વાર્તા વિચારથી ઉદભવે છે અને દરેક વિચારમાં એક વાર્તા સમાયેલી હોય છે. આજ આ વાર્તાનો છેલ્લો ભાગ આપની સમક્ષ મૂકું છું ત્યારે આપ સૌ દ્વારા મારી આ વાર્તાને જે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આશા છે કે મારી આવનારી વાર્તાઓમાં પણ આવો જ પ્રેમ, આવી જ ઉત્સુકતા આપની હશે.
વડીલોના આશીર્વાદ અને મિત્રોની શુભેચછાઓ તેમજ નાનકાઓના પ્રેમ સાથે આ વાર્તાને અંત તરફ વાળી રહ્યો છું.
આ મારી શરૂઆતની સફર છે, માટે ઘણી ભૂલો કરી હશે મેં, મારા દ્વારા લેખન, વ્યાકરણમાં જે ભૂલો થઈ છે એના માટે મને એક ધીમે ધીમે ઊગતો નવોદિત સમજીને માફ કરશો.
આવતી રજૂઆતો વધુ સારી રીતે કરી શકું એવો પ્રયત્ન ચોક્કસ કરીશ.❤🤗
સંબંધોના કોઈ સરનામા નથી હોતા,
લાગણીઓના કોઈ ઠેકાણા નથી હોતાં,
જો પ્રેમ કરો તો નિભાવવાની તાકાત રાખજો,
પ્રેમની સિમારેખાના કોઈ કિનારા નથી હોતા.
✍ કિશન દાવડા "અવકાશ"
રશ્મિએ કરેલી ચુગલીને કારણે ધ્રુતિને બધી જ વાત સમજાય છે અને ધ્રુતિ પણ સીધો નીલને ફોન માંડે છે.
"શું થયું છે નીલ? આજે નિહારિકા કોલેજ આવી છે ને?"
"હા આવી છે."
"એ તને કશું કહેતી હતી..."
"એ બધી વાત હું તને ત્યાં આવીને કહીશ."
"ઓ કે. બાય, ધ્યાન રાખજે."
ફોન મૂક્યો અને તરત જ નીલ છેલ્લાં લેક્ચર માટે ચાલ્યો ગયો.
નીલ હોસ્ટેલ પહોંચ્યો અને તરત જ ધ્રુતિ પાસે ગયો.
"મને રશ્મિએ કહ્યું છે બધું. પણ મને તારા પર ભરોસો છે. મને ખ્યાલ છે કે ચાપલીને આખી વાત ખબર નહીં હોય. શું થયું આજે?"
"Thank God, તું એ ચાપલીની વાતોમાં ના આવી. એકચ્યુલી નિહારિકા કોલેજ પૂરી કરીને આઉટ ઓફ ઇન્ડિયા જવાની છે અને એના માટે એ આપણે સૌને એક પાર્ટી આપવા ઈચ્છે છે. સો અમે એની જ ચર્ચા કરતાં હતાં."
"ઓહ, ઓકે..."
મિત્રો, પ્રેમના પાસવર્ડની એક ચાવી સમજણ પણ છે. પોતાના પાર્ટનર પ્રત્યે કોઈ ગેર સમજણ ના રાખવી અને તેના પર સંપૂર્ણ વિશ્વાસ મુકવો એ જ તો વફાદારી છે. કહેવાય છે ને કે, આંખે જોયેલું અને કાને સાંભળેલું ક્યારેક સાચું નથી હોતું. જ્યાં સુધી કોઈ વાતની સંપૂર્ણ ખાત્રી ના કરી લો ત્યાં સુધી પાર્ટનર પર શંકા કરવી એ યોગ્ય નથી.
દિવસો વિતતા ગયા અને કોલેજનું અંતિમ વર્ષ પણ હવે પૂર્ણ થવાનું હતું. નિહારિકાએ સૌને પાર્ટી પણ આપી.
બધાં વેલ સેટ પણ થઈ ગયા અને આ ચાર પાક્કા મિત્રો...
નીલ, ચેતન, ધ્રુતિ અને અમિષા પણ બેસ્ટ ફ્રેન્ડસ ફોરેવરમાંથી બે કપલ ફોરેવર બની ગયા.
આ વાર્તાનો અંત ભલે સુખદ હોય. પણ આપણે એક વાચક તરીકે એ યાદ રાખવું જોઈએ કે દરેક વાર્તાઓના અંત સુખદ નથી હોતા. પ્રેમ કરવાની કોઈ સીમા નથી હોતી. પ્રેમ નિભાવવા માટે કોઈ ચોક્કસ સમય નથી હોતો. જો શરતો અને બંધન સાથેનો પ્રેમ હોય તો એ પ્રેમ નહીં પણ સમજૂતી છે. ફરી મળીશું નવી જ કલ્પના, નવી જ વાર્તા અને નવી જ રજૂઆત સાથે..
THANK YOU FRIENDS ❤
✍✨❤ કિશન દાવડા
આ વાર્તાના અંતમાં એક ગઝલ મૂકું છું. આ સરસ મજાની ગઝલ કવિ શ્રી અનિલ ચાવડા એ લખી છે કે...
પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.
આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
માનનાં મરજાદમાં, તું ચાલને વરસાદમાં.
એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા,
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.
એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.
– અનિલ ચાવડા
(માહિતી - ઇન્ટરનેટ)