારા ડેડને બોલાવીશ ઘરે!!"

***

બીજે દિવસે અમિતકુમાર અને ઈવાના ડેડ પણ અનયના ઘરે આવી પહોંચ્યા. ઈવા અને અનય એકમેક પર આરોપો પ્રત્યારોપો કરવા લાગ્યા. નતિજો કશો ના નીકળ્યો. આ બધામાં જ અનયને અમિત કુમાર દ્વારા સમજાવામાં આવ્યો," ઈવાને એડજસ્ટ થતા વાર લાગશે. તું ઈવાને સમજવાનો પ્રયત્ન કર. તારે જ ધીરજ રાખવી પડશે અનય.!!"

ચર્ચા લાંબી થઈ. અમિતકુમાર અને ઈવાના ડેડ તો જતા રહ્યાં પરંતુ અનય એકવાર ફરી પોતાને જ કોસવા લાગ્યો કે એ પોતે જ ધીરજ રાખી નથી રહ્યો. સાંજ થઈ રાત થઈ. અચાનક અનયને યાદ આવ્યું કે એનો મોબાઈલ તો ગઈકાલથી જ ઈવાએ સ્વીચ ઓફ કરી રાખ્યો હતો." ઓહ હું ઈવામાં એટલો બધો પડી ચુક્યો કે મને મારો જોબ શું છે એ પણ યાદ નહીં રહ્યો..!! બિઝનેસને પણ ભૂલી ચુક્યો..!! ઓહ આજે ઈમ્પોર્ટન્ટ ડીલ હતી." એક પછી એક સવાલો કરતો મોબાઈલ ઓન કર્યો. ચેક કર્યું તો ત્રીસ જેટલા ઓફિસેથી મિસ કોલ, સાગરના વીડિયો મિસ્ડ કોલ વોટ્સએપમાં એટલા જ ઓફિસેથી મેસેજ.. તેમ જ એટલા જ મેઈલ્સ!! અનયને ડર ના મારે પેટમાં ખાલીપો થઈ આવ્યો. એને તરત જ સાગરને ફોન લગાવ્યો, " કાલે ઓફિસે આવી જજે ભાઈ. વાત કરીશું." સાગરે એટલું કહીને ફોન કટ કર્યો.

ઈવા પર કશી જાતની અસર થઈ ન હતી. અનયનું માથું ભમી રહ્યું હતું એ જ વિચારથી કે એ આ છોકરીના પાછળ પાગલ કેમ આટલો થઈ રહ્યો હતો!! જેણે પોતાના વરની જ પડી ન હતી..!!

અનય ડ્રોઈંગરૂમમાં જઈને સૂઈ ગયો. પણ હવે એને સાગરનો ડર સતાવી રહ્યો હતો. જે રીતે ફોન પર એનો સ્વરનો ટોન સાંભળ્યો. એ આજ સુધી ક્યારે પણ સાંભળવા મળ્યો ન હતો. સાગર બિઝનેસ પાર્ટનર તેમ જ બેસ્ટ ફ્રેન્ડ પણ હતો.

***

બીજે દિવસે સવારે જ જલ્દી ઓફિસે અનય પહોંચી ગયો. સાગર હજુ આવ્યો ન હતો. પરંતુ એ સમજી ચૂક્યો હતો કે આજે એની બરાબરની વાટ લાગવાની હતી.

સાગર ઓફિસે આવ્યો. થોડી જ વારમાં સાગર અનયના કેબીનમાં પહોંચી ગયો. થોડીઘણી ઔપચારિક થતા ગઈકાલની ડીલ કેન્સલ થવા બદ્દલ અનયને ઠપકો તો આપ્યો. પણ વાત હવે વણસી ચૂકી હતી. સાગરે મન ફાવે એવું બધું જ સંભળાવ્યું.

" સાગર યાર સોરી... હવે એવું નહીં થાય..!!" પોતાના તરફથી અનયે પ્રોમિસ આપવાની કોશિશ કરી.

" ભાઈ...!! તું ભૂલી રહ્યો છે કે ઈવા સિવાય પણ તારે લાઈફમાં ઘણું બધું અચીવ કરવું છે. અને તારી આ જ ધગશના લીધે બિઝનેસ પાર્ટનર તરીકે તારી સાથે જોડાયો હતો. પણ હું હવે તારું ઈવાપણું બરદાસ્ત ન કરી શકું. બેટર છે કે આપણે હવે છુટ્ટા પડી જઈએ..!!" સાગરે કડક શબ્દોમાં કહ્યું. સાંભળીને અનયના પગની ધરતી ખસી ગઈ.


(ક્રમશ)