કમર પર કંદોરો પહેરાવતી વખતે રજતે કમર પર હાથ ફેરવ્યો.
મેહા:- "રજત તું સાચ્ચે મારી સાથે લગ્ન કરવાનો છે?"
રજત:- "ઑહો મેહા તને ક્યારે મારા પર વિશ્વાસ આવશે?"
મેહા:- "અને ફરીથી તું મારો વિશ્વાસ તોડી દઈશ રાઈટ? પણ હવે હું તારા પર વિશ્વાસ નથી કરવાની."
રજત:- "ઑકે તારી મરજી. એમ પણ તને ક્યાં મારા પર વિશ્વાસ હતો? એ તો મેં તને વિશ્વાસ દેવડાવ્યો એટલે તું મારા પર વિશ્વાસ કરતી થઈ. જો હું તને વિશ્વાસ ન દેવડાવતે તો તું મારા પર વિશ્વાસ કરી જ ન શકતે. આભાર માન કે મેં તને પ્રેમ શું છે તેનો અનુભવ તો કરાવ્યો."
મેહા:- "એ પ્રેમ નહીં વ્હેમ હતો. તે મને વ્હેમમાં રાખી છે."
રજત:- "આજની દુનિયા વ્હેમમાં તો જીવે છે. આજની દુનિયામાં પ્રેમ જેવી વસ્તુ દુર્લભ છે."
મેહા:- "આજની દુનિયામાં પણ પ્રેમ હોય છે. બીજા માટે તો ખબર નહીં પણ મારા માટે તો ખરેખર પ્રેમ જેવી વસ્તુ દુર્લભ છે."
રજત:- "તું બહુ તડપી છે ને આ પ્રેમ માટે!"
મેહા:- "તારે જાણીને શું કામ છે?"
રજત:- "તું કહે કે ન કહે પણ મને ખબર છે. તું બહુ તડપી છે."
મેહા:- "તને કેવી રીતના ખબર?"
રજત:- "ભૂલી ગઈ તું? તારી ડાયરી..."
મેહા:- "મારી ડાયરી મને જોઈએ છે. આવતીકાલે લઈ આવજે."
રજત:- "ઑકે લઈ આવીશ. એમ પણ મારી સ્ટોરી લખાઈ ગઈ છે."
મેહા:- "સ્ટોરીને શીર્ષક શું આપ્યુ? આ લવ સ્ટોરી તો છે જ નથી. બદલાની આગ, પ્રતિશોધ, રિવેન્જ એવું જ કંઈક શીર્ષક આપીશ ને?"
રજત:- " હજી કંઈ વિચાર્યું નથી."
મેહા રૂમની બહાર નીકળતી હોય છે કે રજત મેહાનો હાથ પકડી રોકે છે. રજત મેહાની નજીક જાય છે.
રજતની નજર મેહાના ઉભાર પર જાય છે. રજત એકીટશે મેહાના ઉભારોને જોઈ રહ્યો.
મેહા ચોલી સરખી રીતે કરતા કહે છે "રજત શું જોય છે?"
રજત:- "મારી નજર ગઈ તો ખરાબ લાગ્યું ને? તને ખબર છે ને લોકોની નજર ક્યાં ક્યાં જાય છે? તું એટલી પણ નાદાન નથી કે મારે તને આ વાત સમજાવવી પડે. મેહા તું દુપટ્ટો સરખી રીતના નથી પહેરી શકતી. આવી નાની નાની બાબત મારે તને કહેવાની?"
મેહા:- "રજત શું વાંધો છે. દુપટ્ટો એક સાઈડ પર તો નાખ્યો છે."
રજત:- "બધું ઢંકાઈ જાય એવી રીતના દુપટ્ટો નાંખ."
"મેં કહ્યું ને કે આમ જ બરાબર છે." એમ કહી મેહા નીકળતી હતી કે રજતે દુપટ્ટો પકડી હળવેથી ખેંચી લે છે.
મેહા:- "રજત દુપટ્ટો આપ."
રજત મેહાનો હાથ પકડી પોતાની તરફ મેહાને ખેંચે છે. મેહાને દુપટ્ટો વ્યસ્થિત રીતે પહેરાવે છે. દુપટ્ટો વ્યવસ્થિત કરાવતી વખતે મેહા તો રજતને જોઈ જ રહી.
મેહા:- "હવે સંગીતમાં જઈએ કે અહીં જ રહેવું છે."
મેહા અને રજત સંગીતમાં ડાન્સ કરી રહ્યાં હતા.
મેહા ડાન્સ કરતા કરતા મમતાબહેનને જોતી હતી.
મેહા મનોમન વિચારે છે "લાગે છે કે મમ્મી કોઈ કામમાં બિઝી હશે." થોડીવાર પછી મમતાબહેન નજરે પડે છે. મેહા મમતાબહેન પાસે જાય છે.
મેહા:- "મમ્મી રજત શું કહી રહ્યો હતો? આ વાત સાચી છે?"
મમતાબહેન:- "હા સાવિત્રીબહેનનો ફોન આવ્યો હતો. તું એમને પસંદ છે."
મેહા મનોમન વિચારે છે "રજત મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો, પણ કેમ? જરૂર રજતના મનમાં કંઈક ચાલે છે. મેહા તું રજતની એક એક વાતોને યાદ કર...
રજત લગ્નનો વાયદો કરીને વાયદો તોડી નાંખશે તો? રજતનો વિચાર ફરી મને હર્ટ કરવાનો છે. જો રજત મારી સાથે લગ્ન નહીં કરે તો મમ્મી પપ્પાને સમાજમાં નીચે જોવાનો વારો આવશે."
એટલામાં જ રજત મમતાબહેન સાથે વાત કરવા આવે છે.
રજત:- "આંટી હવે હું રજા લઉ."
મમતાબહેન:- "સારું સંભાળીને જજે."
મમતાબહેને મેહા સામે જોઈ કહ્યું "તું ઉભી ઉભી શું જોઈ રહી છે. જા રજતને બહાર સુધી મૂકી આવ."
મેહા રજત સાથે બહાર જાય છે. મેહા વિચારોમાં જ ખોવાયેલી હોય છે.
મેહા:- "રજત મને ખબર છે તું આ લગ્નનના બહાને શું કરવાનો છે તે."
રજત:- "હું શું કરવા બહાનું બનાવું અને તને તો એવી શું ખબર છે જેની ખબર મને પણ નથી."
મેહા:- "તું પહેલાં લગ્નનો વાયદો કરીશ. બધાની સાથે સાથે મારો પણ વિશ્વાસ જીતીશ. અને પછી તે જે વાયદો કર્યો છે તે તોડી નાંખીશ. પણ તારા આ વાયદા તોડવાના ચક્કરમાં જો મારા મમ્મી પપ્પાનું સમાજની વચ્ચે અપમાન થયું તો હું તને ક્યારેય માફ નહીં કરું."
રજત:- "Don't worry મેહા... હું જે કરીશ તે તારી સાથે કરીશ..તેનાથી તને હર્ટ થશે...તારા મમ્મી પપ્પાને નહીં. Bye...કાલે મળીયે..."
રજત મેહાને ટાઈડ Hug કરી જતો રહે છે.
રજતના જતાં જ મેહા ઘરમાં આવે છે. મેહા એના ફ્રેન્ડસ સાથે ખૂબ ડાન્સ કરે છે. બીજા દિવસે નિખિલ અને નિખિલના પરિવાર વાળા, સગાસંબંધીઓ, મિત્રો, પાડોશીઓ બધા જાન લઈને પહોંચી જાય છે.
સાવિત્રીબહેન રિવાજ પ્રમાણે નિખિલ નું સ્વાગત કરે છે. રજત એના ફ્રેન્ડસ સાથે કંઈ ને કંઈ કામમાં લાગેલો હોય છે. મેહાની નજર રજતને શોધે છે. ત્યાં જ રજત આવે છે. રજતની નજર મેહા પર જાય છે. એક ક્ષણ માટે તો રજત મેહાને જોઈ જ રહ્યો. રજત પણ બધાનું સ્વાગત કરે છે.
રજત ફરી કામમાં વ્યસ્ત થઈ જાય છે. વરમાળાની વિધિ પણ થઈ જાય છે. હસ્તમેળાપ પણ થઈ જાય છે. બધી વિધી પતાવતા પતાવતાં રાતના આઠ વાગી ગયા. જમણવાર ચાલતો હતો. મેહા અને રજતે જમી લીધું હતું. મેહાએ જોયું તો રજત કામમાં બિઝી હતો. મેહા રજતના રૂમમાં ગઈ.
મેહા થોડી થાકી ગઈ હતી. મેહા રિલેક્ષ થવા માગતી હતી. મેહાએ ઘરેણાં ઉતારી દીધા. દુપટ્ટો પણ સાઈડ પર મૂકી દીધો. મેહા બેડ પર સૂઈ ગઈ અને આંખો બંધ કરી દીધી.
રજત પોતાના રૂમમાં આવ્યો. રજતની નજર મેહા પર ગઈ. રજત મેહાની નજીક ગયો. રજતની નજર મેહાના સુંવાળા પેટ પર જાય છે. પછી મેહાના ઉભાર પર જાય છે. રજત પણ મેહાની બાજુમાં સૂઈ મેહાને જોઈ રહ્યો.
રજતે મેહાના પેટ પર હાથ મૂક્યો. મેહાએ આંખો ઉઘાડી. રજત મેહા તરફ ઝૂક્યો.
રજત:- "લાગે છે બહું થાકી ગઈ છે."
મેહાએ આંખો બંધ કરી દીધી.
મેહા:- "હા."
"હું તારો થાક દૂર કરી દઉં." એમ કહી રજતે મેહાને પોતાની બાહોમાં લઈ એકદમ ટાઈડ Hug કર્યું.
રજત:- "બેટર?"
મેહા:- "બસ આમ જ થોડીવાર મને જકડી રહે."
રજતની નજર મેહાના હાથ પર ગઈ. મહેંદીનો રંગ ઘેરો આવ્યો હતો. રજત મેહાનો હાથ પકડી મહેંદી જોવા લાગ્યો.
રજત:- "મેહા શું વાત છે? તે મારા નામનો પહેલો અક્ષર લખાવ્યો. જો કે મને આશા નહોતી કે તું લખાવીશ."
મેહા:- "રિયલી?"
મેહાએ પોતાના બંન્ને હાથ જોયા. રજતના નામનો R જોયો ત્યારે મેહાને ખ્યાલ આવ્યો કે "પેલી મહેંદી પાડવાવાળી છોકરીએ કોઈ ચાહવા વાળું છે કે નહીં? એમ પૂછ્યું હતું ત્યારે કદાચ મારાથી રજતનુ નામ લેવાઈ ગયું હશે."
થોડીવાર પછી મેહા પડખું ફેરવી સૂઈ ગઈ.
મેહા:- "રજત જમણવાર પૂરું થાય પછી ઉઠાડી દેજે. કદાચ તો મને ઊંઘ આવી જશે."
રજત મેહાની પીઠને જોઈ રહ્યો. રજતના હાથ મેહાની કોમળ પીઠ પર ફર્યાં. મેહા પણ સ્પર્શનો આનંદ માણતી આંખો બંધ કરી બસ સૂઈ રહી.
રજતે મેહાની ચોલીની હુક ખોલી દીધી. મેહાની ખુલ્લી અને સુંવાળી પીઠ પર રજતના હાથ ફરવા લાગ્યા. રજત ધીરે રહીને ચોલી ઉતારવાનો હતો કે મેહા સફાળી ઉઠી ગઈ.
રજત બેડ પર સૂઈ રહ્યો.
મેહા હુક બંધ કરવાની કોશિશ કરવા મથતી રહી પણ હુક બંધ ન કરી શકી.
મેહા:- "રજત શું સૂઈ રહ્યો છે? હેલ્પ કર."
રજત:- "થોડી નજીક આવ. મારા હાથ નથી પહોંચતા."
મેહા રજતની નજીક બેસે છે. રજત પણ ઉઠી જાય છે. રજતના હાથ ફરી મેહાની પીઠ પર ફરે છે. રજત મેહાની પીઠ પર કિસ કરે છે. ધીરે ધીરે રજતના હોંઠ મેહાની પીઠ પર ફરવા લાગ્યા. મેહા રજતના સ્પર્શને માણી રહી.
અચાનક જ રજત બેડ પરથી ઉઠ્યો.
મેહા:- "શું થયું રજત. તું અટકી કેમ ગયો?"
રજત:- "બસ મૂડ નથી."
મેહા:- "મૂડ નથી મતલબ?"
રજત:- "તું બહુ ઉતાવળી થાય છે ને?
મારામાં સમાઈ જવા માટે આટલી બેચેની?"
મેહા:- "રજત અચાનક શું થઈ ગયું. તું મને આવી રીતે અધૂરી નહીં મૂકી શકે."
રજતે ચોલીની હુક બંધ કરી અને કંઈપણ કહ્યા વગર રૂમની બહાર નીકળી ગયો. બહાર નીકળ્યો તો વિદાય પ્રસંગ ચાલી રહ્યો હતો. થોડીવાર પછી મેહા પણ આવી.
વિદાય પ્રસંગ પૂરો થયો. ક્રીનાની આંખોમાં આંસું હતા. ક્રીના બધાને વારાફરતી ગળે લગાવતી હતી. ક્રીનાની આંખો ભીની થઈ ગઈ હતી.
ક્રીના નિખિલ સાથે કારમાં બેસી પોતાના સાસરે પહોંચી ગઈ.
મેહા અને મેહાનો પરિવાર પણ ઘરે પહોંચે છે.
રજત ચૂપચાપ મેહાના રૂમમાં આવી ગયો હતો.
ક્રીના અને નિખિલની સુહાગરાત હતી. નિખિલ અને ક્રીના બંને એકબીજામાં એકાકાર થઈ ગયા. એકબીજાનાં અસ્તિત્વમાં સમાઈ ગયા.
મેહા ચેન્જ કરી સૂઈ ગઈ હતી. રજતે મેહાની મુલાયમ સાથળ પર હાથ મૂક્યો. મેહાએ જોયું તો રજત હતો.
મેહા:- "રજત તું શું કરે છે અહીં?"
રજત:- "ચાલ બહાર ચાલવા જઈએ."
મેહા:- "ના મારે નથી આવવું. રજત મને બહું ઊંઘ આવે છે. કાલે જઈશું."
રજત:- "સારું ચલ તો મુવી જોઈએ."
મેહા ખૂબ થાકી ગઈ હતી અને મેહાને ઊંઘ આવતી હતી. એટલે મેહાએ ગુસ્સામાં કહ્યું "રજત તને સમજમાં નથી આવતું કે શું? એકવાર કહ્યું ને કે હું ખૂબ થાકી ગઈ છું ને મને ઊંઘ આવે છે. તો જા અહીંથી અને મને શાંતિથી સૂવા દે."
મેહા બેડ પર સૂઈ ગઈ.
રજતે મેહાના વાળ પકડી મેહાને ઉઠાડી.
રજત:- "હવે જો આજ પછી મારી સાથે આવી રીતના ગુસ્સાથી વાત કરી છે તો તું જાણે છે ને હું શું કરી શકું તે...અને હું તારો પતિ પરમેશ્વર થવાનો છું તો પતિની બધી વાત માનવી એક પત્નીની ફરજ છે."
મેહા:- "રજત છોડ મારા વાળ. મને હર્ટ થાય છે."
રજતની પકડ વધારે મજબૂત બને છે. રજતે એટલી મજબૂતથી વાળ પકડ્યા હતા કે રજતના નખ મેહાની ગરદનના પાછળના ભાગમાં ભરાઈ ગયા.
મેહા:- "રજત પ્લીઝ છોડ મને."
રજત મેહાના વાળ છોડી દે છે.
રજત:- "Good girl...હવે સમજમાં આવી ગયું ને કે મારાથી આવી રીતના ગુસ્સામાં વાત નહીં કરવાની અને પ્લીઝ બોલવાનું ઑકે? અને હા તારે મને ખુશ રાખવાની કોશિશ કરવી જોઈએ. લગ્ન પછી પતિ અને પત્ની બે માંથી એકનું રાજ ચાલે છે. તો સમજી ગઈ ને કે ઘરમાં કોનું રાજ ચાલશે તે."
મેહા:- "હા સમજી ગઈ."
રજત:- "સમજી ગઈ હોય તો જા અને કપડાં ચેન્જ કરી આવ."
મેહા:- "રજત પ્લીઝ મારે અત્યારે ક્યાંય નથી જવું. મારે શાંતિથી સૂઈ જવું છે."
રજત:- "હમણાં જ મેં કહ્યું ને કે તારે મને ખુશ રાખવાની કોશિશ કરવી જોઈએ."
રજત મેહા માટે એક ડ્રેસ સિલેક્ટ કરે છે.
મેહાને ડ્રેસ આપતા રજતે કહ્યું "આ ડ્રેસ પહેરીને ફટાફટ આવ."
મેહા ડ્રેસ લઈ ને એમજ ઉભી હોય છે.
"તું ચેન્જ ન કરવા જવાની હોય તો હું કપડાં ચેન્જ કરાવું?" એમ કહી રજત મેહાની નજીક આવે છે.
મેહા:- "હું ચેન્જ કરી આવું છું."
મેહા કપડાં ચેન્જ કરવા જાય છે.
મેહા સિમ્પલ સેન્ડલ પહેરે છે.
રજત:- "હાઈહીલના સેન્ડલ નથી?"
મેહા:- "રજત હાઈહીલ પહેરીશ તો ચલાશે નહીં. આખો દિવસ હાઈ હિલ પહેરીને ફરી છું. મારા પગ દુઃખે છે."
રજત:- "મને ખુશ કરવા તું આટલું તો કરી જ શકે ને?"
મેહાને રજત પર ગુસ્સો આવતો હતો. મેહા જાણી ગઈ હતી કે રજત જાણી જોઈને મને હેરાન કરે છે.
મેહાએ નરમાશથી પૂછ્યું "રજત આપણે ક્યાં જઈએ છે?"
રજત:- "ક્લબ..."
રજત મેહાને ક્લબ લઈ ગયો. મેહા બેસવા જતી હતી કે રજતે એને ઉઠાડી.
રજત:- "ડાન્સ કરવા માટે લઈ આવ્યો છું બેસવા માટે નહીં."
મેહાએ રજત સાથે કમને ડાન્સ કરવું પડ્યું. મેહા થાકી ગઈ હતી અને ડાન્સ કરતી વખતે પગ પણ દુઃખતા હતા.
મેહા:- "રજત મને ઘરે મૂકી આવીશ."
રજત:- "જલ્દી શું છે જવાની? જઈશું પછી."
મેહા:- "રજત ક્યારે જઈશું? અઢી વાગવાના છે."
રજત:- "બસ થોડીવાર."
મેહાને હવે માથું દુઃખવા લાગ્યું હતું.
મેહાએ જોયું તો સવારના ચાર વાગી રહ્યા હતા.
"રજત મારું સખત માથું દુઃખે છે. પ્લીઝ મને ઘરે મૂકી આવ." આટલું કહેતા કહેતા તો મેહા રડું રડું થઈ ગઈ.
રજતે મેહાની હાલત જોઈ. રજત નું મન પીગળી ગયું.
રજત:- "ઑકે ચાલ."
રજત અને મેહા કારમાં બેઠાં. મેહાથી સહન નહોતું થતું. મેહાએ બંન્ને હાથ માથા પર મૂકી દીધા. મેહાની આંખોમાં આંસું આવી ગયા.
મેહા:- "હવે તો તું વધારે ખુશ થઈ ગયો ને મને રડાવીને."
રજત નું ત્યારે જ ધ્યાન ગયું કે મેહા રડી રહી છે.
રજતને હવે ખ્યાલ આવ્યો કે જાણે અજાણે પોતે મેહાને વધારે હેરાન કરી છે.
રજત મેહાને ઘરે મૂકી આવે છે. મેહા ચેન્જ કરી સૂવા જતી હતી કે મેહાના રૂમમાં મમતાબહેન આવ્યા.
મમતાબહેન:- "સારું થયું કે તું ઉઠી ગઈ. આજે ક્રીના પોતાના પિયર જશે. ચાલ તો થોડું કામ છે."
મેહા:- "મમ્મી મારું સખત માથું દુઃખે છે. હજી તો હું ઊંઘી પણ નથી."
મમતાબહેન:- "મને શું ખબર કે તારું માથું દુઃખે છે."
મમતાબહેન મેહા પાસે બેડ પર બેસી જાય છે. મેહા મમતાબહેનના ખોળામાં સૂઈ જાય છે. મમતાબહેન હળવે હાથે મેહા નું માથું દાબે છે. મેહાને ઊંઘ આવી જાય છે. મમતાબહેન ધીરે રહી મેહા નું માથું ઓશિકા પર રાખી દે છે.
મમતાબહેન થોડીવાર પછી મેહાના રૂમમાંથી જતા રહે છે.
મેહા ભરઊંઘમાં હોય છે. મમતાબહેન ક્યારે જતા રહ્યા મેહાને તેનો પણ ખ્યાલ ન આવ્યો.
ક્રમશઃ