ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-7
નીલાંગ અને નીલાંગી બંન્ને જણાં બાબુલનાથ ભગવાનનાં દર્શન કરી પ્રસાદ અને મીઠાઇ લઇને લોકલમાં પાછાં આવવા નીકળ્યાં અને આજે ટ્રેઇનમાં બેસવાની જગ્યા મળી ગઇ બંન્ને ખૂબ ખુશ હતાં બંન્નેની નોકરી પાકી થઇ ગઇ હતી અને ભવિષ્યનાં સપનાં ગૂંથી રહેલાં સાથે સાથે પોતપોતાની આઇની વાતો કરી નીલાંગીને સાચો જ એહસાસ હતો કે મારી આઇ ખૂબ ચીડીયણ અને ગુસ્સાવાળી છે જ્યારે એક સરખી ગરીબી અને સ્થિતિમાં રહેતી નીલાંગની આઇ ખૂબ મૃદુ અને પ્રેમાળ છે. નથી વૈતરાનાં થાકનો ઉંહકાર કે બધી જવાબદારી એકલાં હાથે ઉઠાવ્યાનો અહંકાર...
નીલાંગે નીલાંગીને સમજાવતાં કહ્યું "નીલો આ બધુ આજુબાજુ નું વાતાવરણ અને સંચીત સંસ્કારનો પ્રભાવ છે જો કે ગેરસમજ ના કરીશ કે હું તારી આઇને સંસ્કારી નથી સમજતો એવું નથી પણ વિશાળ અર્થનાં કહેવા માંગુ છું નીલો સમજજે... તારી આઇ બબડતાં કે ઝગડતા જવાબદારી તો ઉઠાવે જ છે ને ! મેં માર્ક કહ્યુ છે કે એમને એમનાં જીવનનો સંતોષ જ નથી બસ કાયમ ફરિયાદ જ રહી છે મને આમ કેમ ? આવું કેમ ? એમનેય ગરીબી માફક નથી આવી તેઓ સારાં ભર્યા ભર્યા ધનીક ઘરમાંથી આવી છે અને અહીં તારાં બાબા એમની ઇચ્છા પૂર્તિ નહીં કહી શક્યા હોય... ઘણાં બધું સ્વીકારીને જીવે છે ઘણાં નહીં.
નીલો આપણી ઇચ્છા મહેચ્છા અને મહત્વકાંક્ષાઓ હોય ના નહીં અને હોવી જ જોઇએ પણ મારું માનવું છે કે બધા જ પ્રયત્ન, સંઘર્ષ પછી પણ જો એ પ્રાપ્ત ના થાય તો સમાધાન કરી સંતોષ લેવો જોઇએ અને સંઘર્ષ કર્યાનો રોબ રાખવાનો ના મળ્યાનો અસંતોષ નહીં...
નીલાંગી નીલાંગની સામે જોઇ રહી હતી શાંતિથી સાંભળી રહી હતી.... એણે પૂછ્યું "નીલુ તને આવું બધુ કેવી રીતે સમજાય છે ? તું પણ મારી જેમ અછતમાં જ ઉછર્યો છે તારે તો તારાં બાબા પણ નથી તું પાંચ વર્ષનો હતો અને અકસ્માતે ગુજરી ગયેલાં તેં તો કેટલું જોયુ છે ખરું ને ?
નીલાંગે કહ્યું " નીલો એજ વાત છે ને કે હું નાનો હતો ત્યારથી આઇને જોતો આવ્યો છું સમજતો આવ્યો છું આઇ બાબાનાં ગયાં પછી સાવ ભાંગી પડેલાં. આઇએ અચાનક આવેલો આધાતને પચાવી ગયાં. હું એટલો નાનો હતો મારાંમાં સમજણ નહોતી મેં બધું સાંભળ્યુએ એ મને ખબર છે આઇ ભણેલાં નહોતાં કામ શું કરે ? આઇ બધાનાં ઘરનાં કામ કરવા મજબૂર થયાં, કપડાં સીવતાં, છોકરાં રાખતાં અને આમને આમ મને મોટો કરતાં ગયાં. કેટલોય સમય મને બધાનાં ઘરે સાથે કામ પર લઇ જતાં.... આઇને મેં ખૂબ... નીલાંગ ગળગળો થયો ગળું અને આંખો ભરાઇ આવી એનાંથી ડૂસકું નંખાઇ ગયું.
નીલાંગીએ કહ્યું "સોરી નીલુ મેં જ આવી વાત કાઢી સોરી.... છોડ બધુ નીલાંગે કહ્યું ના આજે સાંભળી લે પ્લીઝ આઇની જીંદગીમાંથી સહનશક્તિ અને પોઝીટીવ રહી આનંદમાં કેવી રીતે જીવાય એ જાણવા જેવું છે.
આમને આમ હું ઉછરતો ગયો મારાં માં પૂરી સમજણ આવી હું આઇને કામમાં મદદ કરતો આઇ થાકીને આવી હોય અને હું એનું માથું દબાવી આપતો મારામાં જેટલી સમજણ હતી એટલી મદદ કરવા પ્રયત્ન કરતો.
બધાં જ જ્યાં જ્યાં કામ કરતી આઇ ત્યાં ત્યાં આશાતાઇ આશાતાઇ બોલાતું કેમ કે આઇ બધાનાં કામ જવાબદારી પૂર્વક કરતી અને સદાયહસતી રહેતી એણે બધું જ દુઃખ પચાવી લીધેલું ક્યારેય મોઢાંમાંથી ફરિયાદ ના કરતી હું 12મું પાસ થયો ત્યાં સુધી એણે આખો દિવસ બધે કામ કર્યા કર્યુ છે. આઇ કાયમ એક વાતની શીખ આપતી મને કહેતી નીલું... તું જુએ જ છે હવે સમજે પણ છે કે આપણે કેવી રીતે ઘર ચલાવીએ છીએ અને આપણે શું છીએ.... દીકરા ગરીબનાં ઘેર રાજાનો જન્મ થયો છે... ભલે આપણે ગરીબ છે એનું હીનપણું ક્યારેય રાજા છીએ એટલે આવે નહીં તો કાલે તને ખૂબ સફળતા મળશે... તું ધ્યાન દઇ મન દઇને ભણજે ખૂબ મહેનત કરજે તું સાચે જ રાજા બની જઇશ મારો...
હું ભણી નહીં... માં બાપે ભણાવી નહીં અમારાં સમયમાં ભણતરનું નહીં ગણતરનું મહત્વ હતું એટલે મને મારી આઇએ બધાં કામ શીખવેલાં, ઘર સંસાર ચલાવવાની શીખ આપેલી... તારાં બાબા પણ ખૂબ જ મહેનતું હતાં આપણને ખૂબ પ્રેમ કરતાં કાળજી લેતાં. તારો જન્મ થયો ત્યારે મને કીધેલું આશા હવે તારાં સ્વપ્ન સાકાર કરનાર રાજા આવી ગયો છે તું ચિંતા નકો કરે... અને મને ખૂબ હસાવેલી તું બસ જન્મેલો તારી આંખ પણ નહોતી ખૂલી છતાં તું પણ જાણે અમારી વાત સાંભળી હસતો જોયેલો અમે ખૂબ ખુશ હતાં.
એ દિવસ ખૂબ કાળો ઉગેલો... તારાં બાબા ટીફીન લઇને કામે નીકળેલાં અને ચાલતાં જઇ રહેલાં ત્યાં કોઇ માથા ફરેલો જુવાન ઘુંઆધાર ઝડપે નીકળ્યો ગાડી લઇને તારાં બાબાને અડફેટમાં લીધાં અથડાયા એવાં જ એમનો પ્રાણ નીકળી ગયેલાં એવું બધાં કહે છે... ગાડીવાળો તો રફુચશક્કર થઇ ગયેલો. આપણું ગરીબનું કોણ સાંભળે હું લોહીનાં આંસુઓ રડી હતી માત્ર છ વર્ષમાં મારો ચૂડો નંદવાઇ ગયેલો.. પણ મને મારી આઇની શીખ યાદ હતી મેં મનનું સમાધાન કર્યું. સ્થિતિ સ્વીકારી લીધી અને બસ નક્કી કર્યું હું કામ કરીશ તને ઉછરીશ મોટો માણસ બનાવીશ...
આ મારી આઇની ટૂંકમાં કથા છે નીલો મેં એને રીઝલ્ટનાં દિવસે કીધેલું કે આઇ હવે હું મહેનત કરીને તને રીટાયર્ડ કરી દઇશ.
માં એ શું કીધેલું ખબર છે ? હજી શરૂઆત છે તારી સરસ કામ મહેનત ખંતથી કરજે મને રીટાયર્ડ કરવાની વાતો ના કર હવે હું ટેવાઇ ગઇ છું મારે હવે જીવવું હશે તો કામ કરવું પડશે મારું શરીર પણ જાણે કામથી ટેવાઇ ગયું છે. તારાં ભાગ્યની કોઇ રેખા ઝાંખી નહીં પડે એવાં આશિષ આપુ છું મારે તારું હસતું રમતુ જીવન જોવું છે. તારાં બાબા મને કહેતાં આશા હું તને રાણીની જેમ રાખીશ ખૂબ મહેનત કરી આપણે અંધેરીમાં ઘર લઇશુ નોકર ચાકર હશે.. સપનાં બહુ મોટાં જોયાં હતાં એ પૂરા કરે એ પહેલાં જ... એમને હું ઘરમાં કામ કરું એ નહોતું ગમતું ગરીબીમાં પણ એ રાજાશાહી વિચાર રાખતાં.. મારું કામ કરવાનું બહાર જઇ એ તો પ્રશ્ન જ નહોતો અને જો એજ મારાં ભાગ્યમાં આવ્યું.
નીલાંગીએ કહ્યું "પણ તેં આઇને શું જવાબ આપ્યો ? મારે એ જાણવું છે.
નીલાંગે કહ્યું "નીલો થોડીવાર હું આઇને અને આઇ મને બસ જોઇ રહેલાં મેં આઇની આંખમાં સમયની લપડાકનો થાક જોયેલો છે ચહેરાં પર છતાંય એ હાસ્ય જોયુ છે બધી પરિસ્થિતિ સ્વીકારી લેવાની આવડત અને ધીરજ હતી આઇમાં.
આઇએ જ્યારે મને મારાં સ્વપ્ન બતાવ્યાં અને બોલી ત્યારે મેં આઇને કહ્યુ "આઇ ગરીબનાં પગ ચાલે છે અને પગ ચાલવા ટેવાયેલાં છે જેમ મેં તને કામ કરતી ચાલતી જોઈ છે ગરીબનાં છોકરાને પાંખ નથી હતી એ પૈસાની પાંખ ધનીકનાં છોકરાઓ પાસે જ હોય છે તું સમજે છે ને માં ?
પણ માં આ ચાલવા ટેવાયેલાં મારાં પગ એવી ઝડપ પકડશે કે ઉડતી પાંખને આંબી જશે એ વચન આપું છું.
માંની આંખમાં આંસુ આવી ગયેલાં મને વળગીને બોલી નીલુ મારાં રાજા તું તો મારાંથી પણ વધારે સમજે છે ગણપતિ દેવા તારી બધી જ ઇચ્છાઓ પુરી કરે અને તારાં પગને પાંખ બનાવે... ખૂબ ખૂબ આશીર્વાદ માં મને વળગીને ખૂબ રડી હું પણ રડી રહેલો. પણ અમારાં સુદન માં કોઇ દુઃખ નહોતું પીડા નહોતી અમારાં વિચાર અને લક્ષ્ય માટેનો આનંદ હતો નીલો આ મારી માં જેને તું પણ પસંદ છે.
નીલાંગીની આંખ પણ ભરાઇ આવી હતી એ પણ નીલાંગીએ ખભે માથુ રાખી રડી લીધું. અને બોલી નીલુ તારી માં કહેવુ પડે.
નીલાંગે કહ્યું "માં એ માં છે એ તારી હોય કે મારી માં નાં મૂળભૂત લક્ષણો પ્રેમનાં કાળજીનાં રંગરૂપ જુદા હોય પણ હોય સરખાં જ.
નીલાંગી કંઇ બોલી નહીં નીલાંગનાં ખભે માથુ રાખીને આંખો બંધ કરીને વિચારોમાં ગરકાવ થઇ ગઇ. આમને આમ સ્ટેશન ક્યારે આવ્યું ખબર જ ના પડી.
નીલાંગે કહ્યું "એય નીલો કાંદીવલી આવી ગયું લે આ તારો ડ્રેસ આ તારી બેગ કાલની રાહ જોઇશ અને નીલાંગી સફાળી ઉઠી બેગ લઇ નીલાંગને ચુમ્મીની સાઇન કરી ઉતરી ગઇ.
ઉતરીને જઇ રહેલી નીલાંગીને નીલાંગ જોતો રહ્યો અને ત્યાં બોરીવલી આવી ગયું અને નિલાંગે સાચવીને પેકેટ હાથમાં લીધુ અને....
વધુ આવતા અંકે ---પ્રકરણ-8